યશાયા
૪૯ હે ટાપુઓ, મારું સાંભળો.
હે દૂર દૂરની પ્રજાઓ, ધ્યાન આપો.+
હું માના ગર્ભમાં હતો ત્યારથી* યહોવાએ મને બોલાવ્યો.+
હું માની કૂખમાં હતો એ સમયથી તેમણે મારું નામ જણાવ્યું.
૨ તેમણે મારું મોં ધારદાર તલવાર જેવું બનાવ્યું.
તેમણે પોતાના હાથથી મારું રક્ષણ કર્યું.*+
તેમણે મને અણીદાર તીર બનાવ્યો
અને પોતાના ભાથામાં સંતાડી રાખ્યો.
૩ તેમણે મને કહ્યું: “હે ઇઝરાયેલ, તું મારો સેવક છે.+
તારા દ્વારા હું મારું ગૌરવ દેખાડીશ.”+
૪ પણ મેં કહ્યું: “મારી મહેનત પાણીમાં ગઈ.
મેં મારી શક્તિ નકામી વાપરી, એનાથી કશું વળ્યું નહિ.
૫ યહોવાએ મને પોતાનો સેવક થવા ગર્ભમાંથી જ પસંદ કર્યો છે.
તેમણે મને કહ્યું છે કે હું યાકૂબને પાછો તેમની પાસે લાવું,
જેથી ઇઝરાયેલના લોકો તેમની પાસે ભેગા થાય.+
હું યહોવાની નજરમાં મહિમા મેળવીશ
અને મારા ઈશ્વર મારી તાકાત બનશે.
૬ તેમણે કહ્યું: “યાકૂબનાં કુળોને ઊભાં કરવાં
અને ઇઝરાયેલના બચી ગયેલાઓને પાછા લાવવા માટે
તું મારો સેવક છે, એટલું જ પૂરતું નથી.
મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે,+
જેથી ઉદ્ધારનો મારો સંદેશો પૃથ્વીના છેડા સુધી પહોંચે.”+
૭ જેને નફરત કરવામાં આવે છે,+ જેને પ્રજા ધિક્કારે છે અને જે શાસકોનો સેવક છે, તેને ઇઝરાયેલના છોડાવનાર, તેના પવિત્ર ઈશ્વર યહોવા+ આમ કહે છે:
“રાજાઓ જોશે અને ઊભા થશે,
આગેવાનો નમન કરશે,
કેમ કે યહોવા, જે વિશ્વાસુ છે,+
જે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર છે, તેમણે તને પસંદ કર્યો છે.”+
૮ યહોવા આમ કહે છે:
“કૃપાના સમયે મેં તને જવાબ આપ્યો.+
ઉદ્ધારના દિવસે મેં તને મદદ કરી.+
મેં તને સાચવી રાખ્યો, જેથી મારી અને લોકોની વચ્ચે તું કરાર થાય,+
જેથી દેશમાં ફરીથી લોકોની વસ્તી થાય
અને લોકો પોતાના વારસાનો કબજો લે, જે ઉજ્જડ પડી રહેલો છે.+
૯ એ સમયે કેદીઓને કહેવામાં આવશે, ‘બહાર આવો!’+
જેઓ અંધારામાં છે+ તેઓને કહેવાશે, ‘અજવાળામાં આવો!’
રસ્તાઓને કિનારે તેઓ માટે પુષ્કળ ખોરાક હશે,
બધા માર્ગોની* આસપાસ ચરાવવાની જગ્યા હશે.
૧૧ હું મારા બધા પર્વતોને સપાટ કરીને રસ્તો બનાવીશ.
મારા મુખ્ય રસ્તાઓને આસપાસની જમીન કરતાં ઊંચા કરીશ.+
૧૨ જુઓ! તેઓ દૂર દૂરથી આવે છે.+
જુઓ! તેઓ ઉત્તરથી અને પશ્ચિમથી આવે છે.
તેઓ સીનીમ દેશથી આવે છે.”+
૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+
હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+
૧૪ પણ સિયોન કહે છે:
“યહોવાએ મારો ત્યાગ કર્યો છે,+ યહોવા મને ભૂલી ગયા છે.”+
૧૫ શું મા પોતાના ધાવણા બાળકને ભૂલી શકે?
શું તેને પોતાના પેટના દીકરા પર કરુણા નહિ આવે?
ભલે તે ભૂલી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.+
૧૬ જો, મારી હથેળી પર મેં તારું નામ કોતરી દીધું છે.
તારી દીવાલો કાયમ મારી નજર સામે છે.
૧૭ તારા દીકરાઓ દોડીને પાછા આવે છે.
તને તોડી પાડનારા અને બરબાદ કરનારા દૂર ભાગી જશે.
૧૮ જરા નજર ઉઠાવીને આજુબાજુ જો.
તેઓ બધા ભેગા થાય છે.+
તેઓ તારી પાસે આવે છે.
યહોવા જાહેર કરે છે, “હું મારા સમ* ખાઈને કહું છું કે
તું તેઓને ઘરેણાંની જેમ પહેરીશ.
દુલહનના ગળાના હારની જેમ તું તેઓને પહેરીશ.
૧૯ તારી જગ્યા ખેદાન-મેદાન અને વેરાન થઈ હતી, તારો દેશ ખંડેર થયો હતો.+
પણ હવે એના રહેવાસીઓ માટે એ જગ્યા સાંકડી પડશે.+
તને ગળી જનારાઓ+ બધા દૂર ભાગી જશે.+
૨૦ તારાં બાળકોનાં મરણ પછી જન્મેલા દીકરાઓ તને કહેશે,
‘આ જગ્યા અમારા માટે બહુ સાંકડી છે.
રહેવા માટે અમને વધારે જગ્યા આપો.’+
૨૧ તું તારા દિલમાં વિચારીશ,
‘આ બધાનો પિતા કોણ છે?
હું તો બાળક વગરની, વાંઝણી સ્ત્રી છું,
જેને ગુલામ બનાવીને કેદ કરવામાં આવી હતી.
આ બધાને કોણે મોટા કર્યા?+
૨૨ વિશ્વના માલિક યહોવા કહે છે:
“જુઓ, હું પ્રજાઓને દેખાય એમ મારો હાથ ઊંચો કરીશ.
હું લોકોને દેખાય એમ મારી નિશાની* ઊંચી કરીશ.+
તેઓ તારા દીકરાઓને ગોદમાં ઊંચકી લાવશે.
તારી દીકરીઓને પોતાના ખભા પર બેસાડી લાવશે.+
૨૩ રાજાઓ તારી સંભાળ રાખનારા બનશે.+
રાજકુમારીઓ તારી ધાવ મા બનશે.
પછી તું જાણશે કે હું યહોવા છું.
મારા પર આશા રાખનારાઓએ કદી શરમાવું નહિ પડે.”+
૨૪ શું શૂરવીરના હાથમાંથી કેદીઓને છોડાવી શકાય?
શું જુલમીના પંજામાંથી ગુલામોને બચાવી શકાય?
૨૫ પણ યહોવા આમ કહે છે:
“શૂરવીર માણસના કેદીઓને છોડાવવામાં આવશે.+
જુલમીના ગુલામોને બચાવવામાં આવશે.+
તારા વિરોધીઓનો હું વિરોધ કરીશ+
અને તારા દીકરાઓને હું બચાવી લઈશ.
૨૬ તારા પર જુલમ કરનારને હું તેનું પોતાનું માંસ ખવડાવીશ.
જાણે શરાબ પીધો હોય એમ તેઓ પોતાનું લોહી પીને મસ્ત બનશે.
બધા લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+