ગીતશાસ્ત્ર
ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૮ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!
તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+
૨ તમારા દુશ્મનોને લીધે,
તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે+ તમારી શક્તિ દેખાડી આપી છે.
દુશ્મન અને વેરીનાં મોં પર તમે તાળાં મારી દીધાં છે.
૪ ત્યારે મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો
અને માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો.+
૫ તમે તેને દૂતો* કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું.
તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.
૬ તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો,+
બધું જ તમે તેના પગ નીચે મૂકી દીધું:
૭ બધાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાં,
જંગલી જાનવરો,+
૮ આકાશનાં પક્ષીઓ, દરિયાની માછલીઓ,
દરિયાના વહેણમાં તરનારાં બધાં તેને સોંપ્યાં.
૯ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!