યશાયા
૬૫ “જેઓ મારા વિશે પૂછતા ન હતા, તેઓને મેં મારી જાણ થવા દીધી.
જેઓ મને શોધતા ન હતા, તેઓને હું મળ્યો.+
જે પ્રજા મારા નામથી પોકારતી ન હતી, એને મેં કહ્યું: ‘હું આ રહ્યો! હું આ રહ્યો!’+
૨ મેં આખો દિવસ એવા લોકોને પાછા બોલાવવા હાથ ફેલાવ્યા, જેઓ હઠીલા છે,+
જેઓ ખોટા માર્ગે ચાલે છે+
અને મનમાની કરે છે.+
૩ એ લોકો કાયમ મારા મોં પર મારું અપમાન કરે છે.+
તેઓ બગીચાઓમાં બલિદાનો ચઢાવે છે+ અને ઈંટો પર આગમાં બલિદાનો ચઢાવે છે.*
તેઓ પોતાનાં વાસણમાં ડુક્કરનું માંસ
અને અશુદ્ધ વસ્તુઓનો રસો ખાય છે.+
૫ તેઓ એકબીજાને કહે છે: ‘મારાથી દૂર રહે, મારી પાસે ન આવતો.
હું તારા કરતાં વધારે પવિત્ર છું!’*
તેઓ મારાં નસકોરાંમાં ધુમાડા જેવા છે, જે આખો દિવસ આગની જેમ બળે છે.
૬ જુઓ! એ બધું મારી આગળ લખેલું છે.
હું કંઈ જંપવાનો નથી.
હું તેઓ પાસેથી બદલો લઈશ,+
હા, પૂરેપૂરો બદલો લઈશ.
૭ હું તેઓની ભૂલોનો અને તેઓના બાપદાદાઓની ભૂલોનો બદલો વાળીશ.+
તેઓએ પર્વતો પર આગમાં બલિદાનો ચઢાવ્યાં,
તેઓએ ડુંગરો પર મને બદનામ કર્યો.+
હું એ બધાનો તેઓ પાસેથી બરાબર હિસાબ લઈશ,” એવું યહોવા કહે છે.
૮ યહોવા આમ કહે છે:
“દ્રાક્ષોનાં ઝૂમખાંમાંથી નવો દ્રાક્ષદારૂ મળે એમ હોય ત્યારે,
લોકો કહેશે, ‘એનો નાશ કરશો નહિ, કેમ કે એમાં કંઈક સારું છે.’
હું મારા ભક્તોનું પણ એમ જ કરીશ
અને બધાનો નાશ નહિ કરું.+
૯ હું યાકૂબમાંથી એક વંશજ
અને યહૂદામાંથી મારા પર્વતોનો વારસ ઊભો કરીશ.+
મારા પસંદ કરેલા લોકો એ પર્વતોનો વારસો મેળવશે
અને મારા સેવકો એના પર રહેશે.+
૧૦ મારી પાસે પાછા ફરનારા લોકો માટે
શારોન+ ઘેટાં ચરાવવાની જગ્યા બનશે
અને આખોરની ખીણ+ ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનશે.
૧૧ પણ તમે તો યહોવાને છોડી દેનારા છો.+
તમે મારો પવિત્ર પર્વત ભૂલી ગયા છો.+
તમે શુકનના દેવ આગળ ખાવાનું ધરો છો.
તમે નસીબના દેવતાની આગળ પ્યાલાઓમાં દારૂ ભરો છો.
મેં તમને બોલાવ્યા, પણ તમે જવાબ આપ્યો નહિ,
હું બોલ્યો, પણ તમે કાન ધર્યો નહિ.+
મારી નજરમાં જે ખરાબ છે, એ જ તમે કર્યું,
મને જેનાથી નફરત છે, એ જ તમે પસંદ કર્યું.”+
૧૩ વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
“જુઓ! મારા ભક્તો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો.+
મારા ભક્તો પીશે,+ પણ તમે તરસ્યા રહેશો.
મારા ભક્તો આનંદ કરશે,+ પણ તમે અપમાન સહેશો.+
૧૪ મારા ભક્તો દિલમાં ઊભરાતી ખુશીને લીધે આનંદથી પોકારશે,
પણ તમે દિલની પીડાને લીધે રડશો
અને કચડાયેલાં મનને લીધે શોક કરશો.
૧૫ તમે એવું નામ છોડી જશો, જેનાથી મારા પસંદ કરેલા લોકો શ્રાપ આપશે.
હું વિશ્વનો માલિક યહોવા, તમને દરેકને મોતને ઘાટ ઉતારીશ.
પણ મારા* સેવકોને હું બીજા નામે બોલાવીશ.+
૧૬ ધરતી પર જે કોઈ પોતાના માટે આશીર્વાદ માંગશે,
તેને સાચા* ઈશ્વર આશીર્વાદ આપશે.
અગાઉની દુઃખ-તકલીફો ભુલાઈ જશે,
એ મારી નજર આગળથી દૂર થઈ જશે.+
૧૭ જુઓ! હું નવું આકાશ અને નવી પૃથ્વી બનાવું છું.+
અગાઉના બનાવોની યાદ પણ નહિ આવે,
અરે! એ કોઈના મનમાં પણ નહિ આવે.+
૧૮ એટલે હું જેની રચના કરું છું, એમાં હંમેશાં આનંદ કરો, ખુશી મનાવો.
જુઓ! હું યરૂશાલેમનું સર્જન કરું છું, જેનાથી બધાને ખુશી થશે,
એના લોકોને ઘડું છું, જેનાથી બધાને આનંદ થશે.+
૧૯ યરૂશાલેમને લીધે હું આનંદ કરીશ, મારા લોકોને લીધે હું ખુશી મનાવીશ.+
હવેથી એમાં રડવાનો કે વિલાપનો અવાજ સંભળાશે નહિ.”+
૨૦ “હવેથી ત્યાં એવું કોઈ બાળક નહિ હોય, જે થોડા જ દિવસો જીવે.
અથવા એવો કોઈ વૃદ્ધ માણસ નહિ હોય, જે પૂરેપૂરી જિંદગી ન જીવે.
સો વર્ષે ગુજરી જનાર તો નાનકડો છોકરો કહેવાશે,
પાપી ભલે સો વર્ષનો હોય, તોપણ તે શ્રાપિત ગણાશે.*
૨૧ તેઓ ઘરો બાંધશે અને એમાં રહેશે.+
તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે.+
૨૨ એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે,
તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય.
મારા લોકો વૃક્ષની જેમ લાંબું જીવશે.+
મારા પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો* આનંદ ઉઠાવશે.
તેઓ અને તેઓના વંશજો એ લોકોમાં છે,
જેઓ પર યહોવાનો આશીર્વાદ છે.+
૨૪ અરે, તેઓ પોકારે એ પહેલાં હું જવાબ આપીશ.
તેઓ હજી બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.
અને સાપ ધૂળ ખાશે.
મારા આખા પવિત્ર પર્વત પર તેઓ કંઈ નુકસાન કે વિનાશ કરશે નહિ,”+ એવું યહોવા કહે છે.