માથ્થી
૧ આ પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તના* જીવનનો ઇતિહાસ* છે. તે ઇબ્રાહિમના કુળના,+ દાઉદના વંશજ હતા.+ આ છે ઈસુની વંશાવળી:
ઇસહાકથી યાકૂબ;+
યાકૂબને યહૂદા+ અને બીજા દીકરાઓ થયા;
૩ યહૂદાને તામારથી પેરેસ અને ઝેરાહ થયા;+
પેરેસથી હેસરોન થયો;+
હેસરોનથી રામ થયો;+
૪ રામથી અમિનાદાબ થયો;
અમિનાદાબથી નાહશોન થયો;+
નાહશોનથી સલ્મોન થયો;
બોઆઝને રૂથથી ઓબેદ થયો;+
ઓબેદથી યિશાઈ થયો;+
દાઉદથી સુલેમાન થયો.+ સુલેમાનની મા અગાઉ ઊરિયાની પત્ની હતી.
રહાબઆમથી અબિયા થયો;
અબિયાથી આસા થયો;+
યહોશાફાટથી યહોરામ થયો;+
યહોરામથી ઉઝ્ઝિયા થયો;
યોથામથી આહાઝ થયો;+
આહાઝથી હિઝકિયા થયો;+
મનાશ્શાથી આમોન થયો;+
આમોનથી યોશિયા થયો.+
૧૧ યહૂદીઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા,+ એ દરમિયાન યોશિયાને+ યખોન્યા+ અને બીજા દીકરાઓ થયા.
૧૨ બાબેલોનમાં યખોન્યાના દીકરા શઆલ્તીએલનો જન્મ થયો.
શઆલ્તીએલથી ઝરુબ્બાબેલ થયો;+
૧૩ ઝરુબ્બાબેલથી અબિહૂદ થયો;
અબિહૂદથી એલ્યાકીમ થયો;
એલ્યાકીમથી આઝોર થયો;
૧૪ આઝોરથી સાદોક થયો;
સાદોકથી આખીમ થયો;
આખીમથી અલિહૂદ થયો;
૧૫ અલિહૂદથી એલઆઝાર થયો;
એલઆઝારથી મથ્થાન થયો;
મથ્થાનથી યાકૂબ થયો.
૧૬ યાકૂબથી યૂસફ થયો, જે મરિયમનો પતિ હતો. મરિયમની કૂખે ઈસુનો જન્મ થયો,+ જે ખ્રિસ્ત કહેવાયા.+
૧૭ બધી પેઢીઓ આ પ્રમાણે હતી: ઇબ્રાહિમથી દાઉદ સુધી ૧૪ પેઢીઓ; દાઉદથી લઈને યહૂદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યાં સુધી ૧૪ પેઢીઓ; યહૂદીઓને ગુલામ તરીકે બાબેલોન લઈ જવાયા ત્યારથી ખ્રિસ્તના સમય સુધી ૧૪ પેઢીઓ.
૧૮ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો: તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. પણ લગ્ન પહેલાં જ મરિયમ પવિત્ર શક્તિથી* ગર્ભવતી થઈ.+ ૧૯ તેનો પતિ યૂસફ સીધો માણસ હતો અને મરિયમને જાહેરમાં બદનામ કરવા માંગતો ન હતો. એટલે તેણે મરિયમને ખાનગીમાં છૂટાછેડા* આપવાનું નક્કી કર્યું.+ ૨૦ પણ તે આ વાતો પર વિચાર કરીને સૂઈ ગયો ત્યારે, યહોવાનો* દૂત* તેને સપનામાં દેખાયો અને કહ્યું: “યૂસફ, દાઉદના દીકરા,* તારી પત્ની મરિયમને ઘરે લાવતા ગભરાઈશ નહિ, કેમ કે જે બાળક તેના ગર્ભમાં છે એ પવિત્ર શક્તિથી છે.+ ૨૧ મરિયમ એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ* પાડજે,+ કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી છોડાવશે.”+ ૨૨ આ બધું એટલા માટે થયું, જેથી યહોવાએ* પોતાના પ્રબોધક* દ્વારા જે કહ્યું હતું એ પૂરું થાય: ૨૩ “જુઓ! કુંવારી ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે. તેઓ તેનું નામ ઈમ્માનુએલ પાડશે,”+ જેનો અર્થ થાય, “ઈશ્વર આપણી સાથે છે.”+
૨૪ પછી યૂસફ ઊંઘમાંથી જાગી ગયો. યહોવાના* દૂતે જે કહ્યું હતું એમ તેણે કર્યું. તે પોતાની પત્નીને ઘરે લઈ આવ્યો. ૨૫ પણ મરિયમે દીકરાને જન્મ આપ્યો+ ત્યાં સુધી યૂસફે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહિ. યૂસફે એ બાળકનું નામ ઈસુ પાડ્યું.+