ગીતશાસ્ત્ર
ચોથું પુસ્તક
(ગીતશાસ્ત્ર ૯૦-૧૦૬)
ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.+
૯૦ હે યહોવા, પેઢી દર પેઢીથી તમે અમારો આશરો* છો.+
૩ માણસને તમે ધૂળમાં મેળવી દો છો.
તમે કહો છો: “હે માણસના દીકરાઓ, ધૂળમાં પાછા જાઓ.”+
૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે.
તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+
અમે ખાનગીમાં જે કંઈ કરીએ એ પણ તમે જુઓ છો.+
પણ એ વર્ષો દુઃખ-તકલીફોથી ભરેલાં છે.
એ જલદી વીતી જાય છે અને અમે ખતમ થઈ જઈએ છીએ.+
૧૧ તમારા ક્રોધની તાકાત કોણ જાણી શકે?
તમારા કોપની હદ કોણ જાણી શકે? અમે તો ફક્ત તમારો ડર રાખી શકીએ.+
૧૩ હે યહોવા, પાછા ફરો.+ આવું ક્યાં સુધી ચાલશે?+
તમારા ભક્તો પર દયા બતાવો.+
૧૪ સવારમાં તમારા અતૂટ પ્રેમથી અમને તૃપ્ત કરો,+
જેથી અમારા બધા દિવસો અમે હર્ષનાદ કરીએ અને આનંદ મનાવીએ.+
૧૭ અમારા ઈશ્વર યહોવાની કૃપા અમારા પર રહે.
તમે અમારા હાથનાં કામોને સફળ કરો,
હા, અમારા હાથનાં કામોને સફળ કરો.+