યશાયા
૨ એમાંનો દરેક આગેવાન પવનથી સંતાવાની જગ્યા* જેવો,
વાવાઝોડામાં આશરા જેવો,
સૂકી ભૂમિમાં પાણીનાં ઝરણાઓ જેવો+
અને સૂકાભટ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો બનશે.
૩ એ સમયે, જોનારા લોકોની આંખો કદી બંધ થશે નહિ,
સાંભળનારા લોકોના કાન ધ્યાન આપશે.
૫ મૂર્ખને હવે કોઈ ઉદાર નહિ કહે,
સિદ્ધાંતો ન પાળનારને કોઈ આદર નહિ આપે.
૬ મૂર્ખ પોતે મૂર્ખાઈની વાતો કરશે,
તેનું દિલ નુકસાન કરનારા કાવતરાં ઘડશે,+
જેથી લોકોને ઈશ્વર વિરુદ્ધ બળવો કરવા ઉશ્કેરે, યહોવાનો વિરોધ કરતી વાતો કરે,
ભૂખ્યાને ભૂખે મારે
અને તરસ્યાને કંઈ પીવા ન આપે.
૭ સિદ્ધાંતો ન પાળનારના વિચારો ખરાબ જ હોય છે.+
તે બીજાઓને બેશરમ કામો કરવા ઉશ્કેરે છે.
તે જૂઠું બોલીને લાચારને બરબાદ કરે છે,+
ભલેને ગરીબ માણસ સાચું બોલતો હોય.
૮ પણ દરિયાદિલ માણસ ઉદાર મનથી યોજના કરે છે,
તે ઉદારતાથી આપતો રહે છે.
૯ “એશઆરામમાં જીવનારી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાત સાંભળો!
બેદરકાર દીકરીઓ,+ હું જે કહું એને ધ્યાન આપો!
૧૦ ઓ બેદરકાર સ્ત્રીઓ, એકાદ વર્ષ પછી તમે થરથર કાંપશો,
કેમ કે દ્રાક્ષની કાપણી પૂરી થશે ત્યારે એકેય ફળ ભેગું કરવામાં આવ્યું નહિ હોય.+
૧૧ એશઆરામમાં જીવનારી સ્ત્રીઓ, તમે કાંપો!
બેદરકાર સ્ત્રીઓ, તમે ભયથી ધ્રૂજી ઊઠો!
તમારાં કપડાં ઉતારી નાખો
અને કમરે કંતાન વીંટાળી દો.+
૧૨ મનગમતાં ખેતરો અને દ્રાક્ષોથી લચી પડેલા વેલા માટે
છાતી કૂટીને વિલાપ કરો.
૧૩ મારા લોકોની ધરતી કાંટા અને ઝાંખરાંથી ભરાઈ જશે.
તેઓનાં બધાં સુખી ઘરો પર,
હા, બડાઈ મારનાર શહેર પર એ ફેલાઈ જશે.+
૧૪ કોટવાળો બુરજ પડતો મુકાયો છે.
ઘોંઘાટ કરનાર શહેર ઉજ્જડ મુકાયું છે.+
ઓફેલ*+ અને ચોકીનો બુરજ સદાને માટે ખંડેર બની ગયા છે.
ત્યાં જંગલી ગધેડાં કૂદાકૂદ કરે છે
અને ઢોરઢાંક ચરે છે.+
અને વાડી જંગલ જેવી બનશે.+
૧૭ સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે.+
સચ્ચાઈને લીધે કાયમી સુખ-શાંતિ અને સલામતી આવશે.+
૧૮ મારા લોકો શાંત વાતાવરણમાં જીવશે.
તેઓ સલામત જગ્યામાં અને શાંત માહોલમાં રહેશે.+
૧૯ પણ કરાથી જંગલનો વિનાશ થઈ જશે,
આખું શહેર જમીનદોસ્ત કરી દેવાશે.
૨૦ ધન્ય છે તમને! તમે પાણી પાસે બી વાવો છો
અને પોતાનાં આખલા અને ગધેડાને ખેતરમાં છૂટાં મૂકી દો છો!”+