નીતિવચનો
૨૮ કોઈ પીછો કરતું ન હોય તોપણ દુષ્ટ લોકો ભાગે છે,
પણ નેક લોકો સિંહ જેવા હિંમતવાન હોય છે.+
૨ ગુનાથી* ભરેલા દેશમાં અધિકારીઓ બદલાતા રહે છે,+
પણ સમજુ અને જ્ઞાની સલાહકારની મદદથી અધિકારી* લાંબો સમય ટકે છે.+
૩ લાચારને છેતરનાર ગરીબ માણસ+
ફસલને તાણી જનાર વરસાદ જેવો છે.
૪ નિયમ તોડનાર લોકો દુષ્ટની પ્રશંસા કરે છે ત્યારે,
તેઓ પર નિયમ પાળનારા ગુસ્સે ભરાય છે.+
૭ સમજુ દીકરો નિયમ પાળે છે,
પણ ખાઉધરાનો મિત્ર પિતાનું અપમાન કરે છે.+
૮ બેઈમાનીથી અને ઊંચું વ્યાજ લઈને ધનવાન થયેલો માણસ,+
ગરીબને કૃપા બતાવનાર માણસ માટે પોતાનું ધન ભેગું કરે છે.+
૧૦ નેકને ખોટા માર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડે છે,+
૧૨ નેક માણસ જીતે ત્યારે લોકો આનંદ-ઉલ્લાસ કરે છે,*
પણ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે.+
૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+
પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+
૧૫ લાચાર લોકો પર રાજ કરતો દુષ્ટ શાસક,+
ગર્જના કરનાર સિંહ અને હુમલો કરનાર રીંછ જેવો છે.
૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+
પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+
૧૯ ખેતર ખેડનારને પુષ્કળ ખોરાક મળશે,
પણ નકામી વસ્તુઓ પાછળ ભાગનાર પર ગરીબી આવી પડશે.+
૨૧ ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+
પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે.
૨૨ ઈર્ષાળુ* માણસ સંપત્તિ પાછળ ભાગે છે,
પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી.
૨૪ જે પોતાનાં માબાપને લૂંટીને કહે છે, “એમાં કંઈ ખોટું નથી!”+
તે બરબાદી લાવનારનો સાથીદાર છે.+
૨૭ જે માણસ ગરીબને કંઈક આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ,+
પણ જે તેનાથી મોં ફેરવી લે છે, તેને લોકો શ્રાપ આપશે.
૨૮ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે,
પણ તેનો અંત આવે ત્યારે નેક લોકો આબાદ થાય છે.+