જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
સપ્ટેમ્બર ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૯-૧૦
“યહોવાની અપાર બુદ્ધિ માટે તેમને મહિમા આપીએ”
w૯૯ ૭/૧ ૩૦ ¶૬
એક મુલાકાત કે જેનો ભરપૂર બદલો મળ્યો
સુલેમાનને મળ્યા પછી, રાણીએ “ગુંચવણીઆ પ્રશ્નો”થી તેમની પરીક્ષા કરવાની શરૂઆત કરી. (૧ રાજા ૧૦:૧) અહીં ઉપયોગમાં લેવામાં આવેલા હેબ્રી શબ્દનું ભાષાંતર “કોયડાઓ” થઈ શકે. પરંતુ એનો અર્થ એ નથી થતો કે રાણી સુલેમાન સાથે કોઈ સામાન્ય રમતોમાં પરોવાઈ હતી. રસપ્રદપણે, ગીતશાસ્ત્ર ૪૯:૪માં, એ જ હેબ્રી શબ્દનો પાપ, મરણ અને છૂટકારા સંબંધી ગંભીર પ્રશ્નોને વર્ણવવા ઉપયોગ થયો છે. શક્યપણે, શેબાની રાણી સુલેમાન સાથે ઊંડા પ્રશ્નોની ચર્ચા કરી રહી હતી કે જેણે તેમના ડહાપણની ઊંડાઈને તપાસી. બાઇબલ જણાવે છે કે તેણે “પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.” પરિણામે, સુલેમાને “તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા; જેના જવાબ તેણે તેને આપ્યા ન હોય, એવી એકે બાબતથી રાજા અજાણ્યા નહોતા.”—૧ રાજા ૧૦:૨, ૩.
w૯૯ ૧૧/૧ ૨૦ ¶૬
પુષ્કળ ઉદારતા
જે જોયું અને સાંભળ્યું એનાથી રાણીએ પ્રભાવિત થઈને કહ્યું: “ભાગ્યશાળી છે આ તારા સેવકો, જેઓ નિત્ય તારી સંમુખ ઊભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે!” (૧ રાજા ૧૦:૪-૮) તેણે સુલેમાનના સેવકોને સમૃદ્ધિમાં રહેતા હોવાને કારણે ભાગ્યશાળી કહ્યા ન હતા—જોકે તેઓ રહેતા હતા. એને બદલે, સુલેમાનના સેવકો પર એટલા માટે આશીર્વાદ હતો કારણ કે તેઓ સુલેમાનના દેવે આપેલ ડહાપણને સતત સાંભળી શકતા હતા. શેબાની રાણીએ યહોવાહના લોકો માટે કેટલું સરસ ઉદાહરણ બેસાડ્યું છે, કે જેઓ આજે સર્જનહારના અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના ડહાપણ હેઠળ છે!
w૯૯ ૭/૧ ૩૦-૩૧
એક મુલાકાત કે જેનો ભરપૂર બદલો મળ્યો
શેબાની રાણી સુલેમાનના ડહાપણથી અને તેમના રાજ્યની આબાદીથી એટલી પ્રભાવિત થઈ હતી કે “તેના હોશકોશ ઊડી ગયા.” (૧ રાજા ૧૦:૪, ૫) કેટલાકે આ વાક્યનો એવો અર્થ લીધો કે તેણે તેનો “શ્વાસ” છોડી દીધો. એક તજજ્ઞ સૂચવે છે કે તે બેભાન થઈ ગઈ! ગમે તે હોય, રાણીએ પોતે જે જોયું અને સાંભળ્યું હતું એનાથી તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેણે સુલેમાનના નોકરોને રાજાના ડહાપણનો લાભ લઈ શકે છે માટે ભાગ્યશાળી જાહેર કર્યા, અને સુલેમાનને ગાદીએ બેસાડવા માટે તેણે યહોવાહ દેવનો આભાર માન્યો. પછી તેણે રાજાને કિંમતી ભેટો આપી, જેમાં સોનાની સાથે બધું મળીને, જેની અત્યારની કિંમત લગભગ ૪,૦૦,૦૦,૦૦૦ ડોલર થાય. સુલેમાને પણ ભેટો ધરી, “શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સઘળી ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું.”—૧ રાજા ૧૦:૬-૧૩.
કીમતી રત્નો
w૦૮-E ૧૧/૧ ૨૨ ¶૪-૬
શું તમે જાણો છો?
રાજા સુલેમાન પાસે કેટલું સોનું હતું?
બાઇબલમાં લખ્યું છે કે તૂરના રાજાએ સુલેમાન રાજાને આશરે ૪,૦૦૦ કિલો (૪ ટન) સોનું આપ્યું હતું. અરે, શેબાની રાણીએ પણ એટલું સોનું આપ્યું હતું. એ ઉપરાંત, સુલેમાનના સેવકો વહાણ દ્વારા ઓફીરથી પણ આશરે ૧૪,૦૦૦ કિલો (૧૪ ટન) સોનું લાવ્યાં હતાં. બાઇબલમાં એવું પણ લખ્યું છે કે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું, એનું વજન ૬૬૬ તાલંત હતું, એટલે કે આશરે ૨૨,૦૦૦ કિલો (૨૨ ટન) સોનું. (૧ રાજાઓ ૯:૧૪, ૨૮; ૧૦:૧૦, ૧૪) શું સાચે જ સુલેમાન પાસે આટલું બધું સોનું હતું? ચાલો જોઈએ કે એ જમાનામાં રાજાઓ પાસે કેટલું સોનું હતું.
પ્રાચીન સમયના એક પથ્થર પર લખેલી વાતોને વિદ્વાનો સાચી માને છે. એ લખાણમાં એક ફારુન વિશે જણાવ્યું છે, જે સુલેમાનના સમયમાં જીવ્યા હતા. એ ફારુને પોતાના દેવના મંદિર માટે આશરે ૧૨,૦૦૦ કિલો (૧૨ ટન) સોનું દાન કર્યું હતું.
ઇતિહાસમાં જણાવ્યું છે કે મહાન સિકંદરે (જે ઈ.સ. પૂર્વે ૩૩૬-૩૨૩ સુધી જીવ્યા હતા) આખા ઈરાનમાંથી આશરે ૬૦ લાખ કિલો (૬,૦૦૦ ટન) સોનું લૂંટી લીધું હતું. ખાસ કરીને ઈરાનના સૂસા શહેરને જીતી લીધું ત્યારે આશરે ૧૧ લાખ કિલો (૧,૦૭૦ ટન) સોનું લૂંટીને લાવ્યાં હતાં. આનાથી સાબિતી મળે છે કે રાજા સુલેમાનના સોના વિશે બાઇબલમાં જે લખ્યું છે એ એકદમ સાચું છે.
સપ્ટેમ્બર ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૧૧-૧૨
“લગ્નસાથીની પસંદગી સમજી-વિચારીને કરો”
‘યહોવાના પક્ષે’ કોણ છે?
૭ સુલેમાન યુવાન હતા ત્યારે, યહોવા સાથેની તેમની મિત્રતા ગાઢ હતી. ઈશ્વરે તેમને ડહાપણ આપ્યું અને યરૂશાલેમમાં સુંદર મંદિર બાંધવાનું મહત્ત્વનું કામ સોંપ્યું. પરંતુ, યહોવા સાથેની સુલેમાનની મિત્રતા તૂટી ગઈ. (૧ રાજા. ૩:૧૨; ૧૧:૧, ૨) ઈશ્વરનો નિયમ હતો કે રાજાએ ‘ઘણી સ્ત્રીઓ કરવી નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય.’ (પુન. ૧૭:૧૭) પરંતુ, સુલેમાને એ નિયમ પાળ્યો નહિ. સમય જતાં, તેમણે ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ કરી. (૧ રાજા. ૧૧:૩) એમાંની મોટાભાગની સ્ત્રીઓ ઇઝરાયેલી ન હતી અને જૂઠા દેવોને ભજતી હતી. ઈશ્વરે એવો નિયમ પણ આપ્યો હતો કે અન્ય પ્રજાની સ્ત્રીને પરણવું નહિ. આમ, સુલેમાને ઈશ્વરનો એ નિયમ પણ તોડ્યો હતો.—પુન. ૭:૩, ૪.
તમારાં હૃદયનું રક્ષણ કરો!
૬ શેતાનનો ઇરાદો છે કે આપણે તેના જેવા બનીએ. તે ચાહે છે કે, આપણે તેની જેમ યહોવાનાં ધોરણો તરફ આંખ આડા કાન કરીએ. તેના જેવા સ્વાર્થી અને બંડખોર બનીએ. એટલે તે અલગ અલગ રીતો વાપરે છે. દાખલા તરીકે, તેણે દુનિયાના લોકોના વિચારો ભ્રષ્ટ કરી નાખ્યા છે. તે આપણા વિચારો ભ્રષ્ટ કરવા દુનિયાના લોકોનો સહારો લે છે. (૧ યોહા. ૫:૧૯) આપણે જાણીએ છીએ કે ખરાબ સંગતને લીધે આપણાં વિચારો અને કાર્યો ‘ભ્રષ્ટ’ થાય છે, ‘બગડે’ છે. શેતાન ઇચ્છે છે કે આપણે એવા લોકો સાથે વધારે સમય પસાર કરીએ. (૧ કોરીં. ૧૫:૩૩) રાજા સુલેમાનના કિસ્સામાં એવું જ થયું. બીજા દેવોને ભજતી સ્ત્રીઓ સાથે તેમણે લગ્ન કર્યાં. તેઓના લીધે ધીમે ધીમે ‘સુલેમાનનું હૃદય’ ઈશ્વરથી દૂર થઈ ગયું.—૧ રાજા. ૧૧:૩.
‘યહોવાના પક્ષે’ કોણ છે?
૯ યહોવા પાપને ક્યારેય ચલાવી લેતા નથી. બાઇબલમાં લખ્યું છે: ‘યહોવા સુલેમાન પર ગુસ્સે થયા, કેમ કે સુલેમાનનું મન ઈશ્વર તરફથી ભટકી ગયું હતું. યહોવાએ તેમને બે વાર દર્શન આપ્યું હતું અને આજ્ઞા કરી હતી કે “તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહિ.” પણ યહોવાએ જે આજ્ઞા કરી હતી એ તેમણે પાળી નહિ.’ આમ, યહોવાએ સુલેમાનને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, સુલેમાને ઈશ્વરની કૃપા અને ટેકો ગુમાવી દીધાં. સુલેમાનના વંશજોને ઇઝરાયેલ પ્રજા પર રાજ કરવા મળ્યું નહિ અને વર્ષો સુધી તેઓએ મુશ્કેલીઓ સહેવી પડી.—૧ રાજા. ૧૧:૯-૧૩.
કીમતી રત્નો
ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત
લોકોએ બંડ પોકાર્યું હોવાથી રહાબામે પોતાનું સૈન્ય ભેગું કર્યું. પરંતુ યહોવાએ શમાયાહ પ્રબોધક દ્વારા કહેવડાવ્યું કે, “તમે ચઢાઈ ન કરશો, તેમ જ તમારા ભાઈ ઈસ્રાએલ પુત્રોની સામે યુદ્ધ ન કરશો; સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ; કેમ કે એ બાબત મારા તરફથી બની છે.”—૧ રાજા. ૧૨:૨૧-૨૪.
શું યહોવાની સલાહ પાળવી રહાબામ માટે સહેલી હતી? લોકો નવા રાજા વિશે શું વિચારશે? તેમણે તો લોકોને “લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી” સજા કરવાની ધમકી આપી હતી. પણ, હવે તો તે આટલા મોટા બંડ સામે પણ કંઈ કરી શકવાના ન હતા. (૨ કાળવૃત્તાંત ૧૩:૭ સરખાવો.) લોકો ભલે ગમે એ વિચારે, પણ રાજા અને તેમનું સૈન્ય “યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા.”
એમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ? ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં જ સમજદારી છે, પછી ભલે લોકો આપણી મજાક ઉડાવે. ઈશ્વરની આજ્ઞા પાળવાથી તેમની કૃપા અને આશીર્વાદો મળે છે.—પુન. ૨૮:૨.
રહાબામે આજ્ઞા પાળી એટલે તેમને કેવો આશીર્વાદ મળ્યો? રહાબામે નવા રાજ્ય સામે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. એને બદલે, તેમણે યહુદા અને બિન્યામીનના વિસ્તારોમાં નવાં બાંધકામ કર્યાં. તેમણે એ શહેરોને “બહુ જ મજબૂત કર્યાં.” (૨ કાળ. ૧૧:૫-૧૨) સૌથી મહત્ત્વનું તો, એ સમયે તેમણે યહોવાના નિયમો પાળ્યા. યરોબઆમના રાજમાં ઇઝરાયેલના દસ કુળથી બનેલું રાજ્ય મૂર્તિપૂજા કરવામાં ડૂબી ગયું હતું. પણ, એ દસ કુળોમાંના ઘણા લોકોએ યરૂશાલેમ આવીને રહાબામ અને સાચી ભક્તિને ટેકો આપ્યો. (૨ કાળ. ૧૧:૧૬,૧૭) આમ, રહાબામની વફાદારીથી તેમનું રાજ્ય બળવાન થયું.
સપ્ટેમ્બર ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૧૩-૧૪
“આપણે કેમ સંતોષ રાખવો જોઈએ અને મર્યાદા બતાવવી જોઈએ?”
પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ
૪ યરોબઆમે પ્રબોધકને કહ્યું: “મારે ઘેર જમવા પધારો. તમે જે કર્યું છે તેનો બદલો હું આપીશ.” (૧ રાજા ૧૩:૭, કોમન લેંગ્વેજ) રાજા તેને મોટી મોટી ભેટો આપી શકતો હતો. જો પ્રબોધક ધનદોલતનો ભૂખ્યો હોત તો ફાંદામાં પડી જાત. શું પ્રબોધકે એમ વિચાર્યું કે રાજાએ પસ્તાવો કર્યો, એટલે તેની સાથે જમવામાં કંઈ ખોટું નથી? (ગીત. ૧૧૯:૧૧૩) તેને યહોવાહે કહ્યું હતું: ‘તારે રોટલી ખાવી નહિ ને પાણી પીવું નહિ.’ એટલે પ્રબોધકે રાજાને કહ્યું: “તું મને તારૂં અડધું ઘર આપે, તોપણ હું તારી સાથે નહિ આવું, ને આ જગાએ રોટલી પણ નહિ ખાઉં, તેમ પાણી પણ નહિ પીઉં.” પછી તરત જ પ્રબોધક બીજે રસ્તે થઈને બેથેલમાંથી નીકળી ગયો. (૧ રાજા. ૧૩:૮-૧૦) પ્રબોધકના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?—રૂમી ૧૫:૪.
પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ
૧૫ યહુદાહના પ્રબોધકે કરેલી ભૂલને લીધે તે યહોવાહને બેવફા બન્યો. તેણે જીવ ખોયો. એ શીખવે છે કે આપણે પોતા પર નહિ, પણ યહોવાહ પર અતૂટ ભરોસો રાખીએ. નીતિવચન ૩:૫ કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”
પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ
૧૦ યહુદાહના પ્રબોધકે વૃદ્ધ પ્રબોધકની વાત સાંભળીને એમ ન વિચાર્યું કે, ‘યહોવાહે મને કેમ ન જણાવ્યું?’ બાઇબલ જણાવતું નથી તેણે એના વિષે યહોવાહને કંઈ પૂછ્યું હોય. એને બદલે, તે વૃદ્ધ પ્રબોધક સાથે ‘પાછો ગયો, રોટલી ખાધી ને પાણી પીધું.’ તેણે યહોવાહની આજ્ઞા તોડી. તે ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં સિંહે તેને મારી નાખ્યો.—૧ રાજા. ૧૩:૧૯-૨૫.
કીમતી રત્નો
w૧૦-E ૭/૧ ૨૯ ¶૫
તે માણસોમાં સારું શોધે છે
પહેલો રાજાઓ ૧૪:૧૩માંથી આપણને યહોવા વિશે એક મહત્ત્વની વાત શીખવા મળે છે. તે આપણામાં એ જુએ છે કે આપણે અંદરથી કેવા છીએ. જરા વિચારો, યહોવાએ અબિયામાં શું સારું “જોયું” હશે! ચોક્કસ તેમણે પણ અબિયાના દિલને ત્યાં સુધી તપાસ્યું હશે, જ્યાં સુધી કંઈક સારું જોવા મળ્યું નહિ હોય. એક વિદ્વાન, અબિયાના કુટુંબને તેની સાથે સરખાવતા કહે છે કે ‘કાંકરા-પથ્થરના ઢગલામાં’ તે જ એક સુંદર મોતી હતો. અબિયાના સારા ગુણો જોઈને યહોવાને ખુશી મળી અને તેને ઇનામ આપ્યું. આ ખરાબ કુટુંબમાંથી યહોવાએ ફક્ત અબિયાને જ દયા બતાવી.
સપ્ટેમ્બર ૨૬–ઓક્ટોબર ૨
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૧૫-૧૬
“શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?”
w૧૨-E ૮/૧૫ ૮ ¶૪
“તમારાં કામોનું ઇનામ તમને જરૂર મળશે”
ઇઝરાયેલ રાજ્યના બે ભાગ થઈ ગયા, એ વાતને ૨૦ વર્ષ વીતી ચૂક્યા હતા. એ સમય દરમિયાન આખા યહૂદા રાજ્યમાં ચારે બાજુ જૂઠી ભક્તિ થતી હતી. ઈ.સ. પૂર્વે ૯૭૭માં આસા રાજા બન્યા. એ સમયે રાજ દરબારમાં પણ મોટા મોટા અધિકારીઓ કનાનના પ્રજનન દેવી-દેવતાઓની પૂજા કરતા હતા. પણ બાઇબલ જણાવે છે, “આસાએ પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે સારું અને ખરું હતું એ જ કર્યું. તેણે બીજા દેવોની વેદીઓ અને ભક્તિ-સ્થળો કાઢી નાખ્યાં. તેણે ભક્તિ-સ્તંભોનો ભાંગીને ભૂકો કરી નાખ્યો અને ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા.” (૨ કાળ. ૧૪:૨, ૩) એટલું જ નહિ આસા રાજાએ “મંદિરમાં જે પુરુષોને બીજા પુરુષો સાથે જાતીય સંબંધ” બાંધવા માટે રાખવામાં આવ્યા હતા, તેઓને દેશમાંથી કાઢી મૂક્યા. તેમણે જૂઠા ધર્મોનું નામોનિશાન મિટાવીને શુદ્ધ ભક્તિ ફેલાવી. તેમણે લોકોને “પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનું અને નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળવાનું” ઉત્તેજન આપ્યું.—૧ રાજા. ૧૫:૧૨, ૧૩; ૨ કાળ. ૧૪:૪.
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
૭ આપણે કઈ રીતે જાણી શકીએ કે, આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી રહ્યા છીએ? એનો જવાબ મેળવવા આ સવાલ પર વિચાર કરો: “શું હું મુશ્કેલ સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળું છું? શું તેમના મંડળને શુદ્ધ રાખવા હું મક્કમ છું?” જરા વિચારો, પોતાની દાદીને રાજમાતાના પદ પરથી દૂર કરવા આસાને કેટલી હિંમતની જરૂર પડી હશે. અમુક વાર, તમારે પણ આસાની જેમ હિંમત બતાવવાની જરૂર પડે. દાખલા તરીકે, કુટુંબનું કોઈ સભ્ય કે ખાસ મિત્ર પાપ કરે અને પસ્તાવો ન બતાવે તો, તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. એ વ્યક્તિ સાથે કોઈ પણ રીતે સંગત ન રાખવા શું તમે મક્કમ રહેશો? તમારું દિલ તમને કેવો નિર્ણય લેવા પ્રેરશે?
it-૧-E ૧૮૪-૧૮૫
આસા
રાજા આસાએ અમુક સમયે યહોવા પર ભરોસો મૂક્યો નહિ અને ખોટા નિર્ણયો લીધા. જોકે, તેમનામાં ઘણા સારા ગુણો હતા અને તેમણે પોતાના રાજ્યમાંથી જૂઠી ભક્તિ દૂર કરવાં પગલાં લીધાં. યહોવાએ તેમના સારા ગુણોને ધ્યાનમાં રાખીને તેમની ભૂલોને માફ કરી. એટલે તેમને યહુદાના વફાદાર રાજાઓમાં ગણવામાં આવે છે. (૨કા ૧૫:૧૭)
કીમતી રત્નો
w૯૮ ૯/૧૫ ૨૧-૨૨
શું દેવ તમારા માટે વાસ્તવિક છે?
દાખલા તરીકે, યરેખોને ફરીથી બાંધવા માટે સજા વિષેની ભવિષ્યવાણી વાંચો અને પછી એની પરિપૂર્ણતા વિચારો. યહોશુઆ ૬:૨૬ નોંધે છે: “તે વખતે યહોશુઆએ તેઓને એવા સમ ખવડાવ્યા, કે જે કોઈ ઊઠીને યરેખો નગર બાંધે તે યહોવાહની આગળ શાપિત થાઓ; તેના પાયા તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને સાટે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને સાટે તેની ભાગળો ઊભી કરે.” એ ભવિષ્યવાણી ૫૦૦ વર્ષ પછી પૂરી થઈ, કેમ કે ૧ રાજા ૧૬:૩૪માં આપણે વાંચીએ છીએ: “તેના [રાજા આહબના] દિવસે બેથેલી હીએલે યરેખો બાંધ્યું; તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો; ને તેના સૌથી નાના દીકરા સગૂબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા; યહોવાહ પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ હસ્તક બોલ્યો હતો, તે પ્રમાણે થયું.” સાચા ઈશ્વર જ આવી ભવિષ્યવાણી કરી શકે અને એને પૂરી પણ કરાવી શકે.
ઑક્ટોબર ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૧૭-૧૮
“તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો?”
શ્રદ્ધા રાખો સમજી-વિચારીને નિર્ણય લો!
૬ ઇઝરાયેલીઓ વચનના દેશમાં હતા ત્યારે, તેઓએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો: યહોવાની ભક્તિ કરવી કે બીજા દેવોની? (યહોશુઆ ૨૪:૧૫ વાંચો.) એ નિર્ણય કદાચ આપણને નાનો-સૂનો લાગે, પણ એમાં તેઓનું જીવન સમાયેલું હતું. ન્યાયાધીશોના સમયમાં ઇઝરાયેલીઓએ અનેક વાર ખરાબ પસંદગીઓ કરી. તેઓએ યહોવાને ત્યજી દીધા અને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. (ન્યા. ૨:૩, ૧૧-૨૩) પછીથી, પ્રબોધક એલિયાના સમયમાં તેઓ સામે ફરી એક વાર સવાલ ઊભો થયો: યહોવાની ભક્તિ કરવી કે જૂઠા દેવ બઆલની? (૧ રાજા. ૧૮:૨૧) આપણને લાગે કે, એ નિર્ણય લેવો એકદમ સહેલો બન્યો હશે, કારણ કે યહોવાની ભક્તિ કરવી એ જ ઉત્તમ માર્ગ છે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય નિર્જીવ દેવોની ભક્તિ નહિ કરે. દુઃખની વાત છે કે, ઇઝરાયેલીઓ માટે એ નિર્ણય લેવો ઘણો અઘરો બની ગયો હતો. બાઇબલ જણાવે છે કે, તેઓ “બે મતની વચ્ચે ઢચુપચુ” હતા. તેઓએ સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવાની જરૂર હતી. એ પસંદગી કરવા એલિયાએ તેઓને જે ઉત્તેજન આપ્યું, એ કેટલું યોગ્ય હતું!
સાચી ભક્તિ માટે તેમણે લડત આપી
૧૫ એ સાંભળીને બઆલના પૂજારીઓ પર જાણે ગાંડપણ સવાર થયું. “તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા, કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.” એનો કોઈ જ મતલબ ન હતો! “કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.” (૧ રાજા. ૧૮:૨૮, ૨૯) હકીકતમાં, બઆલ હતો જ નહિ. એ તો લોકોને યહોવા પાસેથી દૂર ખેંચી જવા શેતાને કરેલી બનાવટ હતી. સત્ય તો એ છે કે યહોવા સિવાય બીજા કોઈને પણ માલિક તરીકે પસંદ કરવાથી નિરાશા જ મળે છે; અરે, શરમાવું પણ પડે છે.—ગીતશાસ્ત્ર ૨૫:૩; ૧૧૫:૪-૮ વાંચો.
સાચી ભક્તિ માટે તેમણે લડત આપી
૧૮ એલિયાની પ્રાર્થના પહેલાં, લોકો વિચારતા હશે કે બઆલ જેમ જૂઠો સાબિત થયો તેમ યહોવા પણ જૂઠા સાબિત થશે. પરંતુ, પ્રાર્થના પછી એવું કંઈ વિચારવાનો સવાલ જ ન રહ્યો. અહેવાલ જણાવે છે: “ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.” (૧ રાજા. ૧૮:૩૮) કેવો જોરદાર જવાબ! એ જોઈને લોકોએ શું કર્યું?
કીમતી રત્નો
એલિયાના સમયમાં દુકાળ કેટલો લાંબો હતો?
યહોવાના પ્રબોધક એલિયાએ આહાબ રાજાને જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલા દુકાળનો જલદી જ અંત આવશે. એલિયાએ પહેલી વાર દુકાળની ભવિષ્યવાણી કરી હતી ત્યારથી ગણતરી કરીએ તો, એ “ત્રીજે વર્ષે” બન્યું. (૧ રાજા. ૧૮:૧) એલિયાએ કહ્યું કે યહોવા વરસાદ લાવશે અને જલદી જ યહોવા વરસાદ લાવ્યા. અમુક કહેશે કે દુકાળના ત્રીજા વર્ષ દરમિયાન અંત આવ્યો, એટલે કે દુકાળ ત્રણ વર્ષથી ઓછો સમય ચાલ્યો. જોકે, ઈસુ અને યાકૂબ બંને જણાવે છે કે દુકાળ “સાડા ત્રણ વર્ષ સુધી” ચાલ્યો હતો. (લુક ૪:૨૫; યાકૂ. ૫:૧૭) શું એ વિરોધાભાસ છે?
જરાય નહિ. અગાઉ ઇઝરાયેલમાં ઉનાળાની ૠતુ બહુ લાંબી, લગભગ છ મહિના ચાલતી. આહાબને દુકાળ વિશે જણાવવા એલિયા આવ્યા ત્યારે, ઉનાળો વધારે પડતો લાંબો અને સખત હતો. હકીકતમાં, દુકાળ શરૂ થયાને લગભગ અડધું વર્ષ વીતી ચૂક્યું હતું. આમ, એલિયાએ કરેલી પહેલી જાહેરાત પછી, “ત્રીજે વર્ષે” તેમણે દુકાળના અંતની જાહેરાત કરી ત્યારે, દુકાળને લગભગ સાડા ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતાં. કાર્મેલ પર્વત પર મોટી કસોટી જોવા લોકો ભેગા થયા ત્યાં સુધીમાં તો પૂરેપૂરાં “સાડા ત્રણ વર્ષ” વીતી ગયાં હતાં.
એલિયા પહેલી વાર આહાબને મળવા ગયા, એ સમયનો વિચાર કરો. લોકો માનતા કે બઆલ “વાદળો પર બિરાજનાર” હતો, જે ઉનાળાનો અંત લાવવા વરસાદ લાવતો. જો ઉનાળો વધારે લાંબો ચાલે, તો લોકો વિચારવા લાગતા કે ‘બઆલ ક્યાં છે? તે ક્યારે વરસાદ લાવશે?’ એલિયાએ જણાવ્યું કે પોતે કહે નહિ ત્યાં સુધી વરસાદ કે ઝાકળ પડશે નહિ. એ સાંભળીને બઆલના ઉપાસકોને કેટલો મોટો આઘાત લાગ્યો હશે!—૧ રાજા. ૧૭:૧.
ઑક્ટોબર ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૧૯-૨૦
“યહોવા પાસેથી હિંમત મેળવીએ”
ચિંતામાં પણ યહોવા પર ભરોસો રાખો
૫ પહેલો રાજાઓ ૧૯:૧-૪ વાંચો. ઇઝેબેલ રાણીએ ધમકી આપી કે, તે એલિયાને મારી નાખશે. એટલે એલિયા ડરી ગયા અને બેર-શેબાના વિસ્તારમાં ભાગી ગયા. તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે ‘મોત માંગ્યું.’ એલિયાને કેમ એવું લાગ્યું? એલિયા “આપણા જેવા જ માણસ હતા.” (યાકૂ. ૫:૧૭) ચિંતા અને થાકના બોજ તળે તે દબાઈ ગયા હતા. યહોવાની ભક્તિ કરવા તે લોકોને મદદ કરતા હતા. તેમને લાગ્યું હશે કે, ‘મારી બધી મહેનત પાણીમાં ગઈ. ઇઝરાયેલના લોકો તો હજુયે એવાને એવા જ છે, જરાય સુધર્યા નથી.’ એલિયાને થયું હશે કે તેમના સિવાય બીજું કોઈ યહોવાની ભક્તિ કરતું નથી. (૧ રાજા. ૧૮:૩, ૪, ૧૩; ૧૯:૧૦, ૧૪) યહોવાના વફાદાર ભક્તે આવું વિચાર્યું, એ જાણીને આપણને કદાચ નવાઈ લાગે! પણ, યહોવા એલિયાની લાગણીઓ સમજતા હતા.
તેમણે પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો
૧૩ અરણ્યમાં એક ઝાડ નીચે બેઠેલા એલિયાને મોતની ભીખ માંગતા જોઈને સ્વર્ગમાંથી યહોવાને કેવું લાગ્યું હશે? બાઇબલ એનો જવાબ આપે છે. એલિયા ગાઢ ઊંઘમાં સરી પડ્યા પછી, યહોવાએ એક સ્વર્ગદૂતને તેમની પાસે મોકલ્યા. દૂતે પ્રેમથી એલિયાને ઢંઢોળીને જગાડ્યા અને કહ્યું: “ઊઠીને ખા.” દૂતે એલિયા માટે તાજી શેકેલી ગરમાગરમ રોટલી અને પાણી તૈયાર રાખ્યાં હતાં. એલિયાએ ઊઠીને એ ખાધું. શું એલિયાએ એના માટે દૂતનો આભાર માન્યો? અહેવાલ ફક્ત આટલું જ જણાવે છે કે પ્રબોધક ખાઈ-પીને પાછા સૂઈ ગયા. શું તે એટલા બધા દુઃખી અને નિરાશ હતા કે બોલી પણ ન શક્યા? ભલે ગમે એ હોય, પણ દૂતે બીજી વાર તેમને જગાડ્યા ત્યારે કદાચ વહેલી સવાર હતી. તેમણે ફરીથી એલિયાને વિનંતી કરી, “ઊઠીને ખા.” પછી, તેમણે આ નોંધપાત્ર શબ્દો કહ્યા: “કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે.”—૧ રાજા. ૧૯:૫-૭.
તેમણે પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો
૨૧ એ બનાવોમાં કુદરતી શક્તિની અદ્ભુત કરામત જોવા મળતી હતી! પણ, અહેવાલ આપણને યાદ કરાવે છે કે એ દરેક બનાવમાં યહોવા ન હતા. એલિયાને ખબર હતી કે યહોવા પુરાણકથાઓમાં આવતા કોઈ દેવતા નથી, જેમ કે બઆલ દેવ. તેના ઉપાસકો માનતા કે બઆલ “વાદળો પર સવારી કરનાર” છે, અથવા વરસાદ લાવે છે. હકીકતમાં, પ્રકૃતિમાં જોવા મળતી કુદરતી શક્તિ યહોવા પાસેથી આવે છે. એટલું જ નહિ, યહોવાએ જે કંઈ બનાવ્યું છે એ સર્વ તેમની આગળ કોઈ વિસાતમાં નથી. આકાશોનાં આકાશો પણ તેમનો સમાવેશ કરી શકે એમ નથી! (૧ રાજા. ૮:૨૭) આ બધું જોઈને એલિયાને કેવી મદદ મળી? ભલે તે આહાબ કે ઇઝેબેલથી ડરી ગયા હતા, પણ હવે તેઓથી ડરવાનું કોઈ કારણ ન હતું. શક્તિશાળી ઈશ્વર યહોવા તેમની સાથે હતા. એવા ઈશ્વર કે જેમની પાસે પ્રચંડ શક્તિ છે. તેમની સામે કોઈ જ ટકી શકે એમ નથી!—ગીતશાસ્ત્ર ૧૧૮:૬ વાંચો.
તેમણે પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો
૨૨ અગ્નિ પસાર થઈ ગયા પછી નીરવ શાંતિ છવાઈ ગઈ અને એલિયાને “એક કોમળ ઝીણો સાદ” સંભળાયો. એ અવાજે એલિયાને ફરીથી પોતાના મનની વાત જણાવવા કહ્યું. એલિયાએ એમ જ કર્યું. તેમણે બીજી વાર પોતાની બધી ચિંતાઓ કહી સંભળાવી. કદાચ એનાથી તેમનું મન હળવું-ફૂલ થઈ ગયું હશે. ગમે એ હોય, પણ પછી ‘એ કોમળ ઝીણા સાદે’ જે કહ્યું એનાથી એલિયાને ઘણો દિલાસો મળ્યો. યહોવાએ એલિયાને ખાતરી અપાવી કે તે તેમને ખૂબ વહાલા છે. કઈ રીતે? ઇઝરાયેલમાં ચાલતી બઆલની ઉપાસનાને મિટાવી દેવા પોતે શું કરવાના છે, એ વિશે યહોવાએ એલિયાને ઘણી વિગતો આપી. સાચે જ, એલિયાએ જે કંઈ કર્યું હતું એ વ્યર્થ ન હતું, કેમ કે ઈશ્વર હજી પણ બઆલની ઉપાસના સામે પગલાં ભરવાનાં હતાં. એટલું જ નહિ, યહોવા એ માટે હજી પણ એલિયાનો પ્રબોધક તરીકે ઉપયોગ કરવાના હતા. પછી, યહોવાએ એલિયાને અમુક સ્પષ્ટ સૂચનાઓ આપીને તેમની સોંપણીમાં પાછા મોકલ્યા.—૧ રાજા. ૧૯:૧૨-૧૭.
કીમતી રત્નો
w૯૭ ૧૧/૧ ૩૧ ¶૧
આત્મ-ત્યાગ અને વફાદારીનું ઉદાહરણ
આજે દેવના ઘણા સેવકો એવી જ જતું કરવાની ભાવના બતાવે છે. કેટલાકે તેઓનાં “ખેતરો” પોતાની આજીવિકા છોડી દીધી છે, જેથી દૂર દૂરના વિસ્તારોમાં સુસમાચાર પ્રચાર કરી શકે અથવા બેથેલ કુટુંબના સભ્યો તરીકે સેવા આપી શકે. બીજાઓએ સંસ્થાની બાંધકામની યોજનામાં કામ કરવા પરદેશોમાં મુસાફરી કરી છે. ઘણાઓએ એવાં કામ સ્વીકાર્યાં છે જેને દુનિયાના લોકો નીચું ગણે છે. તોપણ યહોવાહની નજરમાં કોઈ પણ કામ નાનું નથી. યહોવાહ પોતાની સ્વચ્છાએ સેવા કરનાર દરેકની કદર કરે છે, અને તે તેઓની જતું કરવાની ભાવનાને આશીર્વાદ આપશે.—માર્ક ૧૦:૨૯, ૩૦.
ઑક્ટોબર ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ રાજાઓ ૨૧-૨૨
“યહોવા તેમને આધીન રહેનારાઓ સાથે જે રીતે વર્તે છે એમાંથી શીખીએ”
cl-E ૫૯ ¶૫
સૈન્યોના ઈશ્વર યહોવા
બાઇબલની મૂળ ભાષામાં “સૈન્યોના ઈશ્વર” શબ્દ યહોવા માટે અનેક વખત વાપરવામાં આવ્યો છે. એ શબ્દ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં આશરે ત્રણસો વખત અને ગ્રીક શાસ્ત્રવચનોમાં બે વખત જોવા મળે છે. (૧ શમુએલ ૧:૧૧) આખા વિશ્વના માલિક યહોવા પાસે અસંખ્ય સ્વર્ગદૂતોનું મોટું સૈન્ય છે. (યહોશુઆ ૫:૧૩-૧૫; ૧ રાજાઓ ૨૨:૧૯) આ સૈન્ય પાસે વિનાશ કરવાની પ્રચંડ તાકાત છે. (યશાયા ૩૭:૩૬)
“દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે”
૯ નમ્રતા. યહોવા આખા વિશ્વમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે. તેમ છતાં તે પોતાના ભક્તોનું સાંભળે છે. (ઉત. ૧૮:૨૩, ૨૪, ૩૨) તેમણે સ્વર્ગદૂતોને એક વિષય પર પોતાના વિચાર જણાવવા કહ્યું હતું. (૧ રાજા. ૨૨:૧૯-૨૨) યહોવા ક્યારેય ભૂલો કરતા નથી. પણ તે એવી આશા નથી રાખતા કે આપણે ક્યારેય ભૂલો નહિ કરીએ. તે આપણા જેવા પાપી માણસોને મદદ કરે છે. (ગીત. ૧૧૩:૬, ૭) બાઇબલમાં તેમના વિશે જણાવ્યું છે કે તે આપણા “મદદ કરનાર છે.” (ગીત. ૨૭:૯; હિબ્રૂ. ૧૩:૬) દાઊદ રાજાએ પણ કબૂલ્યું કે યહોવાએ નમ્રતા બતાવી, એટલે જ તે યહોવાએ સોંપેલું કામ પૂરું કરી શક્યા.—૨ શમુ. ૨૨:૩૬.
it-૨-E ૨૪૫
જૂઠ
જો કોઈ વ્યક્તિ જૂઠાં શિક્ષણથી છેતરાય અને સુધરવા ન માંગે, તો યહોવા તેને “છેતરાવા દે છે.” આમ તે વ્યક્તિ “જૂઠને સ્વીકારી લે” છે. (૨ થેસ્સા ૨:૯-૧૨) રાજા આહાબ સાથે પણ એવું જ કંઈક બન્યું. તે પોતાના પ્રબોધકો પાસેથી સાચું સાંભળવા માંગતા જ ન હતા. પ્રબોધકો પણ તેમને સાચું જણાવવા માંગતા ન હતા. એટલે યહોવાએ એક સ્વર્ગદૂત મોકલ્યો, જેથી તે ધ્યાન આપે કે આહાબના પ્રબોધકો તેને જૂઠું જ કહે. આહાબે પોતાના જૂઠા પ્રબોધકો પર ભરોસો કરીને પોતાનો જીવ ગુમાવ્યો.—૧રા ૨૨:૧-૩૮; ૨કા ૧૮.
કીમતી રત્નો
દિલથી પસ્તાવો કરવો એટલે શું?
૪ આખરે યહોવાએ પગલાં ભરવાનું નક્કી કર્યું. તેમણે એલિયા દ્વારા આહાબ અને ઇઝેબેલને જણાવ્યું કે તેઓના આખા વંશનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. એ વાતથી આહાબને ઘણું દુઃખ થયું. એ ઘમંડી રાજા “નમ્ર બની ગયો.”—૧ રાજા. ૨૧:૧૯-૨૯.
૫ ખરું કે આહાબ એ સમયે નમ્ર બન્યો. પણ તેણે પછી જે કર્યું, એનાથી ખબર પડે છે કે તેનો પસ્તાવો દિલથી ન હતો. આહાબે પોતાના રાજ્યમાં બઆલની ભક્તિ બંધ ન કરાવી. તેણે લોકોને યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન પણ ન આપ્યું. તેણે બીજાં એવાં ઘણાં કામો કર્યાં, જેનાથી ખબર પડે છે કે પોતે કરેલા પાપનો તેને કોઈ પસ્તાવો ન હતો.
૬ અમુક સમય પછી આહાબે સિરિયા સામે યુદ્ધ લડવા યહૂદાના રાજા યહોશાફાટ પાસે મદદ માંગી. યહોશાફાટ સારા રાજા હતા, એટલે તેમણે એ વિશે યહોવાના પ્રબોધકની સલાહ લેવાનું જણાવ્યું. આહાબને એ ન ગમ્યું એટલે તેણે કહ્યું: “એક માણસ છે જેના દ્વારા યહોવાની સલાહ પૂછી શકાય. પણ મને તેનાથી સખત નફરત છે. તે ક્યારેય મારા માટે સારું ભાવિ જણાવતો નથી. તે કાયમ મારું બૂરું જ બોલે છે.” જોકે પછીથી આહાબે હા પાડી અને તેઓએ મીખાયા પ્રબોધકની સલાહ લીધી. પ્રબોધકે જે જણાવ્યું એ આહાબ માટે ખરાબ સમાચાર હતા. આહાબે યહોવા પાસે માફી માંગવાને બદલે પ્રબોધકને કેદમાં નંખાવી દીધા. (૧ રાજા. ૨૨:૭-૯, ૨૩, ૨૭) તેણે પ્રબોધકને કેદમાં તો નંખાવી દીધા, પણ યહોવાની વાત પૂરી થતા રોકી શક્યો નહિ. એ યુદ્ધમાં આહાબ માર્યો ગયો.—૧ રાજા. ૨૨:૩૪-૩૮.
ઑક્ટોબર ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૧-૨
“તાલીમનો એક સારો દાખલો”
વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
૧૫ એલીશાના અહેવાલ પરથી એ પણ જોઈ શકાય કે શીખનાર ભાઈએ અનુભવી વડીલોને માન આપવું ખૂબ જરૂરી છે. એલીયા અને એલીશા યરેખોમાં પ્રબોધકોના એક સમૂહને મળ્યા. એ પછી, તેઓ યરદન નદી પાસે આવ્યા. ત્યાં, ‘એલીયાએ પોતાનો ઝભ્ભો લઈને એને વીંટાળીને પાણી પર અફાળ્યો, જેથી પાણીના બે ભાગ થઈ ગયા.’ ત્યાર બાદ, તેઓએ સૂકી ભૂમિ પર થઈને યરદન નદી પાર કરી. ‘તેઓ વાત કરતા કરતા આગળ ચાલતા ગયા.’ એ દરમિયાન એલીશાએ પોતાના શિક્ષકની બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળી અને શીખતા રહ્યા. એલીશાએ ક્યારેય એમ ન વિચાર્યું કે હવે તે બધું જાણે છે. પછી, જ્યારે એલીયાને વંટોળિયામાં લઈ લેવામાં આવ્યા ત્યારે એલીશા યરદન નદી તરફ પાછા ફર્યા. ત્યાં તેમણે એલીયાનો ઝભ્ભો અફાળીને કહ્યું, “એલીયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?” ફરી એકવાર નદીનાં પાણીના બે ભાગ થઈ ગયા.—૨ રાજા. ૨:૮-૧૪.
વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
૧૬ શું તમે ધ્યાન આપ્યું કે એલીશાએ કરેલો પહેલો ચમત્કાર, એલીયાએ કરેલા છેલ્લા ચમત્કાર જેવો જ હતો? એ બનાવ પરથી આપણે શું શીખી શકીએ? એલીશાએ એમ ન ધાર્યું કે હવે અધિકાર તેમની પાસે છે માટે તેમણે એલીયા કરતાં અલગ રીતે કામ કરવું જોઈએ. એના બદલે, તેમણે એલીયાની રીત અપનાવી. એમ કરીને તેમણે પોતાના શિક્ષકને માન આપ્યું. પરિણામે, બીજા પ્રબોધકો પણ એલીશા પર ભરોસો મૂકી શક્યા. (૨ રાજા. ૨:૧૫) એલીશાએ ૬૦ વર્ષ સુધી પ્રબોધક તરીકે સેવા આપી. યહોવાએ એલીશાને શક્તિ આપી અને તે એલીયા કરતાં પણ વધારે ચમત્કારો કરી શક્યા. ભાઈઓ, તમે એ અહેવાલ પરથી શું શીખી શકો?
કીમતી રત્નો
બીજા રાજાઓના મુખ્ય વિચારો
૨:૧૧—“એલીયાહ વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.” એનો શું અર્થ થાય? એલીયાહ કંઈ અંતરિક્ષમાં ગયા ન હતા. તેમ જ, પરમેશ્વર અને સ્વર્ગદૂતો રહે છે એ સ્વર્ગમાં પણ ગયા ન હતા. (પુનર્નિયમ ૪:૧૯; ગીતશાસ્ત્ર ૧૧:૪; માત્થી ૬:૯; ૧૮:૧૦) એલીયાહ એ “આકાશમાં” ચઢી ગયા, જ્યાં વાદળો હોય છે. (ગીતશાસ્ત્ર ૭૮:૨૬; માત્થી ૬:૨૬) એવું ધારી શકીએ કે આકાશમાં ઊડતો એ અગ્નિરથ એલીયાહને દુનિયાની બીજી કોઈ જગ્યાએ લઈ ગયો. આ નવી જગ્યામાં તે અમુક સમય જીવતા રહ્યા. વર્ષો બાદ, એલીયાહ ત્યાંથી યહુદાહના રાજા યહોરામને પત્ર લખે છે.—૨ કાળવૃત્તાંત ૨૧:૧, ૧૨-૧૫.
ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૩-૪
“લે તારો દીકરો!”
‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે’
૭ બાઇબલમાં નોંધેલો બીજો બનાવ, એલિશા પ્રબોધકના સમયનો છે. શૂનેમ શહેરમાં એક ઇઝરાયેલી સ્ત્રી હતી, જે વાંઝણી હતી. એ સ્ત્રીએ એલિશાની ઘણી આગતાસ્વાગતા કરી હોવાથી યહોવાએ તેને અને તેના વૃદ્ધ પતિને આશીર્વાદ આપ્યો અને તેને છોકરો જન્મ્યો. થોડાં વર્ષો પછી, છોકરો ગુજરી ગયો. જરા વિચારો, એ સ્ત્રીને કેટલું દુઃખ થયું હશે! તે એટલી દુઃખી હતી કે, તે ૩૦ કિલોમીટર દૂર આવેલા કાર્મેલ પર્વત પાસે એલિશાને મળવા પહોંચી ગઈ. છોકરાને સજીવન કરવા એલિશાએ પોતાના સહાયક ગેહઝીને શૂનેમ મોકલ્યો. પણ, ગેહઝી એમ કરી શક્યો નહિ. પછી, એલિશા અને શોક કરતી સ્ત્રી ઘરે આવ્યાં.—૨ રાજા. ૪:૮-૩૧.
‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે’
૮ એલિશાએ ઘરમાં જઈને પ્રાર્થના કરી. યહોવા તેમની પ્રાર્થના સાંભળે છે અને છોકરાને સજીવન કરે છે. પોતાના દિલના ટુકડાને પાછો સજીવન થયેલો જોઈને એ માતાની ખુશીનો પાર નહિ રહ્યો હોય! (૨ રાજાઓ ૪:૩૨-૩૭ વાંચો.) કદાચ, તેને હાન્નાએ કરેલી પ્રાર્થના યાદ આવી હશે. હાન્નાને બાળકો થતાં ન હતાં, પછીથી યહોવાએ હાન્નાને આશીર્વાદ આપ્યો અને તેણે શમૂએલને જન્મ આપ્યો. હાન્નાએ યહોવાના ગુણગાન ગાતા કહ્યું, તે ‘કબરમાં મોકલી શકે છે અને સજીવન પણ કરી શકે છે.’ (૧ શમૂ. ૨:૬) શૂનેમમાંના છોકરાને સજીવન કરીને ઈશ્વરે બતાવી આપ્યું કે, તે ગુજરી ગયેલાઓને સજીવન કરી શકે છે.
કીમતી રત્નો
it-૨-E ૬૯૭ ¶૨
પ્રબોધક
“પ્રબોધકોના દીકરાઓ.” આ શબ્દનો અર્થ કદાચ “કોઈ ખાસ જૂથના સભ્યો” થઈ શકે. “પ્રબોધકોના દીકરાઓ” શબ્દનો અર્થ કદાચ પ્રબોધકો માટેની શાળા પણ થઈ શકે, જ્યાં તેઓને એલિશા જેવા કોઈ આગેવાન દ્વારા શીખવવામાં આવતું હોય. અથવા એનો અર્થ ફક્ત ભેગા મળવું કે પ્રબોધકોનો સમૂહ પણ થઈ શકે. એ સમૂહમાંથી કોઈને એકલા ભવિષ્યવાણી જણાવવાનું પણ કામ સોંપવામાં આવતું. તેઓ વિશે બાઇબલમાંથી આપણને એ પણ જાણવા મળે છે કે તેઓ સાદું જીવન જીવતા હતા.—૧રા ૨૦:૩૫-૪૨; ૬:૧-૭; ૯:૧, ૨; ૨રા ૪:૩૮.