-
માથ્થી ૧૪:૧૪-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું+ અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.+ ૧૫ સાંજ ઢળી ગઈ ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે. લોકોને વિદાય આપો, જેથી તેઓ ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૧૬ ઈસુએ કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો.” ૧૭ શિષ્યોએ કહ્યું: “અહીં અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી સિવાય કંઈ નથી.”
-
-
માર્ક ૬:૩૫-૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ ઘણું મોડું થઈ ગયું હતું. ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે.+ ૩૬ તેઓને વિદાય આપો, જેથી તેઓ આસપાસની સીમમાં અને ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૩૭ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” એ સાંભળીને તેઓએ કહ્યું: “શું અમે ૨૦૦ દીનારની* રોટલીઓ ખરીદી લાવીએ અને લોકોને ખાવા આપીએ?”+ ૩૮ તેમણે કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે? જોઈ આવો!” તેઓએ તપાસ કરીને કહ્યું: “પાંચ રોટલી અને બે માછલી છે.”+
-
-
લૂક ૯:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ દિવસ ઢળવા આવ્યો ત્યારે બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય. તેઓ ત્યાં રહેવાની જગ્યા અને ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”+ ૧૩ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”+ તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.”
-