યશાયા
૬૦ “હે સ્ત્રી,*+ તારા પર રોશની ઝગમગી ઊઠી છે. ઊભી થા અને પ્રકાશ ફેલાવ!
યહોવાના ગૌરવનું તેજ તારા પર ઝળહળે છે.+
૨ જો, આખી ધરતી પર અંધારું છવાઈ જશે
અને બધી પ્રજાઓને ઘોર અંધકાર ઢાંકી દેશે.
પણ તારા પર યહોવાનો પ્રકાશ ફેલાશે
અને તારા પર તેમનું ગૌરવ દેખાશે.
૪ નજર ઊંચી કરીને તારી ચારે બાજુ જો.
તેઓ બધા ભેગા થઈને તારી પાસે આવે છે.
૫ એ જોઈને તારી આંખોમાં ચમક આવી જશે.+
તારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે અને આનંદથી ભરપૂર થશે.
દરિયાનો ખજાનો તારી પાસે લાવવામાં આવશે.
પ્રજાઓની માલ-મિલકત તારા હાથમાં સોંપાશે.+
૬ તારો દેશ ઊંટોનાં ટોળાંથી ઊભરાશે.
ત્યાં મિદ્યાનનાં અને એફાહનાં ઊંટો આવશે.+
શેબાથી બધા લોકો આવશે.
તેઓ પોતાની સાથે સોનું અને લોબાન* લાવશે.
તેઓ યહોવાની સ્તુતિ કરશે.+
તેઓ મારી વેદીએ આવશે અને હું તેઓનો સ્વીકાર કરીશ.+
હું મારા ભવ્ય મંદિરની શોભા વધારીશ.+
૮ વાદળની જેમ ઊડીને કોણ આવે છે?
પોતાના કબૂતરખાનામાં જતાં કબૂતરોની જેમ કોણ આવે છે?
તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,
તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+
સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે.
તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે.
તે તને ગૌરવ આપશે.+
મારા રોષને લીધે મેં તને સજા ફટકારી હતી,
પણ મારી કૃપાને લીધે હું તારા પર દયા રાખીશ.+
૧૧ તારા દરવાજાઓ કાયમ ખુલ્લા રાખવામાં આવશે.+
રાત-દિવસ દરવાજાઓ બંધ કરવામાં આવશે નહિ.
રાજાઓ આગેવાની લઈને
પ્રજાઓની માલ-મિલકત તારી પાસે લાવશે.+
૧૨ જે પ્રજા અને જે રાજ્ય તારી સેવા નહિ કરે, એનો વિનાશ થશે.
હા, એ પ્રજાઓનો સંહાર કરવામાં આવશે.+
૧૩ ગંધતરુના* ઝાડ, ભદ્રાક્ષના ઝાડ અને સરુના ઝાડ સાથે+
તને લબાનોનનું ગૌરવ સોંપવામાં આવશે,+
જેથી મારી પવિત્ર જગ્યા સુંદર બનાવવામાં આવે.
હું મારા પગના આસનને મહિમાથી ભરી દઈશ.+
૧૪ જુલમ કરનારાઓના દીકરાઓ આવીને તારી આગળ નમશે.
તારું અપમાન કરનારાઓ તારા પગે પડીને નમન કરશે.
તેઓએ માનવું પડશે કે તું યહોવાની નગરી,
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની સિયોન નગરી છે.+
૧૫ તું છોડી દેવાયેલી અને ધિક્કાર પામેલી હતી, તારામાંથી કોઈ પસાર થતું ન હતું.+
પણ તને કાયમ માન મળે એવી હું બનાવીશ.
તારે લીધે પેઢી દર પેઢી આનંદ મનાવવામાં આવશે.+
૧૬ જેમ મા પોતાના બાળકને ધવડાવી તેનું પાલન-પોષણ કરે,+
તેમ પ્રજાઓ અને રાજાઓ તને જોઈતું બધું પૂરું પાડશે.+
એનાથી તને ચોક્કસ જાણ થશે કે હું યહોવા તારો તારણહાર છું.
હું તારો છોડાવનાર, યાકૂબનો શક્તિશાળી ઈશ્વર છું.+
૧૭ હું તાંબાને બદલે સોનું
અને લોઢાને બદલે ચાંદી લાવીશ,
લાકડાને બદલે તાંબું
અને પથ્થરને બદલે લોઢું લાવીશ.
હું શાંતિને તારા પર આગેવાન બનાવીશ
અને સચ્ચાઈને તારા પર ઉપરી ઠરાવીશ.+
તું તારી દીવાલોનું નામ ઉદ્ધાર+ અને તારા દરવાજાઓનું નામ સ્તુતિ રાખીશ.
૧૯ હવેથી દિવસે સૂરજ તને પ્રકાશ નહિ આપે,
અથવા રાતે ચંદ્ર તને રોશની નહિ આપે.
૨૦ હવેથી તારો સૂરજ આથમશે નહિ,
અથવા તારો ચંદ્ર ઝાંખો પડશે નહિ.
૨૧ તારા બધા લોકો નેક હશે.
તેઓ કાયમ માટે ધરતીનો વારસો મેળવશે.
૨૨ થોડામાંથી હજાર બનશે
અને નાનકડું ટોળું બળવાન પ્રજા બનશે.
હું યહોવા યોગ્ય સમયે એ ઝડપથી કરીશ.”