યશાયા
૧૩ બાબેલોનના ન્યાયચુકાદા વિશે+ આમોઝના દીકરા યશાયાએ+ એક દર્શન જોયું. એમાં આવો સંદેશો હતો:
૨ “ઉજ્જડ પહાડ પર લશ્કર માટે નિશાની* ઊભી કરો.+
હાથથી ઇશારો કરો અને સૈનિકોને બોલાવો,
જેથી તેઓ અમીરોના દરવાજાઓમાં ઘૂસી જાય.
૩ મેં મારા પસંદ કરેલા લોકોને* આવવાનું ફરમાન કર્યું છે.+
મેં શૂરવીર યોદ્ધાઓને મારો ગુસ્સો ઠાલવવાનો હુકમ કર્યો છે,
તેઓ બડાઈ હાંકીને ખુશ થાય છે.
૪ ઘણા લોકોના ઘોંઘાટ જેવો
પર્વતો પરના ટોળાનો અવાજ સાંભળો!
ભેગી થયેલી પ્રજાઓ+
અને રાજ્યોનો શોરબકોર સાંભળો!
સૈન્યોના ઈશ્વર યહોવા લડાઈ માટે લશ્કર ભેગું કરે છે.+
યહોવા અને તેમના ક્રોધનાં હથિયારો
આખી પૃથ્વીને ખેદાન-મેદાન કરવા આવે છે.+
૬ પોક મૂકીને રડો, યહોવાનો દિવસ પાસે છે!
સર્વશક્તિમાન પાસેથી વિનાશનો દિવસ આવે છે.+
૮ લોકો ડરના માર્યા થરથર કાંપશે.+
બાળકને જન્મ આપતી સ્ત્રીની જેમ,
વેદના અને દુઃખથી તેઓ પીડાશે.
તેઓ નવાઈ પામીને એકબીજા સામે તાકી રહેશે.
તેઓના ચહેરા પર ચિંતા છવાઈ જશે.
૯ જુઓ! યહોવાનો દિવસ આવે છે,
રોષ અને ગુસ્સાથી ભભૂકતો ક્રૂર દિવસ,
દેશને ડરામણો બનાવતો દિવસ,+
એમાંના પાપીઓનો સંહાર કરતો દિવસ.
સૂર્ય ઊગે તોપણ અજવાળું આપશે નહિ,
ચંદ્ર પણ રોશની આપશે નહિ.
હું ઘમંડીઓનું ઘમંડ તોડી પાડીશ
અને જુલમીઓનું અભિમાન ઉતારી નાખીશ.+
૧૩ હું સૈન્યોનો ઈશ્વર યહોવા, આકાશને ધ્રુજાવી દઈશ.
મારા ધગધગતા કોપને દિવસે,
મારા ક્રોધથી ધરતીને એની જગ્યાએથી હલાવી દઈશ.+
૧૪ શિકારીથી ભાગતી હરણીની જેમ અને પાળક વગરનાં ઘેટાંની જેમ,
તેઓ પોતાના લોકો પાસે પાછા ફરશે,
તેઓ પોતાના દેશમાં નાસી જશે.+
૧૫ જે કોઈ મળી આવશે, તેને વીંધી નાખવામાં આવશે.
જે કોઈ પકડાઈ જશે, તેને તલવારથી રહેંસી નાખવામાં આવશે.+
૧૬ તેઓની નજર આગળ તેઓનાં બાળકોને પછાડીને મારી નાખવામાં આવશે.+
તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે,
તેઓની પત્નીઓ પર બળાત્કાર થશે.
૧૮ તેઓનાં ધનુષ્યો યુવાનોને વીંધી નાખશે.+
તેઓ બાળકો પર રહેમ કરશે નહિ
કે છોકરાઓ પર દયા બતાવશે નહિ.
૧૯ બાબેલોન બધાં રાજ્યોમાં સૌથી ભવ્ય છે,*+
ખાલદીઓની* શોભા અને તેઓનું ગૌરવ છે.+
પણ એના હાલ સદોમ અને ગમોરાહ જેવા થશે, જેઓનો ઈશ્વરે વિનાશ કર્યો હતો.+
કોઈ અરબી માણસ ત્યાં તંબુ બાંધશે નહિ,
કોઈ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને ત્યાં લઈ જશે નહિ.
૨૧ રણનાં જાનવરો એમાં બેસશે,
તેઓનાં ઘરો ઘુવડોનું રહેઠાણ બની જશે.
૨૨ એની હવેલીઓમાં પ્રાણીઓ ભૂંકશે.
ભવ્ય મહેલોમાં શિયાળો રડશે.
એનો સમય પાકી ગયો છે, એ ઘણા દિવસ ટકશે નહિ.”+