રોમનોને પત્ર
૧૦ ભાઈઓ, મારા દિલની ઇચ્છા અને ઈશ્વરને અરજ એ જ છે કે ઇઝરાયેલીઓ ઉદ્ધાર મેળવે.+ ૨ હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે તેઓને ઈશ્વર માટે હોંશ તો છે,+ પણ તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી રીતે સમજતા નથી.* ૩ તેઓ ઈશ્વરનાં ન્યાયી* ધોરણો જાણતા નથી,+ તેઓ પોતાનાં જ ધોરણો પ્રમાણે ચાલ્યા છે.+ પરિણામે, તેઓએ ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળ્યાં નથી.+ ૪ ખ્રિસ્ત તો નિયમશાસ્ત્રનો અંત લાવ્યા.+ હવે તેમના પર શ્રદ્ધા રાખનાર સર્વ લોકો નેક* ગણાય છે.+
૫ મૂસાએ જણાવ્યું હતું કે નિયમશાસ્ત્ર પ્રમાણે કઈ રીતે નેક બની શકાય. તેમણે લખ્યું: “જે કોઈ નિયમશાસ્ત્ર પાળશે, એ જીવતો રહેશે.”+ ૬ પણ શ્રદ્ધાને લીધે વ્યક્તિને નેક ઠરાવવામાં આવે છે, એ વિશે લખેલું છે: “પોતાના હૃદયમાં એમ ન કહો કે+ ‘કોણ સ્વર્ગમાં જશે?’+ એટલે કે ખ્રિસ્તને નીચે લાવવા સ્વર્ગમાં કોણ જશે? ૭ અથવા ‘અનંત ઊંડાણમાં* કોણ ઊતરશે?’+ એટલે કે ખ્રિસ્તને મરણમાંથી બહાર લાવવા અનંત ઊંડાણમાં કોણ ઊતરશે?” ૮ પણ શાસ્ત્ર શું કહે છે? “નિયમનો એ સંદેશો તો તમારી પાસે છે, તમારા મોંમાં અને તમારા હૃદયમાં છે.”+ એ શ્રદ્ધાનો “સંદેશો” છે, જેનો આપણે પ્રચાર કરીએ છીએ. ૯ જો તમે પોતાના મોઢે જાહેરમાં પ્રગટ કરો કે ઈસુ તમારા માલિક છે+ અને પોતાના હૃદયમાં શ્રદ્ધા રાખો કે ઈશ્વરે તેમને મરણમાંથી ઉઠાડ્યા છે, તો તમારો ઉદ્ધાર થશે. ૧૦ કેમ કે નેક ઠરવા વ્યક્તિ દિલથી શ્રદ્ધા રાખે છે, પણ ઉદ્ધાર મેળવવા તે બધા લોકો આગળ મોંથી પોતાની શ્રદ્ધા જાહેર કરે છે.+
૧૧ શાસ્ત્ર કહે છે: “જે કોઈ તેમના પર શ્રદ્ધા મૂકે છે તે નિરાશ નહિ થાય.”+ ૧૨ યહૂદી અને ગ્રીકમાં કોઈ ફરક નથી.+ તેઓ સર્વના એક જ માલિક* છે અને જેઓ તેમને પોકારે છે, તેઓ સર્વને તે પુષ્કળ આશીર્વાદ આપે છે. ૧૩ કેમ કે “જે કોઈ યહોવાને* નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.”+ ૧૪ પણ તેમના પર શ્રદ્ધા મૂક્યા વગર તેઓ કઈ રીતે તેમને પોકાર કરશે? તેમના વિશે સાંભળ્યા વગર તેઓ કઈ રીતે તેમના પર શ્રદ્ધા મૂકશે? કોઈ પ્રચાર કરનાર ન હોય તો તેઓ કઈ રીતે સાંભળશે? ૧૫ જો મોકલવામાં ન આવે, તો તેઓ કઈ રીતે પ્રચાર કરશે?+ જેમ શાસ્ત્રમાં લખેલું છે: “ખુશખબર લાવનારનાં પગલાં કેવાં સુંદર લાગે છે!”+
૧૬ છતાં તેઓએ ખુશખબર માની નહિ. યશાયા પ્રબોધકે કહ્યું હતું: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલા સંદેશા પર કોણે ભરોસો કર્યો છે?”+ ૧૭ સંદેશો સાંભળ્યા પછી જ વ્યક્તિ શ્રદ્ધા મૂકે છે.+ તે સંદેશો સાંભળે માટે જરૂરી છે કે ખ્રિસ્ત વિશે કોઈક પ્રચાર કરે. ૧૮ પણ હું પૂછું છું, શું ઇઝરાયેલીઓએ સંદેશો સાંભળ્યો ન હોય એવું બને ખરું? હકીકતમાં, શાસ્ત્ર કહે છે, “તેઓનો સાદ આખી ધરતી પર ગુંજ્યો હતો, તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચ્યો હતો.”+ ૧૯ પણ હું પૂછું છું, શું ઇઝરાયેલીઓ સમજ્યા ન હોય એવું બને ખરું?+ મૂસાએ કહ્યું હતું: “જે પ્રજા ગણાવાને લાયક નથી એના દ્વારા હું તમારામાં ઈર્ષા જગાડીશ; એક મૂર્ખ પ્રજાથી હું તમને ગુસ્સે કરીશ.”+ ૨૦ યશાયાએ ઘણી હિંમતથી કહ્યું હતું: “જેઓ મને શોધતા ન હતા, તેઓને હું મળ્યો.+ જેઓ મારા વિશે પૂછતા ન હતા, તેઓને મેં મારા વિશે જણાવ્યું.”+ ૨૧ પણ ઇઝરાયેલ વિશે ઈશ્વરે કહ્યું: “મેં આખો દિવસ એવા લોકોને પાછા બોલાવવા હાથ ફેલાવ્યા, જેઓ આજ્ઞા પાળતા નથી અને હઠીલા છે.”+