નીતિવચનો
૨૩ જ્યારે તું રાજા સાથે જમવા બેસે,
ત્યારે ધ્યાન રાખજે કે તારી આગળ શું પીરસવામાં આવ્યું છે.
૨ જો તને ઠૂંસી ઠૂંસીને ખાવાનું મન થાય,
તો પોતાના પર કાબૂ રાખજે.*
૩ તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ,
નહિતર એ તારા માટે ફાંદો બની જશે.
૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+
એવું ન કર, પણ સમજણથી કામ લે.*
૬ કંજૂસને* ત્યાં જમીશ નહિ,
તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ.
૭ તે કહે છે ખરો, “ખાઓ, પીઓ,” પણ તે દિલથી કહેતો નથી.
તે તો એકેએક દાણાનો હિસાબ રાખે છે.
૮ તેં ખાધેલો કોળિયો તારે ઓકી કાઢવો પડશે,
તેં કરેલાં વખાણ નકામાં જશે.
૧૨ શિસ્ત* પર તારું દિલ લગાડ
અને જ્ઞાનની વાતોને કાન ધર.
૧૩ બાળકને* શિક્ષા* કરવાથી તારો હાથ પાછો ન રાખ.+
જો તું તેને સોટી* મારીશ, તો તે કંઈ મરી નહિ જાય.
૧૪ તું તેને સોટીથી ફટકાર,
જેથી તેને કબરમાં* જતાં બચાવી શકે.
૧૮ એવું કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે+
અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.
૧૯ બેટા, મારું સાંભળ અને બુદ્ધિમાન બન.
તારા દિલને સત્યના માર્ગે દોરી જા.
૨૧ કેમ કે દારૂડિયા અને ખાઉધરા કંગાળ થઈ જશે+
અને ઘેન તેઓને ચીંથરાં પહેરાવશે.
૨૩ સત્ય ખરીદ,* એને વેચી ન દે.+
બુદ્ધિ,* શિસ્ત અને સમજણ પણ ખરીદ, એને વેચી ન દે.+
૨૪ નેક દીકરાનો પિતા ચોક્કસ ખુશ થશે
અને બુદ્ધિમાન દીકરાનો પિતા હરખાઈ ઊઠશે.
૨૫ તારાં માતા-પિતા પ્રસન્ન થશે
અને તારી જનેતાની ખુશીનો પાર નહિ રહે.
૨૬ મારા દીકરા, તારું દિલ મને સોંપી દે
અને મારા માર્ગો પર ચાલવાનો આનંદ માણ.+
૨૮ તે લુટારાની જેમ લાગ જોઈને બેસી રહે છે,+
તે બેવફા માણસોની સંખ્યા વધારે છે.
૨૯ કોણ અફસોસ કરે છે? કોણ ચિંતામાં છે?
કોણ ઝઘડો કરે છે? કોણ ફરિયાદ કરે છે?
કોને વિના કારણ ઘા પડ્યા છે? કોની આંખો લાલચોળ* છે?
૩૧ દ્રાક્ષદારૂના લાલ રંગ સામે જોઈશ નહિ,
એ પ્યાલામાં ચમકે છે અને સહેલાઈથી ગળે ઊતરી જાય છે.
૩૨ છેવટે તે સાપની જેમ ડંખ મારે છે
અને ઝેરી સાપની જેમ ઝેર ઓકે છે.
૩૪ તને લાગશે કે તું સમુદ્રની વચ્ચોવચ પડ્યો છે,
જાણે વહાણના સઢની ટોચે ઝોલાં ખાય છે.
૩૫ તું કહીશ: “તેઓએ મને ફટકાર્યો, પણ મને કંઈ થયું નહિ.*
તેઓએ મને માર માર્યો, પણ મને તો યાદ પણ નથી.