યશાયા
૧ યહૂદા અને યરૂશાલેમ વિશે આમોઝના દીકરા યશાયાએ+ દર્શન જોયું. યહૂદાના રાજાઓ+ ઉઝ્ઝિયા,+ યોથામ,+ આહાઝ+ અને હિઝકિયાના+ શાસન દરમિયાન તેણે જોયેલું દર્શન આ હતું:
૨ હે આકાશ, સાંભળ! હે પૃથ્વી, કાન ધર!+
યહોવા* કહે છે:
ઓ પાપના બોજ નીચે દબાયેલા લોકો,
ઓ દુષ્ટ માણસોની ટોળી, વંઠી ગયેલા છોકરાઓ, તમને હાય હાય!
તમે યહોવાને છોડી દીધા છે,+
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.
તેમનાથી તમે મોં ફેરવી લીધું છે.
૫ બળવો પોકારીને તમારે હજુ કેટલો માર ખાવો છે?+
તમારું આખું માથું સડી ગયું છે
અને હૃદય કમજોર થઈ ગયું છે.+
૬ માથાથી તે પગના તળિયા સુધી કોઈ પણ ભાગ સાજો નથી.
શરીરે ઘા, ઉઝરડા અને પાકેલા જખમ છે.
એની સારવાર થઈ નથી, પાટાપિંડી થઈ નથી કે એને નરમ કરવા તેલ લગાડ્યું નથી.+
૭ તમારો દેશ ઉજ્જડ થયો છે.
તમારાં શહેરો બાળીને ભસ્મ કરાયાં છે.
તમારી નજર આગળ પરદેશીઓ જમીન પચાવી પાડે છે.+
એ જાણે પરદેશીઓએ ખેદાન-મેદાન કરેલા વેરાન દેશ જેવો છે.+
૮ સિયોનની દીકરી પડતી મુકાઈ છે. એ દ્રાક્ષાવાડીમાં માંડવા જેવી,
કાકડીની વાડીમાં ઝૂંપડી જેવી
અને ઘેરી લેવાયેલા શહેર જેવી બની ગઈ છે.+
૯ જો સૈન્યોના ઈશ્વર યહોવાએ* આપણામાંથી થોડાને બચાવ્યા ન હોત,
તો આપણે સદોમ જેવા થઈ ગયા હોત,
આપણી દશા ગમોરાહ જેવી થઈ ગઈ હોત.+
૧૦ ઓ સદોમના જુલમી શાસકો, તમે યહોવાનો સંદેશો સાંભળો.+
ઓ ગમોરાહના લોકો, તમે ઈશ્વરના નિયમો* પર ધ્યાન આપો.+
૧૧ યહોવા કહે છે: “તમારાં ઘણાં બલિદાનોથી મને શું ફાયદો?+
નર ઘેટાનાં અગ્નિ-અર્પણોથી*+ અને તાજાં-માજાં પ્રાણીઓની ચરબીથી હું ધરાઈ ગયો છું.+
આખલાઓ,+ ઘેટાંનાં બચ્ચાં અને બકરાઓના+ લોહીથી+ મને જરાય ખુશી મળતી નથી.
મારાં આંગણાં* ઘસી નાખવાનું કોણે કહ્યું?+
૧૩ હવેથી નકામાં અનાજ-અર્પણો* લાવવાનું બંધ કરો.
તમારા ધૂપથી* મને સખત નફરત થાય છે.+
તમે તો ચાંદરાત*+ અને સાબ્બાથ*+ ઊજવો છો, મોટાં મોટાં સંમેલનો*+ ભરો છો.
તમારાં ખાસ સંમેલનોમાં થતાં જાદુટોણાં+ હું જરાય ચલાવી નહિ લઉં.
૧૪ તમારી ચાંદરાતોને અને તમારા તહેવારોને હું ધિક્કારું છું.
એ મારા માથે બોજ બની ગયા છે,
એનો ભાર સહી સહીને હું થાકી ગયો છું.
મારી નજર સામેથી તમારાં દુષ્ટ કામો દૂર કરો.
ખોટાં કામો બંધ કરો.+
૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+
જુલમ કરનારને સુધારો,
અનાથના* હક માટે લડો
અને વિધવાનો પક્ષ લો.”+
૧૮ યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.+
ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય,
તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે.+
ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય,
તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે.
૨૧ એ વફાદાર શહેર+ વેશ્યા બની ગયું છે!+
૨૨ તારી ચાંદી નકામી બની ગઈ છે.+
તારા શરાબમાં પાણી ભેળવેલું છે.
૨૩ તારા આગેવાનો હઠીલા છે અને તેઓ લુટારાઓની દોસ્તી રાખે છે.+
લાંચ જોઈને દરેકનાં મોંમાંથી લાળ ટપકે છે અને તેઓ ભેટો પાછળ દોડે છે.+
૨૪ એટલે સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા,
ઇઝરાયેલના શક્તિશાળી ઈશ્વર કહે છે:
“સાંભળો! હવે હું મારા દુશ્મનોને મારી નજર આગળથી દૂર કરીશ.
હું મારા વેરીઓ પર બદલો વાળીશ.+
૨૫ હું મારો હાથ તમારી સામે ઉગામીશ.
હું તમારો બધો મેલ ઓગાળી નાખીશ.*
હું તમારી બધી ગંદકી દૂર કરી નાખીશ.+
૨૬ હું તમને અગાઉ જેવા ન્યાયાધીશો આપીશ
અને શરૂઆતમાં હતા એવા સલાહકારો લાવીશ.+
ત્યાર બાદ તમે સચ્ચાઈનું શહેર, વફાદાર નગરી કહેવાશો.+
૨૭ સિયોનને ઇન્સાફ કરીને છોડાવવામાં આવશે.+
જે ખરું છે એ કરીને હું તેના લોકોને પાછા લાવીશ.
૨૯ તમને ગમતાં ઘટાદાર વૃક્ષોને લીધે તમે શરમાશો.+
તમે પસંદ કરેલા બાગ-બગીચાને* લીધે બદનામ થશો.+
૩૦ તમે એવા ઝાડ જેવા બની જશો, જેનાં પાંદડાં કરમાઈ ગયાં હોય.+
તમે પાણી વગરના બાગ જેવા થઈ જશો.
૩૧ બળવાન માણસ શણની દોરી જેવો બની જશે,
તેનાં કામો તણખા જેવા થશે.
તેઓ બંને જ્વાળાઓમાં બળશે
અને તેઓને હોલવનાર કોઈ નહિ હોય.”