મે—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
મે ૭-૧૩
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૭-૮
“પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો”
(માર્ક ૮:૩૪) હવે, તેમણે પોતાના શિષ્યો સાથે ટોળાને બોલાવ્યું અને તેઓને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.
nwtsty માર્ક ૮:૩૪ અભ્યાસ માહિતી
તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે: અથવા “પોતાના અધિકારનો ત્યાગ કરે.” એ પોતાની જાતનો પૂરી રીતે નકાર કરવાની વ્યક્તિની ઇચ્છાને અથવા ખુશી ખુશી ઈશ્વરને પોતાના માલિક માનવાને બતાવે છે. ગ્રીક શબ્દોનો આવો પણ અનુવાદ થઈ શકે: “તેણે પોતાનો નકાર કરવો જોઈએ.” એ અનુવાદ પણ યોગ્ય છે, કારણ કે એમાં પોતાની ઇચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અથવા સુખ-સગવડનો નકાર કરવાનો સમાવેશ થઈ શકે. (૨કો ૫:૧૪, ૧૫) પીતરે ઈસુનો નકાર કર્યો હતો એ વિશે જણાવતી વખતે માર્કે પોતાના પુસ્તકમાં આ જ ગ્રીક ક્રિયાપદનો ઉપયોગ કર્યો હતો.—માર્ક ૧૪:૩૦, ૩૧, ૭૨.
w૯૨ ૧૧/૧ ૧૭ ¶૧૪
જીવન માટેની દોડમાં તમે કઈ રીતે દોડી રહ્યાં છો?
ઈસુ ખ્રિસ્તે ભેગાં થયેલાં શિષ્યો અને બીજાંઓને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો (અથવા “તેણે પોતાને ‘ના’ કહેવી,” ચાર્લ્સ બી. વિલિયમ્સ્), ને પોતાનો વધઃસ્થંભ ઊંચકીને મારી પાછળ [સતત-NW ] ચાલવું.” (માર્ક ૮:૩૪) આપણે આ આમંત્રણ સ્વીકારીએ છીએ ત્યારે, આપણે “સતત” એમ કરવા તૈયાર રહેવું જોઈએ, એ કારણથી નહિ કે સ્વનકારમાં કોઈ ખાસ પુણ્ય છે, પરંતુ એ માટે કે એક ક્ષણની અનિર્ણાયકતા, સારી પારખશક્તિમાં એક ચૂક, બાંધેલું બધું તોડી પાડી શકે, અરે આપણી અનંત ભલાઈ પણ જોખમમાં મૂકી શકે. સામાન્ય રીતે આત્મિક પ્રગતિ ધીમી ગતિએ કરવામાં આવે છે, પરંતુ આપણે સતત સાવધ ન રહીએ તો એ કેટલી ઝડપથી નિરર્થક થઈ શકે છે!
(માર્ક ૮:૩૫-૩૭) કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે, પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે, તે એને બચાવશે. ૩૬ ખરેખર, માણસ આખી દુનિયા મેળવે અને પોતાનું જીવન ગુમાવે તો તેને શો લાભ? ૩૭ સાચે જ, માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?
જીવવા માટે તમે શું કરવા તૈયાર છો?
ઈસુએ પછી આ સવાલ પૂછ્યો, “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે?” (માર્ક ૮:૩૬, ૩૭) પહેલા પ્રશ્નનો જવાબ આપવો સહેલો છે, કેમ કે જીવતા હોઈએ તો જ બધી ચીજોનો આનંદ માણી શકાય. પણ મરી જઈએ તો શું ફાયદો? ઈસુનો બીજો પ્રશ્ન હતો, “માણસ પોતાના જીવનો શો બદલો આપશે?” એ સાંભળતા લોકોને કદાચ અયૂબનો જમાનો યાદ આવ્યો હશે. ત્યારે શેતાને આરોપ મૂક્યો હતો: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂ. ૨:૪) યહોવાહને ભજતા નથી તેઓ જીવવા માટે કોઈ પણ નિયમ તોડવા તૈયાર છે. પણ યહોવાહના ભક્તો એવા નથી.
ઈસુ આપણને આ દુષ્ટ દુનિયામાં તંદુરસ્તી, ધન-દોલત અને લાંબું જીવન આપવા આવ્યા ન હતા. પણ તેમણે આપણને યહોવાહની નવી દુનિયામાં અમર જીવવાની તક આપી. (યોહા. ૩:૧૬) ઈસુનો પહેલો સવાલ હતો કે “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?” યહોવાહના ભક્તો માટે કંઈ જ લાભ ન થાય. (૧ યોહા. ૨:૧૫-૧૭) ઈસુના બીજા સવાલનો શું જવાબ આપીશું? એનો આધાર આપણી શ્રદ્ધા અને આપણા જીવન પર છે. એટલે વિચારો કે ‘નવી દુનિયામાં રહેવા હું હમણાં શું જતું કરવા તૈયાર છું?’—વધુ માહિતી: યોહાન ૧૨:૨૫.
(માર્ક ૮:૩૮) કેમ કે જો આ પાપી અને વ્યભિચારી પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”
માણસનો દીકરો કોણ છે?
ઈસુની કૃપા પામવા તેમના શિષ્યો હિંમતવાન અને કંઈ પણ જતું કરવા તૈયાર હોવા જોઈએ. ઈસુએ કહ્યું: “જો આ પાપી અને વ્યભિચારી પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.” (માર્ક ૮:૩૮) ઈસુ આ રીતે આવશે ત્યારે, “તે દરેકને તેના વર્તન પ્રમાણે બદલો આપશે.”—માથ્થી ૧૬:૨૭.
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૭:૫-૮) એટલે, આ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું: “તમારા શિષ્યો કેમ બાપદાદાના રિવાજો પાળતા નથી અને અશુદ્ધ હાથે ખાવાનું ખાય છે?” ૬ તેમણે તેઓને કહ્યું: “ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! એમાં લખ્યું છે: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. ૭ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓ ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’ ૮ તમે ઈશ્વરની આજ્ઞાને પડતી મૂકો છો અને માણસોના રિવાજોને વળગી રહો છો.”
વાચકો તરફથી પ્રશ્નો
ઈસુના વિરોધીઓએ હાથ ધોવા વિશે કેમ વિવાદ કર્યો?
ઈસુના વિરોધીઓ ઘણા વિષયોને લઈને ઈસુ અને તેમના શિષ્યોનો દોષ કાઢતા. એમાંનો એક મુદ્દો હાથ ધોવા વિશે હતો. મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે વ્યક્તિ શાનાથી અશુદ્ધ બને છે. જેમ કે, શરીરના સ્રાવથી, કોઢના રોગથી તેમજ માણસો અને પશુઓનાં મુડદાંથી. એ નિયમશાસ્ત્રમાં એ પણ જણાવ્યું હતું કે, અશુદ્ધતા કઈ રીતે દૂર થઈ શકે. જેમ કે, બલિદાન આપીને, પાણીથી ધોઈને અથવા પાણી છાંટીને.—લેવી., અધ્યાય ૧૧-૧૫; ગણ., અધ્યાય ૧૯.
યહુદી ધર્મગુરુઓએ એ નિયમોની નાનામાં નાની વિગતોને લઈને પોતાના નિયમો ઘડ્યા હતા. એક અહેવાલ જણાવે છે કે, ‘યહુદી ધર્મગુરુઓએ અનેક નિયમો બનાવ્યા હતા. જેમ કે, વ્યક્તિ કેવા કિસ્સામાં અશુદ્ધ બને છે અને એની અશુદ્ધતા બીજામાં કઈ રીતે ફેલાય શકે છે. તેમ જ, શુદ્ધ થવા તેઓએ કઈ વસ્તુઓ અને વાસણો વાપરવાં કે ન વાપરવાં એ વિશે પણ નિયમો બનાવ્યા હતા. શુદ્ધ થવા તેઓએ અનેક વિધિઓ પણ શરૂ કરી હતી.’
ઈસુના વિરોધીઓએ તેમને પૂછ્યું: ‘તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં હાથ ધોયા વગર રોટલી કેમ ખાય છે?’ (માર્ક ૭:૫) એ ધાર્મિક વિરોધીઓ એવું કહેવા માંગતા ન હતા કે, ગંદા હાથે ખાવાથી તબિયત બગડે છે. પણ, તેઓએ એને એક વિધિ બનાવી દીધી હતી. તેઓ ચાહતા હતા કે ખાતા પહેલાં વ્યક્તિના હાથ પર પાણી રેડવામાં આવે. ઉપર આપેલો અહેવાલ જણાવે છે: ‘કયા વાસણથી પાણી રેડવું જોઈએ, કેવા પ્રકારનું પાણી હોવું જોઈએ, કોણે પાણી રેડવું જોઈએ અને હાથનો કેટલો ભાગ પાણીથી ધોવો જોઈએ, એ વિશે પણ ચર્ચા થતી હતી.’
માણસોએ બનાવેલા નિયમો વિશે ઈસુના વિચારો એકદમ સ્પષ્ટ હતા. તેમણે પહેલી સદીના યહુદી ધાર્મિક આગેવાનોને જણાવ્યું: “તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે, આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી [યહોવાથી] વેગળાં રહે છે. પણ તેઓ પોતાના મત દાખલ કરીને માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે. તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”—માર્ક ૭:૬-૮.
(માર્ક ૭:૩૨-૩૫) ત્યાં લોકો તેમની પાસે એક માણસને લઈ આવ્યા, જે બહેરો હતો અને બરાબર બોલી શકતો ન હતો; અને તેઓએ તેમને વિનંતી કરી કે એ માણસ પર પોતાનો હાથ મૂકે. ૩૩ અને ઈસુ તે માણસને ટોળાથી દૂર એકાંતમાં લઈ ગયા. પછી, તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને થૂંક્યા પછી તે તેની જીભને અડ્યા. ૩૪ પછી, તેમણે ઉપર આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું: “એફફથા,” એટલે કે “ખૂલી જા.” ૩૫ ત્યારે તેના કાન ઊઘડી ગયા અને તેની જીભ ખૂલી ગઈ અને તે બરાબર બોલવા લાગ્યો.
શું તમને “ખ્રિસ્તનું મન” છે?
એ માણસ બહેરો હતો અને માંડ માંડ બોલી શકતો હતો. ઈસુ તેની લાગણી અને મૂંઝવણ પારખી શક્યા હશે. તેથી, ઈસુ તેને લોકોથી દૂર લઈ ગયા. પછી ઈસુએ ઇશારાથી જણાવ્યું કે પોતે શું કરશે. તેમણે ‘તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી, ને થૂકીને તેની જીભને અડક્યા.’ (માર્ક ૭:૩૩) પછી ઈસુએ ઊંચું જોઈને પ્રાર્થના કરી. આ રીતે ઈસુ માણસને કહી રહ્યા હતા કે, ‘હું જે કરી રહ્યો છું એ પરમેશ્વરની શક્તિથી છે.’ પછી, ઈસુએ કહ્યું: “ઊઘડી જા.” (માર્ક ૭:૩૪) એ જ સમયે, માણસ સાંભળતો અને બોલતો થયો.
ઈસુએ બીજાઓ માટે કેટલી કાળજી બતાવી! તે તેઓની લાગણી સમજતા હતા. તેથી, બીજાઓને દુઃખ ન થાય એ રીતે વર્ત્યા. એવી જ રીતે, આપણે પણ ખ્રિસ્તનું મન કેળવીએ. બાઇબલ આગ્રહ કરે છે: “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” (૧ પીતર ૩:૮) ખરેખર, આપણી વાણી અને વર્તનમાં બીજાઓની લાગણીઓ ધ્યાનમાં રાખીએ.
આપણે ચાહીએ છીએ કે બીજાઓ આપણી લાગણીની કદર કરે. તેથી મંડળમાં, આપણે પણ એમ જ કરવું જોઈએ. (માત્થી ૭:૧૨) એનો અર્થ એ કે, આપણે સમજી વિચારીને બોલીએ. (કોલોસી ૪:૬) યાદ રાખો કે “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” (નીતિવચન ૧૨:૧૮) કુટુંબ વિષે શું? પ્રેમને કારણે પતિ અને પત્ની એકબીજાની લાગણીની કદર કરે છે. (એફેસી ૫:૩૩) તેઓ કઠોર શબ્દો, વાત-વાતમાં તોડી પાડવું, કે મહેણાં મારવાનું ટાળે છે, જેનાથી લાગણી દુભાય શકે. પ્રેમાળ માબાપ બાળકોની લાગણીને પણ ધ્યાનમાં લે છે. સુધારો કરતી વખતે માબાપ બાળકોનું માન જાળવી રાખશે. (કોલોસી ૩:૨૧) આપણે બીજાઓની લાગણીઓની કદર કરીને બતાવીએ છીએ કે આપણને ખ્રિસ્તનું મન છે.
બાઇબલ વાંચન
(માર્ક ૭:૧-૧૫) હવે, યરૂશાલેમથી આવેલા ફરોશીઓ અને અમુક શાસ્ત્રીઓ તેમની પાસે ભેગા થયા. ૨ અને તેઓએ જોયું કે ઈસુના અમુક શિષ્યો અશુદ્ધ હાથે ખાવાનું ખાય છે, એટલે કે હાથ ધોયા વગર. ૩ (કેમ કે ફરોશીઓ અને બધા યહુદીઓ પોતાના બાપદાદાના રિવાજોને ચુસ્તપણે વળગી રહીને, કોણી સુધી પોતાના હાથ ધોયા વગર ખાતા નથી; ૪ અને તેઓ બજારમાંથી આવે છે ત્યારે, પોતાને શુદ્ધ કર્યા વગર ખાતા નથી. આવા તો ઘણા રિવાજો તેઓમાં ઊતરી આવ્યા છે અને એને તેઓ ચુસ્તપણે વળગી રહે છે, જેમ કે પ્યાલા, કૂંજા અને તાંબાનાં વાસણોને પાણીમાં બોળીને કાઢવા.) ૫ એટલે, આ ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું: “તમારા શિષ્યો કેમ બાપદાદાના રિવાજો પાળતા નથી અને અશુદ્ધ હાથે ખાવાનું ખાય છે?” ૬ તેમણે તેઓને કહ્યું: “ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! એમાં લખ્યું છે: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. ૭ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓ ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’ ૮ તમે ઈશ્વરની આજ્ઞાને પડતી મૂકો છો અને માણસોના રિવાજોને વળગી રહો છો.” ૯ વળી, તેમણે તેઓને કહ્યું: “તમે તમારા રિવાજોને જાળવી રાખવા ચાલાકીથી ઈશ્વરની આજ્ઞાને ટાળો છો. ૧૦ દાખલા તરીકે, મુસાએ કહ્યું હતું, ‘તમારાં માતાપિતાને માન આપો’ અને ‘જે કોઈ પોતાના પિતાનું કે માતાનું ખરાબ બોલીને અપમાન કરે છે તે માર્યો જાય.’ ૧૧ પણ તમે કહો છો, ‘જો કોઈ માણસ પોતાના પિતાને કે પોતાની માતાને કહે: “તમને ફાયદો થઈ શકે એવું જે કંઈ મારી પાસે છે, એ કુરબાન છે (એટલે કે, ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે);”’ ૧૨ આમ, તમે એ માણસને તેના પિતા કે તેની માતા માટે કંઈ પણ કરવા દેતા નથી. ૧૩ આ રીતે, ઈશ્વરે જે કહ્યું છે એને તમે પોતે ઠરાવેલા રિવાજોથી નકામું બનાવી દો છો. અને તમે આવું તો બીજું ઘણું કરો છો.” ૧૪ પછી, ટોળાને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું: “તમે બધા મારું સાંભળો અને એનો અર્થ સમજો. ૧૫ એવું કંઈ નથી જે બહારથી માણસની અંદર જઈને તેને ભ્રષ્ટ કરે, પણ માણસમાંથી જે બહાર નીકળે છે એ જ તેને ભ્રષ્ટ કરે છે.”
મે ૧૪-૨૦
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૯-૧૦
“શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન”
(માર્ક ૯:૧) એ ઉપરાંત, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલા લોકોમાંથી કેટલાક એવા છે, જેઓ ઈશ્વરના રાજ્યને સત્તામાં આવી ગયેલું નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”
ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે
ઈસવીસન ૩૨ના પાસ્ખાપર્વની ઉજવણી પછી એક વર્ષ વીતી જાય છે. ઘણા લોકો હવે ઈસુને છોડી દે છે. શા માટે? અમુક સતાવણી, ધનદોલતની લાલસા કે દુન્યવી ચિંતાઓને લીધે સત્યને છોડી દે છે. ઈસુએ રાજા બનવાનો ઇનકાર કર્યો એ બીજાઓને ગમ્યું નહિ. બીજાઓ સમજી જ ન શક્યા કે ઈસુએ શા માટે સ્વર્ગમાંથી ચિહ્ન કરીને યહુદી ગુરુઓને ચૂપ ન કર્યા. (માત્થી ૧૨:૩૮, ૩૯) અરે, ઈસુના શિષ્યો પણ અમુક રીતે હિંમત હારી જતા હતા. કેમ? કારણ કે ઈસુએ તેઓને કહ્યું હતું કે, ‘હું યરૂશાલેમમાં જઈશ, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠીશ, ને માર્યો જઈશ.’—માત્થી ૧૬:૨૧-૨૩.
આ શબ્દો બોલ્યા પછી ઈસુ બીજા નવ-દસ મહિનામાં ‘આ જગતને છોડીને બાપની પાસે જવાના’ હતા. (યોહાન ૧૩:૧) થોડા ઘણા નિરાશ થઈ ગયેલા શિષ્યોને જોઈને ઈસુને ખૂબ ચિંતા થાય છે. તેઓને ઉત્તેજન આપવા તે કહે છે કે અમુક જણને સ્વર્ગમાંથી એક દર્શન મળશે. એના વિષે ઈસુ કહે છે: “હું તમને ખચીત કહું છું, કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.” (માત્થી ૧૬:૨૮) જોકે, ઈસુ અહીંયા એમ કહેતા નથી કે તેમનું રાજ્ય ૧૯૧૪માં શરૂ થાય ત્યાં સુધી અમુક શિષ્યો જીવતા રહેશે. તે એમ કહેતા હતા કે તેમના ત્રણ દિલોજાન શિષ્યો ભાવિ વિષેનું એક મહત્ત્વનું દર્શન જોશે. આ ઉત્તેજન આપતા દર્શનમાં તેઓ ઈસુને એક મહાન રાજા તરીકે જોવાના હતા. આ દર્શન, ઈસુનું રૂપાંતર કહેવાય છે.
(માર્ક ૯:૨-૬) છ દિવસ પછી, પીતર, યાકૂબ અને યોહાનને ઈસુ ઊંચા પહાડ પર લઈ ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. ત્યાં તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું; ૩ તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો અને એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪ વધુમાં, ત્યાં તેઓને એલિયાની સાથે મુસા દેખાયા અને તેઓ ઈસુ સાથે વાત કરતા હતા. ૫ પછી, પીતરે ઈસુને કહ્યું: “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” ૬ હકીકતમાં, તે જાણતો ન હતો કે શું કરવું, કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા.
ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે
આ વચન આપ્યાના છ દિવસ પછી, ઈસુ તેમના શિષ્યો પીતર, યાકૂબ ને યોહાનને સાંજના વખતે એક પર્વત પર લઈ જાય છે. કદાચ આ હેર્મોન પર્વત છે. ત્યાં ઈસુનું રૂપાંતર થાય છે. “તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેનાં લૂગડાં અજવાળાના જેવાં ઊજળાં થયાં.” (માત્થી ૧૭:૧-૬) પછી ત્યાં મુસા અને એલીયાહ દેખાય છે ને ઈસુ સાથે વાતચીત કરે છે. આ દર્શન એટલું તો સાચું લાગે છે કે ઈસુ, મુસા અને એલીયાહ માટે પીતર ત્રણ તંબૂ બાંધવા માગે છે. પીતર હજી તો બોલી જ રહ્યા છે ત્યાં એક ચમકતું વાદળ તેઓને ઢાંકી દે છે. એમાંથી યહોવાહ કહે છે: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”—માત્થી ૧૭:૧-૬.
(માર્ક ૯:૭) એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું અને વાદળમાંથી અવાજ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે. તેનું સાંભળો.”
nwtsty માર્ક ૯:૭ અભ્યાસ માહિતી
અવાજ: ખુશખબરના ત્રણ બનાવોમાંથી બીજો બનાવ, જ્યાં યહોવા મનુષ્યો સાથે સીધેસીધી વાત કરે છે.—માર્ક ૧:૧૧; યોહ ૧૨:૨૮.
કીમતી રત્નો શોધીએ
૧૦:૬-૯. જોકે, સૃષ્ટિની શરૂઆતથી ‘ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યા હતા. ૭ એ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડી દેશે ૮ અને બંને એક શરીર થશે;’ એટલે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. ૯ તેથી, ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”
માર્કના મુખ્ય વિચારો
(માર્ક ૧૦:૬-૯) યહોવાહ ચાહે છે કે પતિ-પત્ની કદી છૂટા ન પડે. લગ્નજીવનમાં જો તકલીફો આવે તો ઉતાવળે છૂટાછેડા લેવા ન જોઈએ. એને બદલે યહોવાહે બાઇબલમાં જે સલાહ આપી છે એને પતિ-પત્નીએ જીવનમાં લાગુ પાડવી જોઈએ. એમ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે.—માત્થી ૧૯:૪-૬.
(માર્ક ૧૦:૧૭, ૧૮) તે પોતાને રસ્તે જતા હતા ત્યારે, એક માણસ દોડીને આવ્યો અને તેમની આગળ ઘૂંટણે પડ્યો અને તેમને સવાલ પૂછ્યો: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?” ૧૮ ઈસુએ તેને કહ્યું: “તું શા માટે મને ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.
nwtsty માર્ક ૧૦:૧૭, ૧૮ અભ્યાસ માહિતી
ઉત્તમ શિક્ષક: આ માણસ દેખીતી રીતે જ “ઉત્તમ શિક્ષક” શબ્દોનો ઉપયોગ ખુશામત કરવા અને ઔપચારિક ખિતાબ તરીકે કરી રહ્યો હતો, કારણ કે આવું સન્માન સામાન્ય રીતે ધર્મગુરુઓ માંગતા હતા. ઈસુને “શિક્ષક” અને “પ્રભુ” તરીકે ઓળખાવામાં કોઈ વાંધો ન હતો. (યોહ ૧૩:૧૩) તેમ છતાં, તેમણે બધું માન પોતાના પિતાને જ આપ્યું.
ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી: ઈસુ અહીંયા જણાવે છે કે સારું શું છે એ ફક્ત યહોવા જ નક્કી કરી શકે છે. ભલું શું છે અને ભૂંડું શું છે એના ધોરણો નક્કી કરવાનો એકમાત્ર હક ફક્ત યહોવા પાસે જ છે. આદમ અને હવાએ બંડખોર બનીને ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાધું અને પોતે એ હક્ક છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. તેઓથી વિપરીત, ઈસુએ નમ્રપણે એ હક્ક પોતાના પિતા પાસે જ રહેવા દીધો. બાઇબલમાં આપેલી આજ્ઞાઓ દ્વારા યહોવાએ ખરા-ખોટાના ધોરણો જણાવ્યા છે અને સમજાવ્યા છે.—માર્ક ૧૦:૧૯.
(માર્ક ૧૦:૪) તેઓએ કહ્યું: “મુસાએ છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની રજા આપી હતી.”
nwtsty માર્ક ૧૦:૪ અભ્યાસ માહિતી
છૂટાછેડા લખી આપીને: અથવા “તલાકનામું.” છૂટાછેડા લેવા ચાહતા પુરુષને કાનૂની દસ્તાવેજ અને વડીલોની સલાહ લેવાની ફરજ પાડીને નિયમશાસ્ત્ર તેને આ ગંભીર નિર્ણય પર વધુ વિચારવાની તક આપતું હતું. આમ, નિયમશાસ્ત્ર ઉતાવળે છૂટાછેડા લેવા પર રોક મૂકતું અને સ્ત્રીઓને અમુક હદે કાનૂની રક્ષણ આપતું. (પુન ૨૪:૧) પરંતુ, ઈસુના સમયમાં ધર્મગુરુઓએ છૂટાછેડા લેવું એકદમ સહેલું બનાવી દીધું હતું. પ્રથમ સદીના ઇતિહાસકાર જોસેફસ એક ફરોશી હતા, જેમણે પોતે છૂટાછેડા લીધા હતા. તેમણે જણાવ્યું છે કે ‘કોઈ પણ કારણે છૂટાછેડા લઈ શકાતા હતા (એવા અનેક કિસ્સા છે જ્યારે પુરુષોએ એમ કર્યું હતું).’—માથ ૫:૩૧ અભ્યાસ માહિતી જુઓ.
(માર્ક ૧૦:૧૧) તેમણે તેઓને કહ્યું: “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજીને પરણે છે, તે પહેલી વિરુદ્ધ વ્યભિચાર કરે છે
nwtsty માર્ક ૧૦:૧૧ અભ્યાસ માહિતી
પત્નીને છૂટાછેડા આપીને: અથવા “પોતાની પત્નીને ત્યજી દઈને.” અહીં માર્કે નોંધેલા ઈસુના શબ્દો સમજવા માથ ૧૯:૯માં આપેલા એ શબ્દોનો પૂરેપૂરો ઉલ્લેખ વધુ મદદ કરે છે, જેમાં એ પણ જણાવ્યું છે કે “વ્યભિચાર સિવાય બીજા કોઈ કારણથી.” (માથ ૫:૩૨ અભ્યાસ માહિતી જુઓ.) છૂટાછેડા વિષે ઈસુએ જે કહ્યું હતું એને માર્કે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. એ શબ્દો એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યારે બેવફા લગ્નસાથીએ “વ્યભિચાર” (ગ્રીક, પોર્નિયા) સિવાય એવું કંઈક કર્યું છે, જેના કારણે તેને છૂટાછેડા આપવામાં આવે છે.
તે પહેલી વિરુદ્ધ વ્યભિચાર કરે છે: ઈસુ અહીં યહુદી ધર્મગુરુઓના એ પ્રચલિત શિક્ષણનો નકાર કરે છે, જે “કોઈ પણ કારણથી છૂટાછેડા” આપવા પુરુષને મંજૂરી આપતું હતું. (માથ ૧૯:૩, ૯) પોતાની પત્ની વિરુદ્ધ વ્યભિચાર કોને કહેવાય એ મોટાભાગના યહુદીઓ જાણતા જ ન હતા. તેઓના ધર્મગુરુઓએ શીખવ્યું હતું કે પુરુષો ક્યારેય પોતાની સ્ત્રી વિરુદ્ધ વ્યભિચાર કરતા નથી, ફક્ત સ્ત્રીઓ જ બેવફા બને છે. પતિ અને પત્ની બંને માટે એકસરખાં ધોરણો બેસાડીને ઈસુએ સ્ત્રીઓને માન આપ્યું અને સમાજમાં તેઓને આદરપાત્ર બનાવ્યા.
બાઇબલ વાંચન
(માર્ક ૯:૧-૧૩) એ ઉપરાંત, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલા લોકોમાંથી કેટલાક એવા છે, જેઓ ઈશ્વરના રાજ્યને સત્તામાં આવી ગયેલું નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.” ૨ છ દિવસ પછી, પીતર, યાકૂબ અને યોહાનને ઈસુ ઊંચા પહાડ પર લઈ ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. ત્યાં તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું; ૩ તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો અને એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪ વધુમાં, ત્યાં તેઓને એલિયાની સાથે મુસા દેખાયા અને તેઓ ઈસુ સાથે વાત કરતા હતા. ૫ પછી, પીતરે ઈસુને કહ્યું: “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” ૬ હકીકતમાં, તે જાણતો ન હતો કે શું કરવું, કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. ૭ એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું અને વાદળમાંથી અવાજ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે. તેનું સાંભળો.” ૮ પછી, તરત જ તેઓએ આજુબાજુ નજર કરી તો, ત્યાં ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯ તેઓ પહાડ પરથી નીચે ઊતરતા હતા ત્યારે, તેમણે સખત આજ્ઞા કરી કે જ્યાં સુધી માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે, ત્યાં સુધી તેઓએ જે જોયું એ વિશે કોઈને જણાવવું નહિ. ૧૦ તેઓએ એ વાત દિલમાં ઉતારી, પણ તેમના મરણમાંથી ઊઠવાનો અર્થ શું થાય, એ વિશે તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. ૧૧ અને તેઓ તેમને પૂછવા લાગ્યા: “શાસ્ત્રીઓ શા માટે કહે છે કે એલિયાએ પહેલા આવવું જરૂરી છે?” ૧૨ તેમણે તેઓને કહ્યું: “એલિયા સાચે જ પહેલા આવશે અને બધું ફરીથી સરખું કરશે; પણ એ વાતને માણસના દીકરા વિશે જે લખેલું છે એની સાથે શો સંબંધ કે તેણે સતાવણી સહેવી પડશે અને તેની સાથે તુચ્છકારથી વર્તવામાં આવશે? ૧૩ પરંતુ, હું તમને કહું છું, એલિયા ખરેખર આવી ચૂક્યા છે અને જેમ તેમના વિશે લખેલું છે, તેમ તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.”
મે ૨૧-૨૭
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧૧-૧૨
“બધા કરતાં તેણે વધારે નાખ્યું છે”
(માર્ક ૧૨:૪૧, ૪૨) પછી, દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ તે બેઠા અને જોવા લાગ્યા કે લોકો કેવી રીતે દાન-પેટીઓમાં પૈસા નાખે છે અને અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા. ૪૨ હવે, એક ગરીબ વિધવા આવી અને તેણે સાવ નજીવી કિંમતના બે નાના સિક્કા નાખ્યા.
nwtsty માર્ક ૧૨:૪૧, ૪૨
દાન-પેટીઓ: પ્રાચીન યહુદી અહેવાલો જણાવે છે કે દાન-પેટીઓ કે ચીજવસ્તુઓ મૂકવાના પાત્રો તુરાઈ કે રણશિંગડાંના આકારની હતી, જેની ઉપર શરૂઆતમાં એક નાનું મુખ રહેતું. લોકો તેમાં અલગ અલગ દાનો નાખતા હતા. અહીં વપરાયેલો ગ્રીક શબ્દ યોહ ૮:૨૦માં પણ જોવા મળે છે, જ્યાં તેને “દાન-પેટીઓ” કહેવામાં આવે છે. આ શબ્દો સ્ત્રીઓના આંગણામાં આવેલી જગ્યાને દર્શાવવા વપરાતા હતા. (માથ ૨૭:૬ અભ્યાસ માહિતી અને sgd ૧૫ જુઓ.) રાબ્બીઓના લખાણ પ્રમાણે, એ આંગણામાં દીવાલ ફરતે ૧૩ દાન-પેટીઓ મૂકવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મંદિરમાં એક વિશાળ દાન-પેટી પણ હતી, જેમાં બાકીના દાન-પેટીઓના પૈસા નાખવામાં આવતા હતા.
બે નાના સિક્કા: મૂળ અર્થ, “બે લેપ્ટા,” જે ગ્રીક શબ્દ લેપ્ટનનું બહુવચન છે. એનો અર્થ થાય, નાનું અને પાતળું. લેપ્ટન એક સિક્કો હતો, જેનું મૂલ્ય એક દીનારના ૧૨૮મા ભાગ જેટલું હતું. એ લેપ્ટન ઇઝરાયેલમાં વપરાતો તાંબાનો અથવા કાંસાનો સૌથી નાનો સિક્કો હતો.—શબ્દસૂચિમાં “લેપ્ટન” અને sgd ૧૮ખ જુઓ.
સાવ નજીવી કિંમતના: મૂળ અર્થ, “ક્વોડ્રન્સ”. આ ગ્રીક શબ્દ કો·ડ્રન્ટીસ (જેનો લેટીન શબ્દ ક્વોડ્રન્સ છે) રોમન તાંબા કે કાંસાના સિક્કાને દર્શાવે છે. એનું મૂલ્ય એક દીનારના ૬૪મા ભાગ જેટલું હતું. યહુદીઓ વાપરતા હતા એ સિક્કાનું મૂલ્ય સમજાવવા માર્કે અહીં રોમન નાણાંનો ઉપયોગ કર્યો હતો.—sgd ૧૮ખ જુઓ.
(માર્ક ૧૨:૪૩) ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં, આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે
w૯૭ ૧૦/૧૫ ૧૬-૧૭ ¶૧૬-૧૭
યહોવાહ તમારી પૂરા-જીવની સેવા કીમતી ગણે છે
એક બે દિવસ પછી, નીસાન ૧૧ના રોજ, ઈસુએ મંદિરમાં લાંબો દિવસ પસાર કર્યો, જ્યાં તેમની સત્તા વિષે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો અને તેમણે વેરા વિષે, પુનરુત્થાન, અને બીજી બાબતો વિષેના સમસ્યાભર્યા પ્રશ્નોનો સામનો કર્યો. તેમણે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પર બીજી બધી બાબતો સહિત, “વિધવાઓનાં ઘર ખાઈ” જવા માટે તહોમત મૂક્યું. (માર્ક ૧૨:૪૦) પછી ઈસુ સ્ત્રીઓનું આંગણું કહેવાતી જગ્યાએ બેસે છે, જ્યાં યહુદી પ્રણાલી પ્રમાણે, ૧૩ તિજોરીની પેટીઓ હતી. તે ત્યાં થોડી વાર સુધી બેસે છે, અને લોકો પોતાનો ફાળો નાખે છે તેમ કાળજીપૂર્વક જુએ છે. ઘણા ધનાઢ્ય લોકો આવ્યા, અમુક કદાચ સ્વ-ન્યાયીપણાથી આડંબર દેખાડવા માટે આવ્યા. (સરખાવો માત્થી ૬:૨.) એક ખાસ સ્ત્રી પર ઈસુની નજર કેન્દ્રિત થયેલી હતી. સામાન્ય આંખો તે સ્ત્રી અથવા તેના દાન વિષે કંઈ પણ અસાધારણ બાબતની નોંધ લઈ શકી ન હોત. પરંતુ બીજાઓનાં હૃદય પારખી શકનાર ઈસુ જાણતા હતા કે તે “ગરીબ વિધવા” હતી. તે તેના દાનની કિંમત પણ બરાબર જાણતા હતા—“બે દમડી, એટલે એક અધેલો.”—માર્ક ૧૨:૪૧, ૪૨.
ઈસુએ પોતાના શિષ્યોને બોલાવ્યા, કેમ કે તે જે બોધપાઠ શીખવવા જઈ રહ્યા હતા એ તેઓને પ્રત્યક્ષ બતાવવા ચાહતા હતા. ઈસુએ કહ્યું કે તેણે “ભંડારમાં એ સર્વ નાખનારાં કરતાં . . . વધારે નાખ્યું છે.” તેમના ખ્યાલ પ્રમાણે તેણે સર્વ બીજાઓની સંખ્યાને ભેગી કરતા વધારે નાખ્યું હતું. તેણે “પોતાનું સર્વસ્વ”—તેના છેલ્લામાં છેલ્લા પૈસા પણ આપી દીધા. એમ કરવાથી, તેણે પોતાને યહોવાહના કાળજીભર્યા હાથમાં મૂકી હતી. આમ, દેવને આપવામાં ઉદાહરણરૂપ જે વ્યક્તિ પર ધ્યાન દોરવામાં આવ્યું એનું દાન ભૌતિક રીતે જોતા, લગભગ મૂલ્યહીન હતું. જોકે, દેવની નજરમાં એ અમૂલ્ય હતું!—માર્ક ૧૨:૪૩, ૪૪; યાકૂબ ૧:૨૭.
(માર્ક ૧૨:૪૪) કેમ કે એ બધાએ પોતાની પાસે વધારાનું હતું એમાંથી નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.”
w૯૭ ૧૦/૧૫ ૧૭ ¶૧૭
યહોવાહ તમારી પૂરા-જીવની સેવા કીમતી ગણે છે
ઈસુએ પોતાના શિષ્યોને બોલાવ્યા, કેમ કે તે જે બોધપાઠ શીખવવા જઈ રહ્યા હતા એ તેઓને પ્રત્યક્ષ બતાવવા ચાહતા હતા. ઈસુએ કહ્યું કે તેણે “ભંડારમાં એ સર્વ નાખનારાં કરતાં . . . વધારે નાખ્યું છે.” તેમના ખ્યાલ પ્રમાણે તેણે સર્વ બીજાઓની સંખ્યાને ભેગી કરતા વધારે નાખ્યું હતું. તેણે “પોતાનું સર્વસ્વ”—તેના છેલ્લામાં છેલ્લા પૈસા પણ આપી દીધા. એમ કરવાથી, તેણે પોતાને યહોવાહના કાળજીભર્યા હાથમાં મૂકી હતી. આમ, દેવને આપવામાં ઉદાહરણરૂપ જે વ્યક્તિ પર ધ્યાન દોરવામાં આવ્યું એનું દાન ભૌતિક રીતે જોતા, લગભગ મૂલ્યહીન હતું. જોકે, દેવની નજરમાં એ અમૂલ્ય હતું!—માર્ક ૧૨:૪૩, ૪૪; યાકૂબ ૧:૨૭.
w૮૮ ૧૦/૧ ૨૭ ¶૭
શું તમારું આપવું બલિદાન છે?
આ અહેવાલ પરથી આપણે ઘણાં મૂલ્યવાન બોધપાઠો શીખીએ છીએ. સૌથી વિશિષ્ટ કદાચ એ છે કે, આપણે કંઈ પણ તકલીફ વિના કંઈક આપી શકીએ તે નહિ પરંતુ, આપણે મન જે મૂલ્યવાન છે તે આપીએ, તે છે. બીજા શબ્દોમાં, શું આપણે એવું કંઈક આપી રહ્યા છીએ જેની આપણને ખરેખર ખોટ સાલશે નહિ? કે પછી આપણું આપવું ખરેખરું બલિદાન છે?
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૧૧:૧૭) તેમણે લોકોને શીખવતા કહ્યું: “શું એમ લખેલું નથી કે, ‘બધી પ્રજાઓ માટે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે’? પણ તમે એને લુટારાઓનું કોતર બનાવ્યું છે.”
nwtsty માર્ક ૧૧:૧૭ અભ્યાસ માહિતી
બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર: સુવાર્તાના ત્રણ પુસ્તકોમાંથી ફક્ત માર્કના પુસ્તકમાં જ યશા ૫૬:૭ના શબ્દો “બધી પ્રજાઓ માટે”નો ઉપયોગ થયો છે. (માથ ૨૧:૧૩; લુક ૧૯:૪૬) ઇઝરાયેલીઓ અને ઈશ્વરનો ભય રાખનારા પરદેશીઓ યહોવાને પ્રાર્થના અને એમની ઉપાસના કરી શકે, તેથી યરૂશાલેમનું મંદિર બનાવવામાં આવ્યું હતું. (૧રા ૮:૪૧-૪૩) ઈસુ યહુદીઓને નિંદા કરે છે, જેઓ મંદિરનો ઉપયોગ વેપાર-ધંધા માટે કરતા હતા અને તેને લુટારાઓનું કોતર બનાવ્યું હતું. તેઓના કાર્યોના લીધે બધા રાષ્ટ્રોના લોકો યહોવાના પ્રાર્થનાના ઘરમાં યહોવા પાસે આવતા અચકાતા હતા અને તેમની ઓળખવાની તક ગુમાવી બેસતા હતા.
(માર્ક ૧૧:૨૭, ૨૮) તેઓ ફરીથી યરૂશાલેમ આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો આવ્યા ૨૮ અને તેમને કહ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? અથવા, આ બધાં કામો કરવાનો અધિકાર તને કોણે આપ્યો?”
અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ
થોડા સમય પછી, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ આવી પહોંચ્યા. પોતાના રિવાજ પ્રમાણે ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ઈસુ આગલી સવારે નાણાં બદલનારાઓ સાથે જે રીતે વર્ત્યા હતા, એ વાત હજુ પણ મુખ્ય યાજકો અને લોકોના વડીલોના મનમાં તાજી હતી. એટલે, તેઓએ ઈસુ સામે સવાલ ઉઠાવ્યો: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? અથવા, આ બધાં કામો કરવાનો અધિકાર તને કોણે આપ્યો?”—માર્ક ૧૧:૨૮.
બાઇબલ વાંચન
(માર્ક ૧૨:૧૩-૨૭) પછી, ઈસુને તેમની જ વાતમાં ફસાવવા તેઓએ કેટલાક ફરોશીઓ અને હેરોદીઓને મોકલ્યા. ૧૪ તેઓએ આવીને તેમને કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો અને બીજા જે કહે એની તમે દરકાર કરતા નથી, કેમ કે લોકોનો બહારનો દેખાવ તમે જોતા નથી, પણ તમે સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. એટલે, અમને જણાવો કે શું સમ્રાટને કર આપવો યોગ્ય છે કે નહિ? ૧૫ શું આપણે કર ભરવો જોઈએ કે ન ભરવો જોઈએ?” તેઓનો ઢોંગ પારખીને તેમણે તેઓને કહ્યું: “તમે કેમ મારી કસોટી કરો છો? મને દીનાર બતાવો.” ૧૬ તેઓ એક સિક્કો લાવ્યા અને તેમણે તેઓને કહ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ તેમને કહ્યું: “સમ્રાટનાં.” ૧૭ ત્યારે ઈસુએ કહ્યું: “જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.” અને તેઓ તેમનાથી ઘણી નવાઈ પામ્યા. ૧૮ હવે, સાદુકીઓ, જેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકો જીવતા કરાશે, તેઓ આવ્યા અને ઈસુને પૂછ્યું: ૧૯ “ઉપદેશક, મુસાએ આપણા માટે લખ્યું હતું કે, જો કોઈનો ભાઈ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો તેનો ભાઈ તેની પત્ની સાથે પરણે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે. ૨૦ સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી, પણ તે મરણ પામ્યો ત્યારે તેને કોઈ બાળક ન હતું. ૨૧ અને બીજાએ તેને પત્ની કરી, પણ બાળક વગર એ મરણ પામ્યો અને ત્રીજા સાથે પણ એમ જ થયું. ૨૨ અને સાતેય ભાઈઓ બાળક વગર મરણ પામ્યા. સૌથી છેલ્લે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૨૩ મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે? કેમ કે સાતેય ભાઈઓએ તેને પત્ની બનાવી હતી.” ૨૪ ઈસુએ તેઓને કહ્યું: “તમે ભૂલ કરો છો. શું એ સાચું નથી, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત? ૨૫ જ્યારે તેઓને મરણમાંથી જીવતા કરવામાં આવે છે, ત્યારે માણસો પરણતા નથી કે સ્ત્રીઓને પરણાવવામાં આવતી નથી, પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે. ૨૬ હવે, મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓ વિશે શું તમે મુસાના પુસ્તકમાં વાંચ્યું નથી કે ઝાડવા વિશેના અહેવાલમાં ઈશ્વરે તેમને કહ્યું હતું: ‘હું ઈબ્રાહીમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું’? ૨૭ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.”
મે ૨૮–જૂન ૩
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧૩-૧૪
“માણસોનો ડર એક ફાંદો છે”
(માર્ક ૧૪:૨૯) પરંતુ, પીતરે તેમને કહ્યું: “બીજા બધા ભલે ઠોકર ખાય, હું ઠોકર નહિ ખાઉં.”
(માર્ક ૧૪:૩૧) પણ, તે જુસ્સાથી કહેવા લાગ્યો: “ભલે મારે તમારી સાથે મરવું પડે, હું તમને ઓળખવાનો કદી પણ નકાર નહિ કરું.” બીજા બધા પણ એવું જ કહેવા લાગ્યા.
(માર્ક ૧૪:૫૦) બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.
(માર્ક ૧૪:૪૭) જોકે, નજીક ઊભા હતા તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કર્યો અને તેનો કાન ઉડાવી દીધો.
(માર્ક ૧૪:૫૪) પણ, પીતર થોડું અંતર રાખીને તેમની પાછળ પાછળ છેક પ્રમુખ યાજકના આંગણામાં ગયો; અને તે ઘરના ચાકરો સાથે આગ પાસે બેસીને તાપવા લાગ્યો.
(માર્ક ૧૪:૬૬-૭૨) હવે, પીતર નીચે આંગણામાં હતો, એ વખતે પ્રમુખ યાજકની દાસીઓમાંની એક આવી. ૬૭ પીતરને તાપતો જોઈને, દાસીએ સીધું તેની સામે જોયું અને કહ્યું: “તું પણ નાઝરેથના આ ઈસુ સાથે હતો.” ૬૮ પણ, તેણે આમ કહીને નકાર કર્યો: “નથી હું તેને ઓળખતો, કે નથી મને સમજાતું, કે તું શું કહી રહી છે” અને તે બહાર પ્રવેશદ્વાર તરફ જતો રહ્યો. ૬૯ ત્યાં તેના પર નજર પડતા, દાસી ફરીથી પાસે ઊભેલા લોકોને કહેવા લાગી: “આ તેઓમાંનો એક છે.” ૭૦ તે ફરીથી એનો નકાર કરવા લાગ્યો. થોડી વાર પછી, આજુબાજુ ઊભેલાઓ ફરી એક વાર પીતરને કહેવા લાગ્યા: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, કેમ કે તું હકીકતમાં ગાલીલનો છે.” ૭૧ પણ, તે પોતાને શાપ દેવા અને સમ ખાવા લાગ્યો: “તમે જેની વાત કરો છો એ માણસને હું ઓળખતો નથી!” ૭૨ તરત જ, કૂકડો બીજી વાર બોલ્યો અને પીતરને યાદ આવ્યું કે ઈસુએ તેને આમ કહ્યું હતું: “કૂકડો બે વાર બોલે એ પહેલાં, તું મને ઓળખવાનો ત્રણ વાર નકાર કરીશ.” અને તે બહુ દુઃખી થયો અને પોક મૂકીને રડી પડ્યો.
પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
પીતર સાવધાનીથી ડગ માંડતાં માંડતાં યરૂશાલેમના એક મોટા મકાનના દરવાજા આગળ આવી પહોંચ્યા. એ કાયાફાસનું ઘર હતું, જે અમીર અને શક્તિશાળી પ્રમુખ યાજક હતો. એવાં ઘરો, સામાન્ય રીતે આંગણાની ફરતે બાંધવામાં આવતાં, જેના આગળના ભાગમાં દરવાજો રાખવામાં આવતો. પીતર દરવાજા પાસે આવ્યા, પણ તેમને અંદર જવા ન મળ્યું. યોહાને તેમને મદદ કરી. પ્રમુખ યાજકને ઓળખતા હોવાથી યોહાન અંદર હતા. તે બહાર આવ્યા અને દરવાજે ચોકી કરતી છોકરીને કહીને પીતરને અંદર લઈ ગયા. એવું લાગે છે કે પીતર ન તો યોહાન સાથે રહ્યા, ન તો પોતાના ગુરુના પક્ષે ઊભા રહેવા ઘરમાં જવાનો પ્રયત્ન કર્યો. તે આંગણામાં જ ઊભા રહ્યા, જ્યાં અમુક ચાકરો તાપણું સળગાવીને કાતિલ ઠંડીમાં રાત પસાર કરતા હતા. અંદર ચાલી રહેલા મુકદ્દમામાં ઈસુ વિરુદ્ધ ખોટી સાક્ષી આપવા આવ-જા કરતા લોકોને તેઓ જોતા હતા.—માર્ક ૧૪:૫૪-૫૭; યોહા. ૧૮:૧૫, ૧૬, ૧૮.
it-2-E ૬૧૯ ¶૬
પીતર
બીજા એક શિષ્યની સાથે સાથે પીતર ઈસુની પાછળ અથવા તેમની સાથે પ્રમુખ યાજકના ઘર સુધી ગયા. પછી પીતર તરત જ આંગણામાં જતા રહ્યા. (યોહ ૧૮:૧૫, ૧૬) તે કોઈ અંધારા ખૂણામાં ચુપચાપ ઊભા ન રહ્યા, પણ હુંફ મેળવવા તાપણા પાસે ગયા. તાપણાના પ્રકાશમાં લોકોએ તેમને ઈસુના સાથીદાર તરીકે ઓળખી લીધા અને તેમની બોલીથી લોકોની શંકા હજી વધી. લોકોએ પીતર પર આરોપ મૂક્યો ત્યારે, ઈસુને જાણતા હોવા છતાં તેમણે ત્રણ વખત તેમનો નકાર કર્યો. એટલું જ નહિ, આવેશમાં આવીને તે પોતાને શાપ આપવા લાગ્યા. શહેરમાં ક્યાંક કૂકડો બીજી વાર બોલ્યો અને ઈસુએ “ફરીને સીધું પીતરની સામે જોયું.” એટલે પીતર બહાર જઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. (માથ ૨૬:૬૯-૭૫; માર્ક ૧૪:૬૬-૭૨; લુક ૨૨:૫૪-૬૨; યોહ ૧૮:૧૭, ૧૮; કૂકડાની બોલી; સમ જુઓ.) જોકે, પીતરની શ્રદ્ધા ખૂટે નહિ એ માટે ઈસુએ કરેલી વિનંતીનો જવાબ મળ્યો અને પીતર શ્રદ્ધામાં મક્કમ થયા.—લુક ૨૨:૩૧, ૩૨
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૧૪:૫૧, ૫૨) પણ, એક યુવાન પોતાના ઉઘાડા શરીર પર ઉત્તમ શણનું કપડું ઓઢીને, તેમની પાછળ પાછળ થોડા અંતરે ચાલવા લાગ્યો અને ટોળાએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, ૫૨ પણ તે પોતાનું શણનું કપડું ત્યાં છોડીને ઉઘાડા શરીરે નાસી ગયો.
માર્કના મુખ્ય વિચારો
૧૪:૫૧, ૫૨—એ જુવાન કોણ હતો જે પોતાનું લૂગડું મૂકીને “ઉઘાડા શરીરે નાસી ગયો?” ફક્ત માર્કે જ આ બનાવ વિષે લખ્યું હતું. એના પરથી લાગે છે કે માર્ક પોતાની જ વાત કરતો હતો.
(માર્ક ૧૪:૬૦-૬૨) પછી, પ્રમુખ યાજક તેઓની વચ્ચે ઊભો થયો અને ઈસુને સવાલ પૂછતા કહેવા લાગ્યો: “શું તારે જવાબમાં કંઈ નથી કહેવું? આ બધા તારી વિરુદ્ધ જુબાની આપે છે, એનું શું?” ૬૧ પણ, તે ચૂપ રહ્યા અને કંઈ જવાબ ન આપ્યો. ફરીથી, પ્રમુખ યાજક તેમને પૂછવા લાગ્યો: “શું તું ખ્રિસ્ત, સ્તુતિમાન ઈશ્વરનો દીકરો છે?” ૬૨ ત્યારે ઈસુએ કહ્યું: “હા, હું છું અને તમે માણસના દીકરાને શક્તિશાળીના જમણા હાથે બેઠેલો અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”
અન્નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે
કાયાફાસ જાણતો હતો કે કોઈ વ્યક્તિ ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે તો, યહુદીઓ ગુસ્સે થશે. અમુક સમય પહેલાં, ઈસુએ ઈશ્વરને પોતાના પિતા કહ્યા હતા. એ સાંભળીને યહુદીઓ તેમને મારી નાખવા માંગતા હતા, કેમ કે તેઓને લાગ્યું કે ઈસુ “પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.” (યોહાન ૫:૧૭, ૧૮; ૧૦:૩૧-૩૯) કાયાફાસ યહુદીઓની લાગણીઓને જાણતો હતો. એટલે, ખૂબ ચાલાકીથી તેણે ઈસુને કહ્યું: “હું જીવતા ઈશ્વરના સમ આપીને તને કહું છું કે અમને જણાવ, તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!” (માથ્થી ૨૬:૬૩) ઈસુએ પહેલાં સ્વીકાર્યું હતું કે પોતે ઈશ્વરના દીકરા છે. (યોહાન ૩:૧૮; ૫:૨૫; ૧૧:૪) હવે એમ ન સ્વીકારે તો, એનો અર્થ એવો થાય કે, પોતે ઈશ્વરના દીકરા અને ખ્રિસ્ત છે એ વાત નકારી રહ્યા છે. એટલે, ઈસુએ કહ્યું: “હા, હું છું અને તમે માણસના દીકરાને શક્તિશાળીના જમણા હાથે બેઠેલો અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”—માર્ક ૧૪:૬૨.
બાઇબલ વાંચન
(માર્ક ૧૪:૪૩-૫૯) અને તરત જ, હજુ તો તે બોલી રહ્યા હતા એવામાં યહુદા, જે બારમાંનો એક હતો, તે આવ્યો અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલું ટોળું તલવારો અને લાઠીઓ લઈને આવ્યું. ૪૪ હવે, તેમના દગાખોરે તેઓને એક નિશાની આપીને નક્કી કર્યું હતું કે, “હું જેને ચુંબન કરું એ જ તે છે; તેને પકડી લેજો અને સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.” ૪૫ તે સીધો તેમની પાસે આવ્યો અને કહ્યું, “ગુરુજી!” અને તેમને ચુંબન કર્યું. એટલે, તેઓએ તેમની ધરપકડ કરી. ૪૭ જોકે, નજીક ઊભા હતા તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર ઘા કર્યો અને તેનો કાન ઉડાવી દીધો. ૪૮ પણ, ઈસુએ તેઓને કહ્યું: “જાણે લુટારા સામે આવતા હો, એમ શું તમે તલવારો અને લાઠીઓ લઈને મને પકડવા આવ્યા છો? ૪૯ રોજ હું મંદિરમાં શીખવતો હતો ત્યારે તમારી સાથે હતો, તોપણ તમે મને પકડ્યો નહિ. પરંતુ, શાસ્ત્રવચનો પૂરાં થઈ શકે એ માટે આમ થયું છે.” ૫૦ બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા. ૫૧ પણ, એક યુવાન પોતાના ઉઘાડા શરીર પર ઉત્તમ શણનું કપડું ઓઢીને, તેમની પાછળ પાછળ થોડા અંતરે ચાલવા લાગ્યો અને ટોળાએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, ૫૨ પણ તે પોતાનું શણનું કપડું ત્યાં છોડીને ઉઘાડા શરીરે નાસી ગયો. ૫૩ હવે, ઈસુને તેઓ પ્રમુખ યાજક પાસે લઈ ગયા અને બધા મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ ભેગા થયા. ૫૪ પણ, પીતર થોડું અંતર રાખીને તેમની પાછળ પાછળ છેક પ્રમુખ યાજકના આંગણામાં ગયો; અને તે ઘરના ચાકરો સાથે આગ પાસે બેસીને તાપવા લાગ્યો. ૫૫ હવે, મુખ્ય યાજકો અને આખી યહુદી ન્યાયસભા ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ સાક્ષીઓ શોધી રહી હતી, પણ તેઓને કંઈ મળ્યું નહિ. ૫૬ ખરું કે ઘણા તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપતા હતા, પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી. ૫૭ વધુમાં, બીજા કેટલાક ઊભા થઈને તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપીને કહેતા હતા: ૫૮ “અમે તેને આમ કહેતા સાંભળ્યો હતો, ‘હાથે બનેલા આ મંદિરને હું પાડી નાખીશ અને હાથે બન્યું ન હોય એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ.’” ૫૯ પરંતુ, આ વિશે પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી.