જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
માર્ચ ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૨૩-૨૬
“મંદિરમાં ભક્તિ માટે સારી ગોઠવણ”
it-૨-E ૨૪૧
લેવીઓ
રાજા દાઉદે લેવીઓના કામની બહુ સરસ ગોઠવણ કરી હતી. તેમણે અમુક લેવીઓને કામો પર દેખરેખ રાખનાર, અધિકારીઓ, ન્યાયાધીશો, દરવાનો અને ખજાનચીઓ તરીકે નીમ્યા. તેમણે ઘણા બધા લેવીઓને મંદિરમાં, આંગણાંમાં અને ભોજનખંડોમાં યાજકોની મદદ કરવાનું કામ સોંપ્યું. આ લેવીઓ અર્પણો ચઢાવવામાં, બલિદાનો આપવામાં, શુદ્ધ કરવામાં અને તોલમાપ કરવાના કામમાં મદદ કરતા હતા. તેઓ મંદિરની આસપાસ ચોકી કરવામાં પણ મદદ કરતા. ઉપરાંત ઘણા લેવીઓ જેઓ સંગીતકાર હતા તેઓને ૨૪ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા, જેવી રીતે યાજકોના સમૂહ હતા. આ લેવીઓ વારાફરતી મંદિરમાં સેવા આપતા હતા. લેવીઓએ કયું કામ કરવાનું હતું, એ ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરવામાં આવતું હતું.—૧કા ૨૩, ૨૫, ૨૬; ૨કા ૩૫:૩-૫, ૧૦.
it-૨-E ૬૮૬
યાજક
જે યાજકો અધિકારી તરીકે હતા, તેઓ પોતાના સાથી યાજકોના કામ પર દેખરેખ રાખતા હતા. યાજકોએ કયું કામ કરવાનું હતું, એ ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરવામાં આવતું હતું. બધા યાજકોને ૨૪ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. તેઓ વર્ષમાં બે વાર એક-એક અઠવાડિયું મંદિરમાં સેવા કરતા હતા. તહેવારના સમયે બધા જ યાજકો મંદિરમાં સેવા કરતા હતા. શા માટે? કેમ કે એ સમયે લોકોએ લાવેલા હજારો બલિદાનો ચઢાવવાના હતા. (૧કા ૨૪:૧-૧૮, ૩૧; ૨કા ૫:૧૧; ૨કા ૨૯:૩૧-૩૫; ૩૦:૨૩-૨૫; ૩૫:૧૦-૧૯ સરખાવો.)
w૯૪ ૫/૧ ૧૪ ¶૮
યહોવાહની સ્તુતિ ગાઓ
૮ હકીકતમાં, ગાવું મંદિરમાં ઉપાસનાનો એટલો મહત્ત્વનો ભાગ હતો કે ૪,૦૦૦ લેવીઓને સંગીત સેવા માટે અલગ રાખવામાં આવ્યાં હતાં. (૧ કાળવૃત્તાંત ૨૩:૪, ૫) તેઓ ગવૈયાઓ સાથે વગાડતાં. સંગીત, ખાસ કરીને ગવૈયાઓ, નિયમશાસ્ત્રની ગહન બાબતો પર ભાર મૂકવા નહિ, પરંતુ ઉપાસનાનો યોગ્ય આત્મા પૂરો પાડવા, ઉપાસનામાં મહત્ત્વનો ભાગ ભજવતાં હતાં. એણે ઈસ્રાએલીઓને યહોવાહની ઉપાસના ઉત્સાહથી કરવા મદદ કરી. આ પાસાને આપવામાં આવેલી તૈયારી અને ધ્યાનની નોંધ લો: “તેઓના ભાઈઓ યહોવાહની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા, તેઓની કુલ સંખ્યા બસો અઠ્યાસી હતી.” (૧ કાળવૃત્તાંત ૨૫:૭) તેઓએ યહોવાહની સ્તુતિ ગાવી કેટલું ગંભીર ગણ્યું એની નોંધ લો. તેઓને ગીતમાં તાલીમ મળી હતી અને એમાં નિષ્ણાત હતાં!
it-૧-E ૮૯૮
દરવાન
મંદિરમાં: દાઉદના સમયમાં લગભગ ૪,૦૦૦ દરવાનો હતા. તેઓને અલગ અલગ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક સમૂહનો જ્યારે પણ વાર આવતો ત્યારે તેઓ ૭ દિવસ સુધી સેવા કરતા. દરવાનો યહોવાના મંદિરની ચોકી કરતા. તેઓ એ વાતનું ધ્યાન રાખતા કે મંદિરના દરવાજા સમયસર ખોલવામાં આવે અને બંધ કરવામાં આવે. (૧કા ૯:૨૩-૨૭; ૨૩:૧-૬) એ ઉપરાંત, અમુક દરવાન મંદિરમાં લોકોએ આપેલા દાનની દેખરેખ રાખતા. (૨રા ૧૨:૯; ૨૨:૪) એક વાર અમુક દરવાનોને એક ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓએ નાના યહોઆશને દુષ્ટ રાણી અથાલ્યાથી બચાવવા મંદિરના દરવાજા પાસે ચોકી કરવાની હતી. (૨રા ૧૧:૪-૮) રાજા યોશિયાએ દેશમાંથી મૂર્તિપૂજા બંધ કરાવી. એ સમયે દરવાનોએ મંદિરમાંથી બઆલની ભક્તિ સાથે જોડાયેલી બધી જ વસ્તુઓને બહાર કાઢવા તેમની મદદ કરી.—૨રા ૨૩:૪.
કીમતી રત્નો
સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
૧૦ ગીતો ગાવા એ યહોવાની ભક્તિનો ભાગ છે. (ગીત. ૨૮:૭) ઇઝરાયેલીઓ માટે ગીતો ગાવા એ યહોવાની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ હતો. દાઉદ રાજાએ પણ ૨૮૮ લેવીઓને મંદિરમાં ગીતો ગાવા માટે રાખ્યા હતા. (૧ કાળ. ૨૫:૧, ૬-૮) આજે પણ આપણે યહોવાની સ્તુતિ કરવા ગીતો ગાઈને બતાવી આપીએ છીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. ગીત ગાતી વખતે એવી ચિંતા ન કરવી જોઈએ કે આપણો અવાજ સારો નથી. આનો વિચાર કરો: બોલીએ છીએ ત્યારે “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨) પણ શું એના લીધે સભામાં જવાબ આપવાનું, ટૉક આપવાનું કે પછી ખુશખબર ફેલાવવાનું બંધ કરી દઈએ છીએ? ના, આપણે એવું કરતા નથી. એવી જ રીતે ભલે આપણે સારું ગાતા ન હોઈએ, તોપણ પૂરા જોશથી ભાઈ-બહેનો સાથે ગીતો ગાવામાં ભાગ લેવો જોઈએ. એમ કરીશું તો આપણે યહોવાને મહિમા આપી શકીશું.
માર્ચ ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૨૭-૨૯
“પિતાએ દીકરાને આપેલી પ્રેમાળ સલાહ”
તમારી શ્રદ્ધાને જાળવી રાખો
૯ સત્ય દિલમાં ઉતારો. જો આપણે બાઇબલમાંથી શીખીએ નહિ, તો આપણી શ્રદ્ધા નબળી થઈ જશે. (ફિલિપી ૧:૯, ૧૦) ભલે આપણે નાના હોય કે મોટા, આપણે બધાએ સત્યનું અમૃત પીતા રહેવું જોઈએ. આમ, આપણને પૂરી ખાતરી થશે કે આપણે યહોવાહના ભક્તો છીએ. પાઊલે કહ્યું: “સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) યુવાનો, શું તમે સત્યને દિલમાં ઉતારો છો? તમારા માબાપ સત્યમાં હોય એટલું જ પૂરતું નથી. તમારે પોતે પણ યહોવાહમાં શ્રદ્ધા રાખવી જોઈએ. દાઊદે તેમના દીકરા સુલેમાનને કહ્યું: “તું તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર.” (૧ કાળવૃત્તાંત ૨૮:૯) સુલેમાને એમ ન વિચાર્યું કે ‘મારા પિતા યહોવાહના ભક્ત છે, એટલે એમાં હું પણ આવી જઉં છું.’ ના, તેમણે પોતે યહોવાહમાં શ્રદ્ધા રાખી. સુલેમાને યહોવાહને વિનંતી કરી: “મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપ; કેમ કે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”—૨ કાળવૃત્તાંત ૧:૧૦.
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહીએ
૧૩ એ ઉદાહરણમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. ખરું કે આપણે નિયમિત રીતે પ્રચાર અને સભામાં જઈએ એ સારું કહેવાય. પણ એટલું જ પૂરતું નથી. (૨ કાળ. ૨૫:૧, ૨, ૨૭) આપણે પૂરા દિલથી ‘બૂરાઈને ધિક્કારવી જોઈએ અને જે સારું છે એને વળગી રહેવું જોઈએ.’ એમ કરીશું તો “ઈશ્વરના રાજ્યને યોગ્ય” ગણાઈશું. (રોમ. ૧૨:૯; લુક ૯:૬૨) પણ, જો કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેન દુન્યવી બાબતો મેળવવા ‘પાછળ જુએ,’ તો યહોવા સાથેની તેની મિત્રતા જોખમમાં છે. (લુક ૧૭:૩૨) ખરું કે શેતાનની દુનિયામાં એવી કેટલીક બાબતો છે, જે ઉપયોગી હોઈ શકે. કદાચ એમાંથી આપણે આનંદ પણ માણી શકીએ. પરંતુ, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ બાબતો આપણને પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરતા રોકે નહિ.—૨ કોરીં. ૧૧:૧૪; ફિલિપી ૩:૧૩, ૧૪ વાંચો.
હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
૨૦ રાજા દાઊદે સુલેમાનને યાદ અપાવ્યું કે મંદિરનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી યહોવા તેને સાથ આપશે. (૧ કાળ. ૨૮:૨૦) સુલેમાને ચોક્કસ એ શબ્દો પર મનન કર્યું હશે. પોતાની જુવાની અને અનુભવની ખામીને લીધે શું તે હિંમત હારી ગયા? જરાય નહિ. એના બદલે, તેમણે હિંમત બતાવી અને યહોવાની મદદથી સાડા સાત વર્ષમાં ભવ્ય મંદિર બાંધ્યું.
૨૧ યહોવાએ સુલેમાનને મદદ કરી હતી. હિંમત બતાવવા અને સોંપણી પૂરી કરવા યહોવા તમને પણ મદદ કરશે. પછી, ભલે એ જવાબદારી કુટુંબમાં હોય કે મંડળમાં. (યશા. ૪૧:૧૦, ૧૩) યહોવાની સેવામાં હિંમત બતાવીશું તો, ખાતરી રાખી શકીએ કે યહોવા હાલમાં અને ભાવિમાં આપણને ઘણા આશીર્વાદો આપશે. એટલે, હિંમતવાન થાઓ અને યહોવાએ આપેલું કામ પૂરું કરો.
કીમતી રત્નો
મુસીબતના સમયે સાથ આપે એ જ સાચો મિત્ર!
દાઊદના બીજા સાથીદારો પણ હતા, જેઓ મુશ્કેલીઓમાં તેમને વળગી રહ્યા. એવા જ એક સાથી હૂશાય હતા. બાઇબલમાં તેમને ‘દાઊદના મિત્ર’ કહેવામાં આવ્યા છે. (૨ શમૂ. ૧૬:૧૬; ૧ કાળ. ૨૭:૩૩) કદાચ તે રાજ દરબારના અધિકારી હતા અને રાજાના ખાનગી આદેશો અમલમાં મૂકતા હતા.
જ્યારે રાજા દાઊદના દીકરા આબ્શાલોમે રાજગાદી છીનવી લીધી, ત્યારે ઘણા ઇઝરાયે- લીઓએ આબ્શોલોમને સાથ આપ્યો. પણ, હૂશાયે એમ ન કર્યું. દાઊદ જીવ બચાવવા આમતેમ નાસી રહ્યા હતા ત્યારે, હૂશાય દાઊદને મળવા ગયા. દાઊદ ઘણા જ દુઃખી હતા, કારણ કે તેમના દીકરા અને બીજા અમુક સાથીઓએ તેમને દગો દીધો હતો. પણ, હૂશાય વફાદાર રહ્યા. આબ્શાલોમના ષડ્યંત્રને નિષ્ફળ બનાવવા તે પોતાના જીવનું જોખમ ખેડવા પણ તૈયાર હતા. તે એ કામ ફરજ પડ્યાથી નહિ, પણ એક વફાદાર દોસ્ત હોવાને નાતે કરી રહ્યા હતા.—૨ શમૂ. ૧૫:૧૩-૧૭, ૩૨-૩૭; ૧૬:૧૫–૧૭:૧૬.
માર્ચ ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૧-૪
“સુલેમાન રાજાનો ખોટો નિર્ણય”
it-૧-E ૧૭૪ ¶૫
લશ્કર
ઇઝરાયેલમાં સુલેમાન જ એવા પહેલા રાજા હતા, જેમણે પોતાના લશ્કર માટે ઘણા બધા ઘોડા અને રથો ભેગા કર્યા હતા. એમાંના મોટા ભાગના ઘોડા ઇજિપ્તથી મંગાવ્યા હતા. તેમની પાસે એટલા બધા ઘોડા અને રથ હતા કે એ બધાને રાખવા માટે ઇઝરાયેલના અલગ અલગ વિસ્તારોમાં શહેરો બનાવવા પડ્યાં હતાં. (૧રા ૪:૨૬; ૯:૧૯; ૧૦:૨૬, ૨૯; ૨કા ૧:૧૪-૧૭) પણ સુલેમાનની આ નવી તરકીબને યહોવાએ ક્યારેય આશીર્વાદ ના આપ્યો.—યશા ૩૧:૧.
it-૧-E ૪૨૭
રથ
સુલેમાને રાજ કરવાનું શરૂ કર્યું એ પહેલાં ઇઝરાયેલના લશ્કરમાં ઘણા બધા રથો ન હતા. કેમ કે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે રાજા પોતાના માટે પુષ્કળ ઘોડા ભેગા ન કરે. જો એક રાજા પુષ્કળ ઘોડા રાખે તો એનો અર્થ થાય કે તે દેશના રક્ષણ માટે ઘોડાઓ પર આધાર રાખે છે. જેટલા ઓછા ઘોડા એટલા ઓછા રથ જોઈએ, કેમ કે ઘોડાથી જ રથ ચલાવવામાં આવતા. (પુન ૧૭:૧૬)
જ્યારે સુલેમાને પોતાનું લશ્કર વધાર્યું, ત્યારે તેમણે રથોની સંખ્યા વધારીને ૧,૪૦૦ કરી દીધી. (૧રા ૧૦:૨૬, ૨૯; ૨કા ૧:૧૪, ૧૭) એ ઘોડા અને રથોની દેખરેખ રાખવા યરૂશાલેમમાં સગવડ કરવામાં આવી હતી. ઉપરાંત એવાં શહેરોમાં પણ ખાસ સગવડ કરવામાં આવી હતી, જેને “રથોનાં શહેરો” કહેવામાં આવતાં હતાં.—૧રા ૯:૧૯, ૨૨; ૨કા ૮:૬, ૯; ૯:૨૫.
કીમતી રત્નો
બીજા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો
૧:૧૧, ૧૨. સુલેમાને યહોવાહને ફક્ત જ્ઞાન અને સૂઝસમજ માટે જ દિલથી વિનંતી કરી. પ્રાર્થનાઓ બતાવશે કે આપણા દિલમાં શું છે. તેથી, વિચારો કે ‘મારી પ્રાર્થનાઓ કેવી હોય છે?’
માર્ચ ૨૭–એપ્રિલ ૨
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૫-૭
“મારું દિલ હંમેશાં એના પર રહેશે”
એકઠા મળવાનું પડતું ન મૂકીએ
વર્ષો પછી, યરૂશાલેમના રાજા દાઊદની તમન્ના હતી, કે તે યહોવાહનો જયજયકાર કરવા માટે એક ભવ્ય મંદિર બનાવે. પરંતુ યહોવાહે દાઊદને કહ્યું, કે “મારી નજર આગળ તેં પૃથ્વી ઉપર બહુ લોહી વહેવડાવ્યું છે, માટે તારે મારા નામને સારૂ મંદિર બાંધવું નહિ.” પછી, યહોવાહે દાઊદના દીકરા સુલેમાનને એ કામ આપ્યું. (૧ કાળવૃત્તાંત ૨૨:૬-૧૦) એ મહાન મંદિર બાંધવામાં સુલેમાનને લગભગ ૮ વર્ષ લાગ્યાં, અને એ મંદિર ઈ.સ. પૂર્વે ૧૦૨૬માં (લગભગ ૩,૦૨૭ વર્ષો પહેલાં) પૂરું કર્યું હતું. એમાં પહેલી વાર સુલેમાને પ્રાર્થના કરી ત્યારે, યહોવાહે ખુશ થઈને કહ્યું: “આ તારા બાંધેલા મંદિરને, મારૂં નામ તેમાં સદા રાખવા સારૂ, મેં પવિત્ર કર્યું છે, અને મારી દૃષ્ટિ તથા મારૂં હૃદય નિરંતર ત્યાં રહેશે.” (૧ રાજાઓ ૯:૩) પરંતુ, યહોવાહની કૃપા મેળવતા રહેવા, તેઓએ એક શરત પાળવાની હતી. જો ઈસ્રાએલી પ્રજા ફક્ત યહોવાહને જ ભજતા રહેશે, તો યહોવાહ હંમેશા મંદિર અને તેઓ પર આશીર્વાદો વરસાવતા રહેશે. પરંતુ, જો તેઓ યહોવાહનો સાથ છોડી દે, તો એ “મંદિર નાશ પામશે.”—૧ રાજા ૯:૪-૯, IBSI; ૨ કાળવૃત્તાંત ૭:૧૬, ૧૯, ૨૦.
it-૨-E ૧૦૭૭-૧૦૭૮
મંદિર
ઇતિહાસ: ઘણી વાર ઇઝરાયેલીઓ યહોવાની ભક્તિ કરવાનું છોડી દેતા, ત્યારે યહોવા બીજા દેશોને તેઓ પર હુમલો કરવાની અને મંદિરનો ખજાનો લૂંટવાની પરવાનગી આપતા. દાખલા તરીકે, ઇજિપ્તના રાજા શીશાકે સુલેમાનના દીકરા રહાબઆમના સમયમાં (ઈ.સ. પૂર્વે ૯૯૩) મંદિરનો ખજાનો લૂંટી લીધો. મંદિરનું ઉદ્ઘાટન થયું એના આશરે ૩૩ વર્ષ પછી જ એવું બન્યું હતું. (૧રા ૧૪:૨૫, ૨૬; ૨કા ૧૨:૯) છેવટે ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના લશ્કરે મંદિરનો પૂરેપૂરો નાશ કર્યો. (૨રા ૨૫:૯; ૨કા ૩૬:૧૯; યર્મિ ૫૨:૧૩)
કીમતી રત્નો
ઈશ્વર ‘માણસનું અંતઃકરણ જાણે છે’
સુલેમાનની પ્રાર્થનાથી આપણને દિલાસો મળે છે. આપણે જે “દુઃખ” અને “પીડા” ભોગવી રહ્યા છે એ બીજાઓ કદાચ પૂરી રીતે સમજી નહિ શકે. (નીતિવચનો ૧૪:૧૦) પણ યહોવાહ આપણું હૃદય જાણે છે, અને બધી રીતે આપણી સંભાળ રાખે છે. તેમની આગળ પ્રાર્થનામાં હૃદય ઠાલવી દેવાથી આપણો બોજો ઘણો હલકો થાય છે. બાઇબલ કહે છે કે ‘તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.
એપ્રિલ ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૮-૯
“તે બુદ્ધિને કીમતી ગણતી હતી”
પુષ્કળ ઉદારતા
અલબત્ત, શેબાની રાણીએ પણ સુલેમાનની મુલાકાત લેવા માટે સમય અને પ્રયત્ન આપીને મોટું બલિદાન આપ્યું હતું. દેખીતી રીતે જ શેબા હાલના પ્રજાસત્તાક યમનના પ્રદેશમાં રહેતી હતી; તેથી રાણી અને તેના ઊંટોના કાફલાએ યરૂશાલેમ સુધી ૧,૯૦૦ કિલોમીટરની મુસાફરી કરી હતી. જેમ ઈસુએ કહ્યું, “પૃથ્વીના છેડાથી તે . . . આવી હતી.” શા માટે શેબાની રાણીએ આટલી બધી મુશ્કેલીઓ ઉઠાવી હતી? મુખ્યત્ત્વે તે “સુલેમાનનું જ્ઞાન સાંભળવા” આવી હતી.—લુક ૧૧:૩૧.
એક મુલાકાત કે જેનો ભરપૂર બદલો મળ્યો
ગમે તેમ પણ, રાણી “અતિ ભારે રસાલા સાથે, ને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલાં ઊંટો સાથે” યરૂશાલેમમાં આવી પહોંચી. (૧ રાજા ૧૦:૨ક) કેટલાક કહે છે કે “અતિ ભારે રસાલા”માં હથિયારધારી રક્ષકોનો સમાવેશ થતો હતો. એને ધ્યાનમાં લેતા, સમજી શકાય છે કે રાણી શક્તિશાળી ખ્યાતિ ધરાવતી હતી અને કરોડો રૂપિયાની મૂલ્યવાન સંપત્તિ લઈને મુસાફરી કરતી હતી.
તેમ છતાં, નોંધ લો કે રાણીએ “યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ” સાંભળી. તેથી આ ફક્ત વ્યાપારી મુસાફરી ન હતી. દેખીતી રીતે, રાણી સુલેમાનનું ડહાપણ સાંભળવા—કદાચ તેમના દેવ, યહોવાહ વિષે કંઈક શીખવા—આવી હતી. તે શેમ કે હામની વંશજ હોવાથી, જે યહોવાહના ઉપાસકો હતા, તેને પોતાના પૂર્વજોના ધર્મ વિષે ઉત્સુકતા હોય શકે.
એક મુલાકાત કે જેનો ભરપૂર બદલો મળ્યો
શેબાની રાણી સુલેમાનના ડહાપણથી અને તેમના રાજ્યની આબાદીથી એટલી પ્રભાવિત થઈ હતી કે “તેના હોશકોશ ઊડી ગયા.” (૧ રાજા ૧૦:૪, ૫) કેટલાકે આ વાક્યનો એવો અર્થ લીધો કે તેણે તેના “શ્વાસ” છોડી દીધા. એક તજજ્ઞ સૂચવે છે કે તે બેભાન થઈ ગઈ! ગમે તે હોય, રાણીએ પોતે જે જોયું અને સાંભળ્યું હતું એનાથી તે આશ્ચર્યમાં ગરક થઈ ગઈ હતી. તેણે સુલેમાનના નોકરોને રાજાના ડહાપણના લાભ લઈ શકે છે માટે ભાગ્યશાળી જાહેર કર્યા, અને સુલેમાનને ગાદીએ બેસાડવા માટે તેણે યહોવાહ દેવનો આભાર માન્યો. પછી તેણે રાજાને કિંમતી ભેટો આપી, જેમાં સોનાની સાથે બધું મળીને, જેની અત્યારની કિંમત લગભગ ૪,૦૦,૦૦,૦૦૦ ડોલર થાય. સુલેમાને પણ ભેટો ધરી, “શેબાની રાણીએ જે કંઈ માંગ્યું તે તેની સઘળી ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું.”—૧ રાજા ૧૦:૬-૧૩.
બુદ્ધિશાળી રાજા સુલેમાન
બીજા દેશોના લોકોએ સુલેમાન વિષે સાંભળ્યું. અરે, દૂર અરબસ્તાન દેશમાં પણ તે મશહૂર થઈ ગયા. એટલે ત્યાંની રાણી શેબા રાજા સુલેમાનને મળવા ગઈ. તેને જોવું હતું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે. તેમનું જ્ઞાન અને દેશની સમૃદ્ધિ જોઈને શેબા છક થઈ ગઈ. આવો બુદ્ધિશાળી રાજા પસંદ કર્યો હોવાથી રાણીએ યહોવાના ગુણગાન ગાયા. ઈશ્વરના આશીર્વાદથી સુલેમાનના રાજમાં અપાર શાંતિ અને સમૃદ્ધિ હતા. ઇઝરાયલના ઇતિહાસમાં સુલેમાન જેવો કોઈ રાજા ન હતો.
કીમતી રત્નો
it-૨-E ૧૦૯૭
રાજ્યાસન
ઇઝરાયેલમાં જેટલા પણ રાજા થઈ ગયા, એમાં ફક્ત સુલેમાનના રાજ્યાસન વિશે જ ઝીણી ઝીણી માહિતી આપવામાં આવી છે. (૧રા ૧૦:૧૮-૨૦; ૨કા ૯:૧૭-૧૯) બાઇબલમાં લખ્યું છે, “બેઠકની બંને બાજુ હાથા હતા અને હાથાને અડીને એક એક સિંહ ઊભો હતો. રાજ્યાસનનાં દરેક પગથિયાની બંને બાજુએ એક એક સિંહ હતો, કુલ છ પગથિયાં પર ૧૨ સિંહ હતા.” (૨કા ૯:૧૭-૧૯) એ સિંહ સુલેમાન રાજાના અધિકારની નિશાની હતા. (ઉત ૪૯:૯, ૧૦; પ્રક ૫:૫) પગથિયાં પરના ૧૨ સિંહ કદાચ ઇઝરાયેલના ૧૨ કુળોને દર્શાવતા હતા, જે આ રાજ્યાસન પર બેસનાર રાજાને સાથ આપતા હતા.
એપ્રિલ ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૧૦-૧૨
“સારી સલાહ માનવાના ફાયદા”
ઈશ્વરની કૃપા તે મેળવી શક્યો હોત
રહાબામે અઘરી પસંદગી કરવાની હતી. જો તે લોકોની વાત માને, તો તેમણે, તેમના કુટુંબે અને તેમના દરબારીઓએ અમુક સુખ-સગવડો જતી કરવી પડે. બીજી બાજુ, જો તે તેઓની વાત ન માને, તો કદાચ લોકો તેમની સામે બંડ પોકારે. રહાબામે શું કર્યું? એ નવા રાજાએ સૌથી પહેલા વડીલોની સલાહ પૂછી, જેઓ સુલેમાનના સલાહકારો હતા. તેઓએ લોકોની વાત માનવાની સલાહ આપી. પછી, તેમણે પોતાની સાથે મોટા થયેલા યુવાનોની સલાહ લીધી. તેમણે યુવાનોની સલાહ પ્રમાણે લોકોની સાથે ક્રૂર રીતે વર્તવાનું નક્કી કર્યું. એટલે તેમણે જવાબ આપ્યો: ‘મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી હતી, પણ હું તો તમારી ઝૂંસરી એથી પણ વધારે ભારે કરીશ; મારો પિતા તમને ચાબુકોથી શિક્ષા કરતો, પણ હું તો લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી તમને શિક્ષા કરીશ.’—૨ કાળ. ૧૦:૬-૧૪.
તમે કઈ રીતે યોગ્ય નિર્ણયો લઈ શકો
યહોવાહે મંડળમાં પરિપક્વ વ્યક્તિઓની પણ ગોઠવણ કરી છે કે જેઓની સાથે આપણે આપણા નિર્ણયની ચર્ચા કરી શકીએ. (એફેસી ૪:૧૧, ૧૨) તેમ છતાં, બીજાઓની સલાહ લેતા હોઈએ ત્યારે, આપણે એવી વ્યક્તિઓ જેવા બનવું ન જોઈએ જેઓ, પોતે સાંભળવા ઇચ્છતા હોય એવું કોઈ ન કહે ત્યાં સુધી એક પછી બીજી વ્યક્તિ પાસે જાય છે અને પછી એ જ વ્યક્તિની સલાહ અનુસરે છે. આપણે રહાબઆમના ચેતવણીરૂપ ઉદાહરણને પણ યાદ રાખવું જોઈએ. રહાબઆમે ગંભીર નિર્ણય લેવાનો હતો ત્યારે, તેના પિતાના સમયના વૃદ્ધ માણસો પાસેથી ઉત્તમ સલાહ મેળવી. તેમ છતાં, તેઓની સલાહ અનુસરવાને બદલે તેણે પોતાની સાથે મોટા થયેલા યુવાનોની સલાહ લીધી. પછી તેઓની સલાહ અનુસરીને રહાબઆમે ખોટો નિર્ણય લીધો અને પરિણામે તેણે પોતાના રાજ્યનો મોટો ભાગ ગુમાવ્યો.—૧ રાજા ૧૨:૧-૧૭.
સલાહ મેળવવાની હોય ત્યારે, જેઓએ જીવનમાં અનુભવ મેળવ્યો હોય, શાસ્ત્રવચનોનું સારું જ્ઞાન ધરાવતા હોય અને ખરા સિદ્ધાંતો પ્રત્યે ઊંડી કદર બતાવતા હોય એવા લોકો પાસે જવું જોઈએ. (નીતિવચનો ૧:૫; ૧૧:૧૪; ૧૩:૨૦) શક્ય હોય તો, એમાં આવતા સિદ્ધાંતો અને તમે એકઠી કરેલી બધી માહિતી પર મનન કરવા સમય કાઢો. તમે યહોવાહના શબ્દના પ્રકાશમાંથી બાબતોને જોશો તેમ, ખરો નિર્ણય કરવો વધારે સ્પષ્ટ દેખાશે.—ફિલિપી ૪:૬, ૭.
it-૨-E ૭૬૮ ¶૧
રહાબઆમ
રહાબઆમ બહુ ઘમંડી હતો અને તેને લોકો માટે કોઈ લાગણી ન હતી. એટલે મોટા ભાગના લોકોએ તેને સાથ આપવાનું છોડી દીધું હતું. ઇઝરાયેલના ૧૨ કુળોમાંથી ફક્ત યહૂદા કુળ, બિન્યામીન કુળ અને બાકીના કુળના થોડા જ લોકો તેને સાથ આપતા હતા. એ ઉપરાંત, આખા ઇઝરાયેલના યાજકો અને લેવીઓ તેને સાથ આપતા હતા.—૧રા ૧૨:૧૬, ૧૭; ૨કા ૧૦:૧૬, ૧૭; ૧૧:૧૩, ૧૪, ૧૬.
કીમતી રત્નો
it-૧-E ૯૬૬-૯૬૭
બકરા જેવા દેવો
યહોશુઆ ૨૪:૧૪થી ખબર પડે છે કે ઇજિપ્તમાં રહેતી વખતે ઇઝરાયેલીઓને અમુક હદે જૂઠી ભક્તિની અસર થઈ હતી. (હઝ ૨૩:૮, ૨૧) એને લઈને અમુક વિદ્વાનોનું કહેવું છે કે યરોબઆમે “બકરા જેવા દેવો” માટે યાજકો પસંદ કર્યા હતા. એનાથી ખબર પડે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તના લોકોની જેમ કોઈને કોઈ રીતે બકરાની ભક્તિ કરવા લાગ્યા હતા. (૨કા ૧૧:૧૫)
પણ અમુક કલમોમાં “બકરા જેવા દેવો”નો શું અર્થ થાય એ ચોક્કસ કહી ના શકાય. બની શકે કે આ શબ્દ એ બતાવવા વપરાયો હોય કે લોકો જે જૂઠા દેવોની ભક્તિ કરતા હતા એ કદાચ બકરા જેવા દેખાતા હોય. કદાચ આ શબ્દ એ દર્શાવવા માટે પણ વાપરવામાં આવ્યો હોય કે બધી મૂર્તિઓ ધિક્કારપાત્ર છે. “મૂર્તિઓ” માટે જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય “મળ” અને આ બરાબર એના જેવું જ છે એટલે કે ધિક્કારપાત્ર. પણ એનો અર્થ એ નથી થતો કે મૂર્તિઓ સાચે જ મળમાંથી બની હતી.—લેવી ૨૬:૩૦, ફૂટનોટ; પુન ૨૯:૧૭, ફૂટનોટ.
એપ્રિલ ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૧૩-૧૬
“હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ”
યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?
૧૨ આસા જુવાન હતા ત્યારે તે ખૂબ જ નમ્ર અને હિંમતવાળા હતા. પોતાના પિતા અબિયા પછી તે રાજા બન્યા હતા. એ સમયે તેમણે આખા દેશમાંથી મૂર્તિપૂજા હટાવવા માટે ઘણાં પગલાં ભર્યાં. તેમણે “યહૂદાના લોકોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનું અને નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળવાનું ઉત્તેજન આપ્યું.” (૨ કાળ. ૧૪:૧-૭) એકવાર ઇથિયોપિયાના રાજા ઝેરાહ તેમની સામે લડવા દસ લાખ સૈનિકો લઈને આવે છે. એ સમયે, આસા યહોવા પર ભરોસો રાખે છે અને તેમની પાસે મદદ માંગે છે. તે કહે છે, “હે યહોવા, તમે જેઓને મદદ કરવા ચાહો, તેઓને ચોક્કસ મદદ કરી શકો છો, ભલે તેઓ બળવાન હોય કે કમજોર. હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો, કેમ કે અમે તમારા પર ભરોસો મૂકીએ છીએ.” આ શબ્દોથી ખબર પડે છે કે આસાને યહોવા પર ભરોસો હતો. તેમને ખાતરી હતી કે યહોવા તેમને અને તેમના લોકોને બચાવશે. આસાએ પોતાના પિતા યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાએ “ઇથિયોપિયાને હરાવ્યું.”—૨ કાળ. ૧૪:૮-૧૨.
યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?
૧૩ જરા વિચારો, દસ લાખ સૈનિકોનો સામનો કરવો કંઈ નાનીસુની વાત ન હતી. એવા સમયે આસા રાજાએ યહોવા પર ભરોસો રાખ્યો એટલે તે જીતી શક્યા હતા. પણ ઇઝરાયેલનો રાજા બાશા એક નાનકડી સેના લઈને તેમની સામે લડવા આવ્યો ત્યારે તેમણે શું કર્યું? તેમણે યહોવા પર ભરોસો રાખ્યો નહિ. તેમણે તો સિરિયાના રાજા સામે મદદનો હાથ ફેલાવ્યો. એનું ઘણું ખરાબ પરિણામ આવ્યું. એ પછી તેમણે સતત યુદ્ધોનો સામનો કરવો પડ્યો. એ સમયે “દર્શન સમજાવનાર હનાનીએ યહૂદાના રાજા આસા પાસે આવીને કહ્યું: ‘તમે તમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખવાને બદલે, સિરિયાના રાજા પર ભરોસો રાખ્યો છે. એટલે સિરિયાના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.’” (૨ કાળ. ૧૬:૭, ૯; ૧ રાજા. ૧૫:૩૨) એમાંથી આપણે શું શીખી શકીએ?
યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?
૧૪ નમ્ર રહો અને યહોવા પર ભરોસો રાખો. જ્યારે તમે બાપ્તિસ્મા લીધું ત્યારે તમે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો હતો. તમારા એ નિર્ણયથી યહોવા પણ ખુશ થયા હતા. પણ સમય જાય તેમ યહોવા પર ભરોસો રાખવાનું છોડશો નહિ. ખરું કે જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે તમે યહોવા પર ભરોસો રાખો છો. પણ શું નાના નાના નિર્ણયો લેતી વખતે તમે યહોવા પર ભરોસો રાખો છો? જેમ કે, તમે કેવા પુસ્તકો વાંચશો, કેવી ફિલ્મો જોશો, કેવા ટીવી કાર્યક્રમો પસંદ કરશો, કેવી નોકરી કરશો અથવા જીવનમાં કયું કૅરિયર પસંદ કરશો? એવા નિર્ણયો લેતી વખતે પોતાની જ બુદ્ધિનો આધાર ન રાખતા પણ યહોવા પર ભરોસો રાખજો. એવા વિષયો પર બાઇબલ સિદ્ધાંતોની તપાસ કરજો. એમ કરશો તો ખરો નિર્ણય લઈ શકશો. (નીતિ. ૩:૫, ૬) એનાથી યહોવા પણ ખુશ થશે અને તમે મંડળમાં સારું નામ બનાવી શકશો.—૧ તિમોથી ૪:૧૨ વાંચો.
કીમતી રત્નો
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
૭ આપણે કઈ રીતે જાણી શકીએ કે, આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી રહ્યા છીએ? એનો જવાબ મેળવવા આ સવાલ પર વિચાર કરો: “શું હું મુશ્કેલ સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળું છું? શું તેમના મંડળને શુદ્ધ રાખવા હું મક્કમ છું?” જરા વિચારો, પોતાની દાદીને રાજમાતાના પદ પરથી દૂર કરવા આસાને કેટલી હિંમતની જરૂર પડી હશે. અમુક વાર, તમારે પણ આસાની જેમ હિંમત બતાવવાની જરૂર પડે. દાખલા તરીકે, કુટુંબનું કોઈ સભ્ય કે ખાસ મિત્ર પાપ કરે અને પસ્તાવો ન બતાવે તો, તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. એ વ્યક્તિ સાથે કોઈ પણ રીતે સંગત ન રાખવા શું તમે મક્કમ રહેશો? તમારું દિલ તમને કેવો નિર્ણય લેવા પ્રેરશે?