જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
મે ૧-૭
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૧૭-૧૯
“ભાઈ-બહેનોને યહોવાની નજરે જુઓ”
લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો?
૭ ચાલો, હવે આસાના દીકરા યહોશાફાટ વિશે જોઈએ. તેમનામાં ઘણા સારા ગુણો હતા, જેના લીધે યહોવા તેમના પર પ્રસન્ન હતા. તેમણે યહોવા પર આધાર રાખ્યો ત્યારે, તેમણે ઘણા સારાં કામ કર્યાં. પણ તેમણે અમુક ખરાબ નિર્ણયો લીધા. દાખલા તરીકે, તેમણે પોતાના દીકરાના લગ્ન દુષ્ટ રાજા આહાબની દીકરી જોડે કરાવ્યા. પછીથી, સિરિયા વિરુદ્ધની લડાઈમાં તેમણે આહાબને ટેકો આપ્યો. અરે, પ્રબોધક મીખાયાએ એમ ન કરવા ચેતવણી આપી હતી, છતાંય તેમણે એમ કર્યું. એ યુદ્ધમાં, સિરિયાના સૈન્યે યહોશાફાટ પર હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. (૨ કાળ. ૧૮:૧-૩૨) યરૂશાલેમ પાછા ફર્યા પછી યેહુ પ્રબોધકે તેમને પૂછ્યું: ‘શું તારે ભૂંડાને મદદ કરવી જોઈએ અને યહોવાના વેરીઓ પર પ્રીતિ કરવી જોઈએ?’—૨ કાળવૃત્તાંત ૧૯:૧-૩ વાંચો.
યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ
૮ યહોવા આપણને પ્રેમ કરે છે એ હકીકત આપણે જાણીએ એવું તે ઇચ્છે છે. તેમજ, તે આપણી ખામીઓ નહિ પણ આપણામાં જે સારું છે એ જુએ છે. (૨ કાળ. ૧૬:૯) એ સમજવા ચાલો, યહુદાહના રાજા યહોશાફાટનો દાખલો જોઈએ. યહોવાએ તેમનામાં જે સારું હતું એના પર ધ્યાન આપ્યું. એક સમયે, તેણે ઈસ્રાએલના દુષ્ટ રાજા આહાબને સાથ આપવાનો ખોટો નિર્ણય લીધો. આહાબે રામોથ-ગિલઆદમાં અરામના (સીરિયાના) લોકો સામે લડાઈ કરી. એ લડાઈમાં યહોશાફાટે આહાબને સાથ આપ્યો. આહાબના ૪૦૦ જૂઠા પ્રબોધકોએ કહ્યું કે તે એ લડાઈ જીતી જશે. જ્યારે કે, યહોવાના પ્રબોધક મીખાયાએ ભાખ્યું હતું કે જો તે એ લડાઈ કરશે તો હારી જશે. અને એવું જ બન્યું! એ લડાઈમાં આહાબ માર્યો ગયો અને યહોશાફાટનો જીવ માંડ-માંડ બચ્યો. ખરું કે, એ લડાઈ પછી યહોવાએ રાજા યહોશાફાટને તેની ભૂલ માટે યેહૂ દ્વારા ઠપકો આપ્યો. છતાં, યહોવાએ પ્રબોધક યેહૂ દ્વારા આ પણ જણાવ્યું: “તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે.”—૨ કાળ. ૧૮:૪, ૫, ૧૮-૨૨, ૩૩, ૩૪; ૧૯:૧-૩.
૯ વર્ષો પહેલાં, રાજા યહોશાફાટે પોતાના મુખ્ય અમલદારો, લેવીઓ અને યાજકોને યહોવાના નિયમો તેમની પ્રજાને શીખવવા યહુદાહનાં બધાં શહેરમાં મોકલ્યા હતા. તેઓ એ કામમાં એટલા બધા સફળ થયા કે બીજાં રાષ્ટ્રના લોકો પણ યહોવા વિશે જાણી શક્યા. (૨ કાળ. ૧૭:૩-૧૦) ખરું કે, યહોશાફાટે પછીથી ખોટો નિર્ણય લીધો હતો. તોપણ, અગાઉ તેણે કરેલાં સારાં કામોને યહોવા ભૂલ્યાં નહિ. એ દાખલો, આપણને ખાસ દિલાસો આપે છે. કારણે કે આપણાથી પણ અમુક વાર ભૂલો થઈ જાય છે. જોકે, આપણે યહોવાની સેવા કરવા બનતું બધું જ કરીશું તો, તે આપણને પ્રેમ કરતા રહેશે. તે આપણાં સારાં કામ કદી ભૂલશે નહિ.
કીમતી રત્નો
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ!
૧૦ રાજા યહોશાફાટ ‘પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યા.’ (૨ કાળ. ૨૦:૩૧, ૩૨) પિતાની જેમ, યહોશાફાટે લોકોને યહોવાની ભક્તિ કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. લોકોને ‘યહોવાના નિયમના પુસ્તકમાંથી’ શીખવવા તેમણે યહુદાના શહેરોમાં માણસો મોકલ્યા. (૨ કાળ. ૧૭:૭-૧૦) તે ઇઝરાયેલના ઉત્તરના રાજ્યમાં છેક એફ્રાઈમના પહાડી વિસ્તાર સુધી ગયા, જેથી લોકોના મન ‘ઈશ્વર યહોવા તરફ ફેરવી’ શકે. (૨ કાળ. ૧૯:૪) યહોશાફાટ રાજાએ “પોતાના ખરા અંતઃકરણથી યહોવાની શોધ” કરી.—૨ કાળ. ૨૨:૯.
૧૧ આપણે કઈ રીતે યહોશાફાટને અનુસરી શકીએ? યહોવા ચાહે છે કે, દુનિયાભરના લોકોને તેમના વિશે શીખવવામાં આવે. આપણે બધા એ કામમાં ટેકો આપી શકીએ છીએ. એ કામમાં દર મહિને સહભાગી થવાનો શું તમે ધ્યેય રાખ્યો છે? શું તમે લોકોને બાઇબલમાંથી યહોવા વિશે શીખવવા ચાહો છો? એ માટે શું તમે પ્રાર્થના કરો છો? જો તમે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પ્રયત્ન કરશો, તો યહોવા તમને મદદ કરશે. બીજાઓને બાઇબલમાંથી શીખવવા શું તમે આરામનો સમય જતો કરવા તૈયાર છો? યહોશાફાટે બીજાઓને યહોવાની ભક્તિ તરફ પાછા ફરવા મદદ કરી હતી. તેમની જેમ આપણે પણ ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને મદદ કરી શકીએ. અને જો મંડળના વડીલોના ધ્યાનમાં આવે કે કોઈ બહિષ્કૃત વ્યક્તિએ ખોટાં કામ છોડી દીધાં છે, તો તેની મુલાકાત લેવા અને મદદ કરવા ગોઠવણ કરી શકે.
મે ૮-૧૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૦-૨૧
“તમારા ઈશ્વર યહોવામાં શ્રદ્ધા મૂકો”
સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ
૮ હવે, રાજા યહોશાફાટના સમયનો વિચાર કરીએ. તેમના સમયમાં એક મોટી અને શક્તિશાળી ફોજ યહોવાના લોકો પર હુમલો કરવા આવી રહી હતી. (૨ કાળ. ૨૦:૧, ૨) ઈસ્રાએલીઓએ પોતાને દુશ્મનોથી ઘેરાયેલા જોયા ત્યારે તેઓએ શું કર્યું? તેઓએ યહોવામાં ભરોસો રાખ્યો અને પ્રાર્થના દ્વારા તેમનું માર્ગદર્શન માંગ્યું. (૨ કાળવૃત્તાંત ૨૦:૩, ૪ વાંચો.) તેઓએ પોતપોતાની રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન ન કર્યો, પણ તેઓ ભેગા મળ્યા. બાઇબલ જણાવે છે, “યહુદાહના સર્વ લોકો, તેઓનાં બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભાં રહ્યાં.” (૨ કાળ. ૨૦:૧૩) આખા રાષ્ટ્રએ યહોવામાં ભરોસો રાખ્યો અને દરેક યુવાન તેમ જ વૃદ્ધે યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. તેઓએ એકબીજાનો સાથ છોડ્યો નહિ માટે યહોવાએ તેઓને દુશ્મનોથી બચાવ્યા. (૨ કાળ. ૨૦:૨૦-૨૭) એ ઉદાહરણ શીખવે છે કે આપણે પણ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરીએ.
લગ્ન પછી યહોવાની ભક્તિમાં વધારે કરો
૭ યહોવાએ યાહઝીએલ લેવી દ્વારા યહોશાફાટને કહેવડાવ્યું, “તમારી જગ્યાએ અડગ ઊભા રહો. યહોવા કઈ રીતે તમને બચાવે છે, એ નજરે જુઓ.” (૨ કાળ. ૨૦:૧૩-૧૭) તમને કદાચ થાય, ‘ઊભા રહીને તો કંઈ યુદ્ધ લડાતું હશે!’ પણ એ સલાહ કોઈ માણસે નહિ, યહોવાએ આપી હતી. એટલે યહોશાફાટે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની બધી સલાહ પાળી. જ્યારે તે યુદ્ધ લડવા ગયા ત્યારે સૌથી આગળ તેમણે શૂરવીર યોદ્ધાઓને નહિ પણ ગાયકોને ઊભા રાખ્યા. અરે, એ ગાયકો પાસે તો હથિયાર પણ ન હતાં! યહોવાએ પણ પોતાનું વચન પાળ્યું. તેમણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા.—૨ કાળ. ૨૦:૧૮-૨૩.
કીમતી રત્નો
it-૧-E ૧૨૭૧ ¶૧-૨
યહોરામ
યહોરામે જેટલા સમય સુધી રાજ કર્યું, એ દરમિયાન તેના પર ઘણી મુશ્કેલીઓ આવી. પહેલા, અદોમે યહૂદા વિરુદ્ધ બળવો કર્યો. પછી લિબ્નાહએ પણ બળવો કર્યો. (૨રા ૮:૨૦-૨૨) એલિયાએ યહોરામને ચેતવણી આપી કે “તારા લોકો, તારા દીકરાઓ, તારી પત્નીઓ અને તારી માલ-મિલકત પર યહોવા મોટી આફત લાવશે.” બીજું એ પણ કહ્યું, “તારે ઘણી બીમારીઓ સહેવી પડશે. તારાં આંતરડાંમાં રોગ લાગુ પડશે. એ દિવસે દિવસે એટલો વધશે કે તારાં આંતરડાં બહાર નીકળી આવશે.”—૨કા ૨૧:૧૨-૧૫.
યહોરામ સાથે એવું જ થયું. યહોવાએ, અરબીઓને અને પલિસ્તીઓને યહૂદા પર હુમલો કરવા દીધો. તેઓ યહોરામની પત્નીઓને અને દીકરાઓને ગુલામ બનાવીને લઈ ગયા. બે વર્ષ પછી “તેનાં આંતરડાં બહાર આવી ગયાં.” થોડા સમય પછી તે મરી ગયો.—૨કા ૨૧:૭, ૧૬-૨૦; ૨૨:૧; ૧કા ૩:૧૦, ૧૧.
મે ૧૫-૨૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૨-૨૪
“હિંમત બતાવનારને યહોવા આશીર્વાદ આપે છે”
w૦૯-E ૪/૧ ૨૪ ¶૧-૨
યહોઆશે ખરાબ સંગતને લીધે યહોવાને છોડી દીધા
ઘણાં સમય પહેલાની વાત છે. યરૂશાલેમમાં દરેક લોકો ગભરાયેલા હતા. એ જ શહેરમાં યહોવાનું મંદિર હતું. તોપણ લોકો કેમ ગભરાયેલા હતા? કેમ કે ત્યાંના રાજા અહાઝ્યાને મારી નાખવામાં આવ્યો હતો. એ પછી એવું કંઈક થયું જે આપણે વિચારી પણ ન શકીએ. તેની મા, અથાલ્યાએ અહાઝ્યાના દીકરાઓ એટલે કે પોતાના પૌત્રોને મારી નંખાવ્યા. શું તમને ખબર છે તેણે એવું કેમ કર્યું? કેમ કે તે પોતે રાણી બનવા માંગતી હતી.
પણ તેનો એક પૌત્ર બચી ગયો જેના વિશે અથાલ્યાને બીલકુલ ખબર ન હતી. તેના એ પૌત્રનું નામ યહોઆશ હતું. શું તમે જાણવા માંગો છો કે તે કેવી રીતે બચ્યો? યહોઆશની એક ફોઈ હતી જેનું નામ યહોશાબઆથ હતું. તેનો પતિ યહોયાદા મંદિરમાં પ્રમુખ યાજક હતો. એટલે તેઓ બંનેએ સાથે મળીને યહોઆશને મંદિરમાં સંતાડી દીધો.
w૦૯-E ૪/૧ ૨૪ ¶૩-૫
યહોઆશે ખરાબ સંગતને લીધે યહોવાને છોડી દીધા
છ વર્ષ સુધી યહોઆશને મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો અને કોઈને એના વિશે જાણ ન થઈ. ત્યાં તેને યહોવા અને તેમના નિયમો વિશે શીખવવામાં આવ્યું. જ્યારે યહોઆશ સાત વર્ષનો થયો, ત્યારે યહોયાદા તેને રાજા બનાવવાની તૈયારી કરવા લાગ્યો. શું તમે જાણવા ચાહો છો કે યહોયાદાએ શું કર્યું અને યહોઆશની દાદી એટલે કે દુષ્ટ રાણી અથાલ્યાનું શું થયું?
એ સમયમાં રાજાઓ પોતાના રક્ષણ માટે ખાસ અંગરક્ષકો રાખતા. યહોયાદાએ છાનીછૂપી રીતે એ અંગરક્ષકોને બોલાવીને જણાવ્યું કે તેણે અને તેની પત્નીએ કઈ રીતે અહાઝ્યાના દીકરાને બચાવ્યો. પછી તે યહોઆશને તેઓની સામે લાવ્યો. અંગરક્ષકોને ખાતરી થઈ ગઈ કે યહોઆશને જ રાજા બનાવવો જોઈએ. પછી તેઓએ એવી યોજના બનાવી કે તેને જ રાજગાદી મળે.
યહોયાદા, યહોઆશને બહાર લાવ્યો અને તેના માથે મુગટ પહેરાવ્યો. ત્યાર પછી લોકો “તાળીઓના ગડગડાટ સાથે પોકારી ઊઠ્યા: ‘રાજા જુગ જુગ જીવો!’” એ દરમિયાન કોઈ રાજા પર હુમલો ન કરે એટલે અંગરક્ષકો રાજાની ચારેબાજુ ઊભા રહ્યા. અથાલ્યાએ જ્યારે લોકોનો અવાજ સાંભળ્યો ત્યારે તે ઝડપથી દોડી આવી અને બોલી ઊઠી: “આ તો દગો છે!” પણ યહોયાદાના કહેવાથી અંગરક્ષકોએ તેને મારી નાખી.—૨ રાજા. ૧૧:૧-૧૬.
it-૧-E ૩૭૯ ¶૫
કબર, દફનાવવાની જગ્યા
પ્રમુખ યાજક યહોયાદા એક ન્યાયી માણસ હતો. તેને “દાઉદનગરમાં દફનાવ્યો, જ્યાં રાજાઓને દફનાવવામાં આવતા.” એ એક ખાસ સન્માનની વાત હતી, કેમ કે યહોયાદા રજવંશનો ન હતો. બાઇબલમાં જણાવ્યું છે કે ફક્ત યહોયાદાને જ આટલું મોટું સન્માન મળ્યું.—૨કા ૨૪:૧૫, ૧૬.
કીમતી રત્નો
it-૨-E ૧૨૨૩ ¶૧૩
ઝખાર્યા
૧૨. ઝખાર્યાએ મરતાં મરતાં કહ્યું, “યહોવા તને જોઈ લેશે અને તારી પાસેથી હિસાબ માંગશે.” એ ભવિષ્યવાણી ત્યારે પૂરી થઈ જ્યારે સિરિયાએ યહૂદા પર હુમલો કરીને એને ભારે નુકસાન પહોંચાડ્યું અને યહોઆશના બે સેવકોએ તેને મારી નાખ્યો. એ બધું એટલે થયું કેમ કે યહોઆશે “યાજક યહોયાદાના દીકરાઓનું લોહી વહાવ્યું હતું.”—૨કા ૨૪:૧૭-૨૨, ૨૫.
મે ૨૨-૨૮
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૫-૨૭
“યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે”
it-૧-E ૧૨૬૬ ¶૬
યહોઆશ
યહૂદાના રાજા અમાઝ્યાએ, અદોમીઓ સામે લડવા ઇઝરાયેલના રાજા યહોઆશ પાસેથી ૧,૦૦,૦૦૦ સૈનિકો ભાડે મંગાવ્યા. પણ પછી ઈશ્વરભક્તના કહેવાથી તેણે સૈનિકોને પાછા મોકલી દીધા. એ સૈનિકોને ૧૦૦ તાલંત ચાંદી ભાડા તરીકે તો મળી ગયું, પણ યુદ્ધમાં ન જવાને કારણે લૂંટનો સામાન ન મળ્યો. એટલે તેઓ ગુસ્સાથી તપી ઊઠ્યા. એ વખતે તો તેઓ ચૂપચાપ પોતપોતાનાં ઘરે પાછા ફર્યા. પણ પછીથી તેઓએ યહૂદા રાજ્યના દક્ષિણમાં આવેલા શહેરોમાં લૂંટફાટ કરી.—૨કા ૨૫:૬-૧૦, ૧૩.
“અનુભવ કરો” કે યહોવા કેટલા સારા છે!
૧૬ યહોવા માટે જતું કરીએ. એનો અર્થ એ નથી કે યહોવાને ખુશ કરવા આપણે બધું જ જતું કરવું પડશે. (સભા. ૫:૧૯, ૨૦) જો આપણે યહોવાની સેવામાં જતું કરવાના ડરથી વધુ નહિ કરીએ તો શું થશે? આપણે ઈસુના દાખલામાં બતાવેલા માણસ જેવા બનીશું, જેણે સારી વસ્તુઓ તો ભેગી કરી પણ ઈશ્વરને ભૂલી ગયો. (લૂક ૧૨:૧૬-૨૧ વાંચો.) ફ્રાંસના ક્રિસ્ટીયાનભાઈ કહે છે, “હું કુટુંબ અને યહોવા માટે વધુ સમય આપી શકતો ન હતો.” એટલે ભાઈએ અને તેમની પત્નીએ પાયોનિયર સેવા કરવાનું નક્કી કર્યું. તેઓએ નોકરી છોડી અને ગુજરાન ચલાવવા સાફ-સફાઈનું કામ શરૂ કર્યું. તેઓ ઓછા પૈસામાં ઘર ચલાવવાનું શીખ્યાં. શું યહોવાની સેવામાં જતું કરવાથી તેઓ ખુશ રહી શક્યાં? ભાઈ જણાવે છે, “અમે બંને ખૂબ ખુશ છીએ કે પ્રચારમાં વધુ કરી શકીએ છીએ. અમારી પાસે ઘણી ફરી મુલાકાત છે. અમારા વિદ્યાર્થીઓ યહોવા વિશે શીખે છે ત્યારે અમારું દિલ ખુશીથી ઊભરાય જાય છે.”
કીમતી રત્નો
w૦૭-E ૧૨/૧૫ ૧૦ ¶૧-૨
શું એવા કોઈ ભાઈ કે બહેન છે જે તમને યહોવાની નજીક રહેવા મદદ કરે છે?
સોળ વર્ષની ઉંમરે ઉઝ્ઝિયા યહૂદાનો રાજા બન્યો. તેણે ૫૦થી પણ વધારે વર્ષો સુધી રાજ કર્યું. શરૂઆતથી જ તે “યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.” એવું તે કઈ રીતે કરી શક્યો? બાઇબલમાં લખ્યું છે કે “ઝખાર્યા [ઉઝ્ઝિયાને] ઈશ્વરનો ડર રાખતા શીખવતો. એટલે ઉઝ્ઝિયા એ સમયમાં ઈશ્વરની ભક્તિ કરતો રહ્યો. સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરી ત્યાં સુધી યહોવાએ તેને ઘણા આશીર્વાદ આપ્યા.”—૨ કાળવૃત્તાંત ૨૬:૧, ૪, ૫.
ઝખાર્યા, રાજાનો સલાહકાર હતો. તેના વિશે બાઇબલમાં વધારે કંઈ જણાવ્યું નથી. પણ એમાં એ જણાવ્યું છે કે તે ઉઝ્ઝિયાને “ઈશ્વરનો ડર રાખતા શીખવતો.” એનાથી જાણવા મળે છે કે ઉઝ્ઝિયા રાજા પર ઝખાર્યાની સારી અસર થઈ હતી અને જે ખરું હતું એ કરતા શીખ્યો. ધી એક્સપોઝીટર્સ બાઇબલ નામના એક પુસ્તકમાં જણાવ્યું છે કે ‘ઝખાર્યાને શાસ્ત્રનું સારું એવું જ્ઞાન હતું. તે ઘણા અનુભવી હતા અને તેમની પાસે જે જ્ઞાન હતું તે બીજાઓને પણ જણાવતા હતા.’ બાઇબલના એક વિદ્વાને ઝખાર્યા વિશે કહ્યું કે ‘તે સારા માણસ હતા અને બુદ્ધિશાળી હતા. તે ઈશ્વરનો ડર રાખતા અને તેમને ભવિષ્યવાણી વિશે ઘણી જાણકારી હતી. એવું લાગે છે કે તેમણે ઉઝ્ઝિયા પર ઊંડી છાપ છોડી હતી.’
મે ૨૯–જૂન ૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૨૮-૨૯
“તમે યહોવાની ભક્તિ કરી શકો છો, પછી ભલે મમ્મી-પપ્પા એમ કરતા ન હોય”
યહોવાના ગાઢ મિત્રોને અનુસરો
૮ હિઝ્કીયાનો વિચાર કરો. તે એવા કુટુંબમાંથી આવતા હતા, જે રૂથના કુટુંબ કરતાં એકદમ અલગ હતું. હિઝ્કીયા તો યહોવાને સમર્પિત ઈસ્રાએલ રાષ્ટ્રનો ભાગ હતા. જોકે, બધા જ ઈસ્રાએલીઓ કંઈ વફાદાર ન હતા. હિઝ્કીયાનો પિતા આહાઝ એક દુષ્ટ રાજા હતો. તેણે ઈશ્વરના મંદિરનો અનાદર કર્યો અને બીજા ઈસ્રાએલીઓને પણ તેણે જૂઠા દેવોની ભક્તિ તરફ દોર્યા હતા. અરે, હિઝ્કીયા નાના હતા ત્યારે તેમના કેટલાક ભાઈઓને રાજા આહાઝે જૂઠા દેવોની આગળ બલિ તરીકે જીવતા હોમી દીધા. આમ, હિઝ્કીયા બાળપણમાં ભયાનક સંજોગોમાંથી પસાર થયા હતા.—૨ રાજા. ૧૬:૨-૪, ૧૦-૧૭; ૨ કાળ. ૨૮:૧-૩.
યહોવાના ગાઢ મિત્રોને અનુસરો
૯ આહાઝના ખરાબ દાખલાને લીધે તેના દીકરા હિઝ્કીયા પર ખરાબ અસર થઈ શકી હોત. તે પણ કદાચ દુષ્ટ, ક્રોધી અને યહોવાના વિરોધી બન્યા હોત. આજે, કેટલાક લોકોએ હિઝ્કીયાની સરખામણીમાં બહુ ઓછું સહ્યું છે. છતાં, તેઓને એમ લાગે છે કે ‘યહોવા વિરુદ્ધ ચિડાઈ’ જવાનું અથવા તેમના સંગઠન માટે મનમાં ઝેર રાખવાનું તેઓ પાસે યોગ્ય કારણ છે. (નીતિ. ૧૯:૩) અમુક લોકો એવા પણ છે જેઓને લાગે છે કે પોતાના કુટુંબના ખરાબ દાખલાને લીધે તેઓનું જીવન ખરાબ બન્યું છે. અથવા તેઓનાં માબાપે જે ભૂલો કરી હતી, એના લીધે તેઓ પણ એ જ ભૂલો કરવા તરફ દોરાયા છે. (હઝકી. ૧૮:૨, ૩) શું તેઓનું એમ માનવું યોગ્ય છે?
૧૦ હિઝ્કીયાનું જીવન બતાવે છે કે એમ માનવું ખોટું છે! યહોવા પ્રત્યે ગુસ્સો ભરી રાખવાનું આપણી પાસે કોઈ કારણ નથી. લોકો સાથે બનતી ખરાબ બાબતોનું કારણ યહોવા નથી. (અયૂ. ૩૪:૧૦) એ વાત સાચી કે બાળકો માટે સારું અથવા ખરાબ ઉદાહરણ બેસાડવું માબાપના હાથમાં છે. (નીતિ. ૨૨:૬; કોલો. ૩:૨૧) પરંતુ, એમ ન કહી શકાય કે આપણા કુટુંબને લીધે આપણે સારા કે ખરાબ બની ગયા છીએ. કેમ કે પસંદગી કરવાની ક્ષમતા ઈશ્વર યહોવાએ દરેક વ્યક્તિને આપી છે, જેનાથી તે સારું કરવું કે ખરાબ કરવું જાતે પસંદ કરી શકે છે. (પુન. ૩૦:૧૯) ઈશ્વરની એ ભેટનો હિઝ્કીયાએ કેવો ઉપયોગ કર્યો હતો?
૧૧ આહાઝ રાજા યહુદાહ દેશનો ખરાબમાં ખરાબ રાજા હતો, તોપણ તેના દીકરા હિઝ્કીયા સારામાં સારા રાજા બન્યા. (૨ રાજાઓ ૧૮:૫, ૬ વાંચો.) તેમણે પોતાના પિતાને રસ્તે જવાનું પસંદ કર્યું નહિ. તેમણે તો યશાયા, મીખાહ અને હોશીઆ જેવા પ્રબોધકોએ જણાવેલી બાબતો પર ધ્યાન આપ્યું. તેમ જ, તેઓ પાસેથી મળેલાં સલાહ-સૂચનો લાગુ પાડવામાં જરાય ઢીલ કરી નહિ. તે પોતાના પિતાએ કરેલી ગંભીર ભૂલોને સુધારવા પ્રેરાયા. તેમણે મંદિરને શુદ્ધ કર્યું, માફી માટે લોકો વતી યહોવાને પ્રાર્થના કરી અને આખા દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન મિટાવી દીધું. (૨ કાળ. ૨૯:૧-૧૧, ૧૮-૨૪; ૩૧:૧) પછીથી, જ્યારે આશ્શૂરના રાજા સાન્હેરીબે યરુશાલેમ પર હુમલો કરવાની ધમકી આપી ત્યારે, હિઝ્કીયાએ જોરદાર શ્રદ્ધા અને હિંમત બતાવી. તેમણે રક્ષણ મેળવવા યહોવા તરફ મીટ માંડી અને પોતાની પ્રજાની હિંમત બાંધી. (૨ કાળ. ૩૨:૭, ૮) ખરું કે, હિઝ્કીયાના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તે અભિમાનથી ફૂલાઈ ગયા. પરંતુ, યહોવાએ તેમને સુધાર્યા ત્યારે, હિઝ્કીયાએ પોતાને નમ્ર બનાવ્યા. (૨ કાળ. ૩૨:૨૪-૨૬) સાચે જ, અનુસરવા માટે એ કેટલું જોરદાર ઉદાહરણ! કુટુંબના ખરાબ દાખલાને લીધે હિઝ્કીયાએ પોતાનું જીવન તબાહ થવા દીધું નહિ. તેમણે સાબિત કરી આપ્યું કે તે યહોવાના મિત્ર છે.
કીમતી રત્નો
w૧૨-E ૨/૧૫ ૨૪-૨૫
નાથાન—શુદ્ધ ભક્તિને વફાદારીથી ટેકો આપનાર
દાઉદની ઇચ્છા હતી કે તે યહોવાની શુદ્ધ ભક્તિ માટે મંદિર બનાવે. એ યોજના વિશે તેણે વફાદાર ઈશ્વરભક્ત નાથાનને જણાવ્યું ત્યારે તેમણે પૂરા જોશથી ટેકો આપ્યો. પણ લાગે છે કે એ સમયે નાથાને જે કહ્યું એ યહોવાની ઇચ્છા પ્રમાણે ન હતું. એ જ રાતે યહોવાએ નાથાન પ્રબોધકને કહ્યું કે રાજાને જઈને એક અલગ સંદેશો જણાવે. તેણે જઈને જણાવવાનું હતું કે યહોવા માટે મંદિર દાઉદ નહિ, પણ તેનો દીકરો બનાવશે. વધુમાં, નાથાને જણાવ્યું કે ઈશ્વર દાઉદ સાથે કરાર કરે છે કે ‘તે તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખશે.’—૨ શમુ. ૭:૪-૧૬.
મંદિર વિશે યહોવાએ નાથાનની સલાહથી એકદમ અલગ સંદેશો આપ્યો. તોપણ, તે નમ્ર પ્રબોધકે જરા પણ કચકચ કર્યા વગર યહોવાના એ સૂચનને પાળ્યું. જો ક્યારેય યહોવા આપણને સુધારે તો આપણે પણ નાથાનના પગલે ચાલવું જોઈએ. બાઇબલમાં જણાવ્યું છે કે નાથાન, યહોવાના પ્રબોધક તરીકે સેવા કરતા રહ્યા. એનાથી ખબર પડે છે કે નાથાન પર હંમેશાં યહોવાનો આશીર્વાદ હતો. આગળ એ પણ જોવા મળે છે કે દર્શન જોનાર ગાદની સાથે યહોવાએ નાથાનને પણ, દાઉદને એ જણાવવા પ્રેરણા આપી કે મંદિર માટે ૪,૦૦૦ સંગીતકારોની ગોઠવણ કરે.—૧ કાળ. ૨૩:૧-૫; ૨ કાળ. ૨૯:૨૫.
જૂન ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૩૦-૩૧
“ભેગા મળીને ભક્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે”
it-૧-E ૧૧૦૩ ¶૨
હિઝકિયા
શુદ્ધ ભક્તિ માટેનો જોશ: હિઝકિયા ૨૫ વર્ષની ઉંમરે રાજા બન્યો. રાજા બન્યા પછી, તેણે જે કર્યું એનાથી જોવા મળે છે કે તેને યહોવાની ભક્તિ માટે ખૂબ જોશ હતો. સૌથી પહેલા તેણે ફરીથી મંદિર ખોલાવીને એનું સમારકામ કરાવ્યું. પછી તેણે યાજકો અને લેવીઓને ભેગા કર્યા અને તેઓને કહ્યું કે “મારા દિલની ઇચ્છા છે કે હું ઇઝરાયેલના ઈશ્વર યહોવા સાથે કરાર કરું.” એ કરાર યહોવાને વફાદાર રહેવાનું વચન હતું. જોકે, યહોવાએ નિયમ કરાર આપ્યો હતો, પણ લોકો એને પાળતા ન હતા. એટલે યહોવાને વફાદાર રહેવાનું વચન આપીને હિઝકિયાએ નિયમ કરારને ફરીથી યહૂદામાં લાગુ કરાવ્યો. તેણે પૂરા ઉત્સાહથી ગોઠવણ કરી કે લેવીઓ, સંગીતકારો અને ગાયકો મંદિરમાં સેવા આપી શકે. એ નીસાન મહિનો હતો જ્યારે પાસ્ખાનો તહેવાર ઊજવવામાં આવતો. પણ મંદિર, યાજકો અને લેવીઓ અશુદ્ધ હતા. એટલે નીસાન મહિનાના ૧૬માં દિવસ સુધી મંદિરને શુદ્ધ કરી દેવામાં આવ્યું. પછી એક ખાસ રીતે આખા ઇઝરાયેલ માટે પાપોનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવ્યું. સૌથી પહેલા આગેવાનોએ બલિદાનો ચઢાવ્યાં અને પછી લોકોએ હજારો પાપ-અર્પણો ચઢાવ્યાં.—૨કા ૨૯:૧-૩૬.
it-૧-E ૧૧૦૩ ¶૩
હિઝકિયા
અશુદ્ધ હોવાને લીધે લોકો નક્કી કરેલા સમયે પાસ્ખા ઊજવી શકતા ન હતા. જોકે એવો નિયમ હતો કે જો કોઈ અશુદ્ધ થઈ જાય, તોપણ એક મહિના પછી તે પાસ્ખા ઊજવી શકે છે. હિઝકિયાએ એ નિયમનો ફાયદો ઉઠાવીને એક મહિના પછી પાસ્ખાનો તહેવાર રાખ્યો. તેણે ફક્ત યહૂદાના લોકોને જ નહિ, ઉત્તરના રાજ્ય ઇઝરાયેલના દસ કુળોના લોકોને પણ તહેવારમાં હાજર રહેવા, સંદેશવાહકો દ્વારા સંદેશો મોકલાવ્યો. ઇઝરાયેલના ઘણા લોકોએ એ સંદેશવાહકોની મશ્કરી કરી. પણ અમુક લોકો ખાસ કરીને આશેર, મનાશ્શા અને ઝબુલોનના લોકો નમ્ર બન્યા અને તહેવારમાં હાજર રહ્યા. એફ્રાઈમ અને ઇસ્સાખારના અમુક લોકો પણ ત્યાં હાજર રહ્યા. એ બધા લોકો માટે તહેવારમાં હાજર રહેવું અને શુદ્ધ ભક્તિને ટેકો આપવો ઘણું મુશ્કેલ રહ્યું હશે. એનું કારણ હતું કે ઇઝરાયેલના લગભગ બધા લોકો જૂઠી ભક્તિમાં ડૂબેલા હતા. જેમ સંદેશવાહકોની મશ્કરી કરવામાં આવી હતી, તેમ તહેવારમાં આવનારા લોકોની પણ મશ્કરી કરવામાં આવી હશે અને વિરોધ કરવામાં આવ્યો હશે. તેઓ સિવાય એવા લોકો પણ એ તહેવારમાં હાજર રહ્યા જેઓ ઇઝરાયેલી ન હતા પણ યહોવાની ભક્તિ કરતા હતા.—૨કા ૩૦:૧-૨૦; ગણ ૯:૧૦-૧૩.
it-૧-E ૧૧૦૩ ¶૪-૫
હિઝકિયા
પાસ્ખા પછી સાત દિવસ માટે બેખમીર રોટલીનો તહેવાર ઊજવવામાં આવ્યો. લોકો એટલા ખુશ હતા કે તેઓએ બીજા સાત દિવસ એ તહેવાર ઊજવવાનું નક્કી કર્યું. “યરૂશાલેમમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઇઝરાયેલના રાજા દાઉદના દીકરા સુલેમાનના સમયથી યરૂશાલેમમાં આવી ઉજવણી થઈ ન હતી.”—૨કા ૩૦:૨૧-૨૭.
લોકોએ એ પછી જે કર્યું એનાથી દેખાતું હતું કે તેઓ દિલથી ખુશ હતા. તેઓ પોતાના ઘરે પાછા ફર્યા એ પહેલાં યહૂદા અને બિન્યામીન તેમજ એફ્રાઈમ અને મનાશ્શાના વિસ્તારોમાં તેઓએ ભક્તિ-સ્તંભોનો ભાંગીને ભૂકો કરી નાખ્યો, ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા, ભક્તિ-સ્થળો અને વેદીઓ તોડી પાડ્યાં. (૨કા ૩૧:૧) એમ કરવામાં હિઝકિયાએ સારો દાખલો બેસાડ્યો. તેણે મૂસાએ બનાવેલા તાંબાના સાપનો ભાંગીને ભૂકો કરી નાખ્યો જેની લોકો પૂજા કરતા હતા. (૨રા ૧૮:૪) એ બનાવથી શુદ્ધ ભક્તિ ફરી શરૂ થઈ. મોટા પાયે તહેવાર ઊજવ્યા પછી હિઝકિયાએ અમુક પગલાં ભર્યાં જેથી લોકો શુદ્ધ ભક્તિ કરતા રહે. એ માટે તેણે યાજકો અને લેવીઓની ગોઠવણ કરી. તેઓ મંદિરમાં સેવા કરી શકે એટલે તેણે એવી પણ ગોઠવણ કરી કે લોકો દાન આપતા રહે.—૨કા ૩૧:૨-૧૨.
કીમતી રત્નો
“તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો”
૧૪ નમ્રતા બતાવવાની બીજી એક રીત છે કે આપણે ધ્યાનથી સાંભળીએ. યાકૂબ ૧:૧૯ કહે છે કે “સાંભળવામાં આતુર” બનો. સૌથી સારા સાંભળનાર તો યહોવા છે. (ઉત. ૧૮:૩૨; યહો. ૧૦:૧૪) દાખલા તરીકે, નિર્ગમન ૩૨:૧૧-૧૪ (વાંચો.) વાંચો ત્યારે એમાં લખેલી વાતચીત પર ધ્યાન આપો. મુસાની વાત સાંભળવા યહોવા બંધાયેલા ન હતા, તોપણ તેમણે મુસાને પોતાની લાગણી વ્યક્ત કરવા દીધી. શું તમે એવી વ્યક્તિને ધીરજથી સાંભળશો, જેની વાત ખોટી પડતી હોય? શું તમે તેનું સૂચન અમલમાં મૂકશો? ધ્યાન આપો કે, જેઓ શ્રદ્ધાથી યહોવાને પોકારે છે, એ દરેકની વાત યહોવા ધીરજથી સાંભળે છે.
૧૫ યહોવાએ નમ્રતાથી ઈબ્રાહીમ, રાહેલ, યહોશુઆ, માનોઆહ, એલિયા અને હિઝકિયાનું સાંભળ્યું હતું. આજે પણ તે લોકોની વાત એ જ રીતે સાંભળે છે. આપણે પોતાને પૂછી શકીએ: “શું હું યહોવાને અનુસરવાનો પ્રયત્ન કરું છું? શું હું ભાઈ-બહેનોનાં સૂચનો સાંભળું છું અને શક્ય હોય ત્યારે, એ પ્રમાણે કરીને તેઓને આદર આપું છું? મંડળ કે કુટુંબમાં એવું કોણ છે, જેને હું મદદ કરી શકું? એ માટે હું શું કરી શકું?”—ઉત. ૩૦:૬; ન્યા. ૧૩:૯; ૧ રાજા. ૧૭:૨૨; ૨ કાળ. ૩૦:૨૦.
જૂન ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૩૨-૩૩
“અઘરા સંજોગોમાં ભાઈ-બહેનોને હિંમત આપીએ”
it-૧-E ૨૦૪ ¶૫
આશ્શૂર
સાન્હેરીબ: હિઝકિયાએ આશ્શૂરના રાજા સાન્હેરીબ સામે બળવો કર્યો. (૨રા ૧૮:૭) એટલે સાન્હેરીબે યહૂદા પર હુમલો કર્યો અને ૪૬ શહેરો કબજે કરી લીધા. (યશા ૩૬:૧, ૨ સરખાવો.) જ્યારે તેણે લાખીશમાં છાવણી નાખી હતી, ત્યારે તેણે હિઝકિયાને ૩૦૦ તાલંત ચાંદી અને ૩૦ તાલંત સોનાનો દંડ કર્યો. (૨રા ૧૮:૧૪-૧૬; ૨કા ૩૨:૧; યશા ૮:૫-૮ સરખાવો.) હિઝકિયાએ દંડ ભર્યો તોપણ, સાન્હેરીબે પોતાના સંદેશવાહકો દ્વારા સંદેશો મોકલાવ્યો કે યરૂશાલેમના લોકો તેને શરણે થઈ જાય. (૨રા ૧૮:૧૭–૧૯:૩૪; ૨કા ૩૨:૨-૨૦)
સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?
૧૨ જે કામ આપણાથી ન થઈ શકે, એમાં યહોવા જરૂર મદદ કરે છે. પરંતુ, તે ઇચ્છે છે કે પહેલા આપણે બનતું બધું કરીએ. હિઝકિયાએ પણ બનતું બધું કર્યું. તેમણે “પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી.” તેઓએ સાથે મળીને નક્કી કર્યું કે “જે ઝરાઓ નગરની બહાર હતા તેમનાં પાણી બંધ કરી દેવાં” જોઈએ. પછી ‘તેમણે હિંમત રાખીને ભાંગેલો કોટ ફરીથી બાંધ્યો અને તેના પર બુરજો બાંધ્યા. તેઓએ કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.’ (૨ કાળ. ૩૨:૩-૫) એ સમયે યહોવાએ પોતાના લોકોની કાળજી અને રક્ષણ કરવા હિઝકિયા, સરદારો અને વફાદાર પ્રબોધકોનો ઉપયોગ કર્યો.
સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?
૧૩ હિઝકિયાએ એક એવું કામ કર્યું, જે ઝરાઓનાં પાણીને બંધ કરવાં અને શહેર ફરતે કોટને મજબૂત બનાવવા કરતાં વધારે મહત્ત્વનું હતું. એક કાળજી રાખનાર ઘેટાંપાળક તરીકે તેમણે લોકોને ઉત્તેજન આપવા ભેગા કર્યા. તેમ જ, તેમણે ભક્તિમાં મજબૂત કરતા શબ્દો કહ્યાં કે, ‘આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ જ ગભરાશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મહાન છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.’ હિઝકિયાએ લોકોને યાદ અપાવ્યું કે યહોવા તેઓ માટે લડશે. આમ, “યહુદાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.” નોંધ લેવા જેવું છે કે “હિઝકિયાના બોલ”થી લોકોને હિંમત મળી. યહોવાએ અગાઉથી જણાવ્યું હતું તેમ હિઝકિયા, તેમના સરદારો, પરાક્રમી યોદ્ધાઓ તેમ જ, પ્રબોધકો મીખાહ અને યશાયા સારા પાળકો સાબિત થયા.—૨ કાળ. ૩૨:૭, ૮; મીખાહ ૫:૫, ૬ વાંચો.
કીમતી રત્નો
દિલથી પસ્તાવો કરવો એટલે શું?
૧૧ મનાશ્શાની પ્રાર્થનાઓથી યહોવા જોઈ શક્યા કે સાચે જ મનાશ્શાએ પોતાનું મન બદલ્યું છે. એટલે તેમણે મનાશ્શાને માફ કર્યા અને થોડા સમય પછી ફરી રાજા બનાવ્યા. રાજા બન્યા પછી તેમણે પોતાનાં કાર્યોથી બતાવ્યું કે તેમને સાચે જ પસ્તાવો છે. તેમણે જે કર્યું એ આહાબ રાજાએ કર્યું ન હતું. મનાશ્શા રાજાએ પોતાનામાં ફેરફાર કર્યો. તેમણે રાજ્યમાંથી જૂઠી ભક્તિ દૂર કરવા મહેનત કરી અને લોકોને સાચી ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું. (૨ કાળવૃત્તાંત ૩૩:૧૫, ૧૬ વાંચો.) એમ કરવું કંઈ સહેલું ન હતું, કેમ કે તેમણે યુવાનીથી ઘણાં ખરાબ કામો કર્યાં હતાં. એની અસર તેમના કુટુંબ, અધિકારીઓ અને લોકો પર પડી હતી. વૃદ્ધ થયા પછી તેમણે યહોવા પર વિશ્વાસ રાખ્યો અને હિંમતવાન બનીને પોતાની ભૂલોને સુધારવા મહેનત કરી. એની કદાચ તેમના પૌત્ર યોશિયા પર સારી અસર પડી, જે પછીથી એક સારા રાજા બન્યા.—૨ રાજા. ૨૨:૧, ૨.
૧૨ આપણે મનાશ્શા રાજાના દાખલામાંથી શું શીખી શકીએ? તે નમ્ર બન્યા, એટલું જ નહિ તેમણે બીજું પણ કંઈક કર્યું. તેમણે યહોવાને પ્રાર્થના કરી અને દયાની ભીખ માંગી. તેમણે જીવનમાં ફેરફારો કર્યા અને પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો. તે યહોવાની ભક્તિમાં લાગુ રહ્યા. તેમણે બીજાઓને પણ એમ કરવા ઉત્તેજન આપ્યું. મનાશ્શાના દાખલામાંથી શીખવા મળે છે કે મોટાં મોટાં પાપ કર્યાં હોય, તેઓને પણ માફી મળી શકે છે. કારણ કે ‘યહોવા ભલા છે અને માફ કરવા તૈયાર છે.’ (ગીત. ૮૬:૫) પણ યહોવા ત્યારે જ માફ કરશે જો આપણે પોતાની ભૂલો માટે દિલથી પસ્તાવો કરીશું.
જૂન ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કાળવૃત્તાંત ૩૪-૩૬
“શું તમે બાઇબલમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી રહ્યા છો?”
it-૧-E ૧૧૫૭ ¶૪
હુલ્દાહ
નિયમશાસ્ત્રના શબ્દો સાંભળ્યા પછી યોશિયાએ જણાવ્યું કે તેને આ વિશે યહોવાનું માર્ગદર્શન જાણવું છે. એટલે તેણે અમુક માણસોને પ્રબોધિકા હુલ્દાહ પાસે મોકલ્યા. હુલ્દાહે તેઓને યહોવાનો સંદેશો જણાવ્યો. તેણે કહ્યું કે જેઓએ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું છે તેઓ પર, નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બધી આફતો આવી પડશે. હુલ્દાહે એ પણ કહ્યું કે યોશિયા જીવે છે ત્યાં સુધી લોકો પર એ આફતો નહિ આવે, કેમ કે તેણે પોતાને યહોવા સામે નમ્ર કર્યો છે.—૨રા ૨૨:૮-૨૦; ૨કા ૩૪:૧૪-૨૮.
યહોવાહની ભક્તિમાં ઉત્સાહ બતાવો
૨૦ રાજા યોશીયાહે મંદિરને ફરી બાંધવાની ગોઠવણ કરી. એ દરમિયાન “મુસાની મારફતે આપેલા યહોવાહના નિયમનું પુસ્તક હિલ્કીયાહ યાજકને જડ્યું.” યાજકે એ પુસ્તક મંત્રી શાફાનને આપ્યું. મંત્રીએ, યોશીયાહ રાજાને એ વાંચી સંભળાવ્યું. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૪-૧૮ વાંચો.) યોશીયાહને એ સાંભળીને કેવું લાગ્યું? તેમણે દુઃખી થઈને પોતાના કપડાં ફાડ્યા. તેમણે પ્રબોધિકા હુલ્દાહ પાસે માણસો મોકલીને યહોવાહની સલાહ પૂછાવી. યહોવાહે પ્રબોધિકા દ્વારા જણાવ્યું કે તે યહુદાહના રીત-રિવાજોને ધિક્કારે છે. એના લીધે તે આખા દેશ પર વિપત્તિ લાવશે. આ બનાવથી શીખવા મળે છે કે આપણી ભક્તિમાં ભેળસેળ થાય તો કેવું પરિણામ આવી શકે. યોશીયાહને જેવી ખબર પડી કે યહોવાહ મૂર્તિપૂજાને ધિક્કારે છે ત્યારે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે મૂર્તિઓને કાઢી નાખી. આમ કરવાથી તેમણે યહોવાહની કૃપા મેળવી અને આવનાર વિપત્તિમાંથી બચી ગયા. (૨ કાળ. ૩૪:૧૯-૨૮) એનાથી આપણને શીખવા મળે છે કે યોશીયાહની જેમ યહોવાહ તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. એમ કરવાથી યહોવાહ આપણી ભક્તિ સ્વીકારશે.
કીમતી રત્નો
લખેલી વાતોને શું તમે દિલમાં ઉતારશો?
૧૫ ચાલો, હવે યોશિયા વિશે જોઈએ. તે એક સારા રાજા હતા. પણ, તેમની એક ભૂલ તેમના મોતનું કારણ બની. (૨ કાળવૃત્તાંત ૩૫:૨૦-૨૨ વાંચો.) ઇજિપ્તના રાજા નખો વિરુદ્ધ તેમણે કારણ વગર યુદ્ધ છેડ્યું. નખોએ તેમને કહ્યું હતું કે, તે યુદ્ધ કરવા માંગતો નથી. બાઇબલ જણાવે છે કે, નખોના શબ્દો “ઈશ્વરના મુખમાંથી આવેલા” હતા. પણ, યોશિયા નખો વિરુદ્ધ રણભૂમિમાં ઊતર્યા અને માર્યા ગયા. તે શા માટે યુદ્ધ કરવા ગયા હતા, એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી.
૧૬ યુદ્ધમાં જતા પહેલાં યોશિયાએ તપાસ કરવાની જરૂર હતી કે, નખોના શબ્દો યહોવા તરફથી હતા કે કેમ. તે પ્રબોધક યિર્મેયાને પૂછી શક્યા હોત. (૨ કાળ. ૩૫:૨૩, ૨૫) તેમણે નખોના ઇરાદા જાણવાની જરૂર હતી. હકીકતમાં નખો યરૂશાલેમ પર નહિ, પણ બીજા રાષ્ટ્ર સામે લડવા કાર્કમીશ જઈ રહ્યો હતો. વધુમાં, તેણે યહોવા કે તેમના લોકોનું અપમાન કર્યું ન હતું. રણભૂમિમાં ઊતરવાનો નિર્ણય લેતા પહેલાં યોશિયાએ આ બધી બાબતોનો વિચાર ન કર્યો. એમાંથી આપણને શો બોધપાઠ મળે છે? મુશ્કેલ સંજોગોમાં કોઈ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે યહોવા આપણી પાસે શું ચાહે છે.
૧૭ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે, કયા બાઇબલ સિદ્ધાંતો મદદ કરી શકે અને એ કઈ રીતે લાગુ પાડી શકાય. આ સંજોગનો વિચાર કરો: એક બહેનના પતિ સત્યમાં નથી. બહેન એક દિવસે પ્રચારમાં જવાની યોજના બનાવે છે. (પ્રે.કા. ૪:૨૦) પરંતુ, તેનો પતિ ચાહે છે કે તે એ દિવસે પ્રચારમાં ન જાય, પણ તેની સાથે સમય વિતાવે. પતિને લાગે છે કે, ઘણા વખતથી તેઓએ સાથે સમય વિતાવ્યો નથી. એટલે, તે પત્ની જોડે બહાર જવા માંગે છે. યોગ્ય નિર્ણય લેવા, બહેન બાઇબલ કલમો તપાસે છે. તે જાણે છે કે, ઈશ્વરનું કહ્યું માનવું જોઈએ અને શિષ્યો બનાવવાની ઈસુની આજ્ઞા પાળવી જોઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૫:૨૯) જોકે, તે એ જાણે છે કે, પોતાના પતિને આધીન રહેવું અને સમજદારીથી વર્તવું પણ જરૂરી છે. (એફે. ૫:૨૨-૨૪; ફિલિ. ૪:૫) શું તેનો પતિ તેને પ્રચારમાં જતા રોકી રહ્યો છે, કે પછી ફક્ત પત્ની સાથે સમય વિતાવવા ચાહે છે? ઈશ્વરભક્તો તરીકે આપણે એવા નિર્ણયો લેવા ચાહીએ છીએ, જે વાજબી હોય તેમજ યહોવાને ખુશ કરતા હોય. અમુક કિસ્સામાં, આપણે સાહિત્યમાંથી સંશોધન કરી શકીએ અથવા કોઈ વડીલની સલાહ લઈ શકીએ. તે કદાચ આપણું ધ્યાન બીજા બાઇબલ સિદ્ધાંતો તરફ દોરે. આમ, આપણે ભૂલ કરવાનું ટાળી શકીશું.
જૂન ૨૬–જુલાઈ ૨
બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૧-૩
“યહોવાના હાથે ઘડાવા તૈયાર રહો”
ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
યહૂદીઓ ઘણાં વર્ષો સુધી બાબેલોનની ગુલામીમાં હતા. યહોવાએ તેઓને છોડાવવા ‘ઈરાનના રાજા કોરેશના દિલમાં ઇચ્છા જગાડી.’ તેણે ઢંઢેરો પિટાવ્યો કે યહૂદીઓ પોતાના વતન પાછા જઈ શકે છે. તેણે હુકમ બહાર પાડ્યો કે યહૂદીઓ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે.” (એઝ. ૧:૧, ૩) યહૂદીઓ માટે એ કેટલા ખુશીના સમાચાર હતા! હવે તેઓ યહોવાએ આપેલા દેશમાં પાછા જઈ શકવાના હતા અને તેમની ભક્તિ ફરી શરૂ કરી શકવાના હતા.
રથો અને મુગટ તમારું રક્ષણ કરશે
૨ ઝખાર્યા જાણતા હતા કે યરૂશાલેમ આવેલા યહુદીઓ ઈશ્વરભક્તો છે. આ એ જ લોકો છે, જેઓના “મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી” કે તેઓ બાબેલોનનાં ઘરો અને વેપાર-ધંધો છોડીને વતન પાછા ફરે. (એઝ. ૧:૨, ૩, ૫) તેઓ ઘરબાર છોડીને અજાણ્યા દેશમાં જવા નીકળી પડ્યા હતા, એ દેશ જે તેઓમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય જોયો ન હતો. યહોવાનું મંદિર ફરીથી ઊભું કરવું તેઓ માટે સૌથી મહત્ત્વનું હતું. એટલે જ તો તેઓ ઉબળખાબળ વિસ્તારોમાં આશરે ૧,૬૦૦ કિલોમીટર લાંબી અને જોખમભરી મજલ કાપવા તૈયાર હતા.
કીમતી રત્નો
એઝરાના મુખ્ય વિચારો
૧:૩-૬. અમુક ઈસ્રાએલીઓ બાબેલોનમાંથી પાછા પોતાના વતન આવી શક્યા ન હતા. એવી જ રીતે યહોવાહના બધા જ ભક્તો કંઈ ફૂલ-ટાઈમ પ્રચાર કરી શકતા નથી, કે પછી વધારે જરૂર હોય ત્યાં પ્રચાર કરવા જઈ શકતા નથી. તોપણ વધારે પ્રચાર કરી શકે છે એવા ભાઈ-બહેનોને તેઓ શાબાશી આપે છે અને સાથ આપે છે. સાથે સાથે એ કામ માટે યહોવાહની સંસ્થાને દાન પણ આપે છે.