નીતિવચનો
૧ દાઉદના દીકરા,+ ઇઝરાયેલના રાજા+ સુલેમાનનાં+ નીતિવચનો.*
૨ આ નીતિવચનો એટલે લખવામાં આવ્યાં, જેથી માણસ બુદ્ધિ*+ મેળવે,* શિસ્ત* સ્વીકારે,
બુદ્ધિથી ભરેલી વાતો સમજે;
૩ જેથી તે શિસ્ત+ સ્વીકારીને ઊંડી સમજણ મેળવે,
નેક બને,+ યોગ્ય નિર્ણય લે*+ અને ઈમાનદાર બને;*
૫ શાણો માણસ ધ્યાનથી સાંભળે છે અને વધારે શીખે છે,+
સમજુ માણસ ખરું માર્ગદર્શન* મેળવે છે,+
૬ જેથી તે કહેવતો અને ઉદાહરણો,*
જ્ઞાની માણસોની વાતો અને તેઓનાં ઉખાણાં સમજી શકે.+
૭ યહોવાનો* ડર* જ્ઞાનની શરૂઆત છે.+
મૂર્ખ લોકો બુદ્ધિ અને શિસ્તને* તુચ્છ ગણે છે.+
૧૦ મારા દીકરા, જો પાપીઓ તને ફોસલાવે તો તેઓની વાતમાં આવી ન જતો.+
૧૧ કદાચ તેઓ કહે: “અમારી સાથે આવ.
ચાલ, ખૂન કરવા માટે લાગ જોઈને બેસી રહીએ,
મજા માટે કોઈ નિર્દોષ પર હુમલો કરવા સંતાઈને બેસી રહીએ.
૧૩ તેઓનો કીમતી ખજાનો લૂંટી લઈશું
અને લૂંટેલા માલથી આપણાં ઘરો ભરીશું.
૧૫ મારા દીકરા, તેઓની પાછળ જઈશ નહિ.
તેઓના રસ્તે પગ મૂકીશ નહિ.+
૧૬ કેમ કે તેઓના પગ દુષ્ટ કામો કરવા દોડી જાય છે,
તેઓ લોહી વહેવડાવવા ઉતાવળા બને છે.+
૧૭ પક્ષીના દેખતાં જાળ પાથરવી સાવ નકામું છે.
૧૮ એટલે તેઓ ખૂન કરવા ટાંપીને બેસી રહે છે,
બીજાઓનો જીવ લેવા સંતાઈ રહે છે.
૨૦ ખરી બુદ્ધિ+ ગલીએ ગલીએ પોકાર કરે છે.+
એના અવાજના પડઘા આખા ચોકમાં સંભળાય છે.+
૨૧ ભીડભાડવાળી શેરીઓના નાકે એ મોટેથી બૂમ પાડે છે.
એ શહેરના દરવાજે કહે છે:+
૨૨ “હે મૂર્ખ લોકો, તમે ક્યાં સુધી મૂર્ખાઈને વળગી રહેશો?
હે મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી મશ્કરી કરવાની મજા માણશો?
હે અક્કલ વગરના લોકો, તમે ક્યાં સુધી જ્ઞાનનો તિરસ્કાર કરશો?+
૨૩ મારા ઠપકા પર ધ્યાન આપો અને સુધારો કરો.*+
૨૪ મેં તમને વારંવાર બોલાવ્યા, પણ તમે મારું સાંભળ્યું નહિ,
મેં મારો હાથ લંબાવ્યો, પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ.+
૨૫ તમે મારી સલાહ કાને ધરી નહિ,
મેં તમને ઠપકો આપ્યો ત્યારે, તમે એને ઠોકર મારી દીધી.
૨૬ તમારા પર મુસીબત તૂટી પડશે ત્યારે, હું તમારી મજાક ઉડાવીશ,
તમારા પર ભયંકર આફત આવી પડશે ત્યારે, હું તમારી હાંસી ઉડાવીશ.+
૨૭ જ્યારે તોફાનની જેમ તમારા પર ભયાનક વિપત્તિ આવશે,
વાવાઝોડાની જેમ તમારા પર સંકટ ઝઝૂમશે,
દુઃખો અને મુસીબતો તમને ઘેરી લેશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
૨૮ એ સમયે તમે* મને બોલાવશો, પણ હું જવાબ આપીશ નહિ,
તમે મને ખંતથી શોધશો, પણ હું તમને મળીશ નહિ,+
૨૯ કેમ કે તમે જ્ઞાનનો તિરસ્કાર કર્યો છે+
અને યહોવાનો ડર રાખવાનો નકાર કર્યો છે.+
૩૦ તમે મારી સલાહ માની નથી
અને મારા ઠપકાની કદર કરી નથી.