ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદે બાથ-શેબા+ સાથે વ્યભિચાર કર્યો, ત્યાર બાદ નાથાન પ્રબોધક* દાઉદને મળવા આવ્યો, એ વખતનું દાઉદનું ગીત.
૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+
તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+
૪ મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+
મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+
૬ જુઓ, તમે સાચા દિલના માણસથી ખુશ થાઓ છો.+
મારા મનને બુદ્ધિશાળી બનતા શીખવો.
૧૨ તમે મને બચાવીને જે ખુશી આપી હતી, એવી ખુશી પાછી આપો.+
એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું.
૧૪ હે ઈશ્વર, મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર,+ મને ખૂનના દોષથી બચાવી લો.+
એટલે મારી જીભ તમારા ન્યાયના માર્ગ વિશે ખુશીથી ગાશે.+
૧૬ તમને બલિદાન નથી જોઈતું, નહિ તો મેં એ આપ્યું હોત.+
તમને અગ્નિ-અર્પણથી ખુશી થતી નથી.+
૧૭ કચડાયેલું મન એવું બલિદાન છે, જે ઈશ્વરને ગમે છે.
હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.+
૧૮ કૃપા કરીને સિયોનનું ભલું કરો.
યરૂશાલેમની દીવાલો બાંધો.
૧૯ પછી અગ્નિ-અર્પણો અને આખેઆખાં અર્પણોથી,
નેક લોકોનાં બલિદાનોથી તમે રાજી થશો.
પછી તમારી વેદી પર આખલા ચઢાવવામાં આવશે.+