જૂન—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જૂન ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૪-૩૭
“યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો”
(ગીતશાસ્ત્ર ૩૭:૧, ૨) ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. ૨ કેમ કે તેઓ તો જલદી ઘાસની પેઠે કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
‘યહોવાહમાં આનંદ કરો’
‘ઈર્ષા કરશો નહિ’
આજે ચારે બાજુ દુષ્ટતા જોવા મળે છે કેમ કે આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. પ્રેષિત પાઊલે લખ્યું: “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧, ૧૩) જોકે, દુષ્ટોને સફળ થતા જોઈને આપણા પર એની અસર પડી શકે. અરે, તેઓની જાહોજલાલી જોઈને આપણી આંખો અંજાઈ શકે. એનાથી આપણે પરમેશ્વરની સેવામાં ઢીલા પડી શકીએ. પરંતુ, ગીતશાસ્ત્રના ૩૭મા અધ્યાયના શરૂઆતના શબ્દો સલાહ આપે છે: “ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.”
આજે દુનિયામાં ચારે બાજુથી અન્યાય વિષે સાંભળવા મળે છે. વેપાર-ધંધો કરનારાઓ કાળું-ધોળું કરતા હોય છે. ગુનેગારો નબળા લોકોનું શોષણ કરે છે. વળી, ખૂનીઓને ભાગ્યે જ કોઈ સજા થાય છે. આ બધું જોઈને આપણું લોહી ઊકળી ઊઠે અને આપણા મનની શાંતિ છીનવાઈ જઈ શકે. અરે, આપણને દુષ્ટોની અદેખાઈ પણ થઈ શકે. પરંતુ, શું તેઓની અદેખાઈ કરવાથી પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાનો છે? વળી, હાલમાં તો દુષ્ટો બીજાઓના ભોગે મઝા લૂંટતા હોય છે. પરંતુ શું તેઓને એનું ફળ નહિ ભોગવવું પડે? તેઓ જરૂર ભોગવશે! તો પછી, શા માટે આપણે એવા લોકોની અદેખાઈ કરવી જોઈએ?
ગીતકર્તા આગળ જણાવે છે: “તેઓ તો જલદી ઘાસની પેઠે કપાઇ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨) લીલી વનસ્પતિ જોવામાં હરિયાળી અને તાજી હોય છે. પરંતુ એ જલદી જ ચીમળાઈ જાય છે. એવા જ હાલ દુષ્ટોના પણ થશે. કેમ કે તેઓની સફળતા કે માલમિલકત કંઈ હંમેશ માટે રહેતી નથી. તેઓ ખાટલે પડ્યા હોય છે ત્યારે, અન્યાયથી ભેગી કરેલી માલમિલકત તેઓને જીવન આપી શકતી નથી. હકીકતમાં તો, તેઓએ પોતાની કરણીનું ફળ ભોગવવું જ પડે છે. પાઊલે લખ્યું, “પાપનો મૂસારો મરણ છે.” (રૂમીઓને પત્ર ૬:૨૩) દુષ્ટો અને અપ્રમાણિક લોકો આખરે પોતાનું ફળ ભોગવે છે. તો પછી, આવું જીવન જીવવાનો શો ફાયદો!—ગીતશાસ્ત્ર ૩૭:૩૫, ૩૬; ૪૯:૧૬, ૧૭.
દુષ્ટો એશઆરામમાં જીવતા હોય ત્યારે, શું આપણે અદેખાઈ કરવી જોઈએ? ગીતશાસ્ત્રના ૩૭માં અધ્યાયની પહેલી બે કલમોમાંથી આપણને શીખવા મળે છે: આપણે દુષ્ટોની સફળતાને લીધે યહોવાહની ભક્તિમાં ઢીલા પડી જવું જોઈએ નહિ. એના બદલે, તેમની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદોને ધ્યાનમાં રાખવા જોઈએ.—નીતિવચનો ૨૩:૧૭.
(ગીતશાસ્ત્ર ૩૭:૩-૬) યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ, ૪ જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે. ૫ તારા માર્ગો યહોવાને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. ૬ તે તારા ન્યાયીપણાને અજવાળાની પેઠે, અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે.
‘યહોવાહમાં આનંદ કરો’
‘યહોવાહ પર ભરોસો રાખો અને ભલું કરો’
ગીતકર્તાએ આજીજી કરી કે, “યહોવાહ પર ભરોસો રાખ, અને ભલું કર.” (ગીતશાસ્ત્ર ૩૭:૩ક) ચિંતાઓ કે શંકાથી ઘેરાયા હોઈએ ત્યારે, આપણે યહોવાહ પર ભરોસો રાખવાની જરૂર છે. તે આપણી પૂરેપૂરી કાળજી રાખે છે. મુસાએ લખ્યું, “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.” (ગીતશાસ્ત્ર ૯૧:૧) આ જગતની ભૂંડાઈ જોઈને આપણી ઊંઘ ઊડી જતી હોય તો, આપણે યહોવાહ પર વધારે ભરોસો રાખવાની જરૂર છે. કલ્પના કરો કે, તમે ચાલતા ચાલતા પડી જાવ છો અને તરત જ તમારો મિત્ર આવીને તમને સહારો આપે છે. એનાથી તમને કેટલી રાહત થાય છે! એવી જ રીતે, આપણે આ દુનિયાથી ઠોકર ખાઈએ છીએ ત્યારે, યહોવાહ આપણને હાથ લંબાવીને સહારો આપે છે. જેથી, તેમનો હાથ પકડીને આપણે સત્યના માર્ગમાં ચાલતા રહી શકીએ.—યશાયાહ ૫૦:૧૦.
દુષ્ટોની જાહોજલાલી આપણી શાંતિ છીનવી લેતી હોય તો, આપણે શું કરવું જોઈએ? એક ઉપાય છે કે આપણે પ્રચારમાં લાગુ રહીને નમ્ર લોકોને પરમેશ્વરનું જ્ઞાન મેળવવા મદદ કરીએ. દિવસે દિવસે દુષ્ટતા વધતી જાય છે ત્યારે, આપણે બીજાઓને વધારે મદદ કરતા રહેવાની જરૂર છે. પ્રેષિત પાઊલે કહ્યું: “સારું કરવાનું ન ચૂકો, વળી એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, આવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે.” તેથી, પરમેશ્વરના રાજ્યનો શુભસંદેશ જણાવીને આપણે જે સૌથી “સારું” છે, એ કરી શકીએ છીએ. સાચે જ, આપણું પ્રચારકાર્ય “હોઠોના ફળનું અર્પણ” છે.—હેબ્રી ૧૩:૧૫, ૧૬, પ્રેમસંદેશ; ગલાતી ૬:૧૦.
દાઊદ રાજા આગળ કહે છે, “દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ.” (ગીતશાસ્ત્ર ૩૭:૩ખ) દાઊદના દિવસોમાં એ “દેશ” યહોવાહે ઈસ્રાએલીઓને આપેલો વચનનો દેશ હતો. સુલેમાનના દિવસોમાં એની સીમા દાનથી તે દક્ષિણ બેરશેબા સુધીની હતી. એ ઈસ્રાએલીઓનું વતન હતું. (૧ રાજાઓ ૪:૨૫) આજે આપણે ગમે તે દેશમાં રહેતા હોઈએ, પરંતુ, આપણે એવા સમયની રાહ જોઈએ છીએ જ્યારે આખી પૃથ્વી બગીચા જેવી સુંદર બની જશે, જ્યાં ફક્ત ન્યાયીઓ રહેશે. એ સમય આવે ત્યાં સુધી, આપણે યહોવાહની ભક્તિ કરીને સલામતીમાં રહી શકીએ છીએ.—યશાયાહ ૬૫:૧૩, ૧૪.
આપણે ‘વિશ્વાસુપણાની પાછળ લાગીશું’ તો એનું શું ફળ મળશે? નીતિવચનોમાં લખેલા શબ્દો આપણને યાદ દેવડાવે છે: “વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે.” (નીતિવચનો ૨૮:૨૦) ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, ખંતથી શુભ સંદેશાનો પ્રચાર કરવાથી આપણને યહોવાહ તરફથી આશીર્વાદો મળે છે. ફ્રેંક અને તેમની પત્ની રૉઝનો વિચાર કરો. તેઓએ ૪૦ વર્ષ પહેલાં ઉત્તર સ્કોટલૅન્ડમાં પાયોનિયર બનીને જવાનું નક્કી કર્યું. ત્યાં થોડા જ લોકોને સત્યમાં રસ હતો, એ રસ પણ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો. તેમ છતાં, આ પાયોનિયર યુગલે પ્રચાર કરવાનું અને શિષ્ય બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પરિણામે, હવે સ્કોટલૅન્ડમાં એક મંડળ છે. આ યુગલ યહોવાહની સેવામાં લાગુ રહ્યું એનો યહોવાહે કેવો સરસ આશીર્વાદ આપ્યો. ફ્રેંક જણાવે છે, “સૌથી મોટો આશીર્વાદ એ છે કે અમે હજુ યહોવાહના માર્ગમાં ચાલીએ છીએ અને યહોવાહની સેવા કરી શકીએ છીએ.” આમ, આપણે પણ ‘વિશ્વાસુપણાની પાછળ લાગીશું’ તો, ઘણા આશીર્વાદો મેળવીશું.
‘યહોવાહમાં આનંદ કરો’
યહોવાહ સાથેનો આપણો સંબંધ ગાઢ બનાવવા અને તેમનામાં ભરોસો જાળવી રાખવા, આપણે શું કરવું જોઈએ? ‘યહોવાહમાં આનંદ કરવો’ જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૭:૪ક) પરંતુ, કઈ રીતે? મુશ્કેલીઓના સમયમાં પોતાના વિષે વધારે પડતું વિચારવાને બદલે આપણે યહોવાહ તરફ ફરવું જોઈએ. એ માટે આપણે બાઇબલ વાંચીને એના પર મનન કરવા સમય કાઢી શકીએ. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) શું તમને બાઇબલ વાંચીને આનંદ થાય છે? તમે યહોવાહ વિષે વધારે શીખવા માગો છો એવા ધ્યેયથી બાઇબલ વાંચશો તો, તમને ચોક્કસ આનંદ થશે. બાઇબલ વાંચતા હોય ત્યારે, કેમ નહિ કે થોડો સમય થોભીને વિચાર કરો કે, ‘આમાંથી મને યહોવાહ વિષે શું શીખવા મળે છે?’ એટલું જ નહિ, બાઇબલ વાંચતા તમે નોટબુક કે પેપર સાથે રાખી શકો. જેથી, તમે મનન કરતા હોવ ત્યારે, યહોવાહે બતાવેલા ગુણોને યાદ કરીને એની નોંધ લઈ શકો. બીજા એક ગીતમાં દાઊદે લખ્યું, “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) આપણે બાઇબલ વાંચીને એના પર પૂરા દિલથી મનન કરીશું તો, એનાથી આપણને જ નહિ પરંતુ, યહોવાહના હૃદયને પણ આનંદ થશે.
અભ્યાસ અને મનન કરીને આપણે કઈ રીતે આનંદ મેળવી શકીએ? આપણે યહોવાહ વિષે વધુને વધુ શીખવાનો ધ્યેય બાંધવો જોઈએ. કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ અને ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાંથી આપણને યહોવાહ અને ઈસુ વિષે અઢળક માહિતી મળે છે. દાઊદ ન્યાયી લોકોને ખાતરી આપે છે કે યહોવાહ તેઓના “હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૪ખ) પ્રેષિત યોહાને પણ લખ્યું: “આપણને ખાતરી છે કે તેમની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માગીએ તો તે આપણું સાંભળે છે. આપણે વિનંતી કરીએ ત્યારે તે આપણું સાંભળે છે એવું જો આપણે જાણતા હોઈએ તો તે આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર પણ આપશે એવી આપણને ખાતરી છે.”—૧ યોહાન ૫:૧૪, ૧૫, IBSI.
આપણે યહોવાહની વફાદારીથી ભક્તિ કરીએ છીએ. આપણે લોકો આગળ યહોવાહને જ આખા વિશ્વના રાજા તરીકે બતાવીએ છીએ ત્યારે, આપણને બહુ આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) જુલમી સરકારના દેશોમાં પણ આપણા ભાઈબહેનોએ ઘણો પ્રચાર કર્યો છે. એ જાણીને શું આપણું દિલ ખુશીથી ઝૂમી ઊઠતું નથી? આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ કે જે દેશોમાં પ્રતિબંધ છે, ત્યાં પણ મુક્ત રીતે પ્રચાર કામ થાય. પશ્ચિમના દેશોમાં રહેતા યહોવાહના સાક્ષીઓ કોઈ પણ વિરોધ વિના પોતાનું સેવાકાર્ય કરી શકે છે. જેમ કે, તેઓ થોડા સમય માટે એ દેશમાં રહેવા આવ્યા હોય તેવા લોકોને, વિદ્યાર્થીઓને અને રેફ્યુજીઓને પ્રચાર કરી શકે છે. આપણે આશા રાખીએ છીએ કે આ વ્યક્તિઓ પોતાના દેશમાં પાછા જઈને અંધકારમાં સત્યનો પ્રકાશ ફેલાવે.—માત્થી ૫:૧૪-૧૬.
‘તારા માર્ગો યહોવાહને સોંપ’
આપણને એ જાણીને કેટલી રાહત થાય છે કે, આપણી બોજરૂપ ચિંતાઓ દૂર થઈ જશે! પરંતુ કઈ રીતે? દાઊદ કહે છે, “તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૫) આપણા મંડળોમાં ઘણા ભાઈબહેનોના દાખલામાંથી જોવા મળે છે કે યહોવાહ તેઓને કઈ રીતે નિભાવી રાખે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) પાયોનિયરો, સરકીટ કે ડિસ્ટ્રીક્ટ નિરીક્ષકો, મિશનરિઓ કે પછી બેથેલમાં સેવા આપતા કોઈ પણ સેવક પાસેથી જોવા મળશે કે યહોવાહ ખરેખર તેઓને મદદ કરે છે. કેમ નહિ કે, તમે આ ભાઈબહેનોને પૂછો કે યહોવાહે તેમને કઈ રીતે મદદ કરી છે? ચોક્કસ તમને જાણવા મળશે કે મુશ્કેલીના સમયમાં પણ યહોવાહે ઘણા ભાઈબહેનોને મદદ કરી છે. યહોવાહ હંમેશાં આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૫; માત્થી ૬:૨૫-૩૪.
આપણે યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખીશું તો, આપણે પણ ગીતકર્તા જેવું અનુભવીશું: “તે તારા ન્યાયીપણાને અજવાળાની પેઠે, અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૬) યહોવાહના સાક્ષીઓ તરીકે આપણા વિષે હંમેશાં જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે છે. તેમ છતાં, યહોવાહ નમ્ર દિલના લોકોને એ જોવા મદદ કરે છે કે આપણે યહોવાહ અને લોકો માટે પ્રેમ હોવાથી પ્રચાર કરીએ છીએ. તેમ જ, આપણું વલણ સારું હશે તો, એનાથી પણ લોકોનું ધ્યાન ખેંચાઈ આવશે. યહોવાહ દરેક પ્રકારના વિરોધ અને સતાવણીથી આપણું રક્ષણ કરે છે. પરિણામે, પરમેશ્વરના લોકોનું ન્યાયીપણું બપોરની પેઠે તેજસ્વી થાય છે.—૧ પીતર ૨:૧૨.
(ગીતશાસ્ત્ર ૩૭:૭-૧૧) યહોવાની આગળ શાંત થા, અને તેની વાટ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઇશ નહિ. ૮ રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે. ૯ કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. ૧૦ કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામનિશાન જડશે નહિ. ૧૧ નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
w૦૩ ૧૨/૧ ૧૩ ¶૧૬-૨૦
‘યહોવાહમાં આનંદ કરો’
‘શાંત થા અને વાટ જો’
ગીતકર્તા આગળ કહે છે: “યહોવાહની આગળ શાંત થા, અને તેની વાટ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઇશ નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૭) અહીં દાઊદ ભાર મૂકે છે કે યહોવાહ કાર્ય કરે એ માટે આપણે ધીરજથી રાહ જોવાની જરૂર છે. ‘શા માટે જગતનો અંત હજુ આવ્યો નથી?’ એમ વિચારીને આપણે ફરિયાદ ન કરવી જોઈએ. યહોવાહની દયા અને ધીરજ આપણે પહેલાં વિચારતા હતા એનાથી પણ વધારે મહાન છે. તેથી, અંત આવે એ પહેલાં શુભસંદેશના પ્રચાર કાર્યમાં લાગુ રહીને, શું આપણે ધીરજથી રાહ જોઈએ છીએ? (માર્ક ૧૩:૧૦) ચાલો આપણે હમણાં એવા કોઈ પણ કામ ન કરીએ જેથી આપણે યહોવાહથી દૂર થઈ જઈએ. હમણાં જ સમય છે કે આપણે શેતાનની દુનિયાની ખરાબ અસરોથી દૂર રહીએ. તેમ જ આપણા નૈતિક ધોરણોને જાળવી રાખીએ અને યહોવાહ સાથેના આપણા સંબંધને જોખમમાં ન મૂકીએ. આપણે ખરાબ વિચારોને કાઢી નાખીએ અને વિરુદ્ધ જાતિની કે સજાતીય વ્યક્તિ સાથે કોઈ પાપ ન કરીએ.—કોલોસી ૩:૫.
દાઊદ આપણને સલાહ આપે છે: “રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે. કેમકે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮, ૯) હા, યહોવાહ પૃથ્વી પરથી સર્વ દુષ્ટોનો નાશ કરશે, એવા સમયની આપણે પૂરા ભરોસાથી રાહ જોવી જોઈએ.
“થોડા વખતમાં”
“કેમકે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૦) આ જગતનો અંત દિવસે દિવસે નજીક આવતો હોવાથી આ શબ્દોમાંથી કેટલું ઉત્તેજન મળે છે! મનુષ્યો ગમે તેવી સરકાર કે સત્તા ઊભી કરે, પણ આખરે તો એ નિષ્ફળ જ જવાની છે. પરમેશ્વરની સરકારનું રાજ આવે એ સમય બહુ જ નજીક છે. એ સરકારના રાજા ઈસુ ખ્રિસ્ત હશે. એ આખી દુનિયા પર રાજ કરશે અને સર્વ રાજ્યોને ભાંગી નાખશે.—દાનીયેલ ૨:૪૪.
નવી દુનિયામાં પરમેશ્વરના રાજ્ય હેઠળ તમે ‘દુષ્ટોને’ શોધશો તોપણ, તેઓ જડશે નહિ. તેમ જ, પરમેશ્વરની વિરુદ્ધ જનાર કોઈ પણ બચશે નહિ. હા, યહોવાહનો વિરોધ કરનારાઓનું નામોનિશાન જડશે નહિ. પરમેશ્વરની નવી દુનિયામાં સર્વ લોકો તેમની ભક્તિ કરનારા હશે. એ વખતે સલામતી હશે અને તાળાં કે બારી-બારણાંઓ પર લોખંડની જાળીઓની જરૂર નહિ પડે. તેમ જ કોઈ પણ આપણા સુખને ઝૂંટવી લેશે નહિ.—યશાયાહ ૬૫:૨૦; મીખાહ ૪:૪; ૨ પીતર ૩:૧૩.
પછી, “નમ્ર લોકો દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ક) પરંતુ, આ “નમ્ર લોકો” કોણ છે? એવા લોકો જેઓ પોતાના પર આવી પડેલી વિપત્તિનો સામનો કરવા યહોવાહની નમ્રતાથી રાહ જુએ છે. સાચે જ, “પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧ખ) અરે, હમણાં પણ આપણને મંડળમાં સુખ-શાંતિ મળે છે. કેમ કે આપણે યહોવાહને ખુશ કરે એવી ભક્તિ કરીએ છીએ.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૩૪:૧૮) આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.
w૧૧-E ૬/૧ ૧૯
ઈશ્વરની પાસે આવો
નિરાશ લોકોને દિલાસો
ઘણા સમયથી ડિપ્રેશનથી પીડાતા એક બહેને કહ્યું, ‘યહોવા મને પ્રેમ નથી કરતા.’ તેમણે પોતાના મનમાં નક્કી કરી લીધું કે યહોવા તેમનાથી દૂર થઈ ગયા છે. શું યહોવા નિરાશ થઈ ગયેલા ભક્તોથી દૂર છે? આનો જવાબ આપણને દાઊદે ઈશ્વરની પ્રેરણાથી લખેલા ગીતશાસ્ત્રમાં જવા મળે છે. એ દિલાસો આપનાર શબ્દો ગીતશાસ્ત્ર ૩૪:૧૮માં છે.
દાઊદ જાણતા હતા કે યહોવાના વિશ્વાસુ ભક્ત પર નિરાશાની કેવી અસર થઈ શકે છે. દાઊદ પોતાની યુવાનીમાં શાઊલથી ભાગતા ફરતા હતા. કેમ કે ઈર્ષાળુ રાજા શાઊલ તેમને મારી નાખવા માંગતા હતા. દાઊદે પલિસ્તિઓના ગાથ શહેરમાં આશરો લીધો. એ દુશ્મનોનો વિસ્તાર હોવાથી, દાઊદને લાગ્યું કે શાઊલ તેમને ત્યાં નહિ શોધે. પણ જ્યારે ત્યાંના લોકો દાઊદને ઓળખી ગયા, ત્યારે તેમણે ગાંડા હોવાનો ચાલાકીથી ઢોંગ કર્યો અને આમ તે બચી ગયા. પોતાના બચાવ માટે દાઊદે યહોવાનો આભાર માન્યો અને એ અનુભવને આધારે ગીતશાસ્ત્રનો ૩૪મો અધ્યાય રચ્યો.
શું દાઊદ એવું માનતા હતા કે ઈશ્વર એવા લોકોથી દૂર છે, જેઓ નિરાશામાં ડૂબી ગયા હોય કે જેઓને લાગે કે પોતાની મુશ્કેલીઓને કારણે ઈશ્વર તેઓને ધ્યાન આપતા નથી? દાઊદે લખ્યું, ‘યહોવા હંમેશાં તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે. જેઓ કચડાઇ ગયા છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.’ (કલમ ૧૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ચાલો જોઈએ કે એ શબ્દો કઈ રીતે દિલાસો અને આશા આપે છે.
‘યહોવા તેઓની સાથે છે.’ એક પુસ્તક આ શબ્દોનો અર્થ સમજાવતા કહે છે, ‘પ્રભુ આપણી વાત સાંભળવા હંમેશાં તૈયાર અને આતુર છે. તે પોતાના લોકોને મદદ કરવા અને બચાવવા હર વખત હાજર હોય છે.’ યહોવા પોતાના લોકોની સંભાળ રાખે છે, એ જાણીને કેટલો દિલાસો મળે છે. આ ‘સંકટના વખતોમાં’ તેમના ભક્તો કેવા સંજોગોમાંથી પસાર થાય છે, એ તે જુએ છે અને તેઓના મનની લાગણી સમજે છે.—૨ તીમોથી ૩:૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭.
‘જેઓના હૃદય ભાંગી ગયા છે.’ અમુક સમાજમાં, જેઓને પ્રેમ મળતો ન હોય, તેઓના હૃદય ભાંગી ગયા છે એમ કહેવામાં આવે છે. પણ, એક નિષ્ણાંત પ્રમાણે ગીતશાસ્ત્રના લેખક અહીં જીવનમાં આવતા “સામાન્ય દુઃખ અને પીડાની” વાત કરે છે. હા, અમુક વાર દુઃખ અને પીડા અનુભવવાથી ઈશ્વરના વફાદાર ભક્તોનું પણ હૃદય ભાંગી જાય છે.
‘જેઓ કચડાઇ ગયા છે.’ નિરાશ થઈ ગયેલાઓ કેટલીક વાર એટલા કચડાઇ જાય કે થોડા સમય માટે તેઓની બધી આશા મરી જાય છે. બાઇબલ ભાષાંતરકારો માટેનું માર્ગદર્શન પુસ્તક જણાવે છે કે આ શબ્દો કદાચ એવા લોકોને લાગુ પડે છે, “જેઓને પોતાનું ભાવિ ધૂંધળું લાગે.”
‘જેઓના હૃદય ભાંગી ગયા છે’ અને ‘જેઓ કચડાઇ ગયા છે,’ તેઓ વિશે યહોવાને કેવું લાગે છે? શું યહોવા એમ માનીને તેઓથી દૂર દૂર રહે છે કે તેઓ પ્રેમ અને સંભાળને લાયક નથી? ના, પણ યહોવા એક પ્રેમાળ માબાપની જેમ વર્તે છે. માબાપ પોતાના દુઃખી બાળકને હૂંફ આપે છે. એવી જ રીતે કોઈ ભક્ત મદદ માટે આજીજી કરે ત્યારે, યહોવા તેનું ધ્યાનથી સાંભળે છે. તે એવા ભક્તોના ભાંગેલા હૃદય જોડવા અને કચડાય ગયેલી લાગણીઓને શાંત પાડવા આતુર હોય છે. તેઓ પર આવતી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા તેઓને ડહાપણ અને હિંમત આપી શકે છે.—૨ કોરીંથી ૪:૭; યાકૂબ ૧:૫.
આ જાણવાનો પ્રયત્ન કરો કે તમે કઈ રીતે યહોવાની પાસે જઈ શકો? પ્રેમાળ ઈશ્વર વચન આપે છે: ‘જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.’—યશાયા ૫૭:૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન.
(ગીતશાસ્ત્ર ૩૪:૨૦) તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.
‘આ તમને સ્મરણને અર્થે થાય’
પાસ્ખા પર્વનું હલવાન કાપવામાં આવતું ત્યારે ઈસ્રાએલીઓએ ધ્યાન રાખવાનું હતું કે એનું એકે હાડકું ભાંગે નહિ. (નિર્ગ. ૧૨:૪૬; ગણ. ૯:૧૧, ૧૨) “ઈશ્વરનું હલવાન” જેણે આપણા માટે જીવ આપીને કિંમત ચૂકવી એના વિશે શું? (યોહા. ૧:૨૯) તેમને બે ગુનેગારોની વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યા હતા. યહુદીઓએ પીલાતને કહ્યું કે ઈસુના અને બંને ગુનેગારોનાં હાડકાં ભાંગવામાં આવે, જેથી તેઓનું મોત જલદી થાય અને નીસાન ૧૫ એટલે કે મોટા સાબ્બાથના દિવસ સુધી શબ વધસ્તંભ પર રહે નહિ. સૈનિકો બંને ગુનેગારોના પગ ભાંગીને ‘ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.’ (યોહા. ૧૯:૩૧-૩૪) પાસ્ખાના હલવાનની જેમ ઈસુનું પણ એકેય હાડકું ભાંગવામાં આવ્યું નહિ. એ રીતે, પાસ્ખાનું હલવાન નીસાન ૧૪, સાલ ૩૩ના રોજ થયેલા ઈસુના બલિદાનની “પ્રતિછાયા” હતું. (હિબ્રૂ ૧૦:૧) ઉપરાંત, એ બાબત ગીતશાસ્ત્ર ૩૪:૨૦ના શબ્દોને પૂરા કરે છે. આમ, બાઇબલની ભવિષ્યવાણીઓ પર આપણો ભરોસો મજબૂત થાય છે.
જૂન ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૮-૪૪
“બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે”
(ગીતશાસ્ત્ર ૪૧:૧, ૨) જે દરિદ્રીની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. ૨ યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; તે પૃથ્વી પર સુખી થશે; તેને તું તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન ન કર.
બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
પરંતુ, જો તમે બીમાર હો તો યાદ રાખો કે અગાઉના ભક્તોની જેમ યહોવા તમને પણ રાહત અને સહાય આપશે. રાજા દાઊદે લખ્યું: ‘જે ગરીબોની ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવા તેને છોડાવશે. યહોવા તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે.’ (ગીત. ૪૧:૧, ૨) જોકે, દાઊદનો કહેવાનો અર્થ એવો ન હતો કે ગરીબોને મદદ કરનારા એ સમયના ભલા લોકો ક્યારેય મરશે નહિ. તો પછી, યહોવા કઈ રીતે એવા ભલા લોકોને મદદ કરે છે? દાઊદ સમજાવે છે કે ‘બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. તેની માંદગીમાં આખી પથારી યહોવા, તમે બિછાવો છો.’ (ગીત. ૪૧:૩) યહોવાને બરાબર ખબર છે કે તેમના સેવકો કેવાં દુઃખોથી પીડાઈ રહ્યા છે. યહોવા તેઓને ભૂલતા નથી. યહોવા તેઓને હિંમત અને સમજદારી આપે છે. એટલું જ નહિ, તેમણે આપણા શરીરમાં એવી ક્ષમતા મૂકી છે કે એ આપોઆપ પોતાને સાજું કરી શકે.
w૯૧-E ૧૦/૧ ૧૪ ¶૬
યહોવાના મજબૂત હાથનો સહારો લો
પ્રેમાળ વ્યક્તિ, જરૂરિયાતમંદને મદદ કરે છે. કરૂણ બનાવ કે લાંબો સમય ચાલતી તકલીફોને ‘સંકટનો સમય’ કહી શકાય. એના કારણે કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈ શકે છે. તે ભરોસો રાખે છે કે મુશ્કેલ સંજોગોમાં ઈશ્વર તેની સંભાળ રાખશે. બીજાઓ તેને યહોવાની દયાનો સંદેશો જણાવીને ‘પૃથ્વી પર સુખી’ તરીકે જાહેર કરે છે. ઈશ્વરે દાઊદને ‘બીમારીના બિછાના પર આધાર આપ્યો.’ દાઊદનો દીકરો આબ્શાલોમ ઈસ્રાએલની રાજગાદી છીનવી લેવા માંગતો હતો, એવા કપરા સંજોગોમાં યહોવાએ દાઊદને સાથ આપ્યો.—૨ શમૂએલ ૧૫:૧-૬.
(ગીતશાસ્ત્ર ૪૧:૩) બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે; તેના મંદવાડમાં આખી પથારી તું બિછાવે છે.
પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા
બીમારીમાં પણ યહોવાહ પોતાના ભક્તોને સાથ આપે છે. એવા અતૂટ ભરોસાથી દાઊદે કહ્યું, ‘સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં આખી પથારી તે બિછાવે છે.’ (ગીત. ૪૧:૧, ૩) દાઊદને સો ટકા ખાતરી હતી કે “યહોવાહ તેનો આધાર થશે.”
તોપણ દાઊદે કોઈ ચમત્કારની આશા ન રાખી. તેમને ખાતરી હતી કે યહોવાહ સાથ આપશે. સહન કરવા શક્તિ આપશે. દાઊદને એની સખત જરૂર હતી. એક બાજુ બીમારી ને બીજી બાજુ દુશ્મનો. (કલમ ૫, ૬) કઈ રીતે ‘યહોવાહ દાઊદનો આધાર થયા’? તેમને એવા બનાવો યાદ અપાવ્યા હોય શકે, જેનાથી ઉત્તેજન અને દિલાસો મળે. દુશ્મનો ભલે ગમે એ કહે, પણ યહોવાહની નજરમાં દાઊદની શ્રદ્ધા અડગ હતી. એટલે દાઊદે કહ્યું કે “તું મને મારા નિર્દોષપણામાં [શ્રદ્ધામાં] સ્થિર રાખે છે.” (કલમ ૧૨) આખરે દાઊદ સાજા થયા. સાચે જ યહોવાહ પોતાના બીમાર ભક્તોની પણ સંભાળ રાખે છે!—૨ કોરીં. ૧:૩.
(ગીતશાસ્ત્ર ૪૧:૧૨) તું મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખે છે, અને તારી હજૂરમાં મને સર્વકાળ રાખે છે.
બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
અપૂર્ણતાને લીધે આપણે બીમારીઓ ટાળી શકતા નથી. આપણે સાજા થવા યહોવા પાસે ચમત્કારની આશા પણ રાખતા નથી. જોકે, આપણે એ સમયની રાહ જોઈ શકીએ, જ્યારે યહોવા દરેકને બીમારીઓમાંથી મુક્ત કરશે. પ્રકટીકરણ ૨૨:૧, ૨માં પ્રેરિત યોહાને “જીવનનાં પાણી” અને ‘જીવનના ઝાડ’ વિશે જણાવ્યું, જેના દ્વારા સાજાપણું મળશે. એ કોઈ જડીબુટ્ટી નથી, જેના દ્વારા આપણે હમણાં અથવા નવી દુનિયામાં સાજા થઈ જઈશું. પણ એ તો યહોવા અને ઈસુ દ્વારા મળનારા આશીર્વાદોને દર્શાવે છે, જેના દ્વારા આપણે હંમેશાં જીવી શકીશું.—યશા. ૩૫:૫, ૬.
એ સોનેરી યુગની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. ત્યાં સુધી આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણામાંના દરેકને ખૂબ ચાહે છે. તે આપણી તકલીફો જાણે છે અને આપણું દર્દ સમજે છે. રાજા દાઊદની જેમ આપણને પૂરો ભરોસો છે કે બીમારીમાં યહોવા આપણને ત્યજશે નહિ. યહોવા હંમેશાં પોતાના વફાદાર લોકોની સંભાળ રાખશે.—ગીત. ૪૧:૧૨.
યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ
૩. આપણી આશા નક્કર રાખીએ
દાઊદને આશા હતી કે ઈશ્વરની કૃપા તેમના પર કાયમ રહેશે. (ગીતશાસ્ત્ર ૪૧:૧૨ વાંચો.) તે જાણતા હતા કે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરશે, તો જ એ આશા પૂરી થશે. દાઊદની જેમ આપણને પણ ધરતી પર અમર જીવવાની આશા છે. યહોવાહ સાથેનો નાતો વધારે પાકો બનાવવાની પણ આશા છે. એ માટે યહોવાહ આપણને શિક્ષણ આપે છે. માર્ગદર્શન આપે છે. આશીર્વાદ આપે છે. આપણી આશા પૂરી થાય માટે યહોવાહને વળગી રહીએ.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૩૯:૧, ૨) મેં કહ્યું, હું મારા માર્ગોને સંભાળીશ, કે હું મારી જીભે પાપ ન કરું; દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ. ૨ હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો; અને મારો શોક વધી ગયો.
w૦૯-E ૫/૧૫ ૪ ¶૫
“ચૂપ રહેવાનો સમય”
દુષ્ટ લોકોની સાથે હોઈએ ત્યારે સમજી વિચારીને બોલવું જોઈએ. પ્રચારમાં કોઈ આપણી મજાક ઉડાવે ત્યારે, ચુપ રહેવું સારું કહેવાશે. આપણી સાથે ભણનારા કે નોકરી કરનારા ગંદા જોક્સ કે ખરાબ ભાષા વાપરે ત્યારે, ચુપ રહેવાથી બતાવી આપીશું કે આપણે તેઓ સાથે સહમત નથી. (એફે. ૫:૩) ગીતશાસ્ત્રના લેખકે લખ્યું, “દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”—ગીત. ૩૯:૧.
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧
૩૯:૧, ૨. દુષ્ટ લોકો આપણા ભાઈ-બહેનોનું બૂરું કરવા આપણી પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે, આપણે પોતાના મોં પર લગામ રાખીએ. ચૂપ રહીએ.
(ગીતશાસ્ત્ર ૪૧:૯) હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.
તેઓને મસીહ મળ્યા
એક દગો દેશે અને બીજાઓ છોડીને જતા રહેશે
પહેલેથી જણાવ્યું હતું કે મસીહનો મિત્ર તેમને દગો દેશે. દાઊદે લખ્યું હતું: “મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.” (ગીત. ૪૧:૯) બાઇબલના જમાનામાં, જોડે રોટલી ખાવી એ મિત્રતાનું પ્રતિક ગણાતું. (ઉત. ૩૧:૫૪) યહુદા ઈસકારીઓત તો ઈસુનો મિત્ર અને શિષ્ય હતો. એટલે જ્યારે તેણે દગો દીધો ત્યારે ઈસુને કેટલું દુઃખ થયું હશે! તેના વિષે વાત કરતા ઈસુએ દાઊદની ભવિષ્યવાણી પર શિષ્યોનું ધ્યાન દોરતા કહ્યું: “આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું; પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, એ શાસ્ત્ર લેખ પૂરો થવા સારુ એમ થવું જોઈએ.”—યોહા. ૧૩:૧૮.
પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા
એ અધ્યાયમાં દાઊદે એક જિગરી દોસ્તની પણ વાત કરી. તે તેમની સાથે ખાતો-પીતો હતો, પણ પછી દગો દીધો. (કલમ ૯) કદાચ દાઊદ પોતાના ખાસ સલાહકાર અહીથોફેલની વાત કરતા હતા. તે આબ્શાલોમ સાથે ભળી ગયો. (૨ શમૂ. ૧૫:૩૧; ૧૬:૧૫) કલ્પના કરો કે દાઊદ પર શું વીત્યું. એક તો પોતે સખત બીમાર. દુશ્મનોની ઇચ્છા કે તે બીમારીમાંથી બેઠા જ ન થાય. (કલમ ૫) ઉપરથી પાછો ડર કે હવે બીજું કોણ દગો કરશે?
જૂન ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૪૫-૫૧
“યહોવા ભગ્ન હૃદયને નકારતા નથી”
(ગીતશાસ્ત્ર ૫૧:૧-૪) હે ઈશ્વર, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર; તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભુંસી નાખ. ૨ મારા અન્યાયથી મને પૂરો ધો, અને મારા પાપથી મને શુદ્ધ કર. ૩ કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે. ૪ તારી, હા, તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાયી ઠરે, અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે.
w૯૩-E ૩/૧૫ ૧૦-૧૧ ¶૯-૧૩
યહોવાહની દયા આપણને હતોત્સાહથી બચાવે છે
દાઊદ અને બાથશેબા પોતાના અપરાધને લીધે યહોવા દેવને જવાબદાર હતાં. તેઓના પાપને લીધે તેઓને મારી નાખવામાં આવ્યાં હોત, પરંતુ, દેવે તેઓ પર દયા કરી. તે ખાસ કરીને રાજ્ય કરારને લીધે દાઊદ પર દયાળું હતાં. (૨ શમૂએલ ૭:૧૧-૧૬) બાથશેબાનો સમાવેશ કરતા પાપ પ્રત્યેનું દાઊદનું વલણ ગીતશાસ્ત્ર ૫૧માં જોવા મળે છે. નાથાન પ્રબોધકે દૈવી નિયમના તેના ઉલ્લંઘનની ગંભીરતા તરફ તેનું અંત:કરણ જગાડ્યું ત્યારે પશ્ચાતાપી રાજાએ આ હૃદયસ્પર્શી ગીત રચ્યું. દાઊદના પાપ તેના ધ્યાન પર લાવવા માટે નાથાનને હિંમતની જરૂર પડી, તેમ આજે એવી બાબતો કરવા માટે નિયુક્ત ખ્રિસ્તી વડીલોએ પણ હિંમતવાન થવું જોઈએ. રાજાએ આરોપનો નકાર કરી નાથાનના વધનો હુકમ આપવાને બદલે નમ્રતાથી કબૂલાત કરી. પોતાના અપમાનિત કૃત્યો વિશે તેણે દેવને પ્રાર્થનામાં શું કહ્યું એ ગીતશાસ્ત્ર ૫૧ બતાવે છે. અને ખાસ કરીને આપણે ભૂલ કરી હોય તથા યહોવાની દયાની અપેક્ષા રાખતા હોઈએ ત્યારે, પ્રાર્થનાપૂર્વક મનન કરવા માટે વિશેષ યોગ્ય છે.
આપણે દેવને હિસાબપાત્ર છીએ
દાઊદે પોતાના પાપ માટે બહાનું કાઢ્યું નહિ પરંતુ આજીજી કરી: “હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર; તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧) દાઊદે પાપ કરીને દેવના નિયમશાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. તેમ છતાં, દેવ પોતાના પ્રેમાળ-માયાળુપણા, અથવા વફાદાર પ્રેમ, અનુસાર તેના પર કૃપા બતાવે તો તે આત્મિક રીતે સાજો થાય એવી આશા હતી. ભૂતકાળમાં દેવે ભરપૂરપણે બતાવેલી દયાએ પશ્ચાતાપી રાજાને વિશ્વાસનો પાયો આપ્યો કે તેના બનાવનાર તેના ઉલ્લંઘનોને ભૂંસી નાખશે.
યહોવાહે પ્રાયશ્ચિત દિનના બલિદાનોના પ્રબોધકીય પૂર્વચિત્રો દ્વારા સૂચવ્યું કે તેમની પાસે પશ્ચાતાપી વ્યક્તિઓને તેઓના પાપોથી શુદ્ધ કરવાનો માર્ગ હતો. હવે આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના ખંડણીમય બલિદાનમાં આપણા વિશ્વાસને આધારે તેમની દયા અને માફી આપણા સુધી લંબાવવામાં આવ્યાં છે. દાઊદ એ બલિદાનને દર્શાવતા નમૂનાઓ અને છાયાઓ જ લક્ષમાં રાખીને યહોવાહના પ્રેમાળ-માયાળુપણા અને દયામાં ભરોસો રાખી શક્યો તો, દેવના આધુનિક દિવસના સેવકોએ તેઓના તારણ માટે પૂરી પાડવામાં આવેલી ખંડણીમાં કેટલો બધો વિશ્વાસ આચરવો જોઈએ!—રૂમી ૫:૮; હેબ્રી ૧૦:૧.
દાઊદે દેવને આજીજી કરતા ઉમેર્યું: “મારા અન્યાયથી મને પૂરો ધો. અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમ કે, મારા ઉલ્લઘંન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.” (ગીતશાસ્ત્ર ૫૧:૨, ૩) પાપ કરવાનો અર્થ થાય છે હોવાના ધોરણો સંબંધીનું નિશાન ચૂકવું. દાઊદ નિષ્ચે ચૂકી ગયો હતો. છતાં, તે કોઈ ખૂની કે વ્યભિચારી જેવો ન હતો, જે ફક્ત શિક્ષા અથવા રોગોનો ચેપ લાગવાની શક્યતાથી જ ખેદિત હોય, પરંતુ પોતાના ગુના વિશે નિશ્ચિત હોય. દાઊદે યહોવાના ચાહક તરીકે ભૂંડાઈને ધિક્કારી. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તેને પોતાના પાપ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ અને દેવે તેને પૂરેપૂરો શુદ્ધ કરે એવું તે ઇચ્છતો હતો. દાઊદ પોતાના ઉલ્લંઘનોથી પૂરેપૂરો વાકેફ હતો અને તેની પાપમય ઇચ્છા તેના પર ફાવી ગઈ હતી. તેને લીધે ઘણો જ દિલગીર હતો. તેનું પાપ નિત્ય તેની આગળ હતું, કેમ કે, દેવનો ભય રાખનાર વ્યક્તિનું દોષિત અંત:કરણ, પસ્તાવો, કબૂલાત અને યહોવાની માફી ન મળે ત્યાં સુધી કદી પણ જંપતુ નથી.
દાઊદે યહોવા પ્રત્યે પોતાની જવાબદારી સ્વીકારી કહ્યું: “તારી, હા, તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાયી ઠરે, અને તું ન્યાય કર ત્યારે તું નિર્દોષ ઠરે.” (ગીતશાસ્ત્ર ૫૧:૪) દાઊદે દેવના નિયમો તોડ્યા હતા, રાજાની પદવીનું અપમાન કર્યું હતું, અને દેવની નિંદાનું કારણ આપી, “નિ:શક યહોવાનું અપમાન કર્યું હતું.” (૨ શમૂએલ ૧૨:૧૪; નિર્ગમન ૨૦:૧૩, ૧૪, ૧૭) દાઊદના પાપી કૃત્યો ઇસ્ત્રાએલી સમાજ અને તેના કુટુંબના સભ્યો વિરુદ્ધના ગુનાઓ પણ હતાં, જેમ આજે બાપ્તિસ્મા પામેલો અપરાધી ખ્રિસ્તી મંડળમાં અને પ્રિયજનો મધ્યે દુઃખ અને વેદનાનું કારણ બને છે. પશ્ચાતાપી રાજા જાણતો હતો કે તેણે ઉરીયાહ જેવા માનવીઓ વિરુદ્ધ પાપ કર્યું છે છતાં, તેણે યહોવા પ્રત્યેની વધુ ઊંચી જવાબદારી સ્વીકારી. (સરખાવો ઉત્પત્તિ ૩૯:૭-૯) દાઊદે સ્વીકાર્યું કે યહોવાનો ન્યાયચુકાદો ન્યાયી હશે. (રૂમી ૩:૪) પાપ કર્યું હોય એવા ખ્રિસ્તીઓએ પણ એવું જ દૃષ્ટિબિંદુ રાખવાની જરૂર છે.
(ગીતશાસ્ત્ર ૫૧:૭-૯) ઝૂફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવ, તો હું હિમ કરતાં ધોળો થઈશ. ૮ મને હર્ષ તથા આનંદ સંભળાવ; એટલે જે હાડકાં તેં ભાંગ્યાં છે તેઓ આનંદ કરે. ૯ મારાં પાપ તરફ નજર ન કર; મારા સર્વ અન્યાય ભૂંસી નાખ.
w૯૩-E ૩/૧૫ ૧૨-૧૩ ¶૧૮-૨૦
યહોવાહની દયા આપણને હતોત્સાહથી બચાવે છે
પુનઃસ્થાપિત કરવાની વિનંતી
કદી પણ દોષિત અંતઃકરણ સહ્યું હોય એવા કોઈ પણ ખ્રિસ્તી દાઊદના શબ્દો સમજી શકે: “[યહોવા] મને હર્ષ તથા આનંદ સંભળાવ; એટલે જે હાડકાં તેં ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.” (ગીતશાસ્ત્ર ૫૧:૮) દાઊદે પસ્તાવો કર્યો અને પોતાના પાપો કબૂલ્યાં એ પહેલાં, તેના ખેદિત અંત:કરણે તેને દુ:ખી કર્યો. સારા ગાયકો અને કુશળ સંગીતકારોએ રજૂ કરેલા આનંદોલ્લાસ અને ખુશીના ગીતોમાં પણ તેને આનંદ મળ્યો નહિ. દેવની અસ્વીકૃતિને લીધે પાપી દાઊદની પીડા એ માણસ જેટલી હતી જેના હાડકાં પીડાકારક રીતે ભાંગવામાં આવ્યા હોય. તે માફી, આત્મિક સાજાપણું, અને અગાઉ અનુભવેલો આનંદ પુનઃસ્થાપિત થાય માટે તલપ્યા. આજે પણ પશ્ચાતાપી અપરાધીએ દેવ સાથેના પોતાના સંબંધને જોખમમાં નાખતું કંઈક કર્યું એ અગાઉ તેની પાસે હતો એવો આનંદ પાછો મેળવવા માટે યહોવાની માફી માંગવાની જરૂર છે. પશ્ચાતાપી પાપીને “પવિત્ર આત્માનો આનંદ” પુનઃસ્થાપિત કરવામાં આવે તો એ બતાવે છે કે યહોવાએ તેને માફ કર્યો છે અને તેને પ્રેમ કરે છે. (૧ થેસ્સાલોનીકી ૧:૬) એ કેવો દિલાસો લાવે છે!
દાઊદે વધુમાં પ્રાર્થના કરી: “મારાં પાપ તરફ નજર ન કર; મારા સર્વ અન્યાય ભૂંસી નાખ.” (ગીતશાસ્ત્ર ૫૧:૯) એવી અપેક્ષા ન રાખી શકાય કે યહોવા પાપ તરફ સ્વીકૃતિથી નજર કરે. તેથી, તેમને વિનંતી કરવામાં આવી કે દાઊદના પાપથી પોતાનું મુખ સંતાડે. રાજાએ એવી વિનંતી પણ કરી કે દેવ તેની બધી ભૂલો ભૂંસી નાખે, તેનું બધું અન્યાયીપણું ધોઈ નાખે. યહોવા એમ કરે તો કેવું સારું! એ દાઊદની ગમગીની દૂર કરે, ડંખતા અંતઃકરણનો બોજ દૂર કરે, અને હવે પશ્ચાતાપી રાજાને જણાવે કે તેના પ્રેમાળ દેવે તેને માફ કર્યો છે.
તમે પાપ કર્યું હોય તો શું?
ગીતશાસ્ત્ર ૫૧ બતાવે છે કે યહોવાના સમર્પિત સેવકોમાંના જેઓએ પણ ગંભીરપણે પાપ કર્યું હોય, પરંતુ પસ્તાવો કરે તો તેમના પર કૃપા બતાવવામાં આવે અને તેઓના પાપથી તેઓને શુદ્ધ કરવામાં આવે માટે ભરોસાપૂર્વક યહોવાને વિનંતી કરી શકે. તમે એવા ખ્રિસ્તી હો જેણે આવી રીતે ભૂલ કરી હોય તો, શા માટે નમ્ર પ્રાર્થનામાં આપણા આકાશી પિતાની માફી માંગતા નથી? દેવ સમક્ષ ઊભા રહેવા માટે સ્વીકાર કરો કે તમને તેમની મદદની જરૂર છે, અને તમારા અગાઉનો આનંદ પુનઃસ્થાપિત કરવા તેમને વિનંતી કરો. પશ્ચાતાપી ખ્રિસ્તીઓ યહોવાને પ્રાર્થનામાં ભરોસાપૂર્વક આવી વિનંતીઓ કરી શકે, કેમ કે “તે બહોળી રીતે માફ કરે છે.” (યશાયા ૫૫:૭; ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦-૧૪) અલબત્ત, મંડળના વડીલોને બોલાવવા જોઈએ જેથી તેઓ જરૂરી આત્મિક સહાય પૂરી પાડે શકે.—યાકૂબ ૫:૧૩-૧૫.
(ગીતશાસ્ત્ર ૫૧:૧૦-૧૭) હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર. ૧૧ તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ. ૧૨ તારા તારણનો હર્ષ મને પાછો આપ; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. ૧૩ ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તારી તરફ ફરશે. ૧૪ હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કર; એટલે મારી જીભ તારા ન્યાયીપણા વિશે મોટેથી ગાશે. ૧૫ હે પ્રભુ, તું મારા હોઠ ઉઘાડ; એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે. ૧૬ કેમ કે તું યજ્ઞથી રીઝતો નથી, નહિ તો હું તે અર્પણ કરત; તું દહનીયાર્પણથી આનંદ પામતો નથી. ૧૭ ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે: હે ઈશ્વર, તું રાંક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહિ.
આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ
આપણે યહોવા વિશે શીખવા લાગ્યા એ પહેલાં કદાચ એવી બાબતો કરતા હતા, જેનાથી તેમને નફરત છે. બની શકે એવી ખોટી ઇચ્છાઓ હજી પણ આપણામાં જાગતી હોય. છતાં, આપણામાં પૂરેપૂરું બદલાણ લાવવા અને યહોવાને ગમતું કરવા તે આપણને મદદ કરી શકે છે. રાજા દાઊદે એ અનુભવ્યું હતું. બાથશેબા સાથે વ્યભિચારનું પાપ કર્યાનો તેમણે પસ્તાવો બતાવ્યો. તેમણે પ્રાર્થનામાં યહોવા પાસે “શુદ્ધ હૃદય” માંગ્યું. તેમજ, તેમની આજ્ઞા માને એવું મન આપવા વિનંતી કરી. (ગીત. ૫૧:૧૦, ૧૨) પરંતુ, ખોટી ઇચ્છાઓનાં મૂળ મનમાં ઊંડાં ઊતર્યાં હોય અને સારા વિચારોને ઘેરી લેતાં હોય તો શું? એવા સંજોગોમાં પણ યહોવા આપણને મદદ કરી શકે છે. તેમની આજ્ઞાઓ પાળવાની અને સારું કરવાની ઇચ્છા, તે આપણા મનમાં એટલી હદે વધારશે કે ખોટી ઇચ્છાઓ દૂર થઈ જશે. તે આપણને અયોગ્ય વિચારો પર કાબૂ રાખવા મદદ કરશે.—ગીત. ૧૧૯:૧૩૩.
w૯૩-E ૩/૧૫ ૧૪-૧૭ ¶૪-૧૬
યહોવાહ ભગ્ન હૃદયને ધિક્કારતા નથી
શુદ્ધ હૃદય જરૂરી છે
સમર્પિત ખ્રિસ્તી પાપને લીધે ખરાબ આત્મિક સ્થિતિમાં હોય તો, તેને યહોવાહની દયા અને માફી ઉપરાંત શાની જરૂર હોય શકે? વારુ, દાઊદે વિનંતી કરી: “હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૦) દેખીતી રીતે જ, દાઊદે આ વિનંતી કરી કેમ કે તેને સમજાયું કે ગંભીર પાપ કરવાનું સ્વાભાવિક વલણ હજુ પણ તેના હૃદયમાં હતું. દાઊદે બાથશેબા અને ઉરીયાહ સંબંધી ફસાયો એવા પ્રકારના પાપમાં આપણે સંડોવાયા ન હોઈએ, પરંતુ આપણે કોઈ પણ ગંભીર પાપમય વર્તણૂકમાં પરોવાઈએ એવા પરીક્ષણ સમક્ષ ઝૂકી જવાનું નિવારવા યહોવાહની મદદની જરૂર છે. તદુપરાંત, ચોરી અને ખૂન સાથે સંબંધિત ગુના, લોભ અને ઘૃણા જેવા પાપમય લક્ષણો આપણાં હૃદયમાંથી દૂર કરવા, આપણને વ્યક્તિગત રીતે દૈવી મદદની જરૂર હોય શકે.—કોલોસી ૩:૫, ૬; ૧ યોહાન ૩:૧૫.
યહોવાહ માગે છે કે તેમનાં સેવકોમાં “શુદ્ધ હૃદય,” એટલે કે, પ્રેરણાબળ અથવા ઇરાદાની શુદ્ધતા હોય. દાઊદે સ્વીકાર્યું કે તેણે આવી શુદ્ધતા પ્રદર્શિત કરી ન હતી તેથી, તેણે દેવને પ્રાર્થના કરી કે તે તેનું હૃદય શુદ્ધ કરીને દૈવી ધોરણોના સુમેળમાં લાવે. ગીતકર્તાને નવો, નેકીવાન આત્મા, અથવા માનસિક વલણ, પણ જોઈતાં હતાં. તેને એવો આત્મા જોઈતો હતો જે પરીક્ષણનો સામનો કરવા અને યહોવાહના નિયમો તથા સિદ્ધાંતોને દૃઢતાથી વળગી રહેવા તેને મદદ કરે.
પવિત્ર આત્મા અગત્યનો
આપણે આપણી ભૂલો અથવા અપરાધોને લીધે હતોત્સાહી હોઈએ ત્યારે આપણને લાગી શકે કે દેવ આપણને બાજુએ ફેંકી દેશે, અને તેમનો પવિત્ર આત્મા, અથવા સક્રિય બળ, આપણી પાસેથી પાછું ખેંચી લેશે. દાઊદને એવું લાગ્યું, કેમ કે તેણે યહોવાને કાલાવાલા કર્યા: “તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૧) પશ્ચાતાપી અને નમ્ર દાઊદને લાગ્યું કે તેના પાપોએ તેને યહોવાની સેવા કરવા ગેરલાયક ઠરાવ્યો છે. દેવની સંમુખથી કાઢી મૂકવાનો અર્થ તેમની કૃપા, દિલાસો અને આશીર્વાદ ગુમાવવો થાય. દાઊદે આત્મિક રીતે પુન:સ્થાપિત થવું હોય તો, તેને યહોવાના પવિત્ર આત્માની જરૂર હતી. એ તેના પર હોય તો, યહોવાને ખુશ કરવા રાજા પ્રાર્થનાપૂર્વક દૈવી માર્ગદર્શન શોધી શકે, પાપ નિવારી શકે, અને ડહાપણથી શાસન કરી શકે. દાઊદ પવિત્ર આત્મા આપનાર વિરુદ્ધના પાપોથી વાકેફ હોવાથી, તેણે યોગ્યપણે જ વિનંતી કરી કે યહોવા તેની પાસેથી એ લઈ ન લે.
આપણા વિષે શું? આપણે પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ અને એના માર્ગદર્શનને અનુસરવામાં નિષ્ફળ જઈ એને ખિન્ન કરવાથી સાવધ રહેવું જોઈએ. (લુક ૧૧:૧૩; એફેસી ૪:૩૦) નહિ તો, આપણે આત્મા ગુમાવી દઈ શકીએ અને પ્રેમ, આનંદ, શાંતિ, લાંબી-સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસ, અને આત્મસંયમ જેવા દેવે આપેલા ફળ પ્રદર્શિત કરી શકીશું નહિ. આપણે ખાસ કરીને બિનપશ્ચાતાપી રીતે તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ રાખીએ તો, યહોવાહ દેવ આપણી પાસેથી તેમનો પવિત્ર આત્મા લઈ લેશે.
તારણનો હર્ષ
આત્મિક પુનઃસ્થાપના અનુભવનાર પશ્ચાતાપી પાપી તારણની યહોવાની જોગવાઈમાં ફરીથી આનંદ કરી શકે. દાઊદે એની જંખના રાખી દેવને વિનંતી કરી: “તારા તારણનો હર્ષ મને પાછો આપ; અને ઉદાર [સ્વૈચ્છિક, NW] આત્માએ કરીને મને નિભાવી રાખ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૨) યહોવા દેવ દ્વારા તારણનો ખાતરીભર્યો હર્ષ કેવો અદ્ભુત હતો! (ગીતશાસ્ત્ર ૩:૮) દાઊદે દેવ વિરુદ્ધ પાપ કર્યા પછી, તેમના દ્વારા તારણનો આનંદ પુનઃસ્થાપિત કરવાનું શોધ્યું. પછીના સમયોમાં, યહોવાએ પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના ખંડણીમય બલિદાન દ્વારા તારણની જોગવાઈ કરી. દેવના સમર્પિત સેવકો તરીકે આપણે ગંભીરપણે પાપ કરીએ પરંતુ આપણને તારણનો આનંદ પાછો જોઈતો હોય તો, આપણે પશ્ચાતાપી વલણ ધરાવવાની જરૂર છે, અને પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કરવાની હદ સુધી પાપ ચાલુ રાખવું ન જોઈએ.—માથ્થી ૧૨:૩૧, ૩૨; હેબ્રી ૬:૪-૬.
દાઊદે માગ્યું કે યહોવાહ તેને “સ્વૈચ્છિક આત્માએ કરીને” નિભાવી રાખે. દેખીતી રીતે જ, એ મદદરૂપ થવાની દેવની સ્વેચ્છાનો કે તેમના પવિત્ર આત્માનો નહિ, પરંતુ દાઊદને પ્રેરણા આપતા તેના માનસિક વલણનો, ઉલ્લેખ કરે છે. દાઊદ ઇચ્છતો હતો કે તેને જે ખરું છે એ કરવા અને ફરી પાછો પાપમાં ન પડવા સ્વેચ્છાનો આત્મા આપીને દેવ તેને નિભાવે. યહોવાહ દેવ સતત પોતાના સેવકોને નિભાવે છે અને વિવિધ કસોટીઓથી લદાયેલાઓને ઊભા કરે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪) ખાસ કરીને આપણે ભૂલ કરી હોય પરંતુ પશ્ચાતાપી હોઈએ અને હંમેશા વિશ્વાસુપણે યહોવાહની સેવા કરવાનું ઇચ્છતા હોઈએ તો, એ જાણવું કેવું દિલાસાયુક્ત છે!
ઉલ્લંઘન કરનારાઓને શું શીખવવું?
દેવ પરવાનગી આપે તો, દાઊદ નિઃસ્વાર્થપણે એવું કંઈક કરવા માગતો હતો જે યહોવાહની દયા માટેની તેની કદર બતાવતું હોય અને બીજાઓને મદદરૂપ થાય. પછી પશ્ચાતાપી રાજાએ પ્રાર્થનામય ભાવનાઓ યહોવાહ તરફ દોરી જાહેર કર્યું: “ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તારી તરફ ફરશે.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૩) પાપી દાઊદ દેવના નિયમના અપરાધીઓને કઈ રીતે શીખવી શકે? તે તેઓને શું કહી શકે? અને એ શું સારું સિદ્ધ કરી શકે?
ઈસ્રાએલી અપરાધીઓને દુષ્ટ માર્ગથી પાછા વાળવાની આશાથી યહોવાહના માર્ગો બતાવતી વખતે, દાઊદ નિર્દેશી શકે કે પાપ કેટલું દુષ્ટ છે, પસ્તાવાનો શું અર્થ થાય, અને દેવની દયા કઈ રીતે મેળવી શકાય. દાઊદે યહોવાહની નારાજગી અને દોષિત અંતઃકરણની પીડા અનુભવી હોવાને લીધે, નિઃશંક તે પશ્ચાતાપી, ભગ્નહૃદયવાળા પાપીઓ પ્રત્યે કરુણાળુ શિક્ષક હશે. અલબત્ત, તે પોતે ફક્ત યહોવાહના ધોરણો સ્વીકાર્ય પછી અને તેમની માફી પામ્યા પછી જ બીજાઓને શીખવવામાં પોતાના ઉદાહરણનો ઉપયોગ કરી શકે, કેમ કે દૈવી જરૂરિયાતોને આધીન થવાની ના પાડનારાઓને ‘દેવના નિયમ ગણવાનો’ હક્ક નથી.—ગીતશાસ્ત્ર ૫૦:૧૬, ૧૭.
દાઊદ પોતાના ઇરાદાઓનું બીજા શબ્દોમાં પુનરાવર્તન કરી કહે છે: “હે દેવ, મારા તારણનો દેવ, ખૂનના દોષથી મને મુક્ત કર; એટલે મારી જીભ તારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૪) રક્તદોષ એની સાથે મોતનો ચુકાદો લાવ્યો. (ઉત્પત્તિ ૯:૫, ૬) તેથી તેના તારણના દેવે તેને ઉરીયાહ સંબંધીના રક્તદોષમાંથી છોડાવ્યો છે એ જાણવું દાઊદને હૃદય અને મનની શાંતિ આપશે. ત્યારે તેની જીભ તેના પોતાના નહિ, પરંતુ દેવના ન્યાયીપણા વિષે તેના પોતાના નહિ, પરંતુ દેવના ન્યાયીપણા વિષે આનંદથી ગાઈ શકે. (સભાશિક્ષક ૭:૨૦; રૂમી ૩:૧૦) દાઊદ પોતાની અનૈતિકતા ભૂંસી નાખી શક્યો નહિ અથવા ઉરીયાહને કબરમાંથી પાછો લાવી શક્યો નહિ, તેમ જ આધુનિક દિવસનો માનવી તેણે લલચાવી હોય એવી વ્યક્તિની શુદ્ધતા પુનઃસ્થાપિત કરી શકતો નથી અથવા તેણે મારી નાખી હોય એવી વ્યક્તિનું પુનરુત્થાન કરી શકતો નથી. આપણું પરીક્ષણ થાય ત્યારે શું આપણે એ વિષે વિચારવું ન જોઈએ? અને ન્યાયીપણામાં આપણા પ્રત્યે બતાવવામાં આવેલી યહોવાહની દયાની આપણે કેટલી બધી કદર કરવી જોઈએ! હકીકતમાં, આ કદરે આપણને ન્યાયીપણા અને માફીના આ ઉદ્ભવસ્થાન તરફ બીજાઓને દોરવા પ્રેરવા જોઈએ.
કોઈ પણ પાપી યહોવાહની સ્તુતિ કરવા માટે પોતાના હોઠ યોગ્યપણે ઉઘાડી શકતો નથી, સિવાય કે દેવ પોતાને વિષેના સત્યો બોલવા માટે જાણે કે દયા કરીને એ ઉઘાડે. તેથી દાઊદે ગાયું: “હે પ્રભુ, તું મારા હોઠ ઉઘાડ; એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૫) દેવની માફી મેળવીને દાઊદના અંતઃકરણે રાહત મેળવી તેથી, તે યહોવાહના માર્ગો વિષે અપરાધીઓને શીખવવા પ્રેરાયો હશે, અને તે મુક્તપણે તેમની સ્તુતિ કરી શકે. દાઊદની જેમ જેઓના પાપ માફ કરવામાં આવ્યાં હોય તેઓએ, તેઓ પ્રત્યે યહોવાહની અપાત્ર કૃપાની કદર કરવી જોઈએ, અને દેવનું સત્ય જાહેર કરવાની અને ‘તેમની સ્તુતિ પ્રગટ’ કરવાની દરેક તકનો લાભ લેવો જ જોઈએ.—ગીતશાસ્ત્ર ૪૩:૩.
દેવને સ્વીકાર્ય અર્પણો
દાઊદે ઊંડી અંતરદૃષ્ટિ પ્રાપ્ત કરી હતી જેણે તેને એમ કહેવા પ્રેર્યો: “કેમ કે તું [યહોવાહ] યજ્ઞથી રીઝતો નથી, નહિ તો હું તે અર્પણ કરત; તું દહનીયાર્પણથી આનંદ પામતો નથી.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૬) નિયમ કરારે દેવને પ્રાણીઓના અર્પણો ચઢાવવાનું જરૂરી બનાવ્યું. પરંતુ મોતની શિક્ષાવાળા વ્યભિચાર અને ખૂનના દાઊદના પાપનું આવા અર્પણોથી પ્રાયશ્ચિત ન થઈ શકે. નહિ તો, યહોવાહને પ્રાણીઓના અર્પણો ચઢાવવામાં તે કોઈ પણ ખર્ચ કરવાનો બાકી ન રાખતે. હૃદયપૂર્વકના પસ્તાવા વિના, અર્પણો મૂલ્ય વિનાના છે. તેથી આપણે કંઈક સારી બાબતો કરીને ચાલુ રાખેલા અપરાધનું વળતર આપી શકીએ એમ વિચારવું ખોટું છે.
દાઊદે ઉમેર્યું: “ઈશ્વરના યજ્ઞો તો રાંક મન [ભગ્ન આત્મા, NW] છે: હે ઈશ્વર, તું રાંક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) પશ્ચાતાપી પાપીના કિસ્સામાં, “દેવને સ્વીકાર્ય અર્પણો તો રાંક મન (ભગ્ન આત્મા) છે.” આવી વ્યક્તિ ઝગડાળુ વલણ ધરાવતી નથી. ભગ્ન આત્માવાળી સમર્પિત વ્યક્તિનું હૃદય તેના પાને લીધે ઊંડો ખેદ કરે છે, દેવની નારાજગી જાણીને નમ્રતા અનુભવે છે, અને દૈવી કૃપા ફરીથી મેળવવા કંઈ પણ કરવા ઇચ્છુક હોય છે. આપણે આપણા પાપોનો પસ્તાવા કરીએ અને તેમને અનન્ય ઉપાસનામાં આપણા હૃદયો આપીએ ત્યાં સુધી દેવ સમક્ષ કંઈ પણ મૂલ્યવાન વસ્તુ રજૂ કરી શકતા નથી.—નાહૂમ ૧:૨.
દેવ ભગ્ન અને કચડાએલા હૃદય જેવા અર્પણને ધિક્કારતા નથી. તેથી તેમના લોકો તરીકે આપણે ગમે તે મુશ્કેલીનો સામનો કરવો પડે છતાં, હતોત્સાહ ન થઈએ. આપણા હૃદયે દૈવી દયા માટે કાલાવાલા કરવા પડે એમ આપણે જીવનમાર્ગ પર કોઈક રીતે ઠોકર ખાધી હોય તો, બધું ગુમાવી દીધું નથી. આપણે ગંભીરપણે પાપ કર્યું હોય પરંતુ પશ્ચાતાપી હોઈએ તો, યહોવાહ આપણા ભગ્ન હૃદયને ધુતકારશે નહિ. તે આપણને ખ્રિસ્તના ખંડણીમય બલિદાનને આધારે માફ કરશે. (યશાયા ૫૭:૧૫; હેબ્રી ૪:૧૬; ૧ યોહાન ૨:૧) છતાં, આપણી પ્રાર્થનાઓ, જરૂરી શિક્ષામાંથી છટકવા માટે નહિ, પરંતુ દાઊદની જેમ દૈવી કૃપામાં પુન:સ્થાપિત થવા માટે હોવી જોઈએ. દેવે દાઊદને માફ કર્યો, પરંતુ તેમણે તેને વિશુદ્ધ પણ કર્યો.—૨ શમૂએલ ૧૨:૧૧-૧૪.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૪૫:૪) સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થા; તારો જમણો હાથ તને ભયંકર કૃત્યો શીખવશે.
મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો!
રાજા “સત્ય” માટે સવારી કરે છે
ગીતશાસ્ત્ર ૪૫:૪ વાંચો. રાજા જે યુદ્ધ લડી રહ્યા છે એ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા અથવા લોકોને ગુલામ બનાવવા માટે નથી. તે એક સારા કારણ માટે આ યુદ્ધ લડી રહ્યા છે. તે “સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને” માટે સવારી કરે છે. સૌથી અગત્યનું “સત્ય” છે કે આખા વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને જ છે. એ સત્ય માટે ઈસુ લડી રહ્યા છે. ઈશ્વરના એ હક સામે શેતાને બળવો કર્યો છે. ત્યારથી દુષ્ટ દૂતો અને મનુષ્યોએ પણ એ સત્ય પર સવાલ ઉઠાવ્યો છે. જોકે, સમય આવી ગયો છે કે યહોવાનો અભિષિક્ત રાજા લડાઈ કરે અને સાબિત કરી આપે કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે.
(ગીતશાસ્ત્ર ૪૮:૧૨, ૧૩) સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો. ૧૩ તેનો કોટ બરાબર ધ્યાનમાં લો, તેના મહેલો પર લક્ષ આપો; જેથી તમે આવતી પેઢીને તે વિશે કહી શકો.
સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!
યહોવાના સંગઠન વિશે આપણે બધાએ બીજાઓને જણાવવું જ જોઈએ. શેતાનના દુષ્ટ જગતમાં હોવા છતાં, આપણાં ભાઈ-બહેનો વચ્ચે સંપ અને શાંતિનો માહોલ છે. એ સાચે જ એક ચમત્કાર છે! એ માહોલ વિશે અને યહોવાના સંગઠનની અદ્ભુત બાબતો વિશે ‘આવતી પેઢીઓને’ જણાવવાની કેટલી મજા આવશે!—ગીતશાસ્ત્ર ૪૮:૧૨-૧૪ વાંચો.
જૂન ૨૭–જુલાઈ ૩
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૫૨-૫૯
“તારો બોજો યહોવા પર નાખ”
(ગીતશાસ્ત્ર ૫૫:૨) મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર દે; હું શોકને લીધે અશાંત છું; અને વિલાપ કરું છું.
(ગીતશાસ્ત્ર ૫૫:૪, ૫) મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે; મને મરણનો ધાક બહુ લાગે છે. ૫ મને ત્રાસથી ધ્રુજારી આવે છે, અને હું ભયથી ઘેરાએલો છું.
(ગીતશાસ્ત્ર ૫૫:૧૬-૧૮) હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે. ૧૭ સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ; તે મારો સાદ સાંભળશે. ૧૮ કોઈ મારી પાસે આવે નહિ, માટે તેણે મને છોડવીને મારા આત્માને શાંતિ આપી છે; કેમ કે મારી સામે લડનારા ઘણા હતા.
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨
૫૫:૪, ૫, ૧૨-૧૪, ૧૬-૧૮. દાઊદનો દીકરો આબ્શાલોમ અને દાઊદનો વફાદાર મંત્રી અહીથોફેલ બંને બેવફા બન્યા. તેઓએ સંપીને દાઊદનું રાજ્ય પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો. એનાથી દાઊદને ખૂબ જ દુઃખ થયું હતું. તોપણ યહોવાહ પરથી દાઊદની શ્રદ્ધા ડગી ન હતી. આપણા પર દુઃખ-તકલીફો આવે ત્યારે આપણે પોતાની લાગણીના દાસ ન બનવું જોઈએ. તેમ જ યહોવાહ પરથી આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ.
w૯૬ ૪/૧ ૨૭ ¶૨
હંમેશા તમારો બોજ યહોવાહ પર નાખો
એક સમયે ઈસ્રાએલના રાજા દાઊદને લાગ્યું કે દબાણ લગભગ અસહ્ય છે. ગીતશાસ્ત્ર ૫૫ અનુસાર, દબાણ અને તેના શત્રુઓની શત્રુતાને લીધે ચિંતાથી તે અત્યંત વિહ્વળ સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. તેને ભારે હૃદય દુઃખ અને ભય વ્યાપ્યા. તે ફક્ત પોતાના દુઃખમાં નિસાસા જ નાખી શક્યો. (ગીતશાસ્ત્ર ૫૫:૨, ૫, ૧૭) તેમ છતાં, તેનાં સર્વ સંકટ છતાં, તેને એ આંબવાની રીત મળી. કઈ રીતે? તેણે ટેકા માટે પોતાના દેવ પર મીંટ માંડી. તેના જેવી લાગણી જેઓને થાય તેઓને તેની સલાહ હતી: “તારો બોજો યહોવાહ પર નાખ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
(ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૪) કેમ કે મારા પર જે આળ મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઇ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત. ૧૩ પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર! ૧૪ આપણે એકબીજાની સાથે સુખે ગોષ્ઠિ કરતા હતા, વળી જનસમુદાયની સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા.
w૯૬ ૪/૧ ૨૯ ¶૬
હંમેશા તમારો બોજ યહોવાહ પર નાખો
વિશ્વાસઘાતનો સામનો કરવો
આ આપણને એ પ્રસંગે લાવી મૂકે છે જ્યારે દાઊદ ગીતશાસ્ત્ર ૫૫ લખવા પ્રેરાયો. તે ભારે લાગણીમય તણાવમાં હતો. “મારા હૃદયમાં મને બહુ પીડા થાય છે,” તેણે લખ્યું, “મને મરણનો ધાક બહુ લાગે છે.” (ગીતશાસ્ત્ર ૫૫:૪) આ દુઃખ શાનાથી થયું? દાઊદના દીકરા આબ્શાલોમે દાઊદ પાસેથી રાજાપણું છીનવી લેવા કાવતરું ઘડ્યું. (૨ શમૂએલ ૧૫:૧-૬) પોતાના જ પુત્ર દ્વારા આ વિશ્વાસઘાત સહન કરવો અઘરો હતો, પરંતુ એ વધારે ખરાબ તો ત્યારે થયું જ્યારે દાઊદનો સૌથી ભરોસાપાત્ર સલાહકાર, અહીથોફેલ નામે માણસ, દાઊદ વિરુદ્ધ કાવતરામાં જોડાયો. એ અહીથોફેલ હતો જેનું વર્ણન દાઊદ ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૪માં કરે છે. કાવતરું અને વિશ્વાસઘાતના પરિણામે, દાઊદે યરૂશાલેમ છોડીને નાસી જવું પડ્યું. (૨ શમૂએલ ૧૫:૧૩, ૧૪) એનાથી તેને કેટલો સંતાપ થયો હશે!
(ગીતશાસ્ત્ર ૫૫:૨૨) તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.
ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨
૫૫:૨૨. યહોવાહ પર આપણે પોતાનો બોજો કેવી રીતે નાખી શકીએ? પોતાની (૧) ચિંતાઓ યહોવાહને પ્રાર્થનામાં જણાવવી જોઈએ. (૨) બાઇબલ વાંચવું. તેમની સંસ્થા પાસેથી મદદ અને માર્ગદર્શન લેવું જોઈએ. (૩) પોતાની હાલતને સુધારવા આપણાથી થઈ શકે એ બધું જ કરવું જોઈએ.—નીતિવચનો ૩:૫, ૬; ૧૧:૧૪; ૧૫:૨૨; ફિલિપી ૪:૬, ૭.
w૯૯ ૩/૧૫ ૨૨-૨૩
ચિંતાથી નબળા ન પડો
દેખીતી રીતે, મુસા અનેક વાદવિવાદો વિષ ચિંતાતુર હતો. તેણે યહોવાહને પૂછ્યું: “હું ઇસ્રાએલપુત્રોની પાસે જઈને તેઓને કહું, કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસ મોકલ્યા છે; અને તેઓ મન પૂછે, કે તેનું નામ શું છે તો તેઓને હું શું કહું?” યહોવાહે તેઓને જવાબ આપ્યા. (નિર્ગમન ૩:૧૩, ૧૪) મુસા એ વિષે પણ ચિંતા કરતો હતો કે ફારૂન તેના પર વિશ્વાસ કરવાની ના પાડે તો શું બની શકે. ફરીથી, યહોવાહે પ્રબોધકને જવાબ આપ્યો. એક છેલ્લી સમસ્યા—મુસાએ કબૂલ્યું કે પોત “વક્તા નથી.” એનો ઉપાય કઈ રીત કરી શકાય. યહોવાહ મુસાને માટે વક્તા તરીકે હારૂનને મોકલ્યો.—નિર્ગમન ૪:૧-૫, ૧૦-૧૬.
તેના પ્રશ્નોના જવાબો તૈયાર કરીને અને દેવમાં વિશ્વાસ રાખીને, યહોવાહે આજ્ઞા આપી હતી તેમ મુસાએ કર્યું. પોતે ફારૂનની સામે જશે ત્યારે શું થશે એવા ડરામણા વિચારોથી પોત દુઃખી થવાને બદલે, મુસાએ “એ પ્રમાણે જ કર્યું.” (નિર્ગમન ૭:૬) તે ચિંતાઓથી લદાઈ ગયો હોત તો, પોતાની સોંપણી પૂરી કરવા જરૂરી વિશ્વાસ અને હિંમતમાં નબળો પડી ગયો હોત.
મુસાની પોતાની સોંપણી પૂરી કરવાની રીતમાંનું સમતોલપણું જેને પ્રેષિત પાઊલે “સાવધ બુદ્ધિ” કહી છે એનું એક ઉદાહરણ છે. (૨ તીમોથી ૧:૭; તીતસ ૨:૨-૬) મુસાએ સાવધ બુદ્ધિ ન રાખી હોત તો, તે પોતાની માટી સોંપણીથી સહેલાઈથી એકદમ કચડાઈ જઈ શકત જેથી કદાચ તેમણે સોંપણી સ્વીકારી પણ ન હોત.
તમારા વિચારો પર કાબૂ મળવો
તમારા દૈનિક જીવનમાં તમારા વિશ્વાસની કસોટીઓ અથવા પરિક્ષણો આવે ત્યારે તમે કઈ રીતે પ્રતિક્રિયા કરો છો? આગળ રહેલ અડચણો અને પડકારોનો ફક્ત વિચાર જ કરવાથી શું તમ ભયભીત બનવાનું વલણ ધરાવા છો? અથવા શું તમ એને સમતોલ રીત જુઓ છો? કેટલાક કહે છે તેમ, ‘તમે એની તરફ ન આવો ત્યાં સુધી પુલને ઓળંગશો નહિ.’ તેમ છતાં એ કાલ્પનિક પુલને આળંગવાની જરૂર હોય શકે નહિ! કદી ન થનારી કોઈક બાબત માટે શા માટે દુઃખી થવું? બાઇબલ કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકા વાળી દે છે.” (નીતિવચન ૧૨:૨૫) ઘણી વાર પરિણામ એ આવે છે કે કોઈ વ્યક્તિ નિર્ણય કરવામાં ઢીલ કરે છે, મોડું ન થાય ત્યાં સુધી બાબતો રહેવા દે છે.
વધારે ગંભીર બાબતો એ છે કે વધુ પડતી ચિંતા આત્મિક નુકશાન ઊભું કરે છે. ઈસુ ખ્રિસ્તે બતાવ્યું કે સંપત્તિની માયા અને “આ જગતની ચિંતા” ‘રાજ્યના વચનʼની કદર સંપૂર્ણ રીતે રૂંધી શકે. (માત્થી ૧૩:૧૯, ૨૨) કાંટા રોપન વધતા અને ફળ આપતા રોકે છે તેમ, અનિયંત્રિત ચિંતા આપણને આત્મિક પ્રગતિ અને દેવને સ્તુતિરૂપ ફળો ચઢાવવાથી રોકે છે. પોતાના પર લદાયેલ બાબત, તીવ્ર દુઃખ યહોવાહને પોતાનું સમર્પણ કરવાથી રોકી શકે. તેઓ ચિંતા કરે, ‘હું મારા સમર્પણ પ્રમાણે ન જીવી શકું તો શું?’
પ્રેષિત પાઊલે કહ્યું કે આપણી આત્મિક લડાઈમાં, આપણે “દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.” (૨ કોરીંથી ૧૦:૫) આપણો મુખ્ય શત્રુ, શેતાન ડેવિલ, આપણને શારીરિક રીત, લાગણીમય રીત, અને આત્મિક રીત નિરુત્સાહ કરવામાં અને નબળા પાડવામાં આપણી ચિંતાઓનો લાભ ઊઠાવવામાં ખુશ થાય છે. તે અસાવધ લોકોને ફસાવવા માટે શંકાઓ ઊભી કરવામાં નિપુણ છે. એ કારણે પાઊલે ખ્રિસ્તીઓને એ પણ ચેતવણી આપી કે “શેતાનને સ્થાન ન આપો.” (એફેસી ૪:૨૭) ‘આ જગતના દેવ’ તરીકે, શેતાને સફળ રીત “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીંથી ૪:૪) આપણે તેને આપણા મન પર કાબૂ કરવા પરવાનગી કદી ન આપીએ!
મદદ પ્રાપ્ય છે
સમસ્યાઓનો સામનો કરતી વખતે એક બાળક પ્રેમાળ પિતા પાસ જઈ શકે અને માર્ગદર્શન તથા દિલાસો મળવી શકે. એ જ રીત, આપણે આપણા આકાશી પિતા યહોવાહ પાસે આપણી સમસ્યાઓ લઈને જઈ શકીએ. હકીકતમાં, યહોવાહ આપણને આપણો બોજો અને ચિંતાઓ તેમના પર નાખવા જણાવે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) એક બાળક પોતાના પિતા પાસેથી ખાતરી મેળવ્યા પછી પોતાની સમસ્યાઓ વિષ લાંબા સમય સુધી ચિંતાઓ કરતું નથી, આપણે ફક્ત આપણો બોજ જ યહોવાહ પર ન નાખી દેવા જોઈએ પરંતુ એને તેમની પાસ રહેવા દઈએ.—યાકૂબ ૧:૬.
આપણે યહોવાહ પર આપણી ચિંતાઓ કઈ રીત નાખી શકીએ? ફિલિપી ૪:૬, ૭ જવાબ આપ છે: “કશાની ચિંતા ન કરા; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” હા, આપણી સતત પ્રાર્થનાઓ અને આજીજીઓના જવાબમાં, યહોવાહ આપણને આંતરિક શાંતિ આપી શકે જે આપણને બિનજરૂરી ચિંતાઓથી ખલેલ પહોંચાડવાથી આપણા મનનું રક્ષણ કરે છે.—યિર્મેયાહ ૧૭:૭, ૮; માત્થી ૬:૨૫-૩૪.
તો પછી, આપણી પ્રાર્થનાના સુમેળમાં કાર્ય કરવા માટે, આપણે પોતાને શારીરિક રીત કે માનસિક રીત અલગ ન કરવા જોઈએ. (નીતિવચન ૧૮:૧) એને બદલ, આપણને એમ સલાહ આપવામાં આવે છે કે આપણી સમસ્યા પર ચર્ચા કરતા બાઇબલ સિદ્ધાંતો અને નિર્દેશનનો વિચાર કરો, આમ આપણી પોતાની સમજ પર આધાર રાખવાનું નિવારો. (નીતિવચન ૩:૫, ૬) યુવાનો અને વૃદ્ધો પોતાના નિર્ણયો કરવા અને સમસ્યાઓનો સામનો કરવા પુષ્કળ માહિતી માટે બાઇબલ અને વોચ ટાવર પ્રકાશના તરફ ધ્યાન આપી શકે. વધુમાં, ખ્રિસ્તી મંડળમાં, આપણે શાણા અને અનુભવવાળા વડીલો તથા અન્ય પરિપક્વ ખ્રિસ્તીઓથી આશીર્વાદિત છીએ જેઓ આપણી સાથે વાત કરવા માટે હંમેશાં ખુશ છે. (નીતિવચન ૧૧:૧૪; ૧૫:૨૨) તેઓ લાગણીમય રીત આપણી સમસ્યાઓમાં સામેલ થતા નથી અને બાબતમાં દેવનું મંતવ્ય રાખ છે જેથી આપણી સમસ્યાઓને ભિન્ન રીતોએ જોવા માટે ઘણી વાર મદદ કરી શકે. અને તેઓ આપણા માટે કોઈ નિર્ણયો લેશે નહિ, તેઓ ઉત્તેજન અને ટેકાના મોટા ઉદ્ભવ બની શકે.
“દેવની આશા રાખ”
કોઈ નકારી શકે નહિ કે કાલ્પનિક ચિંતાઓને ઉમેર્યા વિના પણ આપણી સમસ્યાઓને હલ કરવા માટે દરરોજ ઘણું દબાણ હોય છે. જે થઈ શકે એ વિષે ચિંતા આપણને સાવધ અને વ્યથિત કરી દે તો, ચાલો આપણે પ્રાર્થના અને આજીજી કરીને યહોવાહ તરફ ફરીએ. નિર્દેશન, ડહાપણ, અને સાવધ બુદ્ધિ માટે તેમના શબ્દ અને સંસ્થા તરફ જુઓ. આપણને ખબર પડશે કે ઊભા થઈ શકતા કોઈ પણ સંજોગોનો સામનો કરવા માટે મદદ પ્રાપ્ય છે.
બોજમય અને ગભરાતા, ગીતકર્તાએ ગાયું: “હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ; કેમકે જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સ્તવન કરીશ.” (ગીતશાસ્ત્ર ૪૨:૧૧) ચાલો આપણી પણ એવી લાગણી બને.
હા, જેની વાજબી અપેક્ષા રાખીએ છીએ એની યોજના કરીએ, અને અનપેક્ષિત બાબતો યહોવાહ પર છોડી દઈએ. “તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.
કીમતી રત્નો શોધીએ
(ગીતશાસ્ત્ર ૫૬:૮) તું મારી રખડામણો ગણે છે; મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ; શું તેઓ તારા પુસ્તકમાં નોધેલાં નથી?
w૦૯-E ૬/૧ ૨૯ ¶૧
શું કોઈને આપણી પડી છે?
યહોવા પોતાના ભક્તોની પ્રેમાળ રીતે સંભાળ રાખે છે, એ વિશે રાજા દાઊદ અને બીજા હિબ્રૂ લેખકોએ ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખ્યું છે, એનાથી આપણને ઘણો દિલાસો મળે છે. ગીતશાસ્ત્ર ૫૬:૮માં રાજા દાઊદ ઈશ્વરને આજીજી કરી: “મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ; શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી?” આ સરખામણી બતાવે છે, દાઊદને ખબર હતી કે યહોવાને તેમનાં દુઃખોની અને લાગણીઓની જાણ છે. દાઊદની પીડા યહોવા સમજતા હતા અને તેમનાં આંસુઓનું કારણ તે જાણતા હતા. સાચે જ, આપણા સર્જનહાર એ બધાની સંભાળ રાખે છે, જેઓ તેમની ઇચ્છા પ્રમાણે કરવાનો પૂરો પ્રયત્ન કરે છે અને ‘જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે.’
w૦૮-E ૧૦/૧ ૨૬ ¶૩
કુપ્પીમાં આંસુઓ
દાઊદે પોતાનાં આંસુઓ કુપ્પીમાં રાખવા વિશે જણાવ્યું. એનો આપણા માટે પણ અર્થ રહેલો છે. કઈ રીતે? બાઇબલ સમજાવે છે કે આ દુનિયા પર શેતાન રાજ કરી રહ્યો છે અને આપણા દિવસોમાં તે “ઘણો કોપાયમાન” થયો છે. એટલે, પૃથ્વી પર ઘણી તકલીફો વધી છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) એ કારણે, દાઊદ જેવા ઘણા લોકો માનસિક કે શારીરિક રીતે દુઃખ અનુભવે છે. ખાસ કરીને એવા લોકો જેઓ ઈશ્વરને ખુશ કરવા માંગે છે. શું તમારા કિસ્સામાં પણ એવું જ છે? એવા વિશ્વાસુ ભક્તો ભલે ‘રડતા હોય,’ છતાં વફાદારીથી જીવવાનું છોડતા નથી. (ગીત. ૧૨૬:૬) તેઓ ખાતરી રાખી શકે કે સ્વર્ગમાંના પિતા તેઓની મુશ્કેલીઓ અને લાગણીઓને જાણે છે. યહોવા પોતાના ભક્તોને થતી પીડાને સારી રીતે સમજે છે અને તેઓનાં આંસુઓ અને તકલીફોને યાદ રાખે છે, એટલે કે જાણે કુપ્પીમાં સાચવી રાખે છે.
(ગીતશાસ્ત્ર ૫૯:૧, ૨) હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવ; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર. ૨ અન્યાય કરનારાઓથી મને છોડાવ, અને ખૂની માણસોથી મને બચાવ.
યહોવાહ આપણો પોકાર સાંભળે છે
તો શું એટલું જ પૂરતું છે કે યહોવાહને પ્રાર્થનામાં તકલીફો વિષે જણાવીએ? ના. આપણે પ્રાર્થનામાં જે કહીએ એ મુજબ પગલાં પણ લેવા જોઈએ. જ્યારે રાજા શાઊલે અમુક માણસોને દાઊદને મારી નાખવા મોકલ્યા ત્યારે દાઊદે પ્રાર્થનામાં કહ્યું: “હે મારા દેવ, મારા શત્રુઓથી મને છોડાવ; મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર. અન્યાય કરનારાઓથી મને છોડાવ, અને ખૂની માણસોથી મને બચાવ.” (ગીતશાસ્ત્ર ૫૯:૧, ૨) દાઊદ ફક્ત પ્રાર્થના કરીને બેસી રહ્યા નહિ, પણ બચવા માટે ત્યાંથી નાસી છૂટ્યા. (૧ શમૂએલ ૧૯:૧૧, ૧૨) એવી જ રીતે આપણે પણ પ્રાર્થના મુજબ પગલાં લેવા જોઈએ.—યાકૂબ ૧:૫.