ગલાતીઓને પત્ર
૨ એના ૧૪ વર્ષ પછી હું બાર્નાબાસ+ સાથે ફરી યરૂશાલેમ ગયો. હું તિતસને પણ મારી સાથે લેતો ગયો.+ ૨ મને ત્યાં જવાનું જણાવવામાં આવ્યું હતું. એટલે હું ત્યાં ગયો અને ભાઈઓને જણાવ્યું કે હું બીજી પ્રજાઓને કઈ ખુશખબર જાહેર કરું છું. પણ એ વાત મેં આગેવાની લેતા* ભાઈઓને ખાનગીમાં જણાવી. કેમ કે હું ખાતરી કરવા માંગતો હતો કે મારું સેવાકાર્ય* બરાબર છે કે નહિ. જો એમ ન હોય, તો મારી મહેનત નકામી છે. ૩ હવે મારી સાથે તિતસ+ પણ હતો. તે ગ્રીક હતો, છતાં તેને સુન્નત* કરાવવાની ફરજ પાડવામાં આવી નહિ.+ ૪ એ મુદ્દો ઢોંગી ભાઈઓને લીધે ઊભો થયો, જેઓ છૂપી રીતે મંડળમાં જાસૂસી કરવા ઘૂસી ગયા હતા.+ તેઓ આપણી આઝાદી છીનવી લેવા માંગતા હતા,+ જે આપણને ખ્રિસ્ત ઈસુના શિષ્યો હોવાને લીધે મળી છે. તેઓ આપણને ફરીથી નિયમશાસ્ત્રના* ગુલામ બનાવવા માંગતા હતા.+ ૫ અમે તેઓને આધીન થયા નહિ,+ એક ઘડી* માટે પણ નહિ, જેથી ખુશખબરનું સત્ય હંમેશાં તમારી સાથે રહે.
૬ જે ભાઈઓને મહત્ત્વના ગણવામાં આવે છે,+ તેઓ પાસેથી મને કોઈ નવી વાત જાણવા મળી નથી. પહેલાં તેઓ જે કંઈ હતા એનાથી મને કોઈ ફરક પડતો નથી, કેમ કે ઈશ્વર માણસનો બહારનો દેખાવ જોતા નથી. ૭ હકીકતમાં, એ ભાઈઓને ખબર પડી કે જેમ યહૂદીઓને* ખુશખબર જણાવવા પિતરને પસંદ કરવામાં આવ્યો હતો, તેમ બીજી પ્રજાઓ* માટે મને પસંદ કરવામાં આવ્યો છે.+ ૮ (કેમ કે જેમણે પિતરને સુન્નત થયેલા લોકો માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો છે, તેમણે મને પણ બીજી પ્રજાઓ માટે પ્રેરિત બનવાનો અધિકાર આપ્યો છે.)+ ૯ તેઓને એ પણ ખ્યાલ આવ્યો કે મને અપાર કૃપા બતાવવામાં આવી છે.+ એટલે મંડળના સ્તંભ ગણાતા યાકૂબ,+ કેફાસ* અને યોહાને મારી અને બાર્નાબાસ સાથે+ હાથ મિલાવ્યો* અને કહ્યું: “તમે બીજી પ્રજાઓ પાસે જાઓ અને અમે યહૂદીઓ* પાસે જઈશું.” ૧૦ તેઓએ ફક્ત એટલું જ કહ્યું કે અમે ગરીબ ભાઈઓનું ધ્યાન રાખીએ અને મેં એમ કરવાનો દિલથી પ્રયત્ન કર્યો છે.+
૧૧ પણ કેફાસ*+ અંત્યોખ આવ્યો+ ત્યારે મેં બધાની સામે તેને ઠપકો આપ્યો,* કેમ કે તે જે કરતો હતો એ એકદમ ખોટું હતું.* ૧૨ યાકૂબ+ પાસેથી અમુક માણસો આવ્યા એ પહેલાં, કેફાસ* બીજી પ્રજાના લોકો સાથે ખાતો-પીતો હતો.+ પણ એ માણસો આવ્યા ત્યારે, સુન્નતને ટેકો આપતા લોકોના ડરથી તેણે એમ કરવાનું બંધ કર્યું+ અને બીજી પ્રજાના લોકોથી દૂર દૂર રહેવા લાગ્યો. ૧૩ બાકીના યહૂદીઓ પણ તેના જેવો ઢોંગ કરવા લાગ્યા. અરે, તેઓનું જોઈને બાર્નાબાસ પણ ઢોંગ કરવા લાગ્યો. ૧૪ પણ જ્યારે મેં જોયું કે તેઓ ખુશખબરના સત્ય પ્રમાણે ચાલતા નથી,+ ત્યારે મેં એ બધાની સામે કેફાસને* કહ્યું: “તું યહૂદી થઈને યહૂદીની જેમ નહિ, પણ બીજી પ્રજાનો હોય એમ જીવે છે. તો તું કઈ રીતે બીજી પ્રજાઓને યહૂદી રીતરિવાજો પાળવાની ફરજ પાડી શકે?”+
૧૫ આપણે જન્મથી યહૂદીઓ છીએ, બીજી પ્રજાના પાપીઓ જેવા નથી. ૧૬ આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કરીને કોઈ માણસ નેક ઠરતો નથી, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં+ શ્રદ્ધા રાખવાથી નેક ઠરે છે.+ આપણે ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, જેથી આપણે નિયમશાસ્ત્રનાં કામોથી નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાથી નેક ઠરીએ, કેમ કે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રનાં કામોથી નેક ઠરશે નહિ.+ ૧૭ હવે આપણે ખ્રિસ્ત દ્વારા નેક ઠરવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં જો આપણને પાપી ગણવામાં આવે, તો શું એનો એવો અર્થ થાય કે ખ્રિસ્ત પાપના સેવક છે? બિલકુલ નહિ! ૧૮ જેને મેં પાડી નાખ્યું છે, એને જો હું પાછું બાંધું, તો હું ગુનેગાર સાબિત થાઉં છું. ૧૯ કેમ કે નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો,+ જેથી ઈશ્વર માટે હું જીવી શકું. ૨૦ મને ખ્રિસ્ત સાથે વધસ્તંભે* જડવામાં આવ્યો.+ હવે હું પોતાના માટે જીવતો નથી,+ પણ ખ્રિસ્ત સાથે એકતામાં હોય એવું જીવન જીવું છું.* હાલનું મારું જીવન હું ઈશ્વરના દીકરા પરની શ્રદ્ધાને લીધે જીવું છું,+ જેમણે મને પ્રેમ બતાવ્યો અને મારા માટે પોતાનો જીવ આપી દીધો.+ ૨૧ હું ઈશ્વરની અપાર કૃપાનો નકાર કરતો* નથી,+ કેમ કે જો માણસ નિયમશાસ્ત્રથી નેક* ઠરતો હોય, તો ખ્રિસ્તનું મરણ નકામું છે.+