યશાયા
૩૭ હિઝકિયા રાજાએ એ સાંભળ્યું કે તરત પોતાનાં કપડાં ફાડ્યાં. તે કંતાન પહેરીને યહોવાના મંદિરમાં ગયો.+ ૨ તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને અને યાજકોના વડીલોને આમોઝના દીકરા યશાયા પ્રબોધક+ પાસે મોકલ્યા. તેઓ કંતાન પહેરીને તેની પાસે ગયા. ૩ તેઓએ યશાયાને કહ્યું: “હિઝકિયા કહે છે કે ‘આ દિવસ આફતનો, અપમાનનો* અને બદનામીનો દિવસ છે. અમારી હાલત એ સ્ત્રી જેવી છે, જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે, પણ તેનામાં જન્મ આપવાની શક્તિ નથી.+ ૪ રાબશાકેહના શબ્દો યહોવા તમારા ઈશ્વર સાંભળે. તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની મશ્કરી કરવા તેને મોકલ્યો છે.+ યહોવા તમારા ઈશ્વર તેનાં મહેણાં સાંભળીને તેની સામે બદલો વાળે. હવે દેશમાં બચી ગયેલા લોકો+ માટે તમે પ્રાર્થના કરો.’”+
૫ આમ હિઝકિયા રાજાના સેવકો યશાયાને મળવા ગયા.+ ૬ યશાયાએ તેઓને કહ્યું, “તમારા રાજાને આમ કહેજો: ‘યહોવા કહે છે, “આશ્શૂરના રાજાના સેવકોએ+ મારી નિંદા કરી છે. પણ એ સાંભળીને તું ગભરાઈશ નહિ.+ ૭ હું આશ્શૂરના રાજાના મનમાં એક વિચાર મૂકીશ. તે એક ખબર સાંભળીને પોતાના દેશમાં પાછો જતો રહેશે.+ તેના જ દેશમાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”’”+
૮ રાબશાકેહને ખબર મળી કે આશ્શૂરનો રાજા લાખીશથી ચાલ્યો ગયો છે. રાબશાકેહ તેની પાસે ગયો ત્યારે આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડતો હતો.+ ૯ એવામાં આશ્શૂરના રાજાએ સાંભળ્યું કે પોતાની સામે લડાઈ કરવા ઇથિયોપિયાનો રાજા તિર્હાકાહ ચઢી આવ્યો છે. એ સાંભળીને આશ્શૂરના રાજાએ આ સંદેશા સાથે હિઝકિયા પાસે માણસો મોકલ્યા:+ ૧૦ “યહૂદાના રાજા હિઝકિયાને કહો, ‘તું તારા ઈશ્વર પર ભરોસો રાખીને બેસી રહેતો નહિ. તે તને છેતરે છે કે “યરૂશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ જાય.”+ ૧૧ પણ તને ખબર છે કે આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો વિનાશ કરીને તેઓની કેવી દશા કરી છે!+ તો તું કઈ રીતે બચી જઈશ? ૧૨ મારા બાપદાદાઓએ જે પ્રજાઓને ખતમ કરી નાખી, તેઓના દેવો શું તેઓને બચાવી શક્યા?+ ગોઝાન, હારાન+ અને રેસેફ ક્યાં છે? તલાસ્સારમાં રહેતા એદનના લોકો ક્યાં છે? ૧૩ હમાથનો રાજા અને આર્પાદનો રાજા ક્યાં છે? સફાર્વાઈમ,+ હેના અને ઇવ્વાહ શહેરોના રાજાઓ ક્યાં છે?’”
૧૪ હિઝકિયાએ સંદેશો લાવનાર માણસોના હાથમાંથી પત્રો લઈને વાંચ્યા. તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવા આગળ એ પત્રો ખુલ્લા મૂક્યા.+ ૧૫ હિઝકિયાએ યહોવાને પ્રાર્થના કરી:+ ૧૬ “હે સૈન્યોના ઈશ્વર યહોવા!+ હે કરૂબો* પર* બિરાજનાર, ઇઝરાયેલના ઈશ્વર! પૃથ્વીનાં બધાં રાજ્યો પર તમે એકલા જ સાચા ઈશ્વર છો. તમે જ આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે. ૧૭ હે યહોવા, કાન ધરો અને સાંભળો!+ હે યહોવા, આંખો ખોલો અને જુઓ!+ સાન્હેરીબે જીવતા ઈશ્વરને મહેણું મારવા જે સંદેશો મોકલ્યો છે, એના પર ધ્યાન આપો.+ ૧૮ હે યહોવા, એ સાચું છે કે આશ્શૂરના રાજાઓએ બીજા બધા દેશોને બરબાદ કરી નાખ્યા છે.+ અરે, પોતાના દેશને પણ બરબાદ કરી નાખ્યો છે. ૧૯ તેઓએ એ દેશોના દેવોને આગમાં ફેંકી દીધા,+ કેમ કે તેઓ દેવો ન હતા. તેઓ તો માણસોના હાથની કરામત હતા,+ પથ્થર અને લાકડાંના બનેલા હતા. એટલે તેઓ એ દેવોનો નાશ કરી શક્યા. ૨૦ પણ હે યહોવા અમારા ઈશ્વર, અમને તેના હાથમાંથી બચાવી લો. હે યહોવા, એનાથી પૃથ્વીનાં બધાં રાજ્યો જાણશે કે તમે એકલા જ ઈશ્વર છો.”+
૨૧ આમોઝના દીકરા યશાયાએ હિઝકિયાને આ સંદેશો મોકલ્યો: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિશે તેં પ્રાર્થના કરી છે.+ ૨૨ યહોવા તેની વિરુદ્ધ આવું બોલ્યા છે:
“સિયોનની કુંવારી દીકરી તને તુચ્છ ગણે છે, તારી હાંસી ઉડાવે છે.
યરૂશાલેમની દીકરી માથું ધુણાવીને તારા પર હસે છે.
૨૩ તેં કોને મહેણાં માર્યાં છે+ અને કોની નિંદા કરી છે?
કોની સામે તેં અવાજ ઉઠાવ્યો છે?+
કોની સામે તેં અભિમાનથી આંખો ઊંચી કરી છે?
તેં ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર સામે એવું કર્યું છે!+
૨૪ તેં સેવકો મોકલીને યહોવાને મહેણાં માર્યાં+ અને કહ્યું:
હું દેવદારનાં ઊંચાં ઊંચાં વૃક્ષો અને ગંધતરુનાં* ઉત્તમ વૃક્ષો કાપી નાખીશ.
સૌથી ઊંચી જગ્યાઓમાં, ગીચ જંગલોમાં હું ઘૂસી જઈશ.
૨૫ હું કૂવાઓ ખોદીને પાણી પીશ.
પગની એડીથી હું ઇજિપ્તનાં ઝરણાઓ* સૂકવી નાખીશ.’
હવે હું એ કરી બતાવીશ.+
તું કોટવાળાં શહેરોને ઉજ્જડ કરી નાખીશ, એને ખંડેરોનો ઢગલો કરી નાખીશ.+
૨૭ એના રહેવાસીઓ લાચાર થઈ જશે.
તેઓ થરથર કાંપશે અને તેઓએ નીચું જોવું પડશે.
તેઓ ખેતરની શાકભાજી જેવા, લીલાં ઘાસ જેવા થઈ જશે,
છાપરા પરનાં ઘાસ જેવા થઈ જશે, જે પૂર્વના પવનથી સુકાઈ જાય છે.
૨૮ હું સારી રીતે જાણું છું કે તું ક્યારે બેસે છે, ક્યારે બહાર જાય છે, ક્યારે અંદર આવે છે+
અને ક્યારે મારા પર ક્રોધે ભરાય છે.+
૨૯ મારી સામેનો તારો રોષ મેં જોયો છે+ અને તારી ગર્જના મારા કાને પડી છે.+
એટલે હું તારા નાકમાં કડી ભેરવીશ અને તારા મોંમાં લગામ નાખીશ,+
તું જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે તને પાછો ખેંચી જઈશ.”
૩૦ “‘પણ તારા* માટે આ નિશાની થશે: તમે આ વર્ષે પોતાની મેળે જે કંઈ ઊગશે* એ ખાશો, બીજે વર્ષે એમાંથી ફણગી નીકળેલું અનાજ ખાશો. પણ ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષાવાડીઓ રોપશો અને એનાં ફળ ખાશો.+ ૩૧ યહૂદાના બચી ગયેલા લોકો, હા, બાકી રહેલા લોકો+ છોડની જેમ પોતાનાં મૂળ ઊંડાં ઉતારશે અને ફળ આપશે. ૩૨ બચી ગયેલા લોકો યરૂશાલેમમાંથી અને બાકી રહેલા લોકો સિયોન પર્વત પરથી નીકળી આવશે.+ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્નાને* લીધે એમ કરશે.+
૩૩ “‘એટલે આશ્શૂરના રાજા વિશે યહોવા આમ કહે છે:+
“તે આ શહેરમાં આવશે નહિ.+
૩૪ ‘તે જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે પાછો જશે,
તે આ શહેરમાં આવશે નહિ,’ એવું યહોવા જણાવે છે.
૩૬ પછી યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા. લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+ ૩૭ એટલે આશ્શૂરનો રાજા સાન્હેરીબ ત્યાંથી પાછો નિનવેહ+ ચાલ્યો ગયો અને ત્યાં જ રહ્યો.+ ૩૮ એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં નમન કરતો હતો. એવામાં તેના દીકરાઓ આદ્રામ્મેલેખ અને શારએસેર ત્યાં આવ્યા. તેઓએ તેને તલવારથી મારી નાખ્યો+ અને અરારાટ દેશમાં+ નાસી ગયા. સાન્હેરીબનો દીકરો એસાર-હાદ્દોન+ તેની જગ્યાએ રાજા બન્યો.