નીતિવચનો
૩ મારા દીકરા, મારી શીખવેલી વાતો ભૂલીશ નહિ
અને મારી આજ્ઞાઓ પૂરા દિલથી પાળજે,
૨ જેથી તને લાંબું જીવન મળે
અને તારા જીવનમાં સુખ-શાંતિ આવે.+
૩ અતૂટ પ્રેમ* અને વફાદારી* બતાવવાનું છોડતો નહિ.+
એને હારની જેમ તારા ગળે બાંધી દે
અને તારા દિલ પર લખી લે.+
૪ ત્યારે તું ઈશ્વરની અને લોકોની કૃપા મેળવીશ
અને તેઓની નજરમાં સમજુ ગણાઈશ.+
૭ તું પોતાને બહુ બુદ્ધિમાન ન ગણ.+
પણ યહોવાનો ડર રાખ અને ખોટા માર્ગેથી પાછો ફર.
૧૨ કેમ કે જેમ પિતા પોતાના વહાલા દીકરાને ઠપકો આપે છે,+
તેમ યહોવા જેને પ્રેમ કરે છે, તેને ઠપકો આપે છે.+
૧૩ સુખી છે એ માણસ, જે બુદ્ધિ* મેળવે છે.+
સુખી છે એ માણસ, જે ઊંડી સમજણ મેળવે છે.
૧૪ ચાંદી કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.
ચોખ્ખા સોના કરતાં બુદ્ધિ હોવી* વધારે સારું.+
૧૫ બુદ્ધિ કીમતી પથ્થરો* કરતાં પણ વધારે અનમોલ છે.
તને ગમતી કોઈ પણ વસ્તુ બુદ્ધિની તોલે ન આવી શકે.
૧૬ એના જમણા હાથમાં લાંબું જીવન છે,
એના ડાબા હાથમાં સમૃદ્ધિ અને વૈભવ છે.
૧૭ એના માર્ગે ચાલવાથી સુખચેન મળે છે,
એના રસ્તે ચાલવાથી શાંતિ મળે છે.+
૧૯ યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+
તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+
૨૧ બેટા, એને* તારી નજરથી દૂર થવા ન દેતો.
તું બુદ્ધિ* અને સમજશક્તિને* પકડી રાખ.
૨૨ એ તને જીવન આપશે
અને સુંદર હારની જેમ તારી શોભા વધારશે.
૨૫ અચાનક આવી પડતાં સંકટથી તને ડર નહિ લાગે,+
દુષ્ટો પર આવનાર તોફાનથી તને બીક નહિ લાગે,+
૨૬ કેમ કે તારો ભરોસો યહોવા પર હશે,+
તે તારા પગને જાળમાં ફસાવા નહિ દે.+
૨૮ જો તું તારા પડોશીને હમણાં કંઈક આપી શકતો હોય,
તો એવું કહીશ નહિ: “જા, કાલે આવજે, કાલે આપીશ!”
૨૯ જો તારો પડોશી તારા પર ભરોસો રાખીને પોતાને સલામત માનતો હોય,
તો તેની વિરુદ્ધ કાવતરું ઘડીશ નહિ.+
૩૦ જો કોઈ માણસે તારું કંઈ બગાડ્યું ન હોય,
તો કારણ વગર તેની સાથે ઝઘડીશ નહિ.+
૩૧ હિંસક માણસની અદેખાઈ કરીશ નહિ,+
તેના પગલે ચાલીશ નહિ.
૩૫ બુદ્ધિમાનને માન-મહિમા મળશે,
પણ મૂર્ખનું અપમાન થશે.+