યશાયા
૪૦ તમારા ઈશ્વર કહે છે, “મારા લોકોને દિલાસો આપો, હા, દિલાસો આપો.+
૨ યરૂશાલેમ સાથે પ્રેમથી વાત કરો
અને જણાવો કે આફતોનો અંત આવ્યો છે,
એના અપરાધોની કિંમત ચૂકવી દેવામાં આવી છે,+
૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે:
“યહોવાનો માર્ગ તૈયાર કરો!+
આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો+ સીધો રાજમાર્ગ બનાવો.+
૪ દરેક ખીણ પૂરી દો,
દરેક પહાડ અને ડુંગર નીચા કરો,
ઊંચી-નીચી જમીન સપાટ કરો
અને ખાડા-ટેકરાને મેદાન બનાવો.+
૬ સાંભળો! કોઈ કહે છે: “જાહેર કર!”
બીજો કહે છે: “શું જાહેર કરું?”
“બધા લોકો લીલાંછમ ઘાસ જેવા છે.
તેઓનો અતૂટ પ્રેમ મેદાનનાં ફૂલો જેવો છે.+
લોકો સાચે જ લીલાં ઘાસ જેવા છે.
ઓ યરૂશાલેમ માટે ખુશખબર લાવનારી સ્ત્રી,
મોટા અવાજે પોકાર.
હા, મોટા અવાજે પોકાર, ગભરાઈશ નહિ.
યહૂદાનાં શહેરોમાં જાહેર કર: “આ તમારા ઈશ્વર છે.”+
જુઓ, ઈશ્વર ઇનામ આપવા તૈયાર છે,
તે જે મજૂરી આપવાના છે, એ સાથે લઈને આવે છે.+
૧૧ ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે.+
તે પોતાના હાથે ઘેટાંનાં બચ્ચાંને ભેગાં કરશે
અને ગોદમાં ઊંચકી લેશે.
બચ્ચાં થયાં હોય એવી ઘેટીઓને તે પ્રેમથી દોરશે.+
૧૨ કોણે પોતાના ખોબાથી પાણી માપ્યું છે?+
કોણે વેંતથી* આકાશ માપ્યું છે?
કોણે માપિયામાં ધરતીની ધૂળ ભેગી કરી છે?+
કોણે પલ્લાંમાં પહાડોને જોખ્યા છે?
કોણે ત્રાજવામાં ડુંગરોને તોળ્યા છે?
૧૩ કોણ યહોવાની પવિત્ર શક્તિ* માપી શકે છે?*
કોણ સલાહકાર બનીને તેમને શીખવી શકે છે?+
૧૪ સમજણ મેળવવા તે કોની સલાહ માંગે છે?
ન્યાયના રસ્તે ચાલવાનું તેમને કોણ શીખવે છે?
કોણ તેમને જ્ઞાન આપે છે?
કોણ તેમને સાચી સમજણનો માર્ગ બતાવે છે?+
જુઓ, ટાપુઓને તે ધૂળના કણની જેમ ઉઠાવી લે છે.
૧૬ અરે, લબાનોનનાં વૃક્ષો પણ વેદી માટે પૂરતાં નથી,
એનાં જંગલી જાનવરો પણ અગ્નિ-અર્પણો માટે પૂરતાં નથી.
૧૭ તેમની આગળ બધી પ્રજાઓ કંઈ જ નથી.+
તેમની નજરમાં તેઓની કોઈ વિસાત નથી, કોઈ કિંમત નથી.+
૧૮ ઈશ્વરની સરખામણી કોની સાથે કરશો?+
તે કોના જેવા દેખાય છે?+
૧૯ કારીગર મૂર્તિ ઢાળે છે.
સોની એના પર સોનું ચઢાવે છે+
અને ચાંદીની સાંકળીઓ ઘડે છે.
૨૦ બીજો કોઈ માણસ અર્પણ માટે એક ઝાડ પસંદ કરે છે,+
એવું ઝાડ જે સડે નહિ.
ગબડી ન પડે એવી કોતરેલી મૂર્તિ બનાવવા
તે હોશિયાર કારીગર શોધે છે.+
૨૧ શું તમે નથી જાણતા?
શું તમે નથી સાંભળ્યું?
શું તમને શરૂઆતથી આ બધું કહેવામાં આવ્યું નથી?
પૃથ્વીના પાયા નંખાયા ત્યારથી શું તમને એની ખબર નથી?+
તે આકાશને મલમલના પડદાની જેમ ફેલાવે છે
અને રહેવાના તંબુની જેમ એને તાણે છે.+
૨૩ તે મોટા મોટા અધિકારીઓને નીચા કરે છે,
પૃથ્વીના ન્યાયાધીશોને* નકામા બનાવી દે છે.
૨૪ તેઓ હજી માંડ રોપાયા છે,
માંડ વવાયા છે,
તેઓનાં મૂળ માંડ માંડ જમીનમાં ઊતર્યાં છે,
ત્યાં તો પવન ફૂંકાયો અને તેઓ સુકાઈ ગયા,
પવન તેઓને સૂકા ઘાસની જેમ ઉડાવી ગયો.+
૨૫ પવિત્ર ઈશ્વર કહે છે: “તમે મને કોની સાથે સરખાવશો? મને કોના જેવો ગણશો?
૨૬ તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ.
એ બધા તારા કોણે બનાવ્યા છે?+
તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છે
અને બધાને નામથી બોલાવે છે.+
તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે+
કોઈ બાકી રહી જતો નથી.
૨૭ હે યાકૂબ, તું કેમ આવું કહે છે? હે ઇઝરાયેલ, તું કેમ આવું જાહેર કરે છે?
તમે કહો છો: ‘મારો માર્ગ યહોવાથી છૂપો છે,
ઈશ્વર પાસેથી મને ઇન્સાફ મળ્યો નથી.’+
૨૮ શું તમે નથી જાણતા? શું તમે નથી સાંભળ્યું?
આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.+
તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.+
૩૦ છોકરાઓ થાકીને હારી જશે
અને યુવાનો ઠોકર ખાઈને પડી જશે.
૩૧ પણ યહોવા પર આશા રાખનારા ફરીથી તાકાત મેળવશે.
ગરુડની જેમ પાંખો ફેલાવીને તેઓ ઊંચે ઊંચે ઊડશે.+
તેઓ દોડશે ને હિંમત હારશે નહિ.
તેઓ ચાલશે ને થાકશે નહિ.”+