કોલોસીઓને પત્ર
૩ જો તમને ખ્રિસ્ત સાથે જીવતા કરવામાં આવ્યા હોય,+ તો સ્વર્ગની વાતો પર મન લગાડો, જ્યાં ખ્રિસ્ત આપણા ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ ૨ સ્વર્ગની વાતો પર મન લગાડેલું રાખો,+ પૃથ્વી પરની વાતો પર નહિ.+ ૩ કેમ કે તમે મરી ચૂક્યા છો અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે તમારું જીવન ખ્રિસ્તને સોંપવામાં આવ્યું છે. ૪ જ્યારે ખ્રિસ્ત જે આપણું જીવન છે,+ તેમને પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ કરાશો.+
૫ તેથી, તમારા શરીરનાં અંગોને મારી નાખો,+ જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના,+ લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે. ૬ એ બધાને કારણે ઈશ્વરનો ક્રોધ આવી રહ્યો છે. ૭ અગાઉ તમે પણ એવાં જ કામો કરતા હતા.*+ ૮ પણ હવે તમે ક્રોધ, ગુસ્સો, દુષ્ટતા,+ અપમાન કરતી બોલી+ અને અશ્લીલ વાતો+ તમારામાંથી દૂર કરો. ૯ એકબીજા સાથે જૂઠું ન બોલો.+ જૂના સ્વભાવને* એની આદતો સાથે ઉતારી નાખો+ ૧૦ અને નવો સ્વભાવ પહેરી લો.+ જ્યારે આપણે ઈશ્વરને સારી રીતે ઓળખીએ છીએ, ત્યારે તે આપણને એ નવો સ્વભાવ આપે છે. પછી આપણો સ્વભાવ ઈશ્વરના સ્વભાવ જેવો બનતો જાય છે.+ ૧૧ તમે ગ્રીક હો કે યહૂદી, સુન્નત કરાયેલા હો કે સુન્નત વગરના, પરદેશી હો કે સિથિયન,* ગુલામ હો કે આઝાદ, આ નવા સ્વભાવને લીધે હવે કોઈ ફરક પડતો નથી. પણ ખ્રિસ્ત સર્વ છે અને સર્વમાં છે.+
૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા,+ પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા,+ દયા, નમ્રતા,*+ કોમળતા+ અને ધીરજ+ પહેરી લો. ૧૩ એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય,+ તોપણ એકબીજાને દિલથી માફ કરો.+ જેમ યહોવાએ* તમને દિલથી* માફ કર્યા, તેમ તમે પણ કરો.+ ૧૪ એ સર્વ ઉપરાંત, તમે પ્રેમ પહેરી લો,+ કેમ કે પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.+
૧૫ તેમ જ, ખ્રિસ્તની શાંતિને તમારાં હૃદયો પર રાજ કરવા દો.*+ કેમ કે ઈશ્વરે તમને એ શાંતિમાં રહેવા બોલાવ્યા છે, જેથી તમે એક શરીર બનો. તમે બતાવી આપો કે તમે કેટલા આભારી છો. ૧૬ ખ્રિસ્તના શિક્ષણથી તમારા દિલને પૂરેપૂરું ભરી દો અને બુદ્ધિમાન બનો. ગીતો ગાઈને, ઈશ્વરની સ્તુતિ કરીને અને આભાર* સાથે ભક્તિ-ગીતો ગાઈને એકબીજાને શીખવતા રહો+ અને ઉત્તેજન* આપતા રહો. તમારા દિલમાં યહોવા* માટે ગાતા રહો.+ ૧૭ તમે જે કંઈ કહો કે કરો, એ સર્વ માલિક ઈસુના નામમાં કરો અને તેમના દ્વારા ઈશ્વર આપણા પિતાનો આભાર માનો.+
૧૮ પત્નીઓ, તમારા પતિને આધીન રહો,+ કેમ કે આપણા માલિકની નજરે એ યોગ્ય છે. ૧૯ પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો+ અને તેઓ પર ખૂબ ગુસ્સે ન થાઓ.*+ ૨૦ બાળકો, દરેક વાતમાં તમારાં માતા-પિતાનું કહેવું માનો,+ કેમ કે એનાથી આપણા માલિક ખુશ થાય છે. ૨૧ પિતાઓ, તમારાં બાળકો ચિડાઈ જાય એવું કંઈ ન કરો,*+ નહિતર તેઓ નિરાશ થઈ જશે.* ૨૨ દાસો, બધી રીતે તમારા માલિકોનું કહેવું માનો.+ માણસોને ખુશ કરવા ખાલી દેખાડો ન કરો. તમારા માલિક જોતા ન હોય ત્યારે* પણ ખરાં દિલથી અને યહોવાના* ડરને લીધે તેઓનું કહેવું માનો. ૨૩ માણસો માટે નહિ, પણ યહોવા* માટે કરતા હો એમ તમે જે કંઈ કરો એ પૂરા દિલથી* કરો,+ ૨૪ કેમ કે તમે જાણો છો કે યહોવા* પાસેથી જ તમને ઇનામ તરીકે વારસો મળશે.+ તમારા માલિક ખ્રિસ્તની સેવા કરો. ૨૫ જે માણસ ખોટાં કામો કરે છે, તે ચોક્કસ એનું પરિણામ ભોગવશે,+ કેમ કે ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.+