ગીતશાસ્ત્ર
א [આલેફ]
૩ તેઓ કંઈ પણ ખોટું કરતા નથી.
તેઓ તેમના માર્ગોમાં ચાલે છે.+
૪ તમે આજ્ઞા આપી છે કે,
તમારા હુકમો ચોકસાઈથી પાળવામાં આવે.+
૫ તમારા આદેશો પાળવા
હું અડગ રહું તો કેવું સારું!+
૬ પછી તમારી બધી આજ્ઞાઓ પર વિચાર કરીશ ત્યારે,
મારે શરમાવું નહિ પડે.+
૭ તમારા ખરા ચુકાદાઓ વિશે શીખીને
હું સાચા દિલથી તમારી સ્તુતિ કરીશ.
૮ હું તમારા આદેશો પાળીશ,
તમે મને કદી પણ તરછોડી દેતા નહિ.
ב [બેથ]
૯ યુવાન માણસ કઈ રીતે પોતાનો જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?
તમારા શબ્દો પ્રમાણે સાવધ રહીને.+
૧૦ હું પૂરા દિલથી તમારું માર્ગદર્શન શોધું છું.
તમારી આજ્ઞાઓમાંથી મને ફંટાવા ન દેશો.+
૧૨ હે યહોવા, તમારો જયજયકાર થાઓ.
મને તમારા આદેશો શીખવો.
૧૩ તમે આપેલા બધા કાયદા-કાનૂન
હું જણાવું છું.
૧૬ મને તમારા કાયદા-કાનૂન બહુ વહાલા છે.
હું તમારું શિક્ષણ ભૂલીશ નહિ.+
ג [ગિમેલ]
૧૭ તમારા ભક્ત સાથે દયાભાવથી વર્તજો,
જેથી હું જીવતો રહું અને તમારો નિયમ પાળું.+
૧૮ મારી આંખો ખોલો,
જેથી હું તમારા નિયમમાંની અજાયબ વાતો સાફ સાફ જોઈ શકું.
૧૯ હું દેશમાં જાણે એક પરદેશી છું.+
તમારી આજ્ઞાઓ મારાથી છુપાવશો નહિ.
૨૦ તમારા નીતિ-નિયમોની મને ઝંખના છે,
એના માટે મારું દિલ હંમેશાં ઝૂરે છે.
૨૧ તમે ઘમંડીઓને ધમકાવો છો,
જેઓ તમારી આજ્ઞાઓથી ભટકી ગયેલા શ્રાપિત લોકો છે.+
૨૨ મારી નિંદા અને મારું અપમાન દૂર કરો,
કેમ કે મેં તમારાં સૂચનો પાળ્યાં છે.
૨૪ મને તમારાં સૂચનો બહુ વહાલાં છે.+
એ મારા સલાહકારો છે.+
ד [દાલેથ]
૨૫ હું ધૂળભેગો થવાની તૈયારીમાં છું.+
તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+
૨૬ મેં તમને મારા માર્ગો વિશે જણાવ્યું અને તમે જવાબ આપ્યો.
મને તમારા આદેશો શીખવો.+
૨૮ હું ખૂબ દુઃખી છું, મારી ઊંઘ ઊડી ગઈ છે.
તમારા વચન પ્રમાણે મને હિંમત આપો.
૨૯ છળ-કપટના માર્ગથી મને દૂર રાખો,+
તમારો નિયમ શીખવીને મને કૃપા બતાવો.
૩૦ મેં વફાદારીનો માર્ગ પસંદ કર્યો છે.+
હું જાણું છું કે તમારા ન્યાયચુકાદાઓ ખરા છે.
૩૧ હું તમારાં સૂચનોને વળગી રહું છું.+
હે યહોવા, મને નિરાશ થવા દેતા નહિ.+
૩૨ તમારી આજ્ઞાઓના માર્ગે હું પૂરા જોશથી દોડીશ,
કેમ કે તમે મારા દિલમાં એની જગ્યા બનાવો છો.*
ה [હે]
૩૪ મને સમજણ આપો,
જેથી હું તમારો નિયમ પાળું
અને પૂરા દિલથી એ માનતો રહું.
૩૫ તમારી આજ્ઞાઓના માર્ગે મને દોરો,+
કેમ કે મને એમાં બહુ ખુશી થાય છે.
૩૭ નકામી ચીજો પરથી મારી નજર ફેરવો.+
તમારા માર્ગમાં મને જીવતો રાખો.
૩૮ તમારા સેવકને આપેલું વચન પૂરું કરો,
જેથી તમારો આદરભાવ રાખવામાં આવે.*
૩૯ હું જે બદનામીથી ડરું છું એ દૂર કરો,
તમારા કાયદા-કાનૂન સાચા છે.+
૪૦ જુઓ, હું તમારા આદેશો માટે કેટલો તરસું છું!
તમારી સચ્ચાઈને લીધે મને જીવતો રાખો.
ו [વાવ]
૪૨ પછી મને મહેણાં મારનારને હું જવાબ આપીશ,
કેમ કે મેં તમારા વચનમાં ભરોસો મૂક્યો છે.
૪૩ મારા મોંમાંથી સત્ય વચન લઈ ન લેતા,
કેમ કે મેં તમારા ન્યાયચુકાદાઓમાં આશા રાખી છે.
૪૪ હું હંમેશાં, હા, સદાને માટે
તમારો નિયમ પાળીશ.+
૪૫ હું સલામત જગ્યામાં હરતો-ફરતો રહીશ,+
કેમ કે હું તમારા આદેશો પાળું છું.
૪૭ મને તમારી આજ્ઞાઓ બહુ વહાલી છે,
હા, મને એના પર ખૂબ જ પ્રેમ છે.+
૪૮ તમારી આજ્ઞાઓ પર પ્રેમ હોવાથી, હું હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીશ.+
હું તમારા આદેશો પર મનન* કરીશ.+
ז [ઝાયિન]
૪૯ તમારા ભક્તને આપેલું વચન યાદ કરો,
જેના દ્વારા તમે મને આશા આપો છો.
૫૦ મારાં દુઃખોમાં એ જ દિલાસો આપે છે,+
કેમ કે તમારી વાણીએ મને જીવતો રાખ્યો છે.
૫૩ દુષ્ટો તમારો નિયમ પાળતા નથી,
એ જોઈને મારો ગુસ્સો આસમાને ચઢી ગયો છે.+
૫૪ હું ગમે ત્યાં રહું,
તમારા આદેશો તો મારા માટે ગીતો જેવા છે.
૫૫ હે યહોવા, રાતે હું તમારું નામ યાદ કરું છું,+
જેથી હું તમારો નિયમ પાળું.
૫૬ એ મારી આદત છે,
કારણ કે હું તમારા હુકમો પાળું છું.
ח [હેથ]
૫૭ યહોવા મારો હિસ્સો છે.+
તમારા શબ્દો પાળવાનું મેં વચન આપ્યું છે.+
૫૮ મારા પૂરા દિલથી હું તમને અરજ કરું છું.+
તમારા વચન પ્રમાણે મારા પર કૃપા કરો.+
૫૯ મેં મારા માર્ગોની ચકાસણી કરી છે,
જેથી મારા પગ ફરીથી તમારાં સૂચનો તરફ વાળી લાવું.+
૬૦ હું તમારી આજ્ઞાઓ ઉતાવળે પાળું છું,
જરાય મોડું કરતો નથી.+
૬૨ તમારા ખરા ચુકાદાઓ માટે આભાર માનવા
હું મધરાતે ઊઠું છું.+
૬૪ હે યહોવા, તમારા અતૂટ પ્રેમથી આખી પૃથ્વી ભરપૂર છે.+
મને તમારા આદેશો શીખવો.
ט [ટેથ]
૬૫ હે યહોવા, તમારા વચન પ્રમાણે
તમે તમારા દાસ સાથે સારી રીતે વર્ત્યા છો.
૬૭ અગાઉ હું દુઃખી હતો અને આડે રસ્તે ચઢી જતો હતો,
પણ હવે હું તમારું કહેવું માનું છું.+
૬૮ તમે ભલા છો+ અને તમારાં કામો પણ ભલાં છે.
મને તમારા આદેશો શીખવો.+
૬૯ અભિમાની માણસ જૂઠું બોલીને મારા પર કીચડ ઉછાળે છે,
તોપણ હું પૂરા દિલથી તમારા હુકમો પાળું છું.
י [યોદ]
૭૩ તમારા હાથોએ મને બનાવ્યો છે, મને ઘડ્યો છે.
મને સમજણ આપો,
જેથી હું તમારી આજ્ઞાઓ શીખી શકું.+
૭૪ તમારો ડર રાખનારાઓ મને જોઈને હરખાય છે,
કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.+
૭૫ હે યહોવા, હું જાણું છું કે તમારો ઇન્સાફ એકદમ સાચો છે.+
તમારી વફાદારીને લીધે તમે મને દુઃખી કર્યો છે.+
પણ હું તમારા હુકમો પર મનન* કરીશ.+
૭૯ તમારો ડર રાખનારા અને તમારાં સૂચનો જાણનારા
મારી પાસે પાછા ફરે.
כ [કાફ]
૮૧ તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!+
તમારી વાણીમાં મને ભરોસો છે.
૮૪ તમારા સેવકે કેટલા દિવસ રાહ જોવી પડશે?
મારા પર જુલમ ગુજારનારાઓનો ક્યારે ન્યાય કરશો?+
૮૫ ઘમંડી લોકો મારા માટે ખાડા ખોદે છે,
તેઓ તમારો નિયમ તોડે છે.
૮૬ તમારી બધી આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
મને મદદ કરો, માણસો કારણ વગર મને સતાવે છે.+
૮૭ તેઓએ મને પૃથ્વી પરથી લગભગ મિટાવી દીધો હતો,
પણ મેં તમારા હુકમોનો ત્યાગ કર્યો નહિ.
૮૮ તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો,
જેથી તમે જણાવેલાં સૂચનો હું પાળું.
ל [લામેદ]
૯૦ તમારી વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+
તમે પૃથ્વીને અડગ રાખી છે, જેથી એ ટકી રહે છે.+
૯૧ તમારા નિયમોને લીધે એ બધાં* આજ સુધી ટકી રહેલાં છે,
કારણ કે તેઓ તમારા સેવકો છે.
૯૩ હું તમારા આદેશો ક્યારેય ભૂલીશ નહિ,
કારણ કે એનાથી તમે મને જીવતો રાખ્યો છે.+
૯૫ દુષ્ટ માણસ મારો નાશ કરવા તાકીને બેઠો છે,
પણ હું તમારાં સૂચનો પર મન લગાડું છું.
૯૬ મેં દરેક સંપૂર્ણ વસ્તુની હદ જોઈ છે,
પણ તમારી આજ્ઞાઓની કોઈ હદ નથી.
מ [મેમ]
૯૭ મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!+
હું આખો દિવસ એના પર મનન* કરું છું.+
૯૮ તમારી આજ્ઞાઓ મને દુશ્મનો કરતાં વધારે બુદ્ધિમાન બનાવે છે,+
કારણ કે એ હંમેશાં મારી સાથે છે.
૧૦૦ ઘરડા માણસો કરતાં હું વધારે સમજદારીથી વર્તું છું,
કારણ કે હું તમારા હુકમો પાળું છું.
૧૦૧ હું તમારા શબ્દો પાળી શકું એ માટે,
હું કોઈ પણ દુષ્ટ માર્ગ પર ચાલતો નથી.+
૧૦૨ હું તમારા નિયમોથી ફંટાયો નથી,
કેમ કે તમે મને શીખવ્યું છે.
૧૦૩ મારી જીભને તમારી વાણી કેટલી મીઠી લાગે છે!
મારા મોંને એ મધ કરતાં પણ મીઠી લાગે છે!+
૧૦૪ તમારા આદેશોને લીધે હું સમજદારીથી વર્તું છું.+
એટલે જ હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+
נ [નૂન]
૧૦૬ તમારા ખરા ન્યાયચુકાદાઓ અમલમાં મૂકવાના મેં સમ ખાધા છે,
હું ચોક્કસ એ પ્રમાણે કરીશ.
૧૦૭ મારા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે.+
હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+
૧૦૮ હે યહોવા, મેં રાજીખુશીથી કરેલી સ્તુતિ સ્વીકારો.+
મને તમારા કાયદા-કાનૂન શીખવો.+
૧૦૯ મારા માથે હંમેશાં જોખમ તોળાતું રહે છે.
પણ હું તમારો નિયમ ભૂલી ગયો નથી.+
૧૧૧ તમારાં સૂચનો મારા માટે કાયમી વારસો* છે.
તેઓથી મારા દિલને ઘણી ખુશી મળે છે.+
૧૧૨ મેં હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી
તમારા આદેશો પાળવાની મનમાં ગાંઠ વાળી છે.
ס [સામેખ]
૧૧૫ ઓ દુષ્ટ માણસો, મારી પાસેથી દૂર જાઓ,+
જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
૧૧૬ હે ઈશ્વર, તમારા વચન પ્રમાણે મને સાથ આપજો,+
જેથી હું જીવતો રહું.
જોજો, મારી આશા નિરાશામાં ફેરવાય ન જાય.+
૧૧૭ મને સાથ આપજો, જેથી મારો બચાવ થાય.+
પછી હું હંમેશાં તમારા આદેશો પર મન લગાડીશ.+
૧૧૮ તમારા આદેશોથી ભટકી જનારા બધાને તમે ધિક્કારો છો,+
કારણ કે તેઓ જૂઠા અને કપટી છે.
૧૧૯ પૃથ્વીના બધા દુષ્ટોને તમે કચરાની* જેમ ફેંકી દો છો.+
એટલા માટે હું તમારાં સૂચનો પર પ્રેમ રાખું છું.
૧૨૦ તમારા ડરને લીધે મારું શરીર થરથર કાંપે છે.
મને તમારા ન્યાયચુકાદાઓની બીક છે.
ע [આયિન]
૧૨૧ જે ખરું અને નેક હોય એ જ મેં કર્યું છે.
જુલમીઓના હાથમાં મને સોંપી દેતા નહિ.
૧૨૨ ખાતરી આપો કે તમારા ભક્તનું કલ્યાણ થશે.
ઘમંડીને મારા પર જુલમ કરવા દેતા નહિ.
૧૨૫ હું તમારો સેવક છું, મને બુદ્ધિ આપો,+
જેથી હું તમારાં સૂચનો સમજી શકું.
૧૨૬ હવે સમય પાકી ગયો છે કે યહોવા પગલાં ભરે,+
કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.
૧૨૭ મને તો તમારી આજ્ઞાઓ વહાલી છે.
સોના કરતાં, હા, ચોખ્ખા* સોના કરતાં પણ વધારે વહાલી છે.+
૧૨૮ એટલે તમારી પાસેથી આવતો દરેક આદેશ* હું સાચો માનું છું.+
હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+
פ [પે]
૧૨૯ તમારાં સૂચનો અદ્ભુત છે.
એટલે હું એને પાળું છું.
૧૩૦ તમારી વાણીની સમજણ પ્રકાશ પાથરે છે.+
એ નાદાનને બુદ્ધિમાન બનાવે છે.+
૧૩૧ મારા મુખમાંથી નિસાસો સરી પડે છે,
કારણ કે હું તમારી આજ્ઞાઓ માટે તરસું છું.+
૧૩૨ તમારા નામને પ્રેમ કરનારાઓ માટે તમે જે નક્કી કર્યું છે,
એ પ્રમાણે મારી તરફ ફરો અને કૃપા બતાવો.+
૧૩૩ તમારી વાણીથી મારાં પગલાં સહીસલામત દોરી જાઓ,
મારા પર કોઈ પણ દુષ્ટતા રાજ ન કરે.+
૧૩૪ જુલમી માણસોથી મને ઉગારી* લો
અને હું તમારા હુકમો પાળીશ.
૧૩૫ તમારા સેવક પર તમારા મુખનું તેજ ઝળહળવા દો+
અને મને તમારા આદેશો શીખવો.
૧૩૬ મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે,
કેમ કે લોકો તમારો નિયમ પાળતા નથી.+
צ [સાદે]
૧૩૮ તમે આપેલાં સૂચનો ખરાં છે
અને એકદમ ભરોસાપાત્ર છે.
૧૩૯ મારો ઉત્સાહ મને કોરી ખાય છે,+
કારણ કે મારા વેરીઓ તમારું કહેવું ભૂલી ગયા છે.
૧૪૩ ભલે મારા પર દુઃખ-તકલીફો આવી પડે,
તોપણ મને તમારી આજ્ઞાઓ વહાલી લાગે છે.
૧૪૪ તમારાં સૂચનોની સચ્ચાઈ કાયમ ટકશે.
મને સમજણ આપો,+ જેથી હું જીવતો રહું.
ק [કોફ]
૧૪૫ હું પૂરા દિલથી પોકારું છું. હે યહોવા, જવાબ આપો.
હું તમારા આદેશો પાળીશ.
૧૪૬ હું તમને આજીજી કરું છું, મને બચાવી લો!
હું તમારાં સૂચનો પાળીશ.
૧૪૭ મદદ માંગવા હું પરોઢ થતાં પહેલાં જાગી જાઉં છું,+
કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.
૧૪૯ તમારા અતૂટ પ્રેમને લીધે મારી વિનંતી સાંભળો.+
હે યહોવા, તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.
૧૫૦ શરમજનક કામો કરનારાઓ મારું નુકસાન કરવા પાસે આવે છે.
તેઓ તમારા નિયમોથી ઘણા દૂર ચાલ્યા ગયા છે.
૧૫૨ લાંબા સમયથી હું તમારાં સૂચનો વિશે જાણું છું કે,
તમે એને યુગોના યુગો સુધી ટકી રહેવા ઘડ્યાં છે.+
ר [રેશ]
૧૫૩ મારું દુઃખ જુઓ, મને બચાવો,+
કેમ કે હું તમારો નિયમ ભૂલી ગયો નથી.
૧૫૪ મારો મુકદ્દમો લડો અને મને છોડાવો.+
તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.
૧૫૫ દુષ્ટ માણસોથી ઉદ્ધાર ઘણો દૂર છે,
કારણ કે તેઓએ તમારા આદેશોની શોધ કરી નથી.+
૧૫૬ હે યહોવા, તમારી દયા મહાન છે.+
તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.
૧૫૭ મારા સતાવનારા અને દુશ્મનો ઘણા બધા છે.+
પણ તમારાં સૂચનોથી હું ભટકી ગયો નથી.
૧૫૮ મેં દગાખોરોને જોયા અને મને સખત નફરત થઈ,
કેમ કે તેઓ તમારું કહેવું માનતા નથી.+
૧૫૯ જુઓ, હું તમારા આદેશો પર કેટલો બધો પ્રેમ રાખું છું!
હે યહોવા, તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો.+
૧૬૦ તમારું દરેક વચન સત્ય છે,+
તમારા ખરા ન્યાયચુકાદાઓ કાયમ ટકે છે.
ש [સીન] કે [શીન]
૧૬૨ મોટી લૂંટ મેળવીને જેવો આનંદ થાય છે,
એવો આનંદ મને તમારી વાણીથી થાય છે.+
૧૬૩ મને જૂઠાણાંથી સખત નફરત છે, હું એને ધિક્કારું છું.+
હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.+
૧૬૪ તમારા ખરા ચુકાદાઓને લીધે,
હું દિવસમાં સાત વાર તમારી સ્તુતિ કરું છું.
૧૬૫ તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે.+
તેઓને કશાથી ઠોકર લાગતી નથી.*
૧૬૬ હે યહોવા, ઉદ્ધારનાં તમારાં કામો પર હું આશા રાખું છું.
હું તમારી આજ્ઞાઓ પાળું છું.
૧૬૭ હું તમારાં સૂચનો પાળું છું
અને તેઓને દિલોજાનથી ચાહું છું.+
૧૬૮ હું તમારાં હુકમો અને સૂચનો પાળું છું,
કેમ કે હું જે કંઈ કરું છું, એ બધું તમે જાણો છો.+
ת [તાવ]
૧૬૯ હે યહોવા, મદદ માટેનો મારો પોકાર તમારા કાને પહોંચે.+
તમારા કહેવા પ્રમાણે મને સમજણ આપો.+
૧૭૦ કૃપા માટેની મારી વિનંતી તમારી આગળ આવે.
તમારા વચન પ્રમાણે મને બચાવો.
૧૭૧ મારા હોઠ તમારો જયજયકાર કરતા રહે,+
કેમ કે તમે મને તમારા આદેશો શીખવ્યા છે.
૧૭૨ મારી જીભ તમારી વાતોનું ગાયન કરતી રહે,+
કારણ કે તમારી બધી આજ્ઞાઓમાં સચ્ચાઈ છે.
૧૭૪ હે યહોવા, તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!
તમારો નિયમ મને ખૂબ વહાલો છે.+
૧૭૫ મને જીવતો રાખો, જેથી હું તમારા ગુણગાન ગાઉં.+
તમારા નીતિ-નિયમોથી મને મદદ મળે.