યશાયા
તું વિનાશ કરવાનું પૂરું કરશે ત્યારે, તારો વિનાશ કરાશે.+
તું દગો દેવાનું પૂરું કરશે ત્યારે, તને દગો દેવામાં આવશે.
૨ હે યહોવા, અમારા પર કૃપા કરો.+
અમારી આશા તમારા પર છે.
૩ તમારી ગર્જનાથી લોકો નાસી જાય છે.
તમે ઊભા થાઓ ત્યારે, પ્રજાઓ વેરવિખેર થઈ જાય છે.+
૪ લોકો ખાઉધરાં તીડોની જેમ પ્રજાઓની લૂંટ પર તૂટી પડશે,
તીડોનાં ટોળાંની જેમ તેઓ એને સફાચટ કરી નાખશે.
૫ યહોવા મોટા મનાશે,
કેમ કે તે ઊંચાણમાં રહે છે.
તે સિયોનને ઇન્સાફ અને સચ્ચાઈથી ભરી દેશે.
૬ એ સમયે* તે સલામતી આપશે.
૭ જુઓ! તેઓના શૂરવીરો શેરીમાં પોકારે છે.
શાંતિનો સંદેશો લાવનારાઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડે છે.
૮ રાજમાર્ગો ઉજ્જડ મુકાયા છે.
રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી.
તેણે* કરાર તોડ્યો છે.
તેણે શહેરોનો ત્યાગ કર્યો છે.
તેને માણસની કંઈ પડી નથી.+
૯ દેશ શોક કરે છે* અને કરમાઈ જાય છે.
લબાનોન બદનામ થયું છે,+ એ સડી ગયું છે.
શારોન રણ જેવું બની ગયું છે,
બાશાન અને કાર્મેલ પોતાનાં પાંદડાઓ ખંખેરી નાખે છે.+
હવે હું પોતાનો મહિમા વધારીશ.
૧૧ તમે સૂકા ઘાસનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો.
તમારા ખરાબ વિચારો તમને આગની જેમ ભસ્મ કરી નાખશે.+
૧૨ લોકો બળી ગયેલા ચૂના જેવા બની જશે.
કાપી નાખેલા કાંટાની જેમ તેઓને આગ ચાંપવામાં આવશે.+
૧૩ ઓ દૂર દૂરના લોકો, હું જે કરીશ એ વિશે સાંભળો!
ઓ પાસેના લોકો, મારી તાકાત જુઓ!
૧૪ સિયોનના પાપીઓ ગભરાઈ ગયા છે.+
ઈશ્વર-વિરોધી* લોકોમાં ભય છવાઈ ગયો છે:
‘ભસ્મ કરનારી આગ સામે આપણામાંથી કોણ બચી શકે?+
હોલવાય નહિ એવી જ્વાળાઓ સામે કોણ ટકી શકે?’
૧૫ એ માણસ જે સાચા માર્ગે ચાલતો રહે છે,+
જે સાચું બોલે છે,+
જે બેઈમાન બનતો નથી, દગો દેતો નથી,
જેના હાથ લાંચ લેવાની ના પાડે છે,+
હિંસાની વાતો સાંભળવી ન પડે માટે જે કાન બંધ કરે છે,
બૂરાઈ જોવી ન પડે માટે જે આંખો બંધ કરે છે.
૧૬ તે ઊંચાણમાં રહેશે.
ખડક પર બનેલા કિલ્લાઓ તેનો સલામત આશરો બનશે,
તેને રોટલી આપવામાં આવશે
અને તેના માટે પાણી કદી ખૂટશે નહિ.”+
૧૭ તમારી આંખો રાજાને તેના ગૌરવમાં જોશે.
તેઓ દૂર એક દેશ જોશે.
૧૮ તમારાં દિલમાં તમને આતંકનો સમય યાદ આવશે:
“મંત્રી* ક્યાં ગયો?
કર આપનાર ક્યાં ગયો?+
બુરજો ગણનાર ક્યાં ગયો?”
૧૯ હવે તમને ઉદ્ધત લોકો જોવા નહિ મળે,
જે લોકોની ભાષા સમજવી અઘરી છે,
જેઓ સમજાય નહિ એવી બોલીમાં અચકાતાં અચકાતાં બોલે છે.+
૨૦ આપણા તહેવારોનું શહેર સિયોન જુઓ!+
તમારી આંખો યરૂશાલેમને એક શાંત રહેઠાણ તરીકે જોશે.
એ તંબુ ખસેડવામાં નહિ આવે,+
એનો એકેય ખીલો ઉખેડી નાખવામાં નહિ આવે,
એનું એકેય દોરડું કાપી નાખવામાં નહિ આવે.
૨૧ જેમ નદીઓ અને મોટી નહેરો કોઈ જગ્યાનું રક્ષણ કરે,
એમ મહાન ઈશ્વર યહોવા ત્યાં આપણું રક્ષણ કરશે,
ત્યાંથી સઢ અને હલેસાંવાળી હોડીઓનો કોઈ કાફલો જશે નહિ
અને કોઈ મોટાં વહાણો પસાર થશે નહિ.
તે જ આપણને બચાવશે.+
૨૩ દુશ્મનોનાં વહાણોનાં દોરડાં લટકતાં રહી જશે.
એ ધ્વજ-સ્તંભને ટટ્ટાર રાખી નહિ શકે કે સઢ ચઢાવી નહિ શકે.
એ સમયે પુષ્કળ લૂંટ વહેંચવામાં આવશે.
અરે, લંગડો માણસ પણ ઘણી લૂંટ લઈ જશે.+
૨૪ “હું બીમાર છું,” એવું કોઈ* કહેશે નહિ.+
એ દેશમાં રહેનારા લોકોનાં પાપ માફ કરાશે.+