યોહાન
૩ નિકોદેમસ+ નામનો એક ફરોશી હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. ૨ રાતના સમયે તે ઈસુ પાસે આવ્યો+ અને કહ્યું: “ગુરુજી,*+ અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવેલા શિક્ષક છો. જો કોઈ માણસ સાથે ઈશ્વર ન હોય,+ તો તમે કરો છો એવા ચમત્કારો કરી ન શકે.”+ ૩ ઈસુએ તેને કહ્યું: “હું તને સાચે જ કહું છું કે જો કોઈ ફરીથી જન્મ ન લે,*+ તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી.”+ ૪ નિકોદેમસે પૂછ્યું: “માણસ મોટો થયા પછી કઈ રીતે ફરીથી જન્મી શકે? તે કઈ રીતે પોતાની માના ગર્ભમાં જાય અને બીજી વાર જન્મ લે?” ૫ ઈસુએ જવાબ આપ્યો: “હું તને સાચે જ કહું છું કે પાણી+ અને પવિત્ર શક્તિથી*+ જન્મ લીધા વગર કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં જઈ શકતો નથી. ૬ જે મનુષ્યથી જન્મે છે તે મનુષ્યનો દીકરો છે અને જે પવિત્ર શક્તિથી જન્મે છે તે ઈશ્વરનો દીકરો છે. ૭ મારી આ વાતથી નવાઈ ન પામ કે તમારે બધાએ ફરીથી જન્મ લેવો પડશે. ૮ પવન જ્યાં ચાહે ત્યાં વાય છે અને તું એનો અવાજ સાંભળે છે. પણ એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એની તને ખબર નથી. પવિત્ર શક્તિથી જે જન્મે છે, એ દરેક વિશે પણ એવું જ છે.”+
૯ નિકોદેમસે પૂછ્યું, “એવું કઈ રીતે બની શકે?” ૧૦ ઈસુએ કહ્યું: “તું ઇઝરાયેલનો શિક્ષક છે તોપણ તને એ ખબર નથી? ૧૧ હું તને સાચે જ કહું છું કે અમે જે જાણીએ છીએ એ કહીએ છીએ અને અમે જે જોયું છે એની સાક્ષી આપીએ છીએ. પણ તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી. ૧૨ મેં તમને પૃથ્વીની વાતો જણાવી અને તમે માનતા નથી, તો પછી હું સ્વર્ગની વાતો જણાવું તો તમે કઈ રીતે માનશો? ૧૩ માણસનો દીકરો સ્વર્ગમાંથી ઊતર્યો છે,+ એના સિવાય કોઈ માણસ સ્વર્ગમાં ચઢ્યો નથી.+ ૧૪ જેમ મૂસાએ વેરાન પ્રદેશમાં સાપને ઊંચો કર્યો,+ તેમ માણસનો દીકરો પણ ઊંચો કરાશે.+ ૧૫ એ માટે કે જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે, તેને હંમેશ માટેનું જીવન મળે.+
૧૬ “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો,+ જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.+ ૧૭ ઈશ્વરે પોતાના દીકરાને દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ તેના દ્વારા દુનિયાનો ઉદ્ધાર થાય એ માટે મોકલ્યો છે.+ ૧૮ દીકરામાં જે કોઈ શ્રદ્ધા મૂકે છે, તે દોષિત ઠરશે નહિ.+ જે કોઈ શ્રદ્ધા મૂકતો નથી, તે દોષિત ઠરી ચૂક્યો છે, કારણ કે તેણે ઈશ્વરના એકના એક દીકરાના નામમાં શ્રદ્ધા મૂકી નથી.+ ૧૯ દોષિત ઠરાવવાનું કારણ આ છે: દુનિયામાં પ્રકાશ આવ્યો,+ પણ માણસોએ પ્રકાશને બદલે અંધકાર પર પ્રેમ રાખ્યો, કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. ૨૦ જે કોઈ દુષ્ટ કામો કરતો રહે છે, તે પ્રકાશને ધિક્કારે છે. તે પ્રકાશમાં આવતો નથી, જેથી તેનાં કામો ખુલ્લાં પડી ન જાય. ૨૧ પણ જે સારાં કામો કરે છે તે પ્રકાશમાં આવે છે,+ જેથી સાબિત થાય કે તેનાં કામો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે છે.”
૨૨ એ પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયાનાં ગામોમાં ગયા. ત્યાં તે પોતાના શિષ્યો સાથે રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપ્યું.+ ૨૩ યોહાન પણ શાલીમ પાસેના એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કારણ કે ત્યાં ઘણું પાણી હતું.+ લોકો ત્યાં આવતા હતા અને બાપ્તિસ્મા લેતા હતા.+ ૨૪ એ સમય સુધી યોહાનને કેદખાનામાં નાખવામાં આવ્યો ન હતો.+
૨૫ શુદ્ધ થવાના રિવાજ વિશે એકવાર યોહાનના શિષ્યોની એક યહૂદી સાથે તકરાર થઈ. ૨૬ પછી તેઓ યોહાન પાસે આવ્યા અને કહ્યું: “ગુરુજી,* શું તમને યાદ છે, યર્દનની પેલે પાર તમારી સાથે એક માણસ હતા અને તેમના વિશે તમે સાક્ષી આપી હતી?+ જુઓ, તે બાપ્તિસ્મા આપે છે અને બધા તેમની પાસે જાય છે.” ૨૭ યોહાને કહ્યું: “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ માણસ કશું જ મેળવી શકતો નથી. ૨૮ તમે પોતે આ વાતના સાક્ષી છો કે મેં આમ કહ્યું હતું: ‘હું ખ્રિસ્ત નથી,+ પણ મને તેમની અગાઉ મોકલવામાં આવ્યો છે.’+ ૨૯ જેની પાસે કન્યા છે એ વરરાજા છે.+ પણ વરરાજાનો મિત્ર પાસે ઊભો રહીને વરરાજાની વાત સાંભળે છે ત્યારે ઘણો ખુશ થાય છે. એ જ રીતે, મારો આનંદ પણ સંપૂર્ણ થયો છે. ૩૦ એ જરૂરી છે કે તેમનું સેવાકાર્ય વધતું જાય, પણ મારું સેવાકાર્ય ઘટતું જાય.”
૩૧ જે સ્વર્ગમાંથી આવે છે,+ તેમને બધા પર અધિકાર છે. જે પૃથ્વી પરથી છે, તે પૃથ્વીનો છે અને પૃથ્વીની વાતો કરે છે. જે ઉપરથી આવે છે, તેમને બધા પર અધિકાર છે.+ ૩૨ તેમણે જે જોયું છે અને સાંભળ્યું છે, એની તે સાક્ષી આપે છે.+ પણ કોઈ માણસ તેમની સાક્ષી સ્વીકારતો નથી.+ ૩૩ જે કોઈએ તેમની સાક્ષી સ્વીકારી છે, તેણે આ વાત પર પોતાની મહોર* લગાવી છે* કે ઈશ્વર સાચા છે.+ ૩૪ ઈશ્વરે જેમને મોકલ્યા છે તે ઈશ્વરની વાતો કહે છે,+ કેમ કે ઈશ્વર પોતાની શક્તિ માપી માપીને* આપતા નથી. ૩૫ પિતા દીકરાને પ્રેમ કરે છે+ અને તેમણે બધું તેમના હાથમાં સોંપી દીધું છે.+ ૩૬ દીકરામાં જે શ્રદ્ધા મૂકે છે તે હંમેશ માટેનું જીવન મેળવશે.+ દીકરાનું કહેવું જે માનતો નથી તેને જીવન મળશે નહિ,+ પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.+