એફેસીઓને પત્ર
૪ હું ઈસુ માટે કેદ થયેલો,+ તમને વિનંતી કરું છું કે જેના માટે તમને બોલાવવામાં આવ્યા છે એને શોભે એ રીતે જીવો.+ ૨ તમે હંમેશાં નમ્રતા,*+ કોમળતા અને ધીરજથી+ વર્તો અને પ્રેમથી એકબીજાનું સહન કરો.+ ૩ પવિત્ર શક્તિ દ્વારા મળેલી એકતાને જાળવી રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરો અને એકબીજા સાથે શાંતિથી* રહો.+ ૪ એક શરીર છે,+ એક પવિત્ર શક્તિ છે+ અને એક આશા છે.+ તમને એ આશા માટે બોલાવવામાં આવ્યા છે. ૫ એક માલિક છે,+ એક શ્રદ્ધા છે, એક બાપ્તિસ્મા* છે. ૬ બધા લોકોના એક ઈશ્વર અને પિતા છે. તે લોકો પર રાજ કરે છે, તેઓ દ્વારા કાર્યો કરે છે અને તેમની શક્તિ તેઓ પર કામ કરે છે.
૭ હવે ખ્રિસ્તે આપણને જે ભેટ* આપી છે, એ પ્રમાણે આપણને દરેકને ઈશ્વર પાસેથી અપાર કૃપા મળી છે.+ ૮ કેમ કે શાસ્ત્ર કહે છે: “તે ઉપર ચઢી ગયા ત્યારે તે પોતાની સાથે કેદીઓને લઈ ગયા. તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.”+ ૯ “તે ઉપર ચઢી ગયા,” એનો શો અર્થ થાય? એ જ કે, પહેલા તે નીચે ઊતર્યા હતા, એટલે કે પૃથ્વી પર આવ્યા હતા. ૧૦ જે નીચે પૃથ્વી પર ઊતર્યા, તે જ સ્વર્ગ કરતાં પણ ઉપર ચઢ્યા,+ જેથી તે સર્વ બાબતોને પૂરી કરે.
૧૧ તેમણે અમુકને પ્રેરિતો+ તરીકે, અમુકને પ્રબોધકો+ તરીકે, અમુકને પ્રચારકો*+ તરીકે, અમુકને ઘેટાંપાળકો અને શિક્ષકો+ તરીકે આપ્યા છે, ૧૨ જેથી પવિત્ર જનોમાં સુધારો થાય,* સેવાનાં કામ થાય અને ખ્રિસ્તનું શરીર દૃઢ થાય.+ ૧૩ આ રીતે તેઓ આપણને મદદ કરશે, જેથી આપણે શ્રદ્ધામાં અને ઈશ્વરના દીકરાના ખરા જ્ઞાનમાં એક થઈને* પૂરેપૂરી વૃદ્ધિ પામીએ*+ અને ખ્રિસ્તની જેમ પરિપક્વ થઈએ. ૧૪ હવેથી આપણે બાળકો જેવા ન રહીએ, જેઓ ખોટા શિક્ષણનાં મોજાંથી આમતેમ ઊછળે છે અને પવનથી અહીંતહીં ડોલાં ખાય છે.+ તેઓ એવા માણસોની વાતોમાં આવી જાય છે, જેઓ ચાલાકીઓથી અને છેતરામણી યુક્તિઓથી ભમાવે છે. ૧૫ પણ આપણે સત્ય બોલીએ અને સર્વ વાતોમાં પ્રેમથી પ્રેરાઈને ખ્રિસ્તમાં વધતા જઈએ, જે આપણા આગેવાન* છે.+ ૧૬ ખ્રિસ્ત દ્વારા શરીરનાં બધાં અંગો+ એકબીજા સાથે જોડાયેલાં છે. એ અંગો દરેક સાંધાની મદદથી એકબીજા સાથે મળીને સોંપેલું કામ કરે છે. જ્યારે દરેક અંગ બરાબર કામ કરે છે, ત્યારે શરીરનો વિકાસ થાય છે અને પ્રેમમાં મજબૂત થતું જાય છે.+
૧૭ ઈસુના નામમાં હું તમને આ કહું છું અને વિનંતી કરું છું કે જેમ દુનિયાના લોકો પોતાના મનના નકામા વિચારો* પ્રમાણે ચાલે છે,+ તેમ હવેથી તમે ન ચાલો. ૧૮ તેઓના મન અંધકારમાં છે અને ઈશ્વર પાસેથી આવતા જીવનથી તેઓ દૂર છે, કેમ કે તેઓ જાણીજોઈને અજાણ બને છે અને તેઓનાં હૃદયો કઠણ થઈ ગયાં છે.* ૧૯ તેઓએ શરમ બાજુ પર મૂકી દીધી છે. તેઓએ બેકાબૂ બનીને દરેક પ્રકારનાં અશુદ્ધ કામો કરવા પોતાને બેશરમ કામોને* સોંપી દીધા છે.+
૨૦ પણ તમે શીખ્યા છો કે ખ્રિસ્ત એવા નથી. ૨૧ જો તમે તેમનું સાંભળ્યું હોય અને તેમની પાસેથી શીખ્યા હોવ, તો તમે ચોક્કસ જાણતા હશો કે ખ્રિસ્ત એવા નથી, કેમ કે ઈસુમાં સત્ય છે. ૨૨ તમને શીખવવામાં આવ્યું હતું કે તમારા પહેલાંના વર્તન પ્રમાણેનો જૂનો સ્વભાવ કાઢી નાખો.+ એ સ્વભાવ એની છેતરામણી ઇચ્છાઓને લીધે ભ્રષ્ટ થતો જાય છે.+ ૨૩ તમે પોતાના મનના વિચારોને* નવા કરતા રહો.+ ૨૪ તમે નવો સ્વભાવ પહેરી લો,+ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો* અને ખરી વફાદારીથી રચવામાં આવ્યો છે.
૨૫ હવે તમે કપટ કરવાનું છોડી દીધું છે, એટલે તમે તમારા પડોશી* સાથે સાચું બોલો,+ કેમ કે આપણે બધા એક શરીરનાં અંગો છીએ.+ ૨૬ ગુસ્સો આવે તોપણ પાપ ન કરો.+ સૂર્ય આથમે ત્યાં સુધી ગુસ્સે ન રહો.+ ૨૭ શેતાનને* તક ન આપો.*+ ૨૮ જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે. એને બદલે, તે સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરે,+ જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તેની પાસે કંઈક હોય.+ ૨૯ તમારા મોંમાંથી કોઈ પણ ખરાબ શબ્દ ન નીકળે,+ પણ જરૂર પ્રમાણે ઉત્તેજન આપતી સારી વાતો જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય.+ ૩૦ તમે પવિત્ર શક્તિને દુઃખી* ન કરો,+ કેમ કે એના દ્વારા તમારા પર મહોર મારવામાં આવી છે,+ જેથી ઉદ્ધારના દિવસે તમને કિંમત ચૂકવીને છોડાવવામાં આવે.+
૩૧ દરેક પ્રકારની કડવાશ,+ ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો+ તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો.+ ૩૨ પણ એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ રીતે વર્તો,+ એકબીજાને દિલથી માફ કરો, જેમ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે પણ તમને દિલથી માફ કર્યા છે.+